There is something! Part 12 in Gujarati Thriller by Chaudhari sandhya books and stories PDF | કંઈક તો છે! ભાગ ૧૪

Featured Books
Categories
Share

કંઈક તો છે! ભાગ ૧૪



થોડી ક્ષણો પછી પેલી યુવતીએ પાછળ મૂકેલો સામાન લીધો. સુહાની અને દેવિકાએ એ યુવતીનો ચહેરો જોયો તો એ ચૈતાલી હતી. દેવિકા અને સુહાનીને શંકા તો હતી જ કે ચૈતાલીમાં કંઈક નકારાત્મક શક્તિ છે જ. અને ચૈતાલીને અહીં જોતા દેવિકા અને સુહાનીની શંકા સાચી પડી એટલે દેવિકા અને સુહાનીને વધારે આશ્ચર્ય ન થયું. થોડીવાર પછી બધાં ઉભા થવા લાગ્યાં. સુહાની અને દેવિકાએ જોયું તો એ લોકો પોતપોતાના રસ્તે જઈ રહ્યા હતાં.

સુહાની અને દેવિકા ઝડપથી ત્યાંથી નીકળી ગયા.

રસ્તે ચાલતાં ચાલતાં સુહાનીએ પૂછ્યું કે "રાજન અને ચૈતાલી શું કરી રહ્યા હતાં?"

દેવિકા:- "પૂજા."

સુહાની:- "પૂજા કરી રહ્યા હતા એ તો મને પણ ખબર છે. પણ કોની પૂજા અને કેવી પૂજા?"

દેવિકા:- "કદાચ તો શૈતાનની પૂજા."

સુહાની:- "પણ શૈતાન તો રાજન છે તો એ લોકો કોની પૂજા કરી રહ્યા હતા?"

દેવિકા:- "સુહાની અત્યારે બહુ રાત થઈ ગઈ છે. હું આવતીકાલે તને બધી વાત કરીશ."

સુહાની:- "દેવિકા આટલી રાતના ક્યારે ઘરે પહોંચીશ? મારા ઘરે રોકાઈ જા."

દેવિકા:- "તું જરાય ચિંતા ન કર. હું પહોંચી જઈશ."

સુહાની:- "પણ તું આટલી રાતે...."

"હું જતી રહીશ." એમ કહી દેવિકા ઝડપથી ત્યાંથી નીકળી જાય છે.

સુહાની:- "મારી વાત તો સાંભળ."

સુહાની સ્વગત જ બોલે છે "પોતાનું ધાર્યું જ કરે છે."

સુહાની પોતાના ઘર તરફ જતી જ હતી કે સુહાનીની સામે રાજન આવી જાય છે. અચાનક રાજનને સામે જોતાં સુહાની ડરી જાય છે.

સુહાની:- "આવી રીતે અચાનક સામે આવીને કોઈ ડરાવતું હશે?"

રાજન:- "આટલી રાતે તું અહીં શું કરે છે?"

સુહાની:- "બસ ઊંઘ નહોતી આવતી."

રાજન:- "એટલે બહાર નીકળી પડવાનું એમ."

સુહાની:- "તું મને કહે છે તો તું શું કરે છે આટલી રાતના?"

રાજન:- "હું તો ફરવા નીકળ્યો છું."

સુહાની:- "આટલી રાતના?"

રાજન:- "હાસ્તો વળી."

સુહાની:- "આટલી રાતના ખબર છે કોણ ભટકે છે તે?"

રાજન:- "હા તારા અને મારા જેવી આત્માઓ ભટકે છે."

સુહાની:- "હા હા હા મને જરાય હસવું ન આવ્યું."

રાજન:- "ન જ હસવું આવે ને. કારણ કે તને કંઈ સમજાયું જ નહીં."

સુહાની:- "એવું કંઈ નથી. મને બધી સમજ પડે છે."

રાજન સુહાનીની વધારે નજીક જઈ પૂછે છે "અચ્છા શું સમજ પડે છે."

રાજને સુહાનીનો હાથ પકડી લીધો.

સુહાની:- "રાજન શું કરે છે? મારો હાથ છોડ."

રાજન:- "કેમ હું તારો હાથ પકડું તે નથી ગમતું."

સુહાની કંઈ બોલતી નથી.

રાજન:- "સુહાની તારે જવાબ ન આપવો હોય તો વાંધો નહીં. પણ તારું મૌન ઘણું બધું કહી રહ્યું છે."

રાજન સુહાનીની એટલો નજીક ઉભો હતો કે સુહાનીને રાજનના તનમાંથી ખૂબ સરસ સુંગંધ આવતી હતી. સુહાની રાજન તરફ ખેંચાઈ રહી હતી.

રાજન:- "સારું ચાલ તું હવે ઘરે જા."

સુહાની બસ રાજનને જોઈ રહી.

રાજન:- "કહ્યું ને કે ઘરે જા."

સુહાની ઘર તરફ જવા લાગી. સુહાની ઘર પાસે પહોંચી અને સુહાનીએ રાજન તરફ જોયું તો રાજન સુહાની તરફ જોઈ રહ્યો હતો. દૂરથી રાજને જોયું કે સુહાની ઘરે પહોંચી ગઈ છે એટલે રાજન પણ પોતાના ઘર તરફ જવા લાગ્યો.

સુહાની પોતાના ઘરે જઈને સૂઈ જાય છે. ઘરે જઈને પણ સુહાની પોતાની અને રાજન વચ્ચે જે થયું તે મમળાવતી રહી. રાજન વિશે વિચારતાં વિચારતાં જ સુહાની ઊંઘી જાય છે. આ તરફ રાજનને ઊંઘ નથી આવતી.

બીજા દિવસે સુહાની અને દેવિકા દરરોજની જેમ ક્લાસમાં મળે છે. સુહાનીને પોતાના મનમાં સવાલ હતો તેનો જવાબ જાણવો હતો.

સુહાની:- "દેવિકા મને એક વાત સમજમાં ન આવી કે રાજન જ શૈતાન છે તો એક શૈતાન કોની પૂજા કરવાનો. શૈતાનથી ઉપર હજી કોઈ શક્તિ છે?"

દેવિકા:- "કદાચ રાજન શૈતાનની પૂજા કરતો હોય."

સુહાની:- "હા પણ રાજન જ શૈતાન છે. તો કેવી રીતે....."

દેવિકા:- "રાજન કદાચ શૈતાન ન હોય શકે."

સુહાની:- "મતલબ કે રાજન સારો છે."

દેવિકા:- "મારા કહેવાનો મતલબ એ નથી. ભલે રાજન શૈતાન ન હોય. પણ રાજન શૈતાનથી કંઈ ઓછો નથી. એવું કહેવાય છે કે શૈતાન પણ કોઈક દ્રારા પોતાને આ દુનિયામાં લાવવા માંગે છે. કદાચ રાજન શૈતાનને આ દુનિયામાં લાવવા માટેની પૂજા કરતો હોય. શૈતાનના અનુયાયીઓ હોય છે જે દુનિયાની નજરોથી છૂપાઈને રહે છે. દિવસે સમાન્ય રીતે થઈ ને ફરે છે પણ તેઓના કામ રાતે જ થાય છે. કદાચ રાજન અને તેની આસપાસ ગઈ કાલે બેઠેલાં લોકો શૈતાનના અનુયાયીઓ હોઈ શકે."

સુહાની:- "પણ તે તો કહ્યું હતું કે શૈતાન આ દુનિયામાં આવી ગયો છે."

દેવિકા:- "મને પણ પહેલાં એવું જ લાગ્યું. પણ શૈતાન પોતે ન આવ્યો અને પોતાના અનુયાયીઓને મોકલી આપ્યા."

સુહાની અને દેવિકાએ થોડીવાર વાત કરી. પછી
સુહાનીએ કહ્યું "સારું હવે હું જાઉં છું."

સુહાની પોતાના ક્લાસમાં આવે છે. રાજનને ક્લાસમાં ન જોતાં સુહાની વિચારે છે કે "રાજન ક્યાં જતો રહ્યો?" સુહાની ક્લાસની બહાર ઉભી રહે છે.
એટલામાં જ સુહાનીની નજર રાજન પર જાય છે. સુહાની વિચારે છે "રાજન ઉપર શું કરે છે? આ જ સારો અવસર છે રાજનને ચોરીછૂપીથી જોવાનો. ખબર તો પડે કે એકલામાં રાજન શું કરે છે તે." એમ વિચારી સુહાની ત્રીજા માળ પર જાય છે. આસપાસના ક્લાસમાં સુહાની રાજનને જોવા લાગી. સુહાની જતી હતી કે એક ક્લાસમાં હાથ પકડી કોઈએ સુહાનીને ખેંચી લીધી. જેવી સુહાની રૂમમાં પહોંચી કે દરવાજો બંધ કરી દીધો.

સુહાનીએ જોયું તો રાજન હતો.

સુહાની:- "દરવાજો કેમ બંધ કર્યો?"

રાજન સુહાનીની એકદમ નજીક ગયો.
સુહાની દિવાલ પાસે ઉભી હતી. રાજન સુહાનીના ચહેરાને જોઈ રહ્યો.

રાજન:- "તું અહીં કેમ આવી?"

સુહાની તો વિચારમાં જ પડી ગઈ. સુહાની એકબાજુએથી નીકળવાની હતી કે રાજને દિવાલ પર હાથ મૂકી દીધા.

રાજન:- "તું અહીં કેમ આવી?"

સુહાનીને શું બોલવું તે ન સમજાયું.

સુહાની:- "બસ એમજ આવી. હવે મારે જવું છે."

રાજન:- "નહીં થોડીવાર પછી જજે. મારે તને કંઈક કહેવું છે."

સુહાની:- "શું કહેવું છે?"

રાજન સુહાનીની એકદમ નજીક જઈ કાનમાં હળવેકથી કહે છે "તું મને પ્રેમ કરે કે પછી ના કરે પણ હું તો દીવાનોની જેમ તને પ્રેમ કરું છું. જ્યારે તું મારી સામે આવે છે ત્યારે તારા ચહેરા પરથી મારી નજર હટતી જ નથી. કોઈ મને પાગલ કહે છે તો કોઈ મને મજનુ કહે છે. પણ જેવો છું એવો મને તારા સિવાય કોઈ બીજું ગમતું નથી."

સુહાની રાજનની વાત સાંભળી મનોમન ખુશ થઈ ગઈ. રાજનની વાત સાંભળી સુહાનીના ચહેરા પર શરમના ભાવ છવાઈ ગયા. પોતાની વાત કહી રાજન સુહાનીને જોઈ રહ્યો. સુહાની પાંપણો ઝૂકાવી લે છે.

પાંપણ ઝૂકી જાય પળમાં ને શેરડા પડે ગાલે,
શરમાઈને સામે પણ ન જુઓ એમ થોડું ચાલે...!

આજે પણ રાજન સુહાનીની એકદમ નજીક ઉભો હતો અને રાજનના તનમાંથી સરસ સુગંધ આવતી હતી. સુહાની રાજન તરફ આકર્ષણ અનુભવી રહી.
સુહાની પોતાના મનને નિયંત્રણમાં નથી રાખી શકતી. સુહાની રાજનને આલિંગન આપે એ પહેલાં તો રાજન સુહાનીની કમર પકડી સુહાનીને પોતાની બાહુપાશમાં જકડી લે છે. સુહાની ખાસ્સીવાર સુધી રાજનને વળગી રહી. સુહાની રાજનથી અળગી જ થવા નહોતી માંગતી.

થોડીવાર પછી રાજન સુહાનીનો હાથ પકડી બારી નજીક બેન્ચ પર બેસાડે છે. સુહાની કંઈ બોલી શકતી નથી. સુહાની નું હૃદય જોરજોરથી ધડકતું હતું. સુહાની રાજન સામે નજર નથી મેળવી શકતી. સુહાની બારી બહાર જોઈ રહે છે. સુહાની કેટલીય વાર સુધી બારી બહાર જોઈ રહી. સુહાનીના ચહેરા પર સ્મિત આવી જાય છે. ખાસ્સી વાર થઈ ગઈ હતી. સુહાનીએ રાજન તરફ જોયું તો રાજન સુહાનીને જ જોઈ રહ્યો હતો. સુહાનીએ નજર ફેરવી લીધી. રાજન સુહાનીને આવી રીતના જોઈ રહ્યો હતો એટલે સુહાની અસ્વસ્થતા અનુભવી રહી. રાજને નજર હટાવી લીધી.

રાજન:- "તને ઘણાં વર્ષો પછી જોઈ એટલે તારા પરથી નજર નથી હટતી."

સુહાની:- "શું કહ્યું?"

રાજન:- "કંઈ નહીં."

સુહાની:- "કેટલી વાર સુધી અહીં બેસવું પડશે."

રાજન:- "કેમ મારો સંગાથ નથી ગમતો?"

સુહાની:- "ના એવું કંઈ નથી."

રાજન:- "ઑહ તો મારો સંગાથ ગમે છે?"

એટલામાં જ દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે.

ક્રમશઃ