An untoward incident Annya - 3 in Gujarati Fiction Stories by Darshana Hitesh jariwala books and stories PDF | An untoward incident અનન્યા - 3

Featured Books
Categories
Share

An untoward incident અનન્યા - 3

ઝંખના અને તેનો પરિવાર પ્લાલિંગ મુજબ રાત્રે ડિનર કરવા ગયા. ડિનર પત્યા પછી ત્યાંથી નદી કિનારે જાય છે. ત્યાં અપંગ વ્યક્તિને જોઈ ઝંખના ટેન્શનમાં આવી જાય છે. અચાનક જ વરસાદી વાતાવરણ થઇ જાય છે. પહેલો વરસાદ પસંદ હોવા છતાં તે કારમાં બેસી જાય છે. વરસાદી વાતાવરણને કારણે અમિત તેઓને કોફી પીવા જવાનું કહે છે. કોફી શોપમાં ઝંખના સાથે અજબ ઘટના બને છે. હવે, આગળ...

*****-----

"કિસ્મતના ખેલ પણ નિરાલા હોય છે.!
ક્યારે કંઈ લીલા કરે રહસ્ય ઘણા ઊંડા હોય છે.!"

તેઓ કોફી શોપ માંથી બહાર નીકળ્યા, ત્યાં અમિતની નજર એકટીવા સ્ટાર્ટ કરતી છોકરી પર પડી, જે તેણે કોફી શોપમાં જોઈ હતી. વરસાદને કારણે તેની એકટીવા સ્ટાર્ટ થઇ રહી ન હતી. તે દૂરથી જોઈ રહ્યો હતો, તે જાણે - અજાણે તેના તરફ આકર્ષાઈ રહ્યો હતો.

અમિતે કહ્યું : "મોમ-ડેડ તમે કારમાં બેસો. હું આવ છું.."

"એની પ્રોબ્લેમ!" ઝંખનાએ કહ્યું.

ના..ના.. કંઈ જ નહિ, "હું પેલી ગર્લ્સને હેલ્પ કરી આવ્યો.!"

તું તેને ઓળખે છે.?

ના, મોમ પણ ક્યાંક તેને જોઈ હોય, એવું મને લાગી રહ્યું છે.!

"મે આઈ હેલ્પ યુ.!" શું હું તમને એકટીવા સ્ટાર્ટ કરી આપું.? તેણે કહ્યું..

તમારો ખુબ ખુબ આભાર.. "મને તો વગર માંગ્યે ભગવાન મળ્યા.!" તેના મોઢા પર મીઠું સ્મિત રેલાયું.. "જાણે તેણે હાશ અનુભવી.!"

અમિતે બે ત્રણ વખત તેને સેલ માર્યા, પણ એકટીવા ચાલુ ના થઇ. તેથી તેણે એકટીવા સ્ટેન્ડ કરી કીક મારી તો તે સ્ટાર્ટ થઈ ગઈ..

અજનબી ખૂબસૂરત છોકરીના ચહેરા પર સ્માઈલ જોઈ, અમિત તેણે જોતો જ રહ્યો. હલકા પવનની લહેરોમાં તેના વાળ ઉડી ઉડીને તેના ચહેરા પર આવ્યા કરતા, તે વારંવાર તેને કાનની પાછળ કરતી હતી. તે જોઈ અમિતને તેના પ્રત્યે ખેંચાણ થઇ રહ્યું હતું. ત્યાંથી તેની નજર ખસી જ રહી નહોતી..

ઓહ, મિસ્ટર.. હવે, "એકટીવા સ્ટાર્ટ થઈ ગઈ છે.!" જો, "તમે કબજો છોડો.. તો હું જઈ શકુ!" આંખ સામે તેને ચપટી વગાડી તેનું ધ્યાન ભંગ કર્યું.!

"શ્યોર..!"

એકટીવા સ્ટાર્ટ કરી આપવા માટે તમારો ખુબ ખુબ આભાર.. થેંક યુ સો મચ.. કહી તે ત્યાંથી જતી રહી.

અમિત તેને જતા જોઈ રહ્યો, તે ત્યાં જ થોભી ગયો..

સોહમે હોર્ન વગાડી તેને બોલાવ્યો, "છતાં તે ત્યાં જ ઊભો રહ્યો."

"અમિત..!" ઓ.. "અમિત..!" ઝંખનાએ બૂમ પાડી.

પણ.. અમિત તો મૂર્તિ બન્યો. તે ત્યાં જ સ્થિર થયો.

લે, "આ તારા દીકરાની વિકેટ એકટીવા ગર્લે લીધી.!"

"શું બોલી રહ્યા છો તમે.?"

હવે, "નવું ચેપ્તર શરૂ થશે!" દિલ ક્યાં કરે જબ કિસી સે; કિસી કો પ્યાર હો જાયે.. સોહમે સીટી વગાડી.

તું સીટી વગાડવાનું બંધ કર. અને અમિતને બોલાવ. ઝંખનાએ કારનો કાચ ઉતારી બૂમ પાડી.. સોહમે પણ હોર્ન વગાડી તેણે બોલાવ્યો..

ચાલ ભાઈ, "મોડું થઈ રહ્યું છે.!" હવે, "મજનુની જેમ ત્યાં ક્યાં સુધી ઊભો રહીશ.!"

કમિંગ ડેડ.!! "શું બોલ્યા તમે.?"

કંઈ જ તો નહિ, પણ તે શું સાંભળ્યું.?

"મજનુ..."

હા, સાચું જ તો છે.. છોકરી જોઈને તેને જોતો જ રહ્યો.! શું કહું તને !?

ત્યાં તો ફરીથી વરસાદ શરૂ થયો.. ઝંખના કારનો કાચ બંધ કરી રહી હતી, ત્યાં અચાનક તેની નજર સામેથી જાણે કોઈ પડછાયો પસાર થયો..! તે ચમકી.! તેણે ફરીથી કાચ ઊતાર્યો, ડરતા ડરતા બહારની તરફ જોયું... તો વોશરૂમમાં દેખાયેલી છોકરી દેખાય.! તેણે જોયું, "બે લોકો જબરજસ્તી બ્લેક કારમાં બેસાડી રહ્યા હતા.!"

"સોહમ" - "અમિત" તેણે બચાવો, પેલા લોકો તેને જબરજસ્તી લઈ જઈ રહ્યા છે.!

'સોહમ, "જો પેલી એ જ છોકરી જે વોશરૂમમાં હતી.!" તરત જ અમિતે કાચ ઉતારી જોયું તો ત્યાં કોઈ જ નહોતું.! સોહમે પણ કારમાંથી બહાર નીકળી જોયું તો કોઈ જ હતું નહિ..

શું થયું.? મમ્મી... આજે તું આવી વાતો કેમ કરી રહી છે.!?

ખબર નહિ કેમ! તેના કપાળે ફરીથી પરસેવો વળી ગયો.. તે વિચારી રહી હતી કે; "આજે મારી સાથે આ શું થઈ રહ્યું છે!" ત્યાં જ તેના પસંદીદા ગીતના શબ્દો તેના કાને પડયા...


"જબ કોઈ બાત બિગડ જાયે,
જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તુમ દેના સાથ મેરા ઓ હમનવા...


સોહમે ધ્યાન ભટકાવવા માટે તેનું મનપસંદ ગીત મૂક્યું.! આ ગીત સાંભળતા સાંભળતા ક્યારે ઘર આવ્યું, તેની તેઓને ખબર પડી જ નહિ.! પણ ઝંખનાના મનમાં પેલી છોકરીના વિચારો તો આવી જ રહ્યા હતા.

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.. તેથી અમિતે કહ્યું : ' ડેડ, મમ્મા.!' તમે ઘરમાં જાઓ. હું વ્યવસ્થિત કાર મૂકી આવ છું..

આમ, તેઓ ઘરમાં જતા રહ્યાં ! અમિત કાર પાર્ક કરી, તે ઘરમાં જઈ રહ્યો હતો ત્યાં તેની નજર પેલી એક્ટિવા ગર્લ પર પડી. તેણે હાથ પર ચિમટી ભરી. અરે, "આ કોઈ સપનું તો નથી ને..! તે એક્ટિવાને સેલ મારી સ્ટાર્ટ કરી રહી હતી.. અને તે એકલી જ હતી.. રાતનો સમય હતો, તેથી તે મદદ કરવા તેની પાસે ગયો.

હેલો! મે આઈ હેલ્પ યુ!!

તે બોલી, "તું અહીં, પણ...!

મેડમ, "આ સવાલ તો મારે તમને પૂછવો જોઈએ .!"

આજે તો તમે મને ભગવાનની જેમ મળો છો? કીક મારી આપો, તો તમારી ઘણી મહેરબાની..

"તમે ક્યાં રહો છો.? આજે પહેલી વાર તમને અહીં જોયા..!

તેણે કહ્યું: "હું આજ સોસાયટીમાં છેલ્લી શેરીમાં રહું છું..!"

આજથી પહેલાં તો મે તમને ક્યારે જોયા નથી..!

અમે અહીં રહેવા આવ્યા, તેને હજુ અઠવાડિયું જ થયું છે..

"શું આ તમારું ઘર છે.!" તે બોલી...

"હા..!"

ત્યાં ફરી ઝરમર વરસાદ શરૂ થયો, સોહમે તેને એકટીવા સ્ટાર્ટ કરી આપી. ગુડ નાઈટ કહી બંને છુટા પડ્યા..!

હવે, ખ્યાલ આવ્યો કે મેં તેને કદાચ સોસાયટીમાં જ જોઈ હશે.! હશે..!! મનમાં હસતો હસતો તે ઘરમાં ગયો.

આંખોની ભવર ઉંચી કરી, "સોહમે ઈશારો કર્યો..!"

"શું.!?"

સંભાળીને ચાલજે, આ ઉંમર અને આ રાહ તને પ્રેમમાં ના પાડી દે.! આ પેલી એકટીવા ગર્લ જ હતી ને.! તેની પહેલી નજરનો જાદુ તારા પર ચાલી ના જાય..!

હા, તે એકટીવા ગર્લ જ હતી, પણ.. ક્યાંની વાત તમે ક્યાં લઈ જાઓ છો..! આ તે પ્રેમ કરવાની મારી ઉંમર છે.? હાલ તો મારું ધ્યાન ફકત સ્ટડીમાં છે.. કોઈને થોડી મદદ કરી લીધી તો શું પ્રેમ થઈ જાય.! આવું જુનવાણી જેવું શું વિચારો છો.?

હા, હું તો ભૂલી જ ગયો, નવા જમાનાની નવી વાતો.., તમારા જમાનામા તો જીએફ હોય.. પણ પ્રેમને સ્થાન ના હોય!, પેચ અપ કરતા બ્રેક અપસ વધુ હોય.. મને થાય છે.. કાશ, "હું આ જમાનામાં જન્મ્યો હોત..!"

અફસોસ ન કરો ડેડા, હવે સુઈ જશો.! તમે આ જમાનાના ફાધર તો છો ને..!!

તું સૂઈ જા દીકરા, કાલે સંડે છે, "હું તો થોડીવાર ટીવી જોઈશ.."

"અગિયાર વાગ્યા છે.!" ડેડ..

તો શું થયું.?.. એમ કહી તે સોફા પર બેસી ગયો.. ટીવી પર ચેનલ બદલતા ગોલ માલ અગેઈન મૂવી ચાલી રહ્યું હતું. કોમેડી હતું, તેથી અમિતે કહ્યું..ડેડ, 'હું ચેન્જ કરી આવ છું. આપણે આ જ મૂવી જોઈશું..'

પણ, અગિયાર વાગ્યા છે..! તને તો ઊંઘ આવે છે ને.!

ડેડ, કાલે તો સંડે છે ને..!

ઝંખના પણ ચેન્જ કરી હોલમાં આવી, તેને સોહમને કહ્યું, આ મૂવી મારે નથી જોવું.. જબ ગોડ કી મરજી હોતી હૈ તો ચીજોમેં લોજીક નહિ, પર મેજિક હોતા હૈ... મેં દસ વાર જોઈ છે. એમ કરી તેણે ચેનલ બદલી.. ચેનલ બદલતા બદલતા 100 (ડેસ) મૂવી ચાલી રહ્યું હતું. તેને કહ્યું : 'આ મૂવી જોઈએ..'

તારે આ મૂવી જોવું છે.! , સોહમ બોલ્યો..

"હા.." કેમ?

મેં અને અમિતે આ મૂવી જોવાનું નક્કી કર્યું છે. આપણે અમિતને ગમતું જોઈએ ને.? આમેય આ મૂવીથી તને સ્ટ્રેસ વધશે.! તને ડોકટરે કોમેડી પિચર જોવા કહ્યું છે. તું ભૂલી ગઈ..!

અમિત આવતા સાથે જ બોલ્યો: 'કેમ ડેડ.!' મૂવી બદલાઈ ગયું.! આ નેવુંની સાલનું ક્યું છે.! અને વળી, યોર ફેવરિટ માધુરી દિક્ષિતનું..

તે મારી પણ ફેવરિટ છે! હવે શાંતિથી જુઓ.. બોલશો નહીં...

થોડી વાર પછી અમિત બોલ્યો: "શું આ મૂવી જોવાની મજા નથી આવતી.!" કોઈ પણ વ્યક્તિ સપનામાં હકીકત કંઈ રીતે જોઈ શકે.? તેણે ભવિષ્ય કેવી રીતે દેખાય.?

મેં પણ તેને આ જ કીધું, પણ મારું સાંભળે તો ને.?

અરે, "એ સાલનુ સસ્પેન્સ હિટ થ્રીલર હતું." ઝંખુ બોલી..

મોમ, આવું કોઈ સાથે થાય જ નહિ..અને થાય તો બિચારાની માનસિક સ્થિતિ કેવી થાય.? બ્રેક પછી આપણે ગોલમાલ જોઈશું.. એમ કરી તેણે હાથમાં રિમોટ લઈ લીધું. એટલિસ્ત મેજિક પાછળનું લોજિક તો ખબર છે.!

બ્રેક પછી મૂવી ચેન્જ... મૂવી ખુશીના મર્ડર સુધી પૂરી થઈ ગઈ હતી.! જેવો વિલન તેનું ગળુ દબાવી મારી નાખે છે. આ સીન જોતા ઝંખનાને આંખો સામે ધૂંધળી છબી દેખાવા લાગી. એક વ્યક્તિ છોકરીનું ગળુ દબાવી રહ્યો હતો અને બીજો તેના હાથ દોરી વડે બાંધી રહ્યો હતો. તે મદદ માટે બોલાવી રહી હતી, એવો આભાસ તેને થઇ રહ્યો હતો.!

આ કલ્પના હતી, કે સાચું.? તે સમજી શકતી નથી. તેને પરસેવો વળવા લાગ્યો. અચાનક આંખ સામે ધૂંધળી છબી દેખાવા લાગી. અને તે બોલી : "તેણે બચાવી લો.!" "તેઓ તેને મારી નાખશે.!"

રિલેક્સ.! મોમ.. મૂવી જોઈ રહ્યા છીએ, કોઈ હકીકત થોડી છે..

હું હકીકતની વાત કરું છું. મૂવીની નહિ.. આટલું કહેતા જ તે એકદમ સોફા પરથી ઊભી થઈ ગઈ.!

મમ્મી હવે બસ થયું.. આ તે કેવો મજાક કરે છે.!

શાંતિ રાખ ઝંખુ .! તારે મૂવી નથી જોવું, તો તારે જે જોવું હોય તે જોઈએ, પણ આવી ડરાવણી હરકતો તો નહિ કર.! આમ,અડધી રાતે આવું કરશે તો માણસ બી જાય.!

તેના હાથમાં જાડી દોરી છે. તે તેનું ગળુ દબાવી રહ્યો છે. બે વ્યક્તિ છે. હું તેમના ચહેરા જોઈ શકતી નથી.. પણ મને ધૂંધળી છબીઓ દેખાઈ રહી છે.. આટલું બોલતાં તો તેને મોઢે પરસેવો વળી ગયો.. તેને ચક્કર આવતા તે પડી ગઈ..

************

શું અમિતની એકટીવા ગર્લ સાથે ફરીથી મુલાકાત થશે.?

કારનો કાચ બંધ કરતા જે જોયું શું તે ઝંખુનો વહેમ હતો.?

શું મૂવી જોતા ધૂંધળી છબીઓ સાથે તેનો કોઈ સંબંધ હશે.!?

તેનો વહેમ હશે કે પછી હકીકતમાં બનનારી કોઈ અકથિત ઘટના.?

આ સવાલોના જવાબ જાણવા વાંચતા રહો.. An untoward incident (અનન્યા)

🙏જય શ્રી કૃષ્ણ🙏
🌺🌺 રાધે રાધે 🌺🌺