આગળ ના એપિસોડ માં આપણે જોયું કે માહિપાલ સિંઘ નું મૃત્યુ થાય છે . તેથી તેની પત્ની પ્રતિતીવિધવા બની જાય છે . આથી માહિપાલ સિંઘ ની પત્ની વિશે તેની માતા ખૂબ જ ચિંતા માં ગરકાવ થઈ જાય છે . છેવટે તે પ્રતિતીના લગ્ન પોતાના નાના પુત્ર સિંઘેર સિંધ સાથે નક્કી કરે છે . તો આ લગ્ન થી પ્રતિતી કે સિંઘેર સિંધ લગ્ન માટે તૈયાર થતા નથી . ઘણું સમજાવ્યા પછી તે બંને લગ્ન માટે તૈયાર થાય છે . પરંતુ લગ્ન નક્કી થયા બાદ તરત જ પ્રતિતી સાથે પેરાનોર્મલ એકટીવીટી થાય બને છે . અહીંથી હવે આ એપિસોડ ચાલુ થાય છે . આથી જેમ કે સિંઘેર સિઘ શહેર થી ગામ તરફ આવી રહ્યો હતો તો તેની મોટરસાયકલ રસ્તામાં સ્લીપ ખાઈ જાય છે, ઘરમાં પ્રીતિતી ના સાસુ બહાર થી આવતા સમયે ધરના દરવાજા પર કોઈ વસ્તુ નડવાથી તે પડી જાય છે . આખરે સિંઘેર સિઘ અને પ્રીતિતી ના લગ્ન સંપન્ન થઈ ચૂક્યા છે . જેમ - જેમ વષઁ વિતતા જાય છે તેમ - તેમ તે બંને ખૂબ જ ખુશી થી રહેવા લાગે છે. પરંતુ સમયની સાથે પ્રીતિતીને મહિપાલ સિંઘ ની ઉપસ્થિતી પોતાની આજુ - બાજુ એ વાત અનુભવ કરે છે. સમય વિતવાની આ બધો અનુભવ સિઘેંર સિંઘ ને પણ થવા લાગે છે . તેથી ઘરના બધા લોકો ને કંઈક પેરાનોર્મલ ઘટના નો અનુભવ થાય છે . બે વાર તો સિઘેંર સિંઘ મોતના મુખમાંથી બહાર નીકળે છે . હવે ધરના બધા સભ્યો સાથે મળીને આ પેરાનોર્મલ ઘટના નો કંઈક ઈલાજ કરવાનો વિચાર કરે છે. આજે ઘરના બધા સભ્યો સાથે મળીને આ બાબત પર વિચાર કરી રહ્યા છે. એમાં સિઘેંર સિંઘ એવું કહે છે કે આપણે હવે આપણી બાજુ માં આવેલા ભગવાન શંકરના મંદિરના પૂજારી બાબાની મદદ લઈએ આ પૂજારી પર સિઘેંર સિંઘ સાથે ઘરના બધા જ સભ્યોમાં ઘણી આસ્થા રહેલી છે. ઘરના બધા જ સભ્યો ભગવાન શંકરના મંદિરે બાબા પાસે જાય છે. ત્યા પહોચતા જ બાબા બઘી જ વાત શુ છે તે કોઈ પણ વ્યક્તિના કહયા વગર જાણી જાય છે . બાબા સિઘેંર સિંઘ ને કહે છે કે તારો ભાઈ જે એક વષઁ પહેલા આ દુનિયામાં થી વિદાય લઈ ચૂકયો છે . તેની હજી ઘર પર નજર છે અને સિઘેંર સિંઘ તમારા જે લગ્ન થયા આ વાત મહિપાલ સિંઘ ને ગમી નથી . તેમજ મહિપાલ સિંઘ એવું પહેલાથી જ ઈચ્છે છે કે પ્રીતિતી તેની હતી અને તેની જ રહે તેથી તે તમને બંનેને સાથે જોઈ શકતો નથી . આથી હવે તમારે બંનેને અલગ થવું જ પડશે . આ વાત ઘરના સભ્યો ને સાચી લાગતી નથી . આથી તે ફરી બાબા ને વિચારવા કહે છે કેમકે તેમને એમ લાગતું હતું કે તેનો ભાઈ પોતાના પરિવારના સભ્યો સાથે આવુ કરી જ ન શકે. બીજી બાજુ બાબાને આવી વાતનો ઘણો અનુભવ હતો . તેથી ઘરના સભ્યો માટે આ બાબત ચિંતાની વાત તો હતી . આથી સિંધેર સિંઘ બાબાને કહે છે કે હું પ્રીતિતીથી અલગ રહી નહીં શકુ . તેથી તમે એવું કંઈક વિચારો જેથી આ સમસ્યા દૂર કરી શકાય . બાબા આ સમસ્યા વિશે ઘણુ વિચારે છે . તેનો કોઈ ઉપાય મળતો નથી . આથી બાબા તે બંનેને જો તેના ભાઈની આત્માથી બચીને રહેવું હોય તમે બંને એકબીજા થી અલગ થઈ જાવ. નહિતર તમને બંનેને તે હાની પહોચાડશે . તે તમને બંનેને મારી પણ શકે છે . આ બધી વાત સાંભળી છેવટે સિઘેંર સિંઘ અને પ્રીતિતી એકબીજાથી અલગ પડે છે . પ્રીતિતી પોતાના માતા - પિતા સાથે રહેવા તેના ઘરે જતી રહે છે. સિઘેંર સિંઘ પોતાની રીતે જીવન જીવવા લાગે છે. આમ તે બંને એકબીજાથી અલગ પડી જાય છે.