મિત્રો ચેકમેટ પાર્ટ -7 માં આપણે જોયું કે મોક્ષા મિ. રાજપૂત સાથે આલય અંગેની તમામ વાત કહેવા બેઠી હોય છે.ત્યાં અચાનક જ એના ફોનની રિંગ વાગે છે...કોનો ફોન છે....વાંચો આગળ..
મોક્ષા ફોનની રિંગ વાગતા જ ટેબલ પર પડેલો ફોન લેવા જાય છે.મિ. રાજપૂત એમને ફોન આપે છે.
'કોઈ આરતીનો ફોન છે મોક્ષા'.
મોક્ષા ચમકી જાય છે કે આટલી મોડી રાત્રે આરતી કેમ કોલ કરે છે
"હેલો, બોલ આરતી શુ થયું આટલી મોડી રાત્રે ફોન કર્યો."મોક્ષા પૂછે છે.
આરતી : મોક્ષા યાર એક વાત તો તને કહેવાની રહી જ ગઈ. એકદમ જ યાદ આવ્યું તો તરત જ કોલ કર્યો.એટલા માટે કે આલય જ્યારે સિમલા હતો ને ત્યારે એનો એક વાર મેસેજ આવેલો.રૂટિનની વાતો કર્યા પછી મને કહેતો હતો કે આરતી દીદી મને બહુ જ કંટાળો આવે છે.લાઈફથી.મેં કારણ પૂછ્યું તો કહે બસ એમ જ એવી ફીલિંગ આવી બસ એટલે કીધું..પછી મેં એને દિલાસો આપ્યો અને કીધું કે પહેલા તું અમદાવાદ આવી જા પછી વાત કરીશુ.પછી એને મેં રિધમ મહેતાનો નંબર આપી રાખ્યો હતો અને કીધું હતું કે તને કંટાળો આવતો હોય તો જતો રહેજે. મજાનું ફેમિલી છે. મોક્ષા, તું રિધમ સાથે વાત કરે તો પૂછ તો ખરી કે આલય ત્યાં આવ્યો હતો કે નહીં.
એક જ શ્વાસમાં સઘળી વાત કહી નાખી આરતીએ.
"આરતી જો આલય અહીં આવ્યો હોય તો અમને અહીં આવ્યે ચોવીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે.અત્યાર સુધીમાં એમને માત્ર એક જ વાર આલય વિશે પૂછ્યું છે. જો એ આવ્યો હોય તો એ અમને કહે તો ખરા ને અને તું પણ ખરી છે.આટલા દિવસ પછી કહે છે યાર.",મોક્ષાએ ખૂબ જ ધીરજથી જવાબ આપ્યો.
'સારું છતાં પણ તું સવારે એમને પૂછી લેજે.અને જે પણ હોય તે મને અપડેટ કરજે.' કહીને આરતીએ ફોન મૂકી દીધો.
મોક્ષાને હવે ઊંઘ આવતી હતી.તેથી મિ. રાજપૂત સાથે આરતી અંગેની વાત પતાવીને સુવા જાય છે.
મિ. રાજપૂત અને મોક્ષા છુટા પડ્યા બાદ સૂઈ જાય છે.
સવારે કોટેજની ડોરબેલ વાગે છે.મનોજભાઈ ઉભા થઈને ખોલે છે તો સામે મિસિસ મહેતા અને એમના હાઉસ મેડ બ્રેકફાસ્ટ લઇને ઉભા હોય છે.
મનોજભાઈ, બ્રેકફાસ્ટ તૈયાર છે.પહેલા કરી લેજો.રિધમ ઊઠે એટલે તમે આવો બેસવા, થોડી વાતો કરીએ .
થેન્ક યુ સો મચ, તમે ખૂબ જ સરસ મહેમાનગતિ કરી છે અમારી.તમે પણ અમદાવાદ આવજો.જેથી અમને પણ મોકો મળે.'મનોજભાઈએ ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો.
"હા, ચોક્કસ કેમ નહીં, મોક્ષા હજુ નથી ઉઠી?"
"આઇ એમ હિઅર આંટી," કહીને મોક્ષા આળસ મરડીને બહાર આવે છે.
"ગુડ મોર્નિંગ, બેટા ખૂબ જ બ્યુટીફૂલ લાગે છે સવાર સવારમાં"
"થેન્ક્સ આંટી"મોક્ષા સુંદર સ્માઇલ સાથે જવાબ આપે છે.
થોડીવારમાં બ્રેકફાસ્ટ માટે ટેબલ પર બધા સામ સામે હોય છે. રાજપૂત શાંતિથી નાસ્તો કરતા હોય છે.મનોજભાઈ ઘેરા વિષાદમાં લાગે છે.મોક્ષા આ બંને જણને જોઈ રહે છે.
નાસ્તો પત્યા પછી બધા ફ્રેશ થઈને રિધમ મહેતાને મળવા એમના બંગલા પર આવે છે.
મિ. રાજપૂત : રિધમભાઈ, એક વાત પૂછવી હતી.
રિધમભાઈ હસીને જવાબ આપે છે " હા, પુછોને સર.આપના કામનો માણસ છું."
રાજપૂત : રિધમભાઈ આલયના મોબાઈલનું છેલ્લું લોકેશન મોલ રોડ આવે છે પણ એ તો છેલ્લે અહીં આવ્યો હતો.તો અહીંથી મોલ રોડ લગભગ કેટલા કિલોમીટર હશે?
મિસિસ મેહતા : હા સાહેબ, મોલ રોડ તો અહીંથી થોડોક જ દૂર છે.અને આલય તો..
"તું ચૂપ રહીશ? એ લોકો મને પૂછે છે તો મને વાત કરવા દે ને."
રિધમ એકદમ જ ચીસ પાડે છે....એમની પત્ની પર.
મિસિસ મહેતા એકદમ જ ડઘાઈ જાય છે અને ચૂપચાપ અંદર બેડરૂમમાં જતા રહે છે.
"જુવો સર, આલયનો ફોન આવ્યો હતો કે અંકલ હું આરતીની ફ્રેન્ડ મોક્ષાનો ભાઈ છું અને સિમલા આવ્યો છું તો મારે તમને મળવું છે.પણ મારે સાંજે સેમિનાર માટેની દિલ્હી નીકળવાનું હતું એટલે હું થોડી જલ્દીમાં હતો.તેથી તેને મળી શક્યો નહોતો.'
એકીશ્વાસે ચતુરાઈ પૂર્વક જવાબ ટાળી ગયા રિધમ મહેતા.
મનોજભાઈ : અરે, રિધમભાઈ તમે ખરાબ ના લગાડતા આ તો એમની ડ્યૂટીનો એક ભાગ છે.બાકી તમારા પર શંકા થોડી હોય.
મિ. રાજપૂત :-ઓકે એવરીબડી, હું નીકળું છું ડ્યૂટી પર જવા, ઇન્સ્પેટર મોહંત્રે પણ આવશે.ધ્યાન રાખજો અંકલ તમારું.
મિ. રાજપૂત નીકળે છે..અને થોડીવારમાં જ મોક્ષા ના મોબાઈલમાં એક મેસેજ આવે છે.
"Take care ફ્રોમ રિધમ' રાજપૂતનો મેસેજ હોય છે.
મોક્ષા એક ઇમોજી મોકલી આપે છે.
મનોજભાઈ અને મોક્ષા બંને કોટેજમાં આવે છે.
મોક્ષા : પપ્પા, આ રિધમ મહેતા કાંઈક વિચિત્ર નથી.આપણે આવ્યા ત્યારના એના મૂડ સ્વિંગ્સ બદલાયા કરે છે.
"હોય બેટા ઘણાનો સ્વભાવ એવો.પણ તું અત્યારે મમ્મી સાથે વાત કરી લે."
વનિતાબેનના મોબાઈલમાં રિંગ વાગે છે.
"હેલો મમ્મી, શું કરે છે?"
વનિતાબેન : બેટા, માસી આવી છે અને આરતી પણ ખબર અંતર પૂછ્યા કરે છે.એટલે દિવસ પસાર થાય છે પણ હવે આલયનો અવાજ સાંભળવો છે બેટા.કહીને વનિતાબેન રડી પડે છે.
મોક્ષા ચોધાર આંસુએ રડે છે એ જોઈ ને મનોજભાઈ ફોન હાથમાં લઈ લે છે.
"જો વનિતા અહીંયા બધી તપાસ ચાલુ જ છે.તું ધીરજ રાખ તને કાંઈક થઈ ગયું તો હું ત્યાં અત્યારે પહોંચી પણ નહીં શકું. તું ભગવાનનું નામ દે.સૌ સારા વાના થશે.દરેક જગ્યાએ પોલીસ તપાસ ચાલુ છે અને રાજપૂત સાહેબ પર્સનલી પણ આપણને હેલ્પ કરી રહ્યા છે.હું મુકું છું.રાત્રે ફોન કરીશ." કહીને ફોન મૂકી દે છે મનોજભાઈ અને મોક્ષાને માથે હાથ ફેરવે છે.બંને બાપ દીકરી એકબીજાને વળગીને રડી લે છે અને હૈયાધારણ પણ આપે છે કે આલય ચોક્કસ મળશે.
પોલીસ સ્ટેશન પહોંચીને મિ. રાજપૂત મોહંત્રે સાથે તરત જ ફરીથી એ ગેસ્ટ હાઉસ તરફ નીકળે છે..
ગેસ્ટ હાઉસમાં પહોંચીને સીધા મેનેજરની કેબિનમાં જાય છે.કેમેરાથી સજ્જ એવા આ ગેસ્ટહાઉસમાં સીસીટીવી ફૂટેજ જોવા માટે આવ્યા હોય છે.કેબિનમાં માત્ર ત્યાંનો મેનેજર અને બંને ઇન્સ્પેક્ટર જ હાજર હોય છે.
મિત્રો સીસીટીવી ફૂટેજમાં શું જોવા મળે છે??મિસિસ મહેતા આલય વિશે શું કહેવા માંગતા હતા??.શું આલય ખરેખર કીડનેપ થયો છે કે તેનું ખૂન થયું છે કે પછી કોઈ બીજું જ રહસ્ય...શું હશે એ કારણ.. જેના કારણે આલયની ભાળ મળતી નથી.તે માટે વાંચતા રહો..ચેકમેટ..રમત પ્યાદાઓની કે પછી રાજા કહેશે ચેકમેટ....