Wafa or Bewafa - 10 in Gujarati Love Stories by Miska Misu books and stories PDF | વફા કે બેવફા - 10

Featured Books
Categories
Share

વફા કે બેવફા - 10

બે વાર ત્રણ વાર રીંગ વાગે છે તો પણ રીસિવ ન થતાં આરુષિ ગુસ્સામાં ફોન મુકી આવે છે.. અયાનને કંઈ પડી નથી મારી.. એટલું પણ ના વિચાર્યું કે પહોંચી હશે કે કેમ... વાત જ નહી કરું...

અયાનને ફોન યાદ આવતા ફરી ઘરે આવી જાય છે. આવીને મિસ કોલ જુએ છે..
" ઓહ સીટ.... હવે તો આવી જ બન્યું.."
ફટાફટ કોલ બેક કરે છે.. પણ કોઈ રિસીવ કરતું નથી..
હવે તો વેઈટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બોસ સાંભળવા તૈયાર રહો....

બીજા દિવસે સવારે આરુષિ અને તેના પપ્પા બંને કોલેજ ‌જવા માટે નીકળી જાય છે.. આરુષિ કોલેજમાં એડમિશન પ્રોસેસ કમ્પ્લેટ કરે છે. અને અજેશભાઈ ઑફિસ જતાં રહે છે.. આરુષિ ઘરે આવે છે..‌ઘરમા જતાં જ...
"સરપ્રાઈઝ............ તું તો કાકાના ઘરે શું ગઈ બેસ્ટ ફ્રેન્ડને ભૂલી ગઈ.ઘરે આવી ગઈ તો પણ યાદ નહીં આવી.".
" અરે..‌.... કુહુ તું ક્યારે આવી....... યાદ એને કરાય જેને ભૂલી જઈએ.... ગાંડી થઇ ગઈ છે..." આરુષિ

કુહુ આરુષિની સ્કૂલ ની બેસ્ટ ફ્રેન્ડ હતી. સ્કૂલ માં સાથે બેસતા.. સાથે નાસ્તો કરતા. સાથે ઘરે આવતા. રહેતા પણ એક જ સોસાયટીમાં, કઈપણ શોપિંગ માટે પણ સાથે જ.. એક પણ વાત બંનેથી છૂપી ન હોય.. કલાકો સુધી બંને બેસીને વાતો કરતા..
આજે પણ કુહુને આરુષિ આવી છે એમ જાણ થતાં આવી જાય છે..

"ચાંપલી.... બસ બટર વોશ મત કર...... ઓકે...." કુહુ
"અરે બટરને છોડને તને મસ્ત વાત કહું.... ચલ જલ્દી.."
આરુષિ
બેટા જમવાનું તૈયાર છે.. જમી લે પછી વાતો કરો બંને શાંતિ થી.. કીચનમાથી રમાબેન બૂમ પાડે છે.
" પછી મમ્મી.... મેં નાસ્તો કર્યો છે. " આરુષિ
" હવે તો તને ક્યાં યાદ આવે જમવાનું......" રમાબેન

બંને જણા આરુષિના રૂમમાં જાય છે. આરુષિ બધી જ વાત કરે છે. કુહુ તો વિચારમાં જ પડી જાય છે.
અત્યારસુધી પ્રેમનો પ પણ ન બોલનાર આરુષિ માં આજ આટલો મોટો ચેન્જ ક્યાંથી......
" આર યુ સ્યોર ....... આરુ.....!?
તું સિરીયસલી કહે છે કે મારી સાથે મજાક કરે છે!?"કુહુ
" અરે સાચું..... તારા સમ બસ..." આરુષિ
" ઓકે ઓકે... પણ બી કેરફુલ હા.... આજકાલના બોયઝની વાત થાય.. તું ખુશ છે તો. કંઈ નહીં..."

એટલામાં અજેશભાઈ આવે છે. બંનેને વાતો કરતાં ઘણો સમય થઈ ગયો છે.. ખબર રહેતી નથી.
" આરુ ... જલ્દી આવ.... કંઈક છે તારા માટે..." અજેશભાઈ બૂમ પાડે છે.. બંને જણા હોલમાં આવે છે.
અજેશભાઈ ‌એક બોક્સ આપે છે.. આરુ જુએ છે તો ફોન છે.. આરુ‌ષિના ખુશીનો પાર નથી રહેતો.. એતો બસ ખુશીથી ઉછળી પડે છે...
" થૅન્ક યુ પપ્પા..... થૅન્ક યુ સો મચ....."

અને પછી આરુષિ અને કુહુ ફોનમાં જે જરૂર હોય એ બધું કમ્પ્લેટ કરી દે છે...

રાત્રે ડીનર પછી અયાન સૂવા માટે રૂમમાં જાય છે..
ત્યાં જ એક નવો નંબર ફોન પર ફ્લેશ થાય છે. અયાન રીસિવ કરે છે.

"હેલો...."

"ઓહો.. તારાથી મારો જ ફોન રીસિવ થતો નથી એમ ને..
હું અમદાવાદ આવી ગઈ.. એટલે એક જ દિવસમાં બદલાઈ ગયો.. મારા ફોન રીસિવ કરવાનો ટાઈમ નથી... એમ પણ ના થયું તને કે બરાબર પહોંચી હશે કે નહીં.. તું જૂઠો અને તારો પ્રેમ પણ.....". આરુષિ એક સાથે ગુસ્સામાં ફટાફટ બોલી જાય છે..

" અરે અરે...બસ... શ્વાસ તો લે... મને બોલવાનો મોકો તો આપ..," અયાન
" તો શું કરું...‌!? તે મારો ફોન પણ રીસિવ ના કર્યો.. ખબર છે મને કેવું લાગ્યું હશે..!?" આરુ
" સોરી સોરી સોરી બકા...... રીયલી સોરી... કહે તો કાન પકડું બસ... એડલીસ્ટ મારા પ્રેમ ને તો જૂઠો ના કહીશ..
તને ખબર છે કેટલાં ટેન્શનમાં હતો... તારો ફોનના આવ્યો..એટલે ઘરની બહાર ગયો...અને તારા વિચારોમાં ફોન ઘરે ભૂલી ગયો.. અને એ જ વખતે તારાં ફોન આવ્યા.. મેં તને કોલ બેક પણ કર્યો.. "

"સાચું કહે છે ને" આરુષિ
" હા બકા, સાચું .." અયાન


ક્રમશઃ