love in lockdaun in Gujarati Love Stories by Kishan Bhatti books and stories PDF | લોક ડાઉનનો પ્રેમ

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

લોક ડાઉનનો પ્રેમ

આ એક એવી લવ સ્ટોરી છે જે લોકડાઉન માં શરૂ થઈ અને લોકડાઉન ખુલતા પુરી થઈ ગઈ.
એક ગીરના છેવાડે રહેતો એક ગામડાના છોકરો રાહુલ એક દિવસ તેના ફેસબૂક માં મથતો હોય છે ત્યાં તેના માં એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવે છે તેમાં તેનું નામ રિયા છે . રાહુલ ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા જ એક્સેપ્ત કરી લે છે અને રાહુલ રિયા ને hi નો મેસેજ કરે છે. મેસેજ સેન્ડ કરતા પહેલા રાહુલ વિચારે છે પણ પછી મેસેજ સેન્ડ કરી દે છે તે રિયાના મેસેજની રાહ જોવા લાગે છે .
તે દિવસ તો રિયા ઓફલાઇન થઈ ગઈ હોવાથી રિયા મેસેજ કરતી નથી તે તેના કામ માં લાગી જાય છે .રિયા તેનો ફોન હાથમાં બે દિવસ સુધી લેતી નથી પણ એકદિવસ બપોર વચ્ચે તે તેનો ફોન લઈને બેસે છે તે આજે તેના ફોન માં ફેસબૂક શરૂ કરે છે ત્યાં તેની નજર રાહુલ ને મોકલેલ રિકવેસ્ટ પર પડે છે રાહુલે તેની રિકવેસ્ટ એક્સેપટ કરી છે અને રાહુલે તેને મેસેજ કર્યો છે તે આજે રાહુલને આજે hi ના મેસેજ નો જવાબ આપે છે જવાબ આપતા જ રાહુલ પણ સામે મેસેજ કરે છે શુ કરો છો ?
રિયા : બસ કાઈ જ નહીં ફ્રી થઈ જમીને તમે શું કરો છો ?
રાહુલ : બસ જો લોકડાઉન છે તો બેઠા બેઠા tv અને મોબાઈલમાં ફેસબૂક જોવ છું .
રિયા : ok તમારું ગામ કયું છે?
રાહુલ : મારુ ગામ તો ગીર ની બાજુ અને દરિયાની નજીક નું છે ગામ નું નામ છે રામપરા .અને તમારું?
રિયા : મારુ ગામ અંકલેશ્વર છે આમ તો હું અમરેલી બાજુ રહું છું પણ અહીં અમે 15 વર્ષ થી રહીએ છીએ વાર તહેવારે અમે અમારા વતન માં હોઈએ છીએ .
રાહુલ : શુ તમે મને ઓળખો છો ?
રિયા : ના એમ જ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી .
રાહુલ : ok . શુ કરો છો તમે સ્ટડી કે ઘરે જ રહો છો?
રિયા : હા અત્યારે હું સ્ટડી કરું છું કોલેજના બીજા વર્ષમાં છું અને તમે શું કરો છો ?
રાહુલ : હું અત્યારે કોલેજ માં સાયન્સ માં સ્ટડી કરું છું .
રિયા : સાયન્સ માં ક્યાં વિષય પર કૉલેજ કરો છો?
રાહુલ : કેમેસ્ટ્રી વિષય સાથે કોલેજના ત્રીજા વર્ષમાં કરું છું.
રિયા : ok.
રાહુલ અને રિયા આમ રોજ વાત કરતા કરતા ક્યારે એકબીજાને બધું શેર કરવા લાગે છે તે ખબર પડતી નથી અને બંને એકબીજાને પ્રેમ ક્યારે કરવા લાગે છે તે ખબર પડતી નથી.રોજ એકબીજા સાથે કલાકો કલાકો સુધી મેસેજમાં વાત કરતા કરતા કોલમાં વાત કરવા લાગે છે કોલમાં વાત કરતા કરતા ધીમે ધીમે વીડિઓ કોલમાં પણ વાત કરવા લાગે છે .
ધીમે ધીમે રાહુલને તેની સાથે સાથે વધુ સમય પસાર કરવા માટે અને રાહુલ જો રિયા જોડે વાત ન કરે રાહુલ ને ક્યાંય ચેન પડતું નથી તો બીજી તરફ રિયા નો પણ આવો જ હાલ થયો છે રિયા પણ જો રાહુલ સાથે વાત ન કરે તો રિયા માટે પણ સમય પસાર કરવો મુશ્કેલ બને છે
રાહુલ : રિયા માટે તને એક વાત કહેવી છે? જો તને ખોટું ના લાગે તો ?
રિયા : હા બોલ ને ખોટું નહિ લાગે જે કહેવું હોય તે કહી દે .
રાહુલ : રિયા .i love you.
રિયા : શુ વાત કરે છે રાહુલ. પણ રાહુલ હું તને love નથી કરતી.
રાહુલ : શુ આપણે મિત્ર તો રહી શકીએ ને .
રિયા : હા .મિત્ર તો જરૂર રહી શકીએ.
રાહુલ : ok રિયા thank you મારી સાથે મિત્રતા રાખવા માટે .
રિયા : કાઈ વાંધો નહીં રાહુલ .
એમ વાત કરતા કરતા બંને ઊંઘી જાય છે બીજા દિવસે રાહુલ સામેથી મેસેજ કરતો નથી રિયા મેસેજ કરે છે પણ રાહુલ મેસેજ નો જવાબ આપતો નથી .રિયા ને હવે ડર લાગે છે એટલે રિયા રાહુલ ને કોલ કરે છે પણ રાહુલ રિયાના કોલનો જવાબ આપતો નથી .લોકડાઉન હોવાથી અને રાહુલ કોલ ઉપડતો નથી એટલે તેની ચિંતામાં વધારો થાય છે.રિયા મનમાં કહે છે કાલે મેં તેને i love you કહી દીધું હોત તો સારું હતું તેમ વિચારતી હતી ત્યાં જ સામેથી રાહુલનો કોલ આવે છે રાહુલનો કોલ આવતા જ તેની પર ગુસ્સો કરે છે કોઈ પણ વાત સાંભળ્યા વગર તેના પર વરસી પડે છે.
રિયા : ક્યાં હતો કેમ કોલ કે મેસેજનો જવાબ ના આપ્યો?
રાહુલ : રિયા. કામ માં હતો નહીં તો જવાબ ન આપું.
રિયા : રાહુલ i love you.
રાહુલ : રિયા શુ સાચે જ તું મને લવ કરે છે?
રિયા : હા કાલે જ મારે કહેવું હતું પણ મેં તારી સાથે મજાક કરવા માટે તને કાલે i love u ના કહ્યું.
રાહુલ : ok .રિયા કાઈ વાંધો નહીં પણ તું પણ મને લવ કરે છે તેનાથી આજે હું બહુ જ ખુશ છું.
રિયા : હા પણ હજી તો તારો વારો છે હું અમરેલી આવું ત્યારે આવજે મને મળવા.
રાહુલ : હા જરૂર આવીશ રિયા.
આમ જ બંને વાત કરતા રહે છે લોકડાઉન ખુલે છે અને નવરાત્રી માં રિયા અમરેલી આવે છે અને રાહુલને જણાવે છે. રાહુલ પણ તેની વાતથી ખુશ છે રાહુલ પણ તેને મળવા માટે રિયા કહે ત્યારે મળવા માટે અમરેલી પહોંચે છે. રિયા અને રાહુલની પહેલી મુલાકાત તેની એક કોફી શોપ પર થાય છે અમરેલીમાં રિયાએ પણ બધું જોયેલું હોવાથી તે બસ સ્ટોપ ની બાજુમાં જ મળવાનું નક્કી કરે છે તે શિતલમાં મળવાનું નકકી કરે છે બંને ત્યાં મળે છે ત્યાંથી રિયા તેને પોતાની બાઇક પર અમરેલીમાં ફેરવે છે પણ કહે છે ને કે પ્રેમીઓના દુશ્મન જાજા તેમ રિયાના કાકા નો છોકરો રિયા ને કોઈ છોકરા સાથે જોવાથી તે રિયાના પપ્પા ને કોલ કરીને જણાવે છે પણ રિયાના કાકાના છોકરાનું કાઈ ચાલતું નથી રિયાના પાપા પાસે કેમ કે રિયા પહેલેથી જ ઘરે જણાવી આવી હોવાથી તેને કાઈ પ્રોબેલ્મ થતો નથી.
રિયા અને રાહુલ સાંજના 4 વાગ્યા સુધી સાથે ફરીને રાહુલને બસ સ્ટોપ પર મૂકીને તેને બસમાં બેસાડીને રિયા ઘર તરફ નીકળે છે . રિયા રાહુલને ઘરે પહોંચીને કોલ કરવાનું કહીને છુંટા પડે છે .
આમ જ રાહુલ ઘરે પહોંચીને રિયાને કૉલ કરીને જણાવે છે રિયા પણ તેના પાપા ને રાહુલ વિશે બધું જણાવે છે અને તેની સાથે લગ્નની સંમતિ માંગે છે.રિયાના પપ્પા પણ રાહુલના પપ્પા સાથે વાત કરીને રિયા ને રાહુલના લગ્ન નક્કી કરે છે અને ધામધૂમથી લગ્ન કરાવે છે બંને એકબીજા આજે એક સપનું જોતા હોય તેવું લાગે છે .