થોડી વાર માં એ સ્ટેન્ડ આવી ગયુ જ્યાંથી પેલા મેડમ રોજ બેસતા હતા. એટલે મારી નજર ત્યાંજ ટકીરહી હતી, હું એમની જ રાહ જોતો હતો એટલા માં બસ ઉપડી ગયી અને પેલા મેડમ તો ના બેઠા. એટલે હું તો ચિંતા માં આવી ગયો કે આજ એ નહિ આવ્યા હોઈ...? પણ હવે શુ..બસ તો ઉપાડી ગઈ એટલે હું નિરાશ થઈ ને બેસી ગયો. મને નિરાશ જોઈ મારો દોસ્ત બોલ્યો. .
" ભાઈ કેટલી વાર ક્યાંથી બેસે છે પેલા મેડમ. ..?" અને ઉત્સાહ પૂર્વક પૂછ્યું.
"ભાઈ એ સ્ટેન્ડ તો જતું રહ્યું અને એ મેડમ પણ ના આવ્યા" (મૂડ ઓફ સાથે.)
તે ભડકી ગયો અને બોલ્યો " બે ટોપ શુ વાત કરે..? તે ધ્યાન તો જોયું ને....?"
"ભાઈ મેં તો ધ્યાન થી જ જોયું એ મેડમ નથી ચઢ્યા. ..."
"ઓ સીટ. .....હું આજે આવ્યો અને એ ના આવ્યા. .?" એ મારી તરફ જોઈ ને બોલ્યો
" ભાઈ ખોટું ના લગાડતો પણ તું મારા માટે પનોતી સાબિત થયો હો...." મજાક કરતા મેં કીધું.
"હા ભાઈ હવે તો તમે એજ કહો ને.....ok હું આગળના સ્ટોપ પર ઉતારી જઈશ બસ" એને કીધું
"હા જરૂર" એટલું બોલ્યો.
હજુ હું મજાક ના મૂડમાં જ હતો ત્યાં તો પેલો ઉતરવા લાગ્યો.કઈ કહું એ પેલા તો ભાઈ સાહેબ ઉતરી ગયા. હું પણ એની પાછળ પાછળ ઉતરી ગયો.અમે બંને આગળ ના દરવાજે થી ઉતર્યા એમાં પાછળ ના દરવાજા નું ધ્યાન ના રહ્યું.
બસ આગળ વધી અને મારી નજર જેવી દરવાજામાં પડી તો સાહેબ ચક્કર આવી જાય એવી વાત બની. અમે બંને દોસ્ત જેના માટે લડી રહ્યા હતા એ વ્યક્તિ તો આજ સ્ટેન્ડ થી ચડ્યા.....અને અમે ઉતર્યા.
"અલ્યા ભાઈ પેલી દુપટ્ટાવાળી તો બસમાં જ છે" મેં જોરથી બૂમ પાડી ને મારા મિત્ર ને બોલાવ્યો.
અમે બંને એકસાથે દોડવા લાગ્યા, પણ સાહેબ બસ ની જોડે તો નાજ થયી શકીયે ને. ..?એટલે હું ઉભો રહી ગયો અને મારા મિત્ર ને કીધું કે ભાઈ જવાદે હવે એ ગયી.
"ભાઈ એક કામ કરીયે આપડે રિક્ષામાં બેસી જઈએ આગળ ટ્રાફિક હશે તો જરૂર બસ ભેગી થયી જશે." એણે ફટાફટ દિમાગ ચલાવ્યું.
અમે બંને રીક્ષા માં બેસીને આ બસ ની પાછળ ગયા.....અને ભગવાન ને કરવું ને આગળ ના ક્રોસ પર ટ્રાફિક હોવાથી એ બસ મળી ગઈ.
"ભાઈ ચાલ જલ્દી નહીતો બસ હાથ માંથી જતી રેસે , લો ભાઈ ભાડું " મારો મિત્ર બોલ્યો.
નીચે ઉતરી ને અમે બંને ઝડપ થી દોડી ને બસ માં ચઢી ગયા અને એ મેડમ ને ગોતવા લાગ્યા....
"ભાઈ દુપટ્ટા વાળા મેડમે તો હદ કરી હો, બહુ માન ખાય છે, બસ માં તો ક્યાંય નથી.." મારો મિત્ર બોલ્યો
અને હું અચાનક પાછળ ફર્યો ને શુ જોવું છું..?...................
અચાનક પાછળ ફરતા હું શુ જોવું છું. ..? પેલા દુપટ્ટા વાળા મેડમ મારી પાછળ જ ઉભા હતા, એની નજર અમારી સામે જ હતી.
મારો મિત્ર બોલ્યો. "તું ખોટો પેલી દુપટ્ટા વળી પાછળ પડ્યો છે, જવાદે હવે એના નસીબ માંજ તું નથી"
અલ્યા ભાઈ બંદ થા તું " મેં એને ઇસારા માં કહ્યું" પણ ત્યાં તો એ બોલ્યો "નક્કી એનું સેટિંગ હશે ". પેલા મેડમ ની નજર અમારી સામે જ હતી.
મને તો માથે પરસેવો વાળવા લાગ્યો મનમાં વિચાર ચાલતો હતો કે નક્કી આ અમારી વાતો સાંભળી ગઈ હશે,
"ભાઈ તું આજ નક્કી વાટ લગાવીશ, પ્લીઝ બંદ થા."
મિત્ર બોલ્યો " કેમ ભાઈ તું આટલો ગભરાઈ છે એ ક્યાં તારી પાછળ ઉભી છે." મેં કીધું " પાછળ ઉભા એ એજ છે દુપટ્ટા વળી. "
આટલુ કીધું ત્યાં તો પેલી છોકરી એ અમારી તરફ ડગલાં માંડ્યા, મારી તો ધડકન તેજ થવા લાગી.
આગળ કહાની માં શું થયું એ જાણવા તમારે થોડી રાહ જોવી પડશે....
એ માટે કહાની નો આગળ નો ભાગ વાંચતા રહો....
to be continue...........