Fingering ... - 2 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | આંગળિયાત... - 2

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

આંગળિયાત... - 2

ભાગ 4 આંગળિયાત
આગળના ભાગમાં જોયું લીનાને જોવા મહેમાન આવી ગયા
છે,હવે આગળ જોઈશું.

મંજુબેન ,ભરતભાઈ, ગીતાબેને, શીલાબેન, શરદભાઈ, રીશીત અને ગૌરી બધાં પોતપોતાનાં કામ વિષે તો કોઈ ન કોઈ ઓળખાણ વિષે વાત કરતાં હતાં. રચીત વચ્ચે વચ્ચે ટાપસી પૂરાવી લેતો હતો. ગીતાબેને મંજુબેનને ઈશારો કરી લીનાને ચા નાસ્તો લઈ બહાર બોલાવવા કહયું.
મંજુબેન રસોડામાં ગયાં અને લીનાને ચા અને નાસ્તાની ટ્રે
લઈ સાથે જ લઈને બહાર આવ્યા.

શીલાબેન અને ગૌરી લીનાને આવતા જોઈ રહ્યા બંનેને
પહેલી નજરમાં જ લીના ગમી ગઈ, લીનાએ આવી બધાંને એક સરસ સ્માઈલ સાથે 'જય શ્રીકૃષ્ણ' કર્યાં ...શીલાબેન અને ગૌરીએ પોતાની વચ્ચે લીનાને બેસવા મટે જગ્યા કરી આપી,
લીના ત્યાં બેઠી અને સામેની ખુરશીમાં બેઠેલા રચીત સામે એક ત્રાંસી નજર કરી જોયું, રચીત બધાની સાથે વાતોમાંજ
મશગુલ હતો.
લીના પણ બધાં સાથે વાતોમાં જોડાઈ,થોડી વાર પછીગીતાબેને લીના અને રચીતને વાત કરવાં એકાંતમાં મોકલ્યા,લીનાના ઓરડામાં બંને વાત કરવાં ગયાં, રચીત વાતની શરૂઆત કરતાં લીનાને એનું ભણતર, એના શોખ વગેરે પુછયું, લીનાએ પણ રચીતને એના કામ અને શોખ વિષે પુછયુ, બંને વાત કરી બહાર આવ્યા, બંનેએ પોતાના પરીવારને સામે માથું હલાવી અને આંખના ઈશારાથી સંબંધ આગળ વધારવાની સંમતિ આપી,બધાં એકબીજાને અભિનંદન આપ્યા અને મ્હો મીઠું કરાવવા ગોળ-ધાણા તૈયાર કરવામાં આવ્યા.
મંજુબેન ભરતભાઈની સામે સવાલ ભરી નજરે જોતે હતાં
અને કઈ કેહવાની ઈચ્છાથી મન બેચેન હતું, પરતું ભરતભાઈએ હાથનો ઈશારો કરતા એને શાંત રહેવા કહયું. લીના અને રચીતની સંબંધ નક્કી થઈ ગયો, બધાં ખુશ હતા.
ચા-નાસ્તો પતાવી મહેમાન એમનાં ઘરે જવાં નીકળ્યા,
લીના ઘરનું કામ આપટવા લાગી, અને મંજુબેન પણ એની મદદ કરવાં લાગ્યા, પરતું એના ચહેરે ઊપર ખુશીની સાથે ચીંતાના પણ ભાવ તરી આવતાં હતાં.
એ ભાવ લીના એની ખુશીની આડે જોઈ નહતી શકતી,લીના કામ પતાવી એના ઓરડામાં ગઈ, હવે ભરતભાઈ અને મંજુબેન એકલાં થયાં, એટલે મંજુબેન મોકો જોઈ ભરતભાઈને કહયું,
"તમારે બધી વાત વેવાઈને કરી દેવી જોઈએ, તમે છુપાવી ઠીક નથી કર્યુ, 'પાછળથી ખબર પડશે તો આપણે જુઠ બોલ્યા એવું લાગશે, "

"તું ચીંતા નહીં કરતી કઈ નહીં થાય, આપણી દિકરી એટલી
ડાહી અને સંસ્કારી છે-કે ક્યારેય ભૂતકાળ ખુલે એવી નોબત નહીં આવે,અને રહી વાત સમાજની તો આપણે વર્ષોથી એ
દુનિયા અને સમાજ છોડી ઘણાં આગળ આવી ગયાં છીએ તો હવે પાછળ ફરી જોવાનો કોઈ અર્થ નથી, તું હવે ચીંતા કર્યાં વગર લગ્નની તૈયારી કરવાં લાગ રચીતને પછી એક મહિનામાં એક ફીલ્મના શુટીંગ માટે અમેરિકા જવાનું છે "

"પણ..!આટલું જલ્દી કેમ તૈયારી કરશું..?"

"થઈ જશે..! અત્યારે બધું તૈયાર મળે છે..."

"તો પણ , આપણે દિકરી વળાવાની છે.-એમ એક મહિનામાં કેમ બધું થાય..."

"મં..જુ...! તું મન શાંત કર કોઈ ચીંતા નહીં કર,બધું થઈ જશે,'એનો બાપ બેઠો પછી શેની ચીંતા...!?' તું લીનાની ખરીદીનું કામ શરૂ કરી દે, અને લીનાને હમણાં લગ્ન સુધી કામ ઊપર રજા મુકવા કહી દે"

"હા..!સારું. પણ હજું એક વાર વિચાર કરી લેજો આપણે વેવાઈને લીના વિષે બધી વાત કરી દેવી જોઈએ..."
આટલું કહીં મંજુબેન એના ઓરડા તરફ ગયાં જોયું તો લીના
સુઈ ગઈ હતીં. પાછળ ભરતભાઈ પણ ઊંભા થઈને ગયાં,
બંને એ નાનકડી લીના કયારે મોટી થઈ ગઈ એ દિવસ યાદ કરવાં લાગ્યા,એ ઉછળ કૂદ કરતી જીદ્દી લીના કયારે ડાહી અને વિવેકી થઈ ગઈ એ યાદ કરવાં લાગ્યા, સમયને તો જાણે પાંખ છે,ઊડતો ઊડતો કેટલો આગળ આવી ગયો,
વિચાર કરતાં મંજુબેન અને ભરતભાઈ એકબીજાની સામે જોતાં આંખોના ખુણા ભીના થઈ ગયા.

રચીત અને લીનાના લગ્ન કોઈ પણ વિઘ્ન વગર થઈ જશે..?
એમનું લગ્ન જીવન કેવું હશે..? એ હવે આપણે આગળનાભાગમાં વાંચશુ......

( ક્રમશ...... )
🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi ✍