Rudra nandini. - 21 in Gujarati Fiction Stories by BHAVNA MAHETA books and stories PDF | રુદ્ર નંદિની - 21

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

રુદ્ર નંદિની - 21



પ્રકરણ ૨૧

રોજના નિત્યક્રમ પ્રમાણે રાત્રે જમ્યા પછી ધનંજય , સુભદ્રા અને નંદિની બહાર ગાર્ડનમાં હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા .એટલામાં નંદિનીના ફોનમાં રીંગટોન વાગી , આટલી મોડીરાત્રે નંદિનીએ સ્ક્રીન પર રુદ્રનું નામ જોયું અને બોલી....

" આટલી મોડી રાત્રે રુદ્રએ કેમ ફોન કર્યો હશે ?"

"તું પહેલા ફોન તો રીસીવ કર નંદિની તો જ ખબર પડે ને ...!? ધનંજયે કહ્યુંઃ " જા બેટા શાંતિથી વાત કરી લે..."

ધનંજયે નંદિનીને સામેથી દૂર જઈને વાત કરવાનું કહ્યું તે જોઈને નંદિની પપ્પાના પોતાની ઉપરના વિશ્વાસની ચરમસીમા પણ પામી ગઈ.

" હેલો રુદ્ર ....! શું થયું ...! ? કેમ આટલી રાત્રે ફોન કર્યો.....?"

" કંંઇ ખાસ નહીં ....." પછી તેણે થોડી આડીઅવળી ફોર્મલ વાતો કરવાનો પ્રયત્ન કર્યો . એને થયું કે ...." કેવી રીતે પ્રિયાની વાત નંદિનીને કરું...!!? "

" ના રુદ્ર....! હું તને એટલો તો ઓળખી જ ગઈ છું કે તું કંઈ પણ કારણ વગર ફક્ત ગપ્પા મારવા માટે તો આમ આટલી રાત્રે મને ફોન ના કરે ....! બોલ રુદ્ર ....! શુંં વાત છે....? "

રુદ્ર એ ધીરે ધીરે વાતની શરૂઆત કરી . કોલેજ છૂટ્યા પછી પ્રિયા સાથે બનેલી ઘટનાની... કાવ્ય એ પ્રિયાને કરેલ હેલ્પની ..... વાત કરી અને કહ્યું કે તેણે જ બધા બોયઝ ને અહીંયા બોલાવ્યા અનેે બધી વાત કરી.

નંદિની તો આ સાંભળીને ખુબજ ગુસ્સેે થઈ ગઈ અને બોલી ....." રુદ્ર્ર કાલે એ લોકો ને તમે નહીં પરંતુ અમે ગર્લ્સ સબક શીખવાડીશું , તમે લોકો વચમાં નહીં પડતા."

" ઓકે ...ઓકે .....પણ મારી વાત સાંભળ અત્યારે તું પ્રિયા સાથે વાત કર , મને લાગે છે કે તેણે આ ઘટનાની જાણ તેના મમ્મી-ડેડી ને તો નહીં જ કરી હોય તેથી તેને અત્યારે કોઈના સપોર્ટની ખાસ જરૂર હશે. નંદિની અમારા કરતા તું પ્રિયાની સાથે વાત કરશે તો એને વધારે બેટર ફીલ થશે.... યુ નો હું શું કહેવા માંગું છું...!? "

" હા રુદ્ર... ડોન્ટ વરી હુંં અત્યારે જ પ્રિયા સાથે વાાત કરું છું

નંદિનીએ પ્રિયાને કોલ કર્યો પ્રિયા જાગતી જ હતી તેણે તરત જ ફોન રીસીવ કર્યો અને બોલી.

" હેલો નંદિની ...કેમ અત્યારેે ફોન કર્યો....? "

" હાય પ્રિયા....! બસ એમ જ ...ઊંઘ નહોતી આવતી એટલે, પણ તું હજી જાગે છે....!?"

" હા યાર ,સારું થયું કે તે ફોન કર્યો મને પણ ઊંઘ નહોતી આવતી ખૂબ જ અપસેટ હતી....!!"

" શું વાત છે પ્રિયા.....? કંઈ પ્રોબ્લેમ.....?"

નંદિની એટલા પ્રેમથી બોલી કે પ્રિયા રડી પડી!

" શાંત પ્રિયા... પ્લીઝ શાંત થઈ ...જા ચુપ થઈ જા પ્રિયા...."

" એક મિનિટ પ્રિયા... હું આવું તારા ઘરે ...? મને બધી જ ખબર પડી ગઈ છે કે આજેે તારી સાથે કોલેજમાં શું થયું....!!"

" તને કોણે કહ્યું નંદિની.....? મેંં હજુ સુધી કોઈને પણ વાત નથી કરી , ઘરે પણ નહીં...."

" ઘરે અંકલ આંટી ને કહેતી પણ નહીં પ્રિયા !અમે બધા છીએ ને.... અમે બધું હેન્ડલ કરી લઈશું.... હવેે તને તો શું પણ કોઈને પણ કોઈ પણ છોકરા હેરાન નહીં કરે તેવું કરી દઈશું...."

" પણ તને કોણે કહ્યું નંદિની ....? કાવ્ય એ....?"

" ના , રુદ્ર નો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે પ્રિયા અત્યારે ખુબજ અપસેટ હશે તું એની સાથે વાત કરીશ તો બેટર ફીલ કરશે."

" સારું થયું નંદિની તે ફોન કર્યો. હુંં સાચે ખૂબ જ અપસેટ હતી. કોઈકની સાથે વાત કરીને મન હળવું કરવું હતું ,પણ ઘરે કહું તો મારી મમ્મી મારી રોજ ચિંતા કરીને ફફડી ને જ મરી જાય!! તને તો ખબર છે કે એ હાર્ટ પેશન્ટ છે અને પપ્પા પણ અત્યારે ઘરે નથી, એટલેે ઘરે તો કોઈને કહેવાય એવું હતું જ નહીં .પરંતુ તારી સાથે વાતો કરીને ખૂબ જ સારું લાગ્યું !મન હળવું થઈ ગયું નંદિની !થેન્ક્સ...."

" પ્રિયા... તું બિલકુલ ચિંતા ના કર અને કાંઈ પણ વિચાર કર્યા વગર સુઈ જા તને થોડું વધારે સારું લાગશે . બાય..."

" બાય નંદિની...."

નંદિનીએ પ્રિયા સાથે વાત કરીને પાછો રુદ્રને ફોન લગાવ્યો. હજુ બધા ત્યાં જ હતા અને નંદિનીના ફોનની જ રાહ જોતા હતા.

" હેલો રુદ્ર...."

" હા નંદિની .બોલ વાત થઇ પ્રિયા સાથે....?"

" હા રુદ્ર.... સારું થયું કે મારી વાત થઈ તેની સાથે ! તારુ અનુમાન બિલકુલ સાચું હતું તેણે અંકલ આંટી ને વાત નહોતી કરી તેથી તે મનમાં જ ઘૂંટાતી હતી, મારી સાથે વાત કરીને હળવી થઈ ગઈ...."

" હવે તેની માનસિક સ્થિતિ કેવી છે નંદિની....? તે ઠીક તો છે ને.....? બહુ ડરી ગઈ નથી ને....? " કાવ્ય એ પણ વાત કરી રુદ્ર એ ફોન સ્પીકર ઉપર મૂક્યો હતો તેથી બધા સાંભળતા હતા.

" ના કાવ્ય એની હિંમત ગજબની છે....!! એ ખૂબ ઝડપથી એકદમ સ્વસ્થ અને નોર્મલ બની જશે . કાલે તો એ પહેલાના જેવી જ પ્રિયા હશે તું ચિંતા ન કર ઓકે ....? "

" ઓકે નંદિની ...ચલ કાલે મળીને વાત કરીએ...."

" ઓકે બાય...."

રુદ્ર સાથે વાત કર્યા પછી નંદિની પાછી હીચકા પાસે આવી, તે બહુ દૂર નહોતી તેથી ધનંજય ના પોલીસ ઓફિસરના એકદમ સરવા કાને નંદિની ની વાતો સાંભળી અને તેનો તાગ મેળવી લીધો હતો.

નંદિની થોડી બેચેન હતી તેથી સુભદ્રાએ પૂછ્યું ....." કેમ અત્યારે રુદ્ર નો ફોન હતો ? બધુ બરાબર છે ને ....?"

" હા મમ્મી પણ ....." એટલું બોલીને એણે મમ્મી પપ્પાને પ્રિયા સાથે બનેલી ઘટના ટૂંકમાં કહી. તેથી ધનંજયે કહ્યું ...." બેટા તમને લોકો ને મારી મદદ ની જરૂર હોય તો કહેજો ."

" ના પપ્પા ....પહેલા અમને લોકોને જ આ વાત હેન્ડલ કરવા દો .તમે વિચાર કરો છો એમ આ લોકો ગુંડા નથી ખાલી જસ્ટ છેડતી જેવી મજાક કરી હતી તેથી પ્રિયા ડરી ગઈ હતી અને અપસેટ હતી .હવે બધું બરાબર છે .કાલે અમે લોકો તેમની સાથે ફોડી લઈશું અને જો કંઈક વધારે લાગે તો પછી અમે તમને કહીશું ઓકે....? "

આ બધું સાંભળી ને સુભદ્રા બોલી..... " ધનંજય.... નંદિની જ્યારે નાની હતી ત્યારે તમે એને સવારે વહેલા ઉઠાડીને કરાટે અને જુડો શીખવતા એ મને ત્યારે નહોતું ગમતું ,પણ અત્યારે લાગે છે કે તમે ખૂબ જ સારું કર્યું. નંદિની ની જેમ દરેક ગર્લ્સને સેલ્ફ પ્રોટેક્ટ કરતા આવડતું હોવું જોઈએ."

" હા મમ્મી તું બિલકુલ સાચું કહે છે."

ધનંજય પછી રુદ્રના વિચારોમાં ખોવાઈ ગયા. તે દિવસે ઘરે આવેલો રુદ્ર એક નીડર અને ગભરુ જવાન તો તેને લાગેલો જ પણ આજે એને રુદ્ર ની અંદર એક ખૂબ જ સમજદાર ....લાગણીશીલ .....બીજાના દુઃખ દર્દની પરવાહ કરવાવાળો ....ઇન્સાન દેખાયો.

સવારે બધા કોલેજ પહોંચ્યા રુદ્ર અને વિરેન બધાના આવવાની રાહ જોઈને કોલેજ ના ગેટ આગળ જ ઉભા હતા. બધા આવી ગયા પછી તેઓ અંદર ગયા .અંદર નંદિની , જીયા , લીના બધી જ ગર્લ્સ આવી ગઈ હતી .ફક્ત પ્રિયા સિવાય....

કાવ્ય એ આવીને જોયું કે પ્રિયા હજી સુધી આવી નથી. તેણે તરત જ ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને નંબર લગાવવા ગયો ત્યાં જ નંદિની બોલી....

" કાવ્ય ....અમે ક્યારનાય પ્રિયા ને ફોન કરીએ છીએ પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે. મને લાગે છે કે કદાચ આજે તે કોલેજ નહિ આવે."

નંદિની એ બધી ગર્લ્સને કાલે પ્રિયા સાથે બનેલી ઘટના કહી સંભળાવી હતી .બધી જ છોકરીઓ અત્યારે ખૂબ જ ગુસ્સામાં હતી .સ્વાતિ બોલી ...." રુદ્ર ...તમે લોકો અહીંયા જ ઉભા રહો, કાવ્ય ...તું અમને એ લોકો કોણ હતા તે બતાવ.... અમે પહેલા અમારી રીતે એમની સાથે નીપટી લઈએ એવું લાગે તો જ તમે લોકો આવજો...."

શાંતનું તો સ્વાતિની હિંમતને દાદ આપી રહ્યો અને મનમાં જ બોલ્યો ...." વાહ ....! મારી ઝાંસીની રાણી....વાહ...." "

વિરેન બોલ્યો ..." નંદિની , સ્વાતિ ભલે તમે લોકો એમની સાથે વાત કરજો પણ અમે આવીએ છીએ તમારી સાથે ,અમે કંઈ નહીં બોલીએ બસ પણ અમે લોકો તમારી સાથે આવીએ છીએ.."

" એન્ડ ફ્રેન્ડ્સ .... આપણે ઝઘડો કરવાનો નથી i think એ લોકો એક વાર સમજાવવાથી જ સમજી જશે ઓકે...." રુદ્ર બોલ્યો...

" ઓકે...."

આખું ગ્રુપ જ્યાં એ લોકો બેઠા હતા ત્યાં આવ્યા . સૌથી પહેલા તો નંદિની અને સ્વાતિ એ બે હાથે થી બે બે છોકરાઓના કોલર પકડ્યા અને તેમને હચમચાવી નાખ્યા .એમની ઈચ્છા તો એમને પીટી નાખવાની હતી પણ રુદ્રના શબ્દો યાદ આવ્યા તેથી બંને સમસમીને રહી ગઈ.

" તમારી હિંમત કેવી રીતે થઇ કાલે પ્રિયા સાથે બદતમીઝી કરવાની....? "

" સોરી ...સોરી...." એક છોકરો બોલ્યો.

" હા યાર સોરી ....ભૂલ થઈ ગઈ ..હવે આવું નહીં થાય ...." ચારેય છોકરાઓ કરગરવા લાગ્યા.

હવે બીજા બધા જ બોઇઝ આગળ આવ્યા . રુદ્ર બોલ્યો...." ફ્રેન્ડ્સ તમે લોકો મને સારી ફેમિલી ના લાગો છો .મને લાગે છે કે તમારે ભણવામાં અને તમારું કરિયર બનાવવામાં ધ્યાન આપવું જોઈએ નહીં કે આવી રીતે ગુંડાગર્દી કરવામાં....!! "

" અમે તમને સમજાવીએ છીએ એનો મતલબ એ નથી કે અમને ઝઘડો કરતા કે મારપીટ કરતા નથી આવડતું ! અમે પણ તમને તમારી જ ભાષામાં જવાબ આપી શકીએ એમ છીએ ,પણ અમારે અમારી અને કોલેજની રેપ્યુટેશન નો પણ વિચાર કરવાનો છે ...." કાવ્ય ગુસ્સે થતો બોલ્યો...

રુદ્ર એ લોકો સામે આંખ થી આંખ મિલાવીને આંખો માંથી અંગારા ઝરતા હોય એવો ક્રોધ કરીને બોલ્યો....." આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે , ફક્ત અમારા જ ગ્રુપની નહીં પણ કોઈપણ ગર્લ્સની સાથે તમે કે કોઈપણ છોકરાઓએ બદતમીઝી કરવાની કોશિશ કરીને તો મારાથી વધારે ખરાબ માણસ તમને જિંદગીમાં નહીં ભટકાયો હોય. તમે વિચારી પણ નહીં શકો એટલો ખરાબ હું બની શકું છું, અને આ મારી ધમકી નથી ચેતવણી છે . "

નંદિની જાણે સાક્ષાત રણચંડી બની ગઈ હોય એટલા ગુસ્સાથી બોલી...." આ વખતે તો જવા દઈએ છીએ આ બધા ના કહેવાથી પણ હવે જો તમે લોકોએ કંઈ પણ હલકો વિચાર મનમાં પણ કર્યો ને તો તમારા હાડકા ખોખરા કરી નાખીશું . તમે લોકો એ વિચારતા હોસ્પિટલમાં પડ્યા હશો કે અમે આ નંદિની સાથે પંગો કેમ લીધો ? યાદ રાખજો તમે લોકો..."

નંદિની અત્યારે આત્મવિશ્વાસથી છલકતી નીડર અને સ્વમાની પ્રતિત થઈ રહી હતી .આદિ ,રુદ્ર અને વિરેન બધા જ નંદિનીને જોઈ રહ્યા. શાંતનું ને તો સ્વાતિ એક સિંહણ સમી લાગતી હતી.

બધા પાછા પોતાની જગ્યાએ આવ્યા, અને પ્રિયા આજે કોલેજ કેમ નહીં આવી હોય ...? તેની અટકળો એ ચડયા.

સાંજે બધા છૂટયા ત્યારે રુદ્ર અને વિરેન બંને બધાના ગયા પછી જ કોલેજ માંથી બહાર નીકળ્યા. ખાસ તો બધી ગર્લ્સ ના ગયા પછી.

આજનો દિવસ તો આમ પસાર થઈ ગયો પરંતુ કાવ્ય આજે પ્રિયા ના વિચારોમાં ચડી ગયો હતો , એને પ્રિયાના ઘરે જવાનું મન થયું પણ પાછું તેણે મને મનાવ્યું , અને કાલે શું થાય છે તેની રાહ જોવાનું મુનાસીબ લાગ્યું .પરંતુ એને આજે ઊંઘ નહોતી આવતી એણે રુદ્રને ફોન લગાવ્યો.

" હેલો ..કાવ્ય ...શું થયું...?" રુદ્ર એ ફોન ઉઠાવ્યો અને બોલ્યો...

" કાંઈ નહીં... બસ એમ જ ફોન કર્યો હતો . ક્યાં ઘરે છું તું....?"

" ના.... અમે તો આપણી જગ્યાએ બેઠા છીએ . હું , આદિ અને વિરેન...."

" ઓકે ફાઈન.... હું આવું છું ત્યાં..."

" ઓકે...આવ...."

" શું થયું......" વિરેને પૂછ્યું.

" મેં કહ્યું હતું ને...? કે ચાર જ દિવસ....!!! બેટમજી ને ઊંઘ નથી આવતી લાગતી . તું આવે એટલે પૂછજે , મારી વાત સાચી છે કે નહીં...? " રુદ્ર હસ્યો.

થોડી જ વારમાં કાવ્ય આવ્યો.

" કેમ કાવ્ય શું થયું ....? બધું બરાબર છે ને....?"

" હા યાર.. આ તો ઊંઘ નહોતી આવતી એટલે થયું કે તમારી જોડે થોડી વાર વાતો કરવા આવું..."

રુદ્ર , વિરેન અને આદિ એ સામે જોયું અને પછી ત્રણેય હસ્યા.

" એમાં હસો છો કેમ ત્રણેય જણા .....? "કાવ્ય ચિડાયો.

" કાંઈ નહીં બસ એમ જ . પણ કાવ્ય તને એ વિચારીને ઊંઘ નહોતી આવતી ને કે પ્રિયા આજે કોલેજ કેમ આવી નહીં હોય....?"

" તને કેવી રીતે ખબર પડી રુદ્ર !? " કાવ્ય બોલ્યો . એને થયું કે આ ને કેવી રીતે ખબર પડી જાય છે કે બધા ના દિલ માં શું ચાલી રહ્યું છે !? "

" ના બસ એમ જ અનુમાન લગાવ્યું ."

થોડીવાર બધાએ ગપ્પા માર્યા અને પછી બધા ઘેર ગયા.

બીજા દિવસે કોલેજ જવાના ટાઈમે કાવ્ય પ્રિયાના ઘરે ગયો ,એને થયું કે આજે પ્રિયા કોલેજ આવવાની હોય તો એને પીક અપ કરતો જાઉં .

પ્રિયા ના ઘરે જઈને ડોરબેલ વગાડી અને એની મમ્મી એ દરવાજો ખોલ્યો.

" અરે કાવ્ય બેટા તું !? આવ અંદર આવ.

" નહિ આંટી કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે .કાલે પ્રિયા કોલેજ નહોતી આવી તો મને થયું કે એને મળતો જાઉં અને જો આજે કોલેજ આવવાની હોય તો એને લેતો જાઉં . ક્યાં છે પ્રિયા?"

" અરે દીકરા , આ છોકરી નું તો શું કરવું મારે ?એટલી બધી જિદ્દી થઈ ગઈ છે ને કે ના પૂછો વાત !"

"કેમ આંટી શું થયું?"

" કાલે બસ જીદ કરી કે તે હવે એનું એકટીવા લઈને જ કોલેજ જશે નહીંતર નહીં જાય. હવે એનું એકટીવા છે તો નવું પણ હમણાંથી વાપર્યું નહોતું એટલે કાલે સ્ટાર્ટ જ ન થયું .એના પપ્પા પણ અત્યારે એમની મીટીંગ ના કામથી out of station છે . મેં કહ્યું કે બે-ત્રણ દિવસ રોજ જાય છે એમ જ જા. તારા પપ્પા આવશે એટલે એકટીવા સર્વિસ માં મૂકી આપશે પછી જજે એકટીવા લઈને .પણ ધરાહાર ના માની ! આવા તડકામાં જાતે એકટીવા દોરીને ગેરેજ સુધી લઈ ગઈ અને સર્વિસમાં મૂકી આવી. હવે અત્યારમાં એ ગેરેજમાંથી એકટીવા લઈને પછી કોલેજ જશે." એની મમ્મી એક શ્વાસે પ્રિયા ની ફરિયાદ કરવા લાગી ગયા.

કાવ્યને પ્રિયા નું આમ એકટીવા લઈને કોલેજ આવવું ન ગમ્યું . એને થયું કે હું એને રોજ drop તો કરી જ દેતો હતો ને ? કહ્યું હોત તો એને પીક અપ પણ કરી જાત ‌,પણ આવા તડકામાં દોરીને એકટીવા લઇ જવાની ક્યાં જરૂર હતી ? એને પ્રિયા ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો.

" ઓકે આન્ટી તો હું જાઉં..."

" સારું બેટા પછી શાંતિથી આવજે."

" ઓકે આન્ટી ...." એટલું બોલીને કાવ્ય એ બાઈક સ્ટાર્ટ કર્યું અને સીધો જ કોલેજ જવા નીકળ્યો .રસ્તામાં પણ એને પ્રિયા ના જ વિચારો આવવા લાગ્યા . એને થયું કે ...." એક દિવસ એને ડ્રૉપ કરવાની ના પાડી તો એને એનું એકટીવા લઈને કોલેજ આવવાનું ચાલુ કરી દીધું ? ખૂબ જ અડક છે ને પ્રિયાને ...? ઓકે તો હું પણ એને બતાવી દઈશ..." આમ વિચાર કરતો કરતો તે કોલેજ પહોંચ્યો .એણે જોયું કે પ્રિયા પાર્કિંગમાં એનું એકટીવા પાર્ક કરી રહી હતી .તેણે પોતાનું બાઇક પણ તેના એકટીવા પાસે જ ઉભું રાખ્યું અને બોલ્યો.

" Wow નવું એકટીવા....? નાઈસ .

" નવું નથી કાવ્ય જૂનું જ છે. પણ અત્યાર સુધી વાપરતી નહોતી."

" તો હવે કેમ અચાનક વાપરવાની જરૂર પડી ગઈ પ્રિયા ....? " કાવ્ય એ ગુસ્સાથી પૂછ્યું પણ પ્રિયાએ જવાબ આપવાનું ટાળ્યું.

" બોલ પ્રિયા. હું તને ઘરે ડ્રોપ કરવા તો રોજ આવતો જ હતો ને .....? કહ્યું હોત તો તને રોજ પિક-અપ કરવા પણ આવી જાત...."

" થેન્ક્સ કાવ્ય.... પણ હવે હું તને વધારે તકલીફ આપવા નથી માંગતી . આમ પણ..."

પ્રિયા એ વાક્ય અડધું મુક્યું અને જવા લાગી.

કાવ્ય પ્રિયાની સામે આવીને ઊભો રહ્યો.... શું આમ પણ પ્રિયા .....? આમ અડધું બોલીને ક્યાં ચાલી ....? હવે કહેવું જ છે તો પૂરેપૂરું કહી દે."

" ઓકે તો સાંભળ કાવ્ય ....આમ પણ ખબર નહીં ક્યારે તારો મૂડ ચેન્જ થઈ જાય અને તું ક્યારે મને લીધા વગર સીધો જતો રહે એનું કંઈ કહેવાય નહીં ,એથી મેં વિચાર્યું કે પારકી આશા રાખ્યા વગર પોતાની જાત ઉપર જ ભરોસો રાખવો સારો. ખરુંને કાવ્ય.....?" પ્રિયા એક નજર કાવ્ય તરફ નાખી ને ચાલવા લાગી.

પ્રિયાની એ તીક્ષ્ણ નજરે કાવ્ય ને ઘણું બધું કહી દીધું જે એ અત્યારે બોલી પણ નહોતી.... એ બધું જ....

કાવ્ય ધૂંધવાતો ધૂંધવાતો પ્રિયા ની પાછળ પાછળ ગયો.

બધાનું ધ્યાન પ્રિયા અને કાવ્ય ઉપર જ હતું .બંને જણા કંઈક વાતો કરી રહ્યા હતા પણ એ કઈ વાતો કરતા હતા એનો અંદાજ તો ફક્ત એક રુદ્ર ને જ આવી ગયો હતો.

" Hi પ્રિયા... ન્યૂ એકટીવા ....? નાઈસ !" નંદિની બોલી.

" ના નંદિની નવું નથી જૂનું જ છે .સર્વિસ કરાવી વપરાતું નહોતું ને એટલે...."

" કાલે કેમ કોલેજ નહોતી આવી પ્રિયા ? સ્વાતિએ પૂછ્યું.

" એકટીવા ની સર્વિસ કરાવવા ગઈ હતી . એ પણ આવા ધોમધખતા તાપમાં પોતાના ઘરેથી ગેરેજ સુધી એકટીવા દોરીને . મેડમે તો જીદ લીધી હતી ને કે કોલેજ જઈશ તો એકટીવા લઈને જ નહીંતર નહીં જાઉં."

બધા કાવ્ય સામે આશ્ચર્યથી જોઈ રહ્યા... પ્રિયા પણ....

મિત્રો શું પ્રિયા કાવ્યને માફ કરી શકશે.....? શું કાવ્ય પોતાની ફિલીંગ્સ સમજી શકશે....? શું કાવ્ય અને પ્રિયા વચ્ચે ફરીથી પહેલાની જેમ જ ફ્રેન્ડશીપ થશે કે પછી કંઈક જુદું જ બનશે એમની વચ્ચે...? જાણવા માટે વાંચતા રહો " રુદ્ર નંદિની " નો આગળ નો ભાગ ....એન્ડ ફ્રેન્ડ્સ તમને મારી નવલકથાનું આ પ્રકરણ ગમ્યું હોય તો રેટિંગ આપીને અમારા ઉત્સાહમાં વધારો કરશો...

ક્રમશઃ......***