ભાગ - ૮
લેખક - " મોદી મિત
બીજા દિવસે રોશન જય ને મળ્યો તો જય બોલ્યો....
જય - " શું થયું લા કાલ પેલી ને કહ્યું આઇ લવ યુ...? "
રોશન - " હા..! "
જય - " તો એને શું કીધું ...? "
રોશન - " એને હા..પાડી ...!."
જય - " મને ખબર હતી એ તને હા જ પડવાની હતી...! "
જય - " તો હવે શું કરવાનુ છે..?"
રોશન - " કંઈ નઈ એને કીધું કે એની મમ્મી રોહિણી બેન અને તેનો ભાઈ વિશાલ ને ખબર ના પડવી જોઇએ...! "
જય - " સારું પણ હવે ધંધા મા ધ્યાન આપવું પડશે ..."
રોશન - " કેમ શું થયું...? "
જય - " બે પેલા ફેરી કરતા આ ફેરી માલ નું વેચાણ અડધું થયું છે..! આ ફેરી બઉ મોટી ખોટ થઈ છે..! "
રોશન - " આ બધું પોલીસ ના લીધે થયું છે...! "
જય - " પણ હવે શું કરવું છે...! ? "
રોશન - " હમણાં વિચારીએ .! "
બીજી બાજુ મોહિત ને રોશન થી નફરત થઈ ગઈ હતી... પણ તે કંઈ કરી સકે તેમ ન હતો .. એટલે તેણે અત્યારે પોતાનું ધ્યાન પોતાનું વેબસાઈટ મા લાગવા માંડ્યો.....
તે પોતાની વેબસાઈટ થી હવે ૩૦ થી ૪૦ હજાર મહિને કમાતો હતો ... પણ તેને આના કરતા પણ મોટું કરવાનુ વિચાર્યું .... થોડાક દિવસ પછી..
આ સમયે ઝીલ નું ધોરણ ૧૨ નું પરિણામ જાહેર થવાનું હતું...
ઝીલ ની મમ્મી એ ઝીલ ને પૂછ્યું ....
રોહિણી બેન - " બેટા તારું કાલ શું પરિણામ આવશે.....? "
ઝીલ - " મને નથી ખબર મમ્મી આ ફેરી તો મે ખૂબ મહેનત કરી છે. .... પણ હવે ખબર નઈ શું આવશે...! "
રોહિણી બેન - " ઝીલ આ પેલા મોહિત નું શું આયુ તું દસમા ધોરણ નું પરિણામ...? "
ઝીલ - " ખબર નઈ મમ્મી ..! કઈક ૬૦ ટકા જેટલું આયુ તું..."
રોહિણી બેન - " એ ગરીબ મોહિત કરતા તો પેલો રોશન સારો...! આ રોશન શું કરે છે સેમાં કામ કરે છે..? "
ઝીલ - " ખબર નઈ ..મને .."
રોહિણી બેન - " સારું ચલ સુઇજા વેલા તો સવારે વેલા ઉઠાય ..! "
એમ બોલીને રોહિણી બેન સૂઈ ગયા પણ ઝીલ ના મગજ માં એક સવાલ રહ્યો કે આ રોશન કરે છે..શું..!
પછી ના દિવસે ઝીલ નું ધોરણ બાર નું પરિણામ થયું..
ઝીલે તેનું પરિણામ જોયું ..તો તેને ૬૫ ટકા આયા હતા પણ તેને ૭૦ ટકા લાવા હતા તેથી તે નિરાશ થઈ ગઈ..
તેને જોઈને તેની મમ્મી એ તેને કહ્યું ....
રોહિણી બેન - " કંઈ વાંધો નહીં બેટા તું પાસ તો થઈ ગઈ ને કેમ નિરાશ થાય છે.....? પેલા વિશાલ ને જો એને ખાલી ૫૦ ટકા આયા તોય કેટલો ખુશ છે...! ખુશ રહેવાનું...! "
ઝીલ - " સારું મમ્મી ...! "
પછી બપોરે ઝીલ રોશને મળી અને રોશન ને મળતા જ તેને પૂછ્યું ....
ઝીલ - " તું શું કામ કરે છે...? "
રોશન - " એટલે ..? "
ઝીલ - " એટલે શું તું શું કામ કરે છે...? "
રોશન - " અરે જવા દેનેં તારું પરિણામ શું આવ્યું...? હે..."
ઝીલ - " ૬૫ ટકા આયા ...."
રોશન - " અરે વાહ ...! "
ઝીલ - " મને તો ઓછા લાગે છે ...! "
રોશન - " આટલા તો બઉ થઈ ગયા..હવે..! આજો હું તારા માટે હું શું લાયો ...! "
રોશન ઝીલ માટે ચોલેટ લાયો હતો..
ઝીલ - " અરે વાહ.. ! મને ચોકલેટ બઉ ભાવે છે ..! લેને તું પણ ખા .."
રોશન - " ના તું ખા ને "
ઝીલ - " રોશન મારે ઘરે જવું પડશે મારી મમ્મી મને બોલશે હું એમને કહી ને નથી આવી ..! "
રોશન - " સારું ચલ બાય.."
ઝીલ - " બાય ...! "
બીજી બાજુ મોહિતે એપ બનવાનું વિચાર્યું.. અને એ એપ પોતાની વેબસાઈટ પર મૂકી દેવાનુ વિચાર્યું.. પણ આ ફેરી તેને પોતાની એપ પર ગણા બધા પૈસા ખર્ચ્યા.. તેને તેમાં પોતાની વેબસાઈટ ની જેમ ગણી બધી જાણકારી નાખી પણ આ ફેરી બધી જાણકારી એક કોર્સ પ્રમાણે કરી અને એ કોર્સ ભણવામાં મદદ કરે તેના માટે હતો .
આં એપ ની પાછળ મોહિતે ખૂબ પૈસા અને મહેનત કરીને હતી પણ આ એપ ને બનવામાં ખૂબ સમય લાગશે..
થોડાક સમય પછી ......
રોશન પોતાના ઘરે સૂઈ ગયો હતો અને એકદમ થી તેના ઘરે પોલીસ આવી અને રોશન ને પકડી લીધો ... રોશન ની મમ્મી એ પોલીસ ને રોકી ને પૂછ્યું.....
રોશન ની મમ્મી - " સાહેબ .... મારા છોકરાને કેમ પકડ્યો છે તેને શું કર્યું છે....! ...? "
પોલીસ અધિકારી - " આણે શું નથી કર્યું તે પૂછો..! "
રોશન ની મમ્મી - " શું કર્યું છે આણે એતો કહો સાહેબ..! "
પોલીસ અધિકારી - " આણે દારૂ ની હેરાફેરી ને બીજું ઘણું બધું કર્યું છે ..! "
આ વાત સાંભળ તાજ રોશન ની મમ્મી ને આગત લાગ્યો ... અને તે રોવા લાગ્યા..
પોલીસ રોશન ને લઇ ને લઈને ગાડીમાં ગઈ ગાડીમાં રોશને જય ને જોયો અને તે ભડક્યો ... તેને જોઈ પોલીસ અધિકારી બોલ્યો...
પોલીસ અધિકારી- " કેમ ભડક્યો આને જ તારા ઘર નું સરનામું આપ્યું છે...! ચલ બેસ...! "
આ વાતની હજી ઝીલ ને ખબર પણ નથી હવે શું થાય છે તે જાણવા આના પછી
એટલે કે ભાગ ૯ માં જોઈ એ ....!