Albert Einstein - 9 in Gujarati Fiction Stories by Abhishek Dafda books and stories PDF | આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 9

Featured Books
Categories
Share

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 9

આટલા કાબીલ જીનિયસનાં છેલ્લા શબ્દો શું હતા, ઘણા લોકો એ જાણવા માંગે છે. આઈન્સ્ટાઈનનાં મોત પહેલા જે છેલ્લી વાત તેમના મોંમાંથી નીકળી તે જર્મનમાં હતી અને દુર્ભાગ્યવશ તે સમયે તેમના રૂમમાં તેમની નર્સ હતી. નર્સ અમેરિકન હોવાનાં કારણે તેને જર્મન ભાષા આવડતી ન હતી. એટલા માટે તેમનાં છેલ્લા શબ્દો શું હતા, તે ક્યારેય ખબર ન પડી શકી.

પરંતુ તે સમયે તેમના મગજની શું અવસ્થા રહી હતી તે બિલકુલ આપણને ખબર પડી શકે છે એક રાઇટિંગથી અને તે રાઇટિંગનું ગુજરાતી અનુવાદ કઈક આવું છે "આજે દુનિયાભરમાં તણાવ છે અને ફરીથી માણસો તાકત હાંસલ કરવાની શોધમાં છે.ધર્મ અને રાજનીતિની વચ્ચે ફરક બસ એટલો છે કે આજે એટોમિક બૉમ્બ જેવા ઘાતક હથિયારો આવી ગયા છે અને તે લડાઈ કરવાવાળા જાણે છે કે તે દુનિયાને નષ્ટ કરી શકે છે. આનાં વપરાશથી પૃથ્વી પર જીવોનું બચવું અસંભવ થઈ જશે. તેમ છતાં પણ રાજકારણીઓ એકબીજાને ધમકીઓ આપ્યા કરે છે, પોતાની સેનાની તાકત બતાવીને. એકપણ રાજકારણી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સોહાર્દ માટે ઉભો થશે તો તે તેના રાજકીય કેરિયર માટે આત્મહત્યા જેવું થઈ જશે, એટલી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે માણસોની રાજનીતિની. આ આગમાં તેઓ પણ બળશે અને નિર્દોષ લોકોને પણ નષ્ટ કરશે"

તો એવું લાગે છે કે આઈન્સ્ટાઈન તે વખતે દરેક સાયન્ટીસ્ટની જેમ માનવજાતની ચિંતા હતી.

આઈન્સ્ટાઈનનું નામ આજે આખી દુનિયા જાણે છે. તેમનું નામ કોઈ એક દેશનાં ઇતિહાસમાં નહિ પણ આખી દુનિયાનાં ઇતિહાસમાં સામેલ છે. કેમ કે, તેમણે પુરી દુનિયા પર એટલો પ્રભાવ પાડ્યો છે કે ભલે ઇતિહાસનાં કોઈ વ્યક્તિનું નામ ભુલી જઈએ પણ આઈન્સ્ટાઈનનું નામ ભુલાવી નથી શકાતું. કેમ કે, આજનું મોર્ડન સાયન્સ અને ટેકનોલોજી એમનાં ખંભે જ ઉભી છે.

તેમણે આપણને સ્પેસ ટ્રાવેલથી લઈને ટાઈમ ટ્રાવેલનો કોનસેપ્ટ આપ્યો. સોલર પાવર ટેકનોલોજીથી લઈને GPS પણ આપ્યું. તો શું થાય જો આઈન્સ્ટાઈનનું નામ ઇતિહાસમાંથી નીકાળી દઈએ તો. મારો મતલબ કે આપણે ફક્ત એક મિનિટ માટે વિચારીએ કે "શું થાત જો ક્યારેય આઈન્સ્ટાઈન પેદા જ ન થયા હોત?"

તો આ દુનિયા બિલકુલ એવી ન હોત જેવી આજે છે. બધા કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને લગભગ તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓની શરૂઆત આઈન્સ્ટાઈનની શોધોમાંથી જ થઈ છે. તો આપણે આઈન્સ્ટાઈનની બનાવેલી દુનિયામાં રહીએ છીએ.

જો તમને હજીપણ મારી વાત પર વિશ્વાસ ન હોય તો હું તમને આપણા રોજિંદા સામાન્ય દિવસનું ઉદાહરણ આપી સમજાવું છું કે આઈન્સ્ટાઈનનું આપણી જિંદગી પર કેટલી અસર છે

તો આપણે આપણા દિવસની શરૂઆત ઉઠવાથી કરીએ છીએ, જો તમને તમારા ફોનનું એલાર્મ ઉઠાડે છે તો તમે તેનાં માટે આઈન્સ્ટાઈનને ધન્યવાદ બોલી શકો છો કારણ કે તમારા ફોનમાં રહેલી ક્લોક ફક્ત એટલા માટે જ સાચો સમય બતાવી શકે છે કારણ કે તે દુનિયાની એટોમિક ક્લોક સાથે GPS દ્વારા જોડાયેલું છે અને GPS માં આઈન્સ્ટાઈનની "Theory of Relativity" નો વપરાશ થાય છે.

ઉઠ્યા પછી સામાન્ય રીતે આપણે બાથરૂમ તરફ જઈએ છીએ ત્યાં તમે જે શેવિંગ ક્રીમ અને ટૂથપેસ્ટ વાપરો છો એ આઈન્સ્ટાઈનનાં એ ફોર્મ્યુલામાંથી નીકળ્યો છે કે જેમાં લીક્વીડમાં જે મોલિક્યુલ્સ હોય છે એની સાઈઝ જાણવા માટે બનાવ્યો હતો.

બાથરૂમથી આવીને કદાચ તમે ટીવી ઓન કરશો તો આ રિમોટ અને ટીવીની શોધ પણ આઈન્સ્ટાઈનની ફોટોઇલેક્ટ્રીક ઇફેક્ટનાં ફોર્મ્યુલા દ્વારા થઈ છે. હવે, બની શકે છે તમે ફોન ઉઠાવો ફેસબુક કે વ્હોટસએપ ચલાવવા માટે, તો આ ફોન પણ નાના કોમ્યુટર જ હોય છે અને કોમ્પ્યુટર જે મૂળ સિધ્ધાંત પર કામ કરે છે તે પણ આઈન્સ્ટાઈનની થિયરી પર જ કામ કરે છે....

વધુ આગળના ભાગમાં જોઈશું....