The feeling of affection in Gujarati Short Stories by Ajay Khatri books and stories PDF | સ્નેહ નો આભાસ

Featured Books
Categories
Share

સ્નેહ નો આભાસ

જય ના આકસ્મિક અચાનક મોત ના કારણે રીટા સતત અસલામતી અનુભવી રહી હતી. એકલતા એને અંદરરોઅંદર થી ખોરવી રહી હતી. પરંતુ પોતાના બાળકો માટે હસતે મોઢેઆ જીદંગી હિંમતપૂર્વક વિતાવી રહી હતી અને તેના બને સંતાનો આશા અને અનીલ સાથે પોતાનું જીવન બસર કરી રહી હતી.અને પરિવારજનો માં સસરા ના અવસાન બાદ સાસુ જ હતાં
એક વડીલ ની ભૂમિકા માં ઘર ના રખેવાડ તરીકે રીટા ના પરિવાર ને સંભાળી ને બેઠા હતા.જ્યાર થી રીટા ના પતિ જય નું અવસાન થયેલ ત્યાથી સૌથી મોટી જવાબદારી તો જયનો બિઝનેસ સંભાળવાની હતી. પોતે એલ.એલ.બી નો અભ્યાસ કરેલ હોવાથી. બિઝનેસ હેન્ડલિંગમાં વાંધો ન આવ્યો.

પરંતુ ખૂબ એકલું એકલું લાગતું . એને જય ની બહુ ખોટ સાલતી હતી એને જાણે હવે જિંદગીમાં રસ જ ન રહ્યો હોય એમ લાગતું હતું.બસ , હવે તો એ બાળકો માટે જ જીવી રહી હતી.ઘરમાં નોકર ચાકર હતા અને ૨૪ કલાક માટે સિક્યોરિટી ગાર્ડ રાખવા છતાં એના દિલમાં ફડકો રહેતો . એના પિયરમાંથી પણ ભાઈ કે બીજું કોઈ તેની સાથે રહે એમ નહતું.એ સતત ઝુરાયા કરતી હતી.એને જય નો ભોગ લેનાર એ દુર્ઘટના કદી ભુલાઈ નહતી.

દિવાળી - નવા વર્ષના દિવસોમાં એ અને જય હંમેશાં શિમલા ફરવા જતાં.એ વર્ષે બંને બાળકો અને સાસુ સાથે ગયાં હતાં . તેઓની ફેવરિટ હોટલમાં ઊતર્યા હતાં.સાંજના સમયે બાળકો અને સાસુને હોટલ પર જ રહેવા દઈ બંને હોટલની જ ટૂરિસ્ટો માટેની કારમાં ફરવા નીકળ્યાં હતાં . પહાડો વચ્ચે કુદરતી વાતાવરણમાં ફરી રહ્યાં હતાં ત્યાં જ બરફનું ભયંકર તોફાન આવ્યું સાથે જોરદાર બરફ પણ પડવા માંડ્યો અને પાણી ધબકારા લેતું આવ્યું.એ બંને તણાવા માંડ્યાં . સદનસીબે એને એક પુરુષે પકડી લીધી અને ખૂબ મહામહેનતે એણે તેને ઉઠાવી ને એક ટેકરા પર સુવાડી.એ અર્ધબેહોશ થઈ ગઈ હતી . ભીંજાયેલું શરીર , બરફ સાથે વરસાદ અને પવનને કારણે એને ખૂબ જ ઠંડી ચઢી હતી . પેલા પુરુષને તેણે પતિ અને કાર અંગે કહેવું હતું પણ બેહોશી ની હાલત માં કહી ન શકી..

એણે તેને ઉઠાવીને તેની હોટલ પર પહોંચાડી.સાલુએ એના શરીરને લૂછી આપ્યું ને કપડાં પહેરાવી રજાઈમાં ઢબૂરી દીધી . થોડા સમય બાદ તે થોડી સ્વસ્થ થતા જય ની ભાળ કાઢવા હોવાનું મેનેજમેન્ટને કહી રૂમ બહાર નીકળી તો ત્યાં પેલો માણસ ઊભો હતો.તેણે સ્મિત કરી તેને ભગવાને બચાવી લીધી એ બદલ આભાર માનતા કહ્યું.પોતે એનો પણ ખૂબ જ આભાર માની પતિ ધીરજને શોધવાની વાત કરી . પણ તોફાન હજુ શમ્યું ન હતું .

રાત પડી ગઈ હતી.બીજા દિવસે તોફાન શાંત પડ્યા બાદ વહીવટીતંત્ર પણ શોધખોળમાં લાગ્યું . અનેક માણસો પાણીમાં તણાઈ નદીમાં વહી ગયા હતા . એને બચાવી લેનારા પેલા પુરુષ સાથે એણે અનેક જગ્યાએ શોધખોળ કરી.એક શિલા પાસેથી ધીરજનો મૃતદેહ મળ્યો.ખૂબ કલ્પાંત કરીને નાછૂટકે ત્યાં જ અગ્નિદાહ આપવો પડ્યો ત્યાંથી ઘરે આવવા રવાના થયા ત્યારે પેલો પુરુષ હાજર રહ્યો હતો . તેણે જતી વખતે તેનો ખૂબ જ આભાર માન્યો અને તેનું નામ વગેરે પૂછતાં તેણે પોતાનું નામ વિજય સિંઘ હોવાનું કહ્યું હતું . તે રિટાયર્ડ આર્મીમેન હતો.ત્યાં જ એક સિક્યોરિટી સર્વિસમાં જોઈન્ટ થઈ અલગ અલગ હોટલો વગેરે સ્થળોએ ડ્યૂટી બજાવતો હતો . ફેમિલીમાં અને પત્ની તેમજ એક પુત્ર હતો.તેનાં માતા - પિતા વગેરે બાજુમાં જ આવેલા ગામમાં રહેતાં હતાં . તેણે એને પોતાનું કાર્ડ આપી સાથે પાંચ સો રૂપિયા ની નોટોનું આખું બંડલ આપતા તેણે હસતાં હસતાં નાણાં પરત કર્યા અને કહ્યું બસ , રૂપિયા પૂરતો જ સંબંધ રાખવો છે ? હું તો તમને કદી ભૂલીશ નહીં

લશ્કરી જવાન છું જરૂર પડે બોલાવજો ... !

મારો મોબાઈલ નંબર સેવ કરી રાખજો કહીને એણે એના કાર્ડમાંથી નંબર જોઈને મિસકોલ કર્યો .
બસ , પછી એ બે ત્રણવાર એનાં બાળકો સાથે શિમલા આવી હતી, અને એ દરેક વખતે તેને મળવા આવતો.સાથે ફરતો . એણે તેને બરફીલા તોફાનમાં જે રીતે બચાવી હતી તે અનુભવતે કદી ભૂલી શકે એમ નહતી.

એના ગરમાગરમ શરીરનો અહેસાસ અનુભવતી , પરંતુ એ જ વખતે એ વિચારને મગજમાંથી કાઢી નાખતી. એને જય ને દગો દેતી હોય એવો અપરાધભાવ થતો.પછી પોતે એની સાથે કંઈ જ કર્યું ન હોવાથી અને એવી કોઈ લાગણી પણ ન હોવાથી આશ્વસ્ત થઈ જતી ,

પરંતુ એક વાત ચોક્કસ હતી કે એને તે સારો માણસ લાગતો.એ માણસે કોઈ જ જાતના સ્વાર્થ વિના માત્ર માનવતા ખાતર તેને બચાવી હતી.એ કંઈ નાનુસૂનું કાર્ય નહતું.બરફીલા તોફાનમાં ધસમસતા પાણી વચ્ચે ઊભા ન રહેવાય એવી પરિસ્થિતિમાં પોતાને તણાતા બચાવી.

અન્યને બચાવી શકવું શક્ય જ ન હતું.પરંતુ એ આર્મી મેન હતો . પોલાદી શરીર અને એવા પોલાદી મનોબળને કારણે એ શક્ય બન્યું હતું.હકીક્તમાં એણે એનો આભાર પણ ક્યાં બરોબર માન્યો હતો ?

એ પછી શિમલા તેને જોવા જ જતી હોવાનું એ પોતે સમજતી હતી , પરંતુ એમાં ક્યાં ક્યાંય કશું અનૈતિક હતું ? એ એની જિંદગીનો દાતા હોવાથી એનો એના પર પૂરો અધિકાર હતો છતાં એણે કદી કાંઈ જ અપેક્ષા રાખી નહતી.

એ સિક્યોરિટીનું કામ કરે છે તો એને જ એના ઘરની સિક્યોરિટી સોંપી હોય તો કેવું ?

આ વિચાર આવતાં જ એ ચમકી. અત્યાર સુધી એણે કેમ એવું વિચાર્યું જ નહીં ?

એણે બીજા દિવસે જ વિજય સિંઘને ફોન કર્યો અને પોતાનું સરનામું જણાવી તેને મળવા આવવા કહ્યું . વિજય સિંઘ ત્રીજા દિવસે એના બંગલે આવી પહોચતાં એણે આવકાર્યો.

એણે એનો ખૂબ આભાર માનતા કહ્યું . વિજયસિંહ , હું તને મારો મિત્ર માનું તું મારો જીવનદાતા છે . હું ઈચ્છું છું કે તું હંમેશ માટે મારું અને મારા પરિવારનું રક્ષણ કર . તું તારા પરિવારને અહીં લઈ આવ અને અહીં જ રહે ... તમારા માટે તમામ વ્યવસ્થા છે .

મેડમ ! કોણ જાણે કેમ ? પણ મેં તમને તોફાનમાંથી બચાવ્યાં ત્યારથી એવું લાગ્યા કરે છે કે તમે માલકિન અને હું તમારો રક્ષક વિજયસિંઘે ગળગળા થતાં કહ્યું અને બોલ્યો જેવો આપનો આદેશ , હવેથી આ જ મારું ઘર વિજયસિંઘના આ શબ્દો સાંભળતા જ રીટા ને એવો અહેસાસ થયો કે જાણે જય નો આત્મા વિજય સિંઘમાં પ્રવેશી ચૂક્યો હોય ! એ મનોમન બોલી કે જય , હવે અમે સલામત રહીશું . તું સદૈવ અમારી સાથે રહેજે.