To do so in Gujarati Short Stories by Jatin Bhatt... NIJ books and stories PDF | આવું કરવાનું ?

Featured Books
Categories
Share

આવું કરવાનું ?

ટીક ટીક ટીક ટીક... ઘડિયાળ ના કાંટા નો અવાજ આવતો હતો,
કોરોના વોર્ડ માં હું એટલે કે પ્રીતમ અને મારો પાર્ટનર શતાયુ બંને એક સાથે દાખલ હતા...
મને ઓક્સિજન પર રાખેલો, ને એને વેન્ટિલેટર પર,...

અમારો બહુ મોટો બિઝનેસ છે...
ઈમ્પોર્ટ એક્સપોર્ટ, સિવિલ વર્ક, વગેરે વગેરે...
અમારું ટર્ન ઓવર પણ વરસ આંતરે 500 કરોડ ની આસપાસ રહેતું હતું,
અને હવે તો અમે પાર્ટનર કમ , ખાસ ફ્રેન્ડ વધારે હતા,
ધંધા માં મારે હિસાબ ને ક્લેરિકલ વર્ક સંભાળવાનું,
અને શતાયુ બહાર ના ઓર્ડર પર ધ્યાન આપે,
અમારી વચ્ચે જાણે એવો જ વણલખ્યો કરાર હતો,

અમારા એક કોમન ફ્રેન્ડ ને ત્યાં ફંકશન હતું, ત્યાંથી ચેપ લાગેલો,
પહેલા તો ઘરે જ ટ્રીટમેન્ટ કરી, પણ ઓક્સિજન લેવલ ઓછું થવા માંડ્યું એટલે દાખલ થઈ ગયા,

એમાં શતાયુ ને પ્રોબ્લેમસ વધી ગયા એટલે એને વેન્ટિલેટર પર મૂક્યો...
રાત્રે શતાયુ ને બહુ તકલીફ પડી અને આખરે વહેલી સવારે એનું મરણ થઈ ગયું,
હું બહુ રડયો,
એની બોડી પેક કરીને લઈ જતા મારાથી ના જોવાયું એટલે હું પાછો પુષ્કળ રડયો,
મને જેમ તેમ કરીને શાંત પાડયો,
થોડા દિવસ પછી હું પણ ઘરે પહોંચી ગયો,
બીજા દસ દિવસ પછી હું અને મારી પત્ની કુમુદ બંને એના ઘરે મળવા ગયા...
એની પત્ની શીરી બહુ જ દુઃખી દેખાતી હતી...ખૂબ જ રડતી હતી જેમ તેમ કરીને શાંત પાડી...
બે ત્રણ દિવસ જવા દીધા પછી....
રૂટીન ચાલુ થઈ ગયું

શીરી ને હિસાબ પણ સમજાવી દીધો...

અને એક રાત્રે...
મારી આંખ અચાનક ખુલી ગઈ,
બહાર ખૂબ જ ઠંડી હતી, પાછું માવઠું પણ પડેલું, તમરાં અને દેડકા નો અવાજ આવતો હતો, પવન ના સુસવાટા બારી ની તિરાડ ચીરી ને આવતા હતા, બાથરૂમ નો નળ લીકેજ હતો, ને એનો ટપ, ટપ, ટપ અવાજ આવતો હતો, બહુજ ભયંકર વાતાવરણ હતું, એમ પણ મને નાનપણથી ભૂત ની બહુ જ બીક લાગે છે,

અમારો બેડરૂમ એમ તો અંદર થી બંધ જ હોય પણ ખબર નઈ, કેમ આજે ખુલ્લો રહી ગયો...
મારી ઊંઘ અચાનક જ ઉડી ગઈ...
મે આજુબાજુ જોયું... મને પરસેવો થવા માંડ્યો...ઘડિયાળ સામું જોયું,
રાત ના બે વાગ્યા...
અચાનક એક પડછાયો મારી સામે થી પસાર થયો,
'ક.. ક.. ક.. કોણ??'
મને બૂમ પાડવાની ઇચ્છા થઈ,
પણ મારા ગળા માંથી અવાજ જ ના નિકળ્યો,
અચાનક એ પડછાયો એકદમ જ મારી પાસે આવી ગયો,
'પ્રીતમ'
ઓહ.. આ તો શતાયુ નો અવાજ,
મને ભયંકર બીક લાગી, ગળા માં શોષ પડવા માંડ્યો, શરીરે પરસેવો વળવા માંડ્યો,
બાજુ માં જ કુમુદ હતી, એને ઉઠાડવા માટે બૂમ પાડી,, પણ એના કાન સુધી અવાજ ગયો જ નઈ,
'પ્રીતમ ' શતાયુ નો અવાજ
'ઉં ઉં '
'મેં તારું શું બગાડેલુ '
'હે '
'તારે રૂપિયા જોઈતા હતા તો મને કહેવું તો હતું?'
હું એકદમ ગભરાઈ ગયો,
પડછાયો ઊભો થયો...
હું ફાટી આંખે એની ભણી જોવા માંડ્યો...
'તારે હિસાબ માં ગરબડ કરવાની શી જરૂર હતી,
મને કહેવું તો હતું મારા ભાઈ, તારે જે પણ પ્રોબ્લેમ હતો એનું આપણે બે જણ ડિસ્કશન થી સોલ્વ કરી શકતે ને ? તારી ગરબડો તો મને ખબર પડી જ ગયેલી, એ તો મેં નજરઅંદાજ કરેલી,
પણ તું તો સાવ જ દગાખોર નિકળ્યો?,
મારી શીરી ને પણ તેં ના છોડી , ધંધા માં મારું ધ્યાન બહાર હતું તો તેં એનો ફાયદો ઉઠાવ્યો? મારી શીરી ને તેં ફસાવી?
'ઓ ઉ ઉ....'

'મને બહાર ના કામ સોંપી ને તે રંગરેલિયા ઉડાવ્યા ? એક તો તેં ધંધામાં ગરબડો કરી અને પાછી મારી શીરી ને પણ?'

'મ.. મ.. મને.. .. મને.. મને માફ કરી દે શતાયુ,
મારી ભૂલ થઈ ગઈ',

' હું જીવતો હોત તને માફ કરી જ દે તે, પ્રીતમ,
પણ તેં તો મારું ખૂન પણ કર્યું? '

હું સ્તબ્ધ થઈ ગયો, મારું મગજ સુન્ન મારી ગયું, એક્દમ જ અવાચક થઈ ગયો
' તું તું તું, ત.. ત..... તને ક્યાંથી ખબર',

' પ્રીતમ પ્રીતમ હવે તો ખબર તો પડે જ ને મારા ભાઈ, હું હવે મનુષ્ય યોનિ માં થોડો છું?'

હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડયો
' શતાયુ, મને માફ કરી દે મારા ભાઈ, '

' પ્રીતમ, માફી આપવા વાળો હું કોણ '

'મને માફ કરી દે શતાયુ, હું શીરી ના પ્રેમ માં આંધળો બની ગયો હતો, અમે બંને ભાગી જવાના હતા, મારે તને આ બધું જ જણાવવું જ હતું પણ મારી હિંમત ના થઈ,અને
મારો તારુ ખૂન કરવાનો કોઈ જ ઈરાદો નઈ હતો, પણ તું વેન્ટિલેટર પર હતો, અને ક્ષણિક આવેશમાં મેં વેન્ટિલેટર નો પ્લગકાઢી નાખેલો, મને માફ કર શતાયુ મને માફ કર ',

હું માથુ નમાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડયો..

' અને તું એ પ્લગ જ પાછો બરાબર લગાવવાનો ભૂલી ગયેલો'
અચાનક જ પડછાયો બોલ્યો,
' યુ આર અંડર એરેસ્ટ મિસ્ટર પ્રીતમ'

ઓરડામાં લાઇટ ઝળઝળી ઉઠી
હું ફાટી આંખે સામે જોવા માંડ્યો, પોલીસ ની આખી ટીમ સામે ઊભી હતી,
અને મારી પત્ની કુમુદ ની નફરત ભરી નજર મારી સામે હતી....
.
.
.
.
.જતીન ભટ્ટ (નિજ)
.