હેલો મિત્રો
હું છું તમારી દોસ્ત ગાયત્રી પટેલ
અને લાવી રહી છું
નવી વાર્તા
પ્રેમીપંખીડાનું lockdown
મિત્રો આપણે ઘરમાં લોક તો રહીએ છીએ ,
પણ પ્રેમી પંખીડાની lockdown કેવો હોય ?
તેના વિશે જાણીએ ...
આ વાર્તા પૂરેપૂરી કાલ્પનિક છે, અને આ વાર્તાનો કોઈ વ્યક્તિ વસ્તુ કે લાગણી સાથે કોઈ સંબંધ નથી .
આ નવલકથા મારી સ્વરચિત છે,
અને આ નવલકથા લેખન મારું પોતાનું છે
સુરતની ધારા પટેલ અમદાવાદમાં કોલેજમાં અભ્યાસ કરે છે. ત્યાં જ તેનો મિત્ર સાગર પણ હોય છે. પણ આ કોરોનાની મહામારીમાં બધું કામ ચાલતું. નહિ તો તેની અસરની આ કહાની છે ધારા ઉછળતી કૂદતી ભુલકન છોકરી છે જેને આજે સુરત આવાનું હતું પણ તે અહીં જ અમદાવાદમાં હોય છે,
એ 22 માર્ચ આવી ગઈ આજે તો મારે મારા ઘરે જવાનું હતું કર્ફ્યુ કર્યું છે એટલે હવે શું કરો આમ આટલી જલદી કોઈ બસ મળશે આજે અરે સાંજના ૭ વાગ્યા છે ક્યાંથી બસ મળે અને આજે શનિવાર આવા વિચારમાં ધારા પોતાના હોસ્ટેલ રૂમમાંથી નીકળી પડે છે સુરત આવવા માટે પણ એને સાંજની કોઈ બસ મળતી નથી કારણકે રાતના નવ વાગ્યા પછી બધું બંધ થઈ જાય છે હવે હોસ્ટેલ તો નીકળી ગઈ પણ જવું ક્યાં આવડા મોટા અમદાવાદ શહેરમાં એ એકલી હતી અરે હું તો ભૂલી જ ગઈ સાગર તો અહીં જ રહે છે ને ચલ એકલો હોય તો એને ફોન કરી દઉં અને એની સાથે આજે એના ઘરે નાઈટ
રોકાઈ જવા માટે ફોન કરવા દે
ધારા હેલો સાગર
સાગર હા બોલ ધારા ધારા ક્યાં છે સાગર તું સાગર બસ ઓફીસથી ઘરે જાઉં છું શા માટે ફોન કર્યો તે ધારા અરે સાગર આજે મારે સુરત જવાનું હતું બહુ લેટ થઈ ગયું સાગર હા તો હોસ્ટેલ માં રોકાઈ જાને ધારા અરે કોલેજમાં બધા ને રજા આપી દીધી કોરોના ને લીધે સાગર હા યાર અમારે પણ કાલે રજા છે ચેતન રૂમ-પાર્ટનર એ પણ ગામ નીકળી ગયો છે અને મારે જમવાનું બનાવવાનું બાકી છે ધારા જો તને પ્રોબ્લેમ ના હોય તો હું આજની નાઈટ તારા ઘરે રહી શકું સાગર હા પણ રસોઈનું વસ્તુ ધારા તો હમણાં બસ સ્ટેશન આવી જાવ મને લેવા પછી આપણે જઈએ સામાન લેવા સાગર હા આવ્યો સાગર ધારાને લેવા બસ સ્ટેશન જાય છે અને પછી બંને જણા મોલમાં ઘરની ચીજવસ્તુઓ લેવા જાય છે જ્યાં ધારા એને બધી આવડતી વાનગીઓ ની વસ્તુ લઈ લેશે અને સાગર ને એને શું ભાવે તે વાનગી પૂછે છે તે વસ્તુ લઈને પછી બંને બધુ સામાન લઈને ઘરે આવવા નીકળી જાય છે આજે પહેલીવાર ધારા સાગરના ઘરે આવે છે ઘરમાં દાખલ થતાં જ સાગર ના ફોટોઝ અને ની ફેમિલી ના ફોટા જોઈએ છે બધી જ વસ્તુ એની જગ્યાએ હોય છે ઘર સ્વચ્છ અને સુંદર હોય છે
ધારા આ રીતે ઘરે જોઈને ખુશ થઇ જાય છે
સાગર ધારા ફ્રેશ થઈ જા હું જમવાનું બનાવી દઉં રાતના દસ વાગ્યા છે ધારા શું દસ વાગ્યા અરે યાર સમય તો ખબર પણ નથી પડતી સારુ ચલ તો ફ્રેશ થઈ જા હું જમવાનું બનાવ અને ધારા પોતાનું બેગ હોલમાં મૂકે છે અને રસોડામાં જાય છે રસોડામાં બધી જ ચીજ વસ્તુઓ હોય છે અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય છે ધારા પોતાને ભાવતી મસાલા ખીચડી બનાવે છે અને સાથે મસાલા છાશ જે સાગરની ફેવરિટ લિસ્ટ ડીસ માની એક છે સાગર જમવાનું બની ગયું ધારા હા સાગર ધારા 2 ડીશ લઈને સોફા પાસે આવીને બેસે છે બોલાવે છે ચાલ જમવાનું તૈયાર છે આવી જા સાગર આવે છે સાગર વાહ ખીચડી અરે યાર બહુ મિસ કરતો હતો ધારા કોને મને k ખીચડી ને સાગર બંને વસ્તુને તારા આંખ નીચી કરીને ચૂપચાપ જમી લે છે અને રસોડામાં જતી રહે છે બધું કામ કરીને ફ્રેશ થવાનો વિચારે છે પણ અહીં એક જ રૂમ હોય છે અને બીજો હોલ એટલે ધારા સાગરને રૂમમાંથી બહાર જવાનું કહે છે સાગર ધારા ફ્રેશ થઈને આવ ધારા તું બહાર જાય તો હું થાવ ને સાગર સારુ અમે રૂમ ની બહાર નીકળી જાય છે
ધારા થઈને બહાર આવે છે નાઇટ સુટ પહેર્યો હોય છે થોડું કામ કરે છે સુવા માટે સોફા પર જાય છે પણ સાગર એને રૂમમાં મોકલે છે અને બંને અલગ અલગ જગ્યાએ સુઈ જાય છે સવાર પડતા ધારા ઉઠીને ફ્રેશ થઈ જાય છે. અને બે કપ ચા બનાવે છે નાસ્તાની પ્લેટ કાઢે છે અને સાગરને ઉઠાડે છે અને પછી સાથે નાસ્તો કરે છે આમ નાસ્તો કર્યા પછી આખો દિવસ પ્લાનિંગ વિચારે છે અને બપોરનું જમવા માટે બંને પાસ્તા અને મેગીનું કહે છે અને સાથે ટીવી જોવાનું પ્લાન કરે છે હવે જમવાનું થઈ ગયું અને કામ પણ એકબીજા એ વહેંચીને કરી લીધા ટીવી કઈ રીતે જોઈ કેમકે છોકરાને એક્શન અને હોરર મુવી ગમે જ્યારે છોકરીને કોમેડી અને ટીવી સીરીયલ ગમે ધારા વિચારે છે કે હું બીજાના ઘરે આવી છું તો એના મનનું કરવાની એમ પર એક દિવસની જ વાત છે ને દિવસ તો ક્યાં વીતી જશે ખબર નહી પડશે અને આ રીતે સાગર સાથે મેગી અને પાસ્તા ની ડીસ સામે મૂકીને સાગરને પોતાને ગમતું જોવાનું કહે છે અને સાગર પોતાની મસ્તીમાં તે વસ્તુ જોવા લાગે છે જમતા જમતા અને તે એક્શન મુવી ચાલુ કરે છે જેનાથી ધારાને ડર લાગે છે શું કરે એ ચૂપચાપ જોઈ છે અને જમીને સીધો રસોડામાં પોતાનું કામ કરવા લાગી જાય છે કામ પત્યા પછી ઘડિયાળમાં જોઈતો એક વાગ્યો હોય છે અને વિચારે છે થોડીક વાર સુઈ જાવ સુવા માટે રૂમમાં જાય છે અને ત્યાં પોતાના બેગમાંથી એક નોવેલ બુક કાઢે છે અને વાંચન કરે છે વાંચતા-વાંચતા ક્યારે એને ઊંઘ આવી જાય છે તે ખબર નથી પડતી અને સુઈ જાય છે બહાર હોલમાં સાગર જે મુવી જોતો હતો કે પૂરું થાય છે ધારાને જોવા રૂમમાં આવે છે અને ધારાને સુઈ ગઈ જોઈ એ મનમાં ને મનમાં મલકાઇ છે અને એકાએક નજર ધારા ના હાથ માં પડે છે જે બુક હોય છે અને એવું લઈ સાગર ધારાને ચાદર ઓઢાડી બહાર આવે છે અને book વાંચવા બેસે છે અને તે book એક નોવેલ લવ સ્ટોરી હોય છે જે જોઈને સાગર નો ચેહરો ચમકી ઊઠે છે કારણકે એક તરફ પ્રેમ સાગર પર ધારાને કરતો હોય છે પણ કહેતો નથી અને આ બુક ના મધ્યમથી ધારાની મનની વાત જાણી જશે અને તે book પોતાના જ લોકરમાં સંતાડી દે છે અને પછી સોફા પર સૂઈ જાય છે સાંજના ચાર વાગ્યા હોય છે અંધારાની અચાનક આંખ ખુલી જાય છે મોબાઇલમાં જોતા સમય તે ઊઠી જાય છે પથારીમાંથી અને ફ્રેશ થઈને કિચનમાં ચા બનાવવા જાય છે ચા બનાવતી વખતે એ એકવાર સાગરને અવાજ લગાવે છે પણ સાગર તો સૂઈ ગયો હોય છે એટલે ચા નાસ્તા માટે તૈયારી કરે છે અને પછી સાગરને જગાવે છે પણ સાગર જાગતો નથી તો કિચનમાં જઈને પાણીનો ગ્લાસ લાવે છે અને સાગર ના ચહેરા પર પાણીની છાલક નાખે છે કે તરત જાગીને સાગર તેનો હાથ પકડીને પાણીનો ગ્લાસ ધારા ના ચહેરા પર ઉડાડે છે ત્યારે સાગર ખડખડાટ હસી પડે છે ધારા ગુસ્સામાં લાલ થાય છે અને કહે છે કે જા તું તારી રીતે ચા નાસ્તો કરી લે અને તે રૂમમાં જતી રહી છે અને સાગર કિચનમાંથી ચા નાસ્તાની ટ્રે લઇ રૂમમાં ધારા ને મનાવવા માટે જાય છે પણ એ માનતી નથી ધીમેથી પાછળથી ધારાને પકડી અને ચેહરા સામે ચોકલેર્ટ્સ ધરે છે તેણી તે ચોકલેટ લઈ તેની સામે જોઇને હાથ ચેહરા પર લાવી શરમાય જાય છે ત્યારે સાગર ધારાના હાથને હટાવીને એનો ચહેરો હાથમાં રાખી એના કપાળ પર કિસ કરે છે અને બંને એકબીજાને ભેટી પડે છે અને પછી ચા નાસ્તો કરીને ટેરેસ પર જાય છે સાંજના 5 વાગ્યા એટલે નરેન્દ્રભાઈ મોદીજીના ઘંટનાદથી અભિવાદન કરવા બહાર નીકળે છે. ત્યારે સાગર અને તેની સામે રહેતા નમનભાઈ અને તેમના પત્ની માનસી પણ આવે છે. તે યુગલના નવા નવા પ્રેમ લગ્ન થયા હોય છે અને હજી તેઓ અહીં માર્ચ મહિનામાં રહેવા આવ્યા હોય છે.એટલે વધારે બધાને ઓરખતા ન હતા.એપાર્ટમેન્ટ પાંચ માળનું હતું એટલે લોકો હતા નઈ હમણાં ગામ નીકળી ગયા હતા.શહેરમાં ચારેય દિશાઓમાં ઘન્ટનાદ શંખ ઢોલના તાલે થાળી ચમચીના અવાજે ઝૂમતા હતા.જાણે કોઈ તહેવાર હોય તેવો માહોલ થયો.સાગર ધારા ઘરમાં આવ્યા પછી જમવાનું કરી બંને લુડો રમવા બેઠા લુડોની રમતમાં શરત એ હતી કે જે હારે તે હોરોર મુવી જોશે,અંધારામાં સંજોગોના જોગ અનુસાર ધારા હારી ગઈ અને રાતે જમ્યા બાદ 10 વાગ્યા પછી સાગરે હોરોર મૂવી ભૂત ચાલુ કરી જેમાં દરિયા કિનારે જહાજમાં ભૂત બતાવવામાં આવે છે તે જોતા જ અંધારામાં તેણી ડરીને સાગરને પકડીને ભેટી પડે છે. અને તેને વળગી રહે છે ત્યારે ધારા બહુ ડરી ગઈ હોવાથી એને રાહત આપવા તે પ્રેમીપંખીડાની જેમ બંને એકબીજાના હોઠોનો સ્વાદ માણે છે.સાથે જ સુઈ જાય છે.
આમ એકબીજાના આલિંગનની સવાર કઈક અલગ હોય છે સાગર આજે જલ્દી ઉઠીને ધારા માટે નાસ્તો બનાવે છે. એક રીતે જોવા જઈએ તો સાગર બેચલર બોય અને એકલો રહેતો છોકરો છે ઘરના દરેક કામ કરી જાણ્યા હતા.રસોઈ,કપડાં,સાફ સફાઈ ઘરની સજાવટ જુઓ તો તમને વિચારતા કરી મૂકે એવી એના વિચાર પણ નેકદિલી અને માનભર્યા કે તમને પણ વ્હાલ ઉભરી આવે.
સ્વભાવે શાંત
ગોરો રંગ
સિલ્કી વાળ.
મિસ્ટર પરફેક્ટ
હંમેશા હસતો
જીવનને અલગ રીતે જોતો.
કોઈ કામમાં ન કહે.
આમ થોડી કોઈ ધારા પાગલ છે એની પાછળ .
આજે તો તે બ્લુ ટીશર્ટ અને વ્હાઇટ શોર્ટસમાં એટલો ક્યૂટ લાગતો હતો કે પૂછો જ નહીં. નાસ્તાની ટ્રે લઈને ધારા પાસે ગયો.અને ધારાને કપાળ પર કિસ કરી પ્રેમથી જગાડી નાસ્તો કર્યો.આમ એકબાજુ એમનો પ્રેમ વધતો જતો હતો દિવસે દિવસે અને શહેરમાં કોરોનાને લીધે સ્થિતિ વધુ વિકટ બનતી ગઈ.સરકારે પણ લોકડાઉન લંબાવી લીધું હતું .30 માર્ચની જગ્યાએ મોદીજીએ ન્યૂઝમાં 14 એપ્રિલની તારીખ આપી દીધી હતી અને સાથે 5મી એપ્રિલે રાતે 9 વાગે 9 દિવા પ્રગટાવવું તેની ન્યૂઝમાં જાહેરાત કરી. ત્યારે તો સાગરે અને ધારાએ બંને મળીને એમના ઘર બહાર સરસ કોરોનાની મીણબત્તીઓની સજાવટ કરી હતી જુઓ તો જાણે દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો,સામેથી નમનભાઈ અને તેમની પત્નીએ પણ સાથ સહકાર આપ્યો.
આ જગમગતી દીવાની રોશની જાણે.
પ્રેમના રંગનો દીવો પ્રગટે એકધારે.
બે હદયોની વાત જાણી એ મનમાં મલકે
એકલતાને માણવા હૈયા સાથમાં તડપે
લોકડાઉનમાં એક અલગ જ જગ્યાએ ધારાને મિત્રના રૂપમાં પ્રેમી અને સાથે એક મોટી બહેનના રૂપમાં માનસી અને નમનભાઈ મળ્યા ક્યારેક તો બંને યુગલો લુડો મેચ અને કોડી માર્ચ રમતા જો ભાઈઓ હારે તો રસોઈ બનવવાની અને બહેનો હારી જાય તો નવી વાનગી.આમાં ફાયદો તો ધારા અને માનસીને થતો હતો કે નવું નવું શીખવા મળતું. લોકડાઉનમાં ઘણી અવનવી વાનગી અને જ્યુસ કુલ્ફી બનાવીને પોતાને ભારતીય નારીનું માન થતું.તેણી ને હવે ધીરે ધીરે ઘરની યાદ આવવા લાગી હતી.પરિવારથી 15 દિવસ દૂર રહેનારી ધારા આજે 20 દિવસથી અહીં જ હતી.સમસ્યા વિકટ અને સરકારના તાબા બહાર થઈ ગઈ હતી.તો પણ ગુજરાતી પ્રજા ઘણે અંશે લોકડાઉનનું પાલન કરતી હતી. સિટી બહાર જવાના માર્ગ બન્ધ થઈ ગયા હતા.ધારાનો પરિવાર સારી રીતે સાગરને જાણતો હતો બાળપણના મિત્ર હતા, બસ દિલોની વાત હજી બંને માંથી કોઈએ કરી ન હતી. પરંતુ પરિવારે એકબીજાના સાથી હોવાથી એમના લગ્ન નક્કી કરી દીધા. આ વાતોથી દૂર ધારા આજે ઘણી ઉદાસ હતી.મમ્મી પપ્પા સાથે વાત કર્યા બાદ તે તૂટી ગઈ. કે દીકરા આજે નહિ તો દિવાળીના સમયે તારે અમારાથી દુર થવાનું છે તારા લગ્ન થયા બાદ તું સાસરે રહેશે.ધારાની ઉદાસી જોઈ એક યુક્તિ વિચારી સાથે નમનભાઇ ભાભીને પણ સામેલ કર્યા ,આજે સાગરે એની બુક અને એની મનગમતી વાનગી બનાવી મસ્ત રીતે રૂમને સજાવ્યો.અને એક કેન્ડલ લાઈટ ડીનરનું આયોજન કર્યું.સાંજે સાડા સાત વાગ્યે ધારાને પાસે જઈને કહ્યું ચાલ જમી લઇએ અને સામે નમનભાઈ ભાભી એક જ ડિશમાં જમવા બેઠાં તો સાગરે પણ એક ડીશ કરી હતી, હવે ધારા માટે તો ડિશ ન હતી.એટલે એ ઉભી થઇ રહી હતી કે સાગરે એનો હાથ પકડીને બેસાડી પોતાના હાથેથી જમાડી.અને પછી બંને કપલ
કુલ્ફી ખાધી.નમનભાઈના ઘરમાંથી નીકળતા જ ઘરમાં પ્રવેશતાં જ રૂમમાં અંધારું હતું.સામે કઇ જ દેખાતુ ન હતું.અને સાગરે દરવાજો બન્ડ કરી દિધો, ધારાને ડર લાગતા તે સાગરને શોધે છે પણ આસપાસ કોઈ ન હતું.અચાનક પાછળથી સાગર ધારાને પકડીને પ્રેમ કરવા લાગે છે અને એની ગરદન પર કિસ કરે છે ધારાના શરીરમાં ધુજારી આવી જાય છે, તેના હદયના ધબકારા વધી ગયા હોય છે. સાગરનો હાથ ધીમે એના હાથમાં નાંખી પોતાની બાજુ ફેરવે છે.અને પછી ગરદનની પાસેથી એના હોઠ પર જઈ અટકી પડે છે ત્યારે બંનેની ધડકન તેજ ગતિએ ધબકે છે.સાગર ધારાને ઉંચકીને રૂમમાં લઈ જાય છે બેડ પર બેસાડી લાઈટ ઓન કરે છે ત્યારે તે નજારો જોવા જેવો હોય છે જ્યાં પહેલેથી સજાવટ હોય છે પરફ્યુમ ના સુંગધથી અને ધારાના બાળપણથી અત્યાર સુધીના બધા ફોટા અલગ અલગ સાગરની સાથેના દેખાય છે સાથે ટેબલ પર ધારાની બુક હોય છે.અને કોલ્ડ કોકો એક અલગ શાયરીના અંદાજથી
" હવે નજીક આવ્યા પણ અંતર વધતું જશે.
ક્યાંક સમયને અભાવે મનમાં માન ઘટતું જશે.
તારા બોલનો ભણકાર ક્યારેક જ મને અથડાશે.
ખબર નહિ હવે પછી તું મારાથી દૂર ખસી જશે.
મિલનની વેદના સાથે તો હવે તારી વાતો જ થશે.
અણધાર્યા સમયની પાર હવે એ પણ વહી જશે.
દુનિયાને સમજાવવા પછી એકલી સજની રહેશે.
મનના મંથન પર ગાયત્રી લેખનમાં કથની જ કેહશે.
કોણ જાણે કે એનો જીવનસાથી ક્યાંક ફરતો હશે.
પરંતુ હવે ન મળે તો લોકો સાજનની વાતો કરશે;"
સાગરે ધારાને પોતાની બનાવી દીધી હોય છે ના કોઈ બોલ કે શબ્દો બસ દિલના અહેસાથી તે ધારાને પ્રપોઝ કરી દે છે.ધારાને પોતાના હાથેથી કોકો પીવડાવીને પોતાનામાં સમાવી લેય છે.અને અઠવાડિયામાં જ બંને સુરત આવે છે પોતાને હોમ કોરેન્ટાઇન કરીને પરિવાર સાથે સમય પસાર કરી એકમતથી તેઓ આમ લોકડાઉનમાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને પ્રેમનો એકરાર કરાવી પોતાના ઘરે મૂકીને એકબીજાના પરિવારની સંમતિથી લગ્નનાં તાંતણે જોડાય જાય છે. અને એકબીજાને કોરોનાનો આભાર માને છે કે પ્રેમનો પર્યાય સમજ પણ થાય તે સમજાવ્યું.
પંક્તિ કઈક આ રીતે હતી.
મને આમ પુછે છે કે તું મને જણાવે છે
સમયની આ વાતથી જ તું તારા દિલને મનાવે છે
સમજુ છું હું તો તારી લાગણીની બતાવે છે
શુભથી ભરપૂર છે રાત્રી તારી.
હૈયેના હરખે રહી આંખડી મારી
તો ય તું નજરે ન મળે વાટડી મારી
ઝાઝી બોલમાં સમાય નાવડી મારી
વાચક મિત્રો મારી નવલકથા ગમી હોય તો શેર કરજો અને પ્રતિભાવ જરૂરથી આપજો.
આપનો વ્હાલ આમ દર્શાવતા રહેજો , અને તમે શું શીખ્યા તે જરૂરથી જણાવજો.
આપ ના સહકારની અપેક્ષાસહ....