The Corporate Evil - 36 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-36

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-36

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-36
નીલાંગનાં પ્રશ્નોનો નીલાંગી શ્રોફની સમજાવટની અસર નીચે જવાબ આપી રહી હતી. એણે પોતાની આર્થિક સ્થિતિ યાદ કરવાની કહી રહી હતી કે મારે મારી માં બાબાને સુખ આપવા છે એમને ઘર આપવું છે. આટલી જીંદગી કેવી અછત ને તકલીફમાં કાઢી છે મને ખબર છે એ મેં બધુજ જણાવ્યુ છે અને અત્યારે મારી પ્રગતિ થઇ રહી છે અને તું મને... અને નીલાંગી રડી પડી....
નીલાંગ નીલાંગીની સામે જોઇ રહ્યો. થોડીવાર કંઇજ બોલ્યો નહીં. થોડીવાર નીલાંગીને રડવા દીધી... પછી કહ્યું "હું તારી પ્રગતિ અટકાવી નથી રહ્યો. હું શું કામ એવું કરુ ? પણ મને જ્યાં તારો માટે ભય દેખાતો હોય તો મારે તને સમજાવવુ જરૂરી છે.
નીલાંગીએ દુઃખી સ્વર કહ્યું "શ્રોફ સર ખૂબ સારાં છે એ મારી પ્રગતિની મારાં કુટુંબની ચિંતા કરે છે મને વિશ્વાસુ ગણે છે અને મારી આંખો કે બુધ્ધી બંધ રાખી કામ નથી કરતી તને તારી જોબને કારણે બધામાં બધી ડીલમાં કાળુ દેખાય અને શંકા કરે છે હું મારું ધ્યાન રાખુજ છું આટલી બધી શંકા કરવી સારી નહીં આમાં સંબંધ અને ભવિષ્ય બધુજ વણસી જાય.
નીલાંગ હવે સાવધ થયો એણે કહ્યું "તું તો ક્યાંથી ક્યાં પહોચી ગઇ ? હું તારાં પર શંકા નથી કરી રહ્યો પણ તારી પાસે કરાવવામાં આવતાં કામ પર શંકા કરુ છું તારી ચિંતા કરુ છું બીજા કોઇ સ્ટાફ માટે વિચાર આવે છે ? હું ફક્ત તારુ વિચારીને કહી રહ્યો છું પણ આજથી હું હવે તારી વચ્ચે અહીં આવુ તું ખૂબજ સમજદાર અને મેચ્યોર છે તું તારુ સંભાળી શકીશ એવું ધારી લઊં છું બસ ટેઇક કેર.. એવો સમય ના આવે કે તને તારાં કર્યા ઉપર અને મને મારી જાત ઉપર પસ્તાવો થાય હવે આ ચેપ્ટર અહીં બંધ.
હું મારુ કામ મારી રીતે નીપટાવીશ. તું તારુ કામ કર. મારે કંઇ જણવુ હશે તને નહીં પૂછુ મારી પાસે ઘણાં રસ્તા છે પણ દૂર રહીને પણ હું ધ્યાન રાખીશ. તારાં ઉપર ખબર નહીં શું કર્યુ છે? મારી વાત સમજાતી નથી ખેર પડશે એવાં દેવાશે. તું એવુંજ ઇચ્છે છે એટલે હું કંઇ નહીં કરી શકું હવે ઘરે જઇએ. આજે કોઇ કેશ સાચવાની નથી ને ?
નીલાંગી કહે "રોજ રોજ શું છે ? આવા ટોણા ના માર ચાલ ઘરે લઇ લે આમે આઈની બર્થ ડે છે મારે કેક લઇ જવાની છે. ગરીબનાં ઘરમાં વર્ષો પછી કેક આવશે. એમ કહી પાછી એની આંખો નમ થઇ ગઇ.
નીલાંગે સમજીને વાત બદલી આહો તારી મોમની બર્થ ડે છે. ચાલ મસ્ત કેક લઇને જઇએ અહીં આગળ જ પારસી બાવાની મસ્ત બેકરી છે કેક મારાં તરફથી હું મોમને વીશ કરીને જ્યારે જતો રહીશ એમ કહી બંન્ને જણાં બાઇક પર કેક લેવા નીકળ્યાં.
*************
નીલાંગીની મોમ માટે કેક લઇને નીલાંગીનાં ઘરે પહોચ્યાં ત્યાં એની મોમને વીશ કર્યું.. નીલાંગીએ કહ્યું બીજુ કશુ નથી કર્યું પણ મોમ કેક કાપે પછી થોડુ ખાઇને જજે પ્લીઝ.
નીલાંગીની આઇ ખૂબજ ખુશ હતી આજે વર્ષો પછી ઘરમાં ધનવાનોનો શોખ હોય એમ કેક આવી હતી. નીલાંગીએ એક મીણબત્તી સળગાવી અને માં એ કેક કાપી. નીલાંગીનાં પાપા પણ ત્યારે બહારથી આવ્યાં. એમનાં હાથમાં વહીસ્કીની બોટલ હતી. એમણે કહ્યું આજનાં દિવસે તો આ થઇ જાય આજે મંજુલાએ મસ્ત બટાકાવડા બનાવ્યા છે સાથે ચીલીનાં ભજીયાં વાહ મજા આવી ગઇ.
નીલાંગીને થોડું આશ્ચર્ય થયું એણે કહ્યું "બાબા આ બોટલનાં પૈસા ક્યાંથી આવ્યા ? આપણે ક્યાં ઘરમાં આવું પીએ છીએ ? બાજીરાવ આપ્ટે એ કહ્યું" આપણે પૈસાથી ગરીબ છીએ સ્વભાવથી નહીં. સમજી ? તારી માં એજ આપ્યાં છે મને આજે મારે એની બર્થડે.. પછી નીલાંગને જોઇ બોલ્યાં ? ભાઇ થોડું લઇશ ને ?
મંજુલા આપ્ટે એ કહ્યું "પહેલાં કેકતો ખાવા દો પછી બીજી ટ્રીટ આપો. નીલાંગીતો આઇ-બાબાનાં સંવાદ-મૂડ દશ્ય જોઇ ડઘાઇજ ગયેલી આ લોકોએ તો પૂરી તૈયારી કરી છે.
કેક ખાધાં પછી બાજીરાવે કહ્યું "નીલો તમે લોકો તો હોટલમાં બધી મજા કરી આવ્યા.. આજે તો અમે કરિયેને ? અને તારી માં એ પૈસા આપ્યા એટલે શક્ય બન્યું.
નીલાંગ બધુ સાંભળીને સમજી ગયો. એમણે મારેલો ટોણો નીલાંગ અને નીલાંગીને પણ સમજાઇ ગયો. નીલાંગે વાત બદલતાં કહ્યું "ચાલો આઇની બર્થ ડે છે તો બધુ ચાલે અને બધાનો મૂડ બદલાઇ ગયો. આજે નીલાંગીને આઇ બાબા કાંઇ જુદાજ લાગ્યાં એ મનમાં વિચારવા લાગી આઇને મેં પૈસા આપેલાં પણ એમાંથી તો એણે ઘરમાં બધુ લાવવાનું એનાં મારાં અને બાબાનાં કપડાં લાવી હતી આ ક્યાંથી વધે ? પણ અત્યારે શંકા નિર્મૂળ કરી સમય સાચવી લીધો.
બાજીરાવ આપ્ટે એ ચાર ગ્લાસ તૈયાર કર્યા. બધાનાં હાથમાં આપ્યાં. મંજુલા આઇએ કહ્યું મેં હમણાંજ બટાકાવડા પાંઉ અને મરચાનાં ભજીયા તૈયાર કર્યા છે ગરમાં ગરમ છે ચાલો બધાં આનંદથી ખાવ.
કાયમ ચીડીયા સ્વભાવમાં રહેતી તારી આઇ આજે આનંદમાં હતી. નીલાંગીને આશ્ચર્ય સાથે સાચું પણ લાગી રહેલું. એ ચારે જણાં નીચે ફલોર પરજ બેસી ગયાં અને વ્હીસ્કીનાં સાથમાં ગરમાગરમ બટાકાવડા અને ચીલીવડા ખાવા ચાલુ કરી દીધાં.
મંજુલા આઇએ ડ્રીંક લીધુ એ જાણીને નીલાંગીને થોડું આશ્ચર્ય થયેલું પણ એ વાતાવરણમાં એ માહોલમાં ભળી ગઇ મંજુલાઆઇએ કહ્યું "મારી નીલો હવે ખૂબ સારું કમાય છે હવે તો આનંદ કરીએ ને.. મારી બીજી સખીઓ મારી બહેન બધાંજ પીએ છે સાંભળીને હું જલતી પણ હવે આપણાં દિવસો પણ બદલાઇ ગયાં છે એ શ્રોફનું ભલુ થાય કે એણે આપણાં દિવસો બદલી નાંખ્યાં.
નીલાંગને આ સાંભળીને વ્હીસ્કી પીતાં પીતાં અંત્રાસ આવી ગઇ એની આંખોમાં પાણી ઘસી આપ્યાં. પણ ચૂપ રહ્યો ત્યાં બાજીરાવે કહ્યું મારી નીલો સારાં પગલાની છે જો જેવી નોકરી લાગી છે ઘરની તો રોનક બદલાઇ ગઇ છે. દુઃખનાં દિવસો ગયાં હવે સુખ જોઇશું.
નીલાંગી બધુ સાંભળી રહેલી અને નીલાંગની સામે જોઇ રહી હતી.. ત્યાંજ મંજુલાઆઇ બોલી.. નીલાંગ દીકરા તું પણ ખૂબ લકી છે અમારે માટે તારાં નીલાંગીને મળ્યાં પછી અમારી ચિંતા દૂર થઇ ગઇ છે. ખૂબ સુખી થાવ.
નીલાંગ કંઇ બોલ્યો નહીં નીલાંગીની સામે જોઇ રહ્યો. બે પેગ પીધાં પછી નીલાંગે કહ્યું "આઇ થેક્યુ એન્ડ હેપી બર્થડે અગેઇન પણ હું જઊં મારી આઇ રાહ જોતી હશે. એમ કહી ઉઠીને જવા માટે નીકળી ગયો...
*************
અમોલ એની ઓફીસમાં ચારો તરફ નજર કરી પછી એની કાચની ચેમ્બરમાંથી બહાર જોયુ અને તલ્લીકા ઘોષને એની ચેમ્બરમાં બોલાવ્યાં. તલ્લીકા એની ચેમ્બરમાં આવી અને બોલી "હાં બોલો અમોલ શું કામ હતું ?
અમોલે કહ્યું "મેડમ આપણે નવો પ્રોજેક્ટ નાંખીએ છીએ એનાં અંગેની ફાઇલ મેં તમને મોકલી હતી એમાં કેટલુ કામ થયુ ? અને હું બીજી નવી એકદમ આધુનીક ઓફીસ લઇ રહ્યો છું એ ફાઇનલ થઇ ગયું છે આપણાં મરીનલાઇન્સનાં કોમ્પલેઇન્સમાં 36 માં માળે છે એનું ઇન્ટિરિયર ચાલુ કરાવવાનુ છે એની પણ ફાઇલ આવી હશે. મારે એમાં ઝડપથી કામ કરવું છે તો એનાં બધાં નિર્ણય મારે લેવાનાં છે.
તલ્લીકા ઘોષે કહ્યું "મારી પાસે અગાઉથી ઘણી બધી ફાઇલ પેન્ડીગમાં છે હું બધે નહીં પહોચી વળું તમારે એમાં બીજા કોઇને એપોઇન્ટ કરી સામેલ કરવા પડશે અને મારે મારી " knee " નું ઓપરેશન કરાવાનુ છે એટલે મીનીમમ બે મહીનાની લીવ જોઇશે. તમારુ કામ અટવાય એનાં કરતાં નવી એપોઇન્ટમેન્ટ આપી દો અને ક્યાં સુધી છું જૂની પેન્ડીંગ ફાઇલનાં કામ નીપટાવી લઊં.
અમોલ એમને સાંભળી રહ્યો અને મનમાં ખુશ થયો ચાલો આ સીનીયર ટાઢે પાણીએ ખસી ગઇ સારુ થયું નહીંતર કાયમ મારી માં બનવા જાય છે એનાંથી છૂટીશ અને પાપાને પણ કોઇ વિરોધ નહીં હોય.
અમોલે કહ્યું "ઓકે ઓકે તમે પેન્ડીગ ફાઇલ લાવો અને તમારી લીવ સેક્શન કરુ છું તમને જે ઉપાડ જોઇએ એ પણ જણાવી દેજો હું એ એરેન્જ કરાવી દઇશ કારણ કે મારે તો ડીસીઝન લેવુજ પડશે નહીંતર પ્રોજેક્ટ ડીલે થઇ જશે અને પાપા એબ્રોડ જાય પહેલાં મારે બધુ ફાઇનલ કરી દેવુ છે.
તલ્લીકા ઘોષે કહ્યું "ઓકે ગુડ ધેટ્સ બેટર અને ચેમ્બરમાંથી બહાર નીકળી ગઇ. અમોલે રાહતનો શ્વાસ લીધો થોડીવાર વિચારી રહ્યો. અને એણે મોબાઇલમાં નંબર જોયો "હાં હાં મેં પ્રોજેક્ટની વાત કરી છે એ ફાઇનલ છે નવી ઓફીસમાં નવી એપોઇન્ટમેન્ટ કરવાની છે
એટલે તમે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-37