Albert Einstein - 8 in Gujarati Fiction Stories by Abhishek Dafda books and stories PDF | આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 8

Featured Books
Categories
Share

આલ્બર્ટ આઈન્સ્ટાઈન - 8

ડિસેમ્બર ૧૯૩૦ માં આઈન્સ્ટાઈને બીજીવાર અમેરિકામાં પગ મૂક્યો હતો. California Institute of Technology (કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) માં એક રિસર્ચર તરીકે કામ કરવા માટે.

સન.૧૯૩૩ જર્મનીમાં હિટલર ખૂબ તાકતવર થઈ ચૂક્યો હતો. ૧૯૩૩ માં આઈન્સ્ટાઈનનાં Berlin વાળા એપાર્ટમેન્ટ પર નાઝીઓએ બે વાર રેડ કરી. એટલે સુધી કે નાઝીઓએ આઈન્સ્ટાઈનનાં ફોટા વોન્ટેડ તરીકે રોડ પર લગાવ્યા અને તેમના માથા પર પાંચ હજાર ડોલરનું ઇનામ પણ રાખ્યું... અને સાથે સાથે એમ પણ લખ્યું કે આ એ વ્યક્તિ છે જેને હજી સુધી ફાંસી પર લટકાવામાં નથી આવ્યો.

આઈન્સ્ટાઈન એક યહૂદી હતા અને જર્મનની સરકારે જે નવો કાયદો બનાવ્યો હતો તે પ્રમાણે યહૂદીઓને કોઈપણ સરકારી પદ મળવાપાત્ર નહોતું. અહીંયા સુધી કે તેઓ યુનિવર્સિટીમાં પણ નહોતા ભણાવી શકતા. હજારો યહૂદી વૈજ્ઞાનિકોને તેમની નોકરી છોડવા માટે કહેવામાં આવ્યું અને તે બધી જગ્યાઓ પરથી તેમના નામ હટાવામાં આવ્યા કે જ્યાં તેઓ નોકરી કરતા હતા. આઈન્સ્ટાઈનને જર્મનીમાં રહેવું જોખમભર્યું લાગ્યું એટલે તેમણે જર્મની છોડવાનો નિર્ણય લીધો.

અમેરિકાએ આઈન્સ્ટાઈનને પોતાના દેશમાં રહેવા માટેનું આમંત્રણ આપ્યું. સન.૧૯૩૩ માં આઈન્સ્ટાઈને જર્મની છોડી દીધું. આમ તો સાત વર્ષ પછી આઈન્સ્ટાઈનને અમેરિકાની નાગરિકતા મળી ગઈ હતી પરંતુ અમેરિકામાં પણ તેઓના પહેલાનાં દિવસો એટલા સારા નહોતા રહ્યા. અમેરિકામાં પણ FBI તેમની પાછળ લાગેલી હતી. FBI ને લાગતું હતું કે આઈન્સ્ટાઈન એક ડબલ એજન્ટ છે, તેઓને લાગતું હતું કે જર્મનીનાં હોવાને કારણે બની શકે છે કે આઈન્સ્ટાઈન જર્મનીનાં જાસૂસ બનીને અમેરિકામાં આવ્યા હોય.

Freedom of Information હેઠળ FBI એ પોતાની Investigation ની રિપોર્ટ પબ્લિક સામે રાખી તો જાણવા મળ્યું કે તેઓએ આઈન્સ્ટાઈન ઉપર ૧૭૭ પન્નાઓની રિપોર્ટ બનાવી હતી. જે રિપોર્ટમાં FBI એ શંકા જણાવી હતી કે આઈન્સ્ટાઈન ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ૧૯૩૩ પછી લગભગ બાવીસ વર્ષ સુધી... અમેરિકાનું નાગરિકત્વ મળ્યા પછી પણ FBI ની નજર સતત આઈન્સ્ટાઈન ઉપર હતી....

એપ્રિલ ૧૭, ૧૯૫૫ નાં રોજ Abdominal Aortic Aneurysm (પેટની મુખ્ય ધમની ફાટવાના કારણે થયેલો ફેલાવ) Internal Bleeding ને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોકટરે કહ્યું હતું કે મામલો ઘણો ગંભીર છે. ફક્ત એક પ્રકારની ખાસ સર્જરી જ તેમને બચાવી શકે છે. પરંતુ આઈન્સ્ટાઈને કઈક એવો નિર્ણય લીધો કે અન્ય કોઈ વ્યક્તિ તેવું વિચારી પણ ન શકે.

મોતનાં મોમાં પડેલા આઈન્સ્ટાઈને તે સર્જરી કરવાની ના પાડી દીધી અને કહ્યું કે "મને કુદરતે જીવન આપ્યું હતું અને કુદરતી રીતે જ જીવવા માંગુ છું, કુત્રિમ ઉપકરણો સાથે લાબું જીવવું પીડાદાયક અને નકામું છે. મારે જેટલું જીવવું હતું તેટલું હું જીવી ચુક્યો છું, અને જેટલું યોગદાન આપવાનું હતું તે આપી ચુક્યો છું. હવે જવાનો ટાઈમ આવી ગયો છે"

આજે આઈન્સ્ટાઈનને લીધે આપણે અંતરિક્ષને સમજી શક્યા છીએ. ગુરુત્વાકર્ષણને સમજી શક્યા છીએ. તારા કઈ રીતે ગતિ કરે છે અને કેવી રીતે દ્રવ્ય અને ઉર્જા એક જ સિક્કાની બે બાજુ છે. આઈન્સ્ટાઈન ન હોત તો આજે આપણે GPS પણ કામ ન કરતું હોત. સમય વાસ્તવમાં શું છે તે પણ આપણને ખબર ન હોત, સમય કેવી રીતે દરેક શરીર અને વસ્તુ માટે અલગ અલગ ગતિથી આગળ વધે છે તે તથ્યથી પણ અજાણ હોત. આ તો ફક્ત થોડાંક યોગદાન જ છે એમનાં કે જેમણે ફિઝિકસને હંમેશા માટે બદલી નાખ્યું.

પોતાની જિંદગીના છેલ્લા 30 વર્ષ તેમણે એક એવી થિયરી શોધવામાં લગાવી દીધા કે Relativity અને Quantum Mechanics (યાંત્રિક પરિમાણ) ને એક કરી શકે અને આ જ એમની જિંદગીનો ધ્યેય બની ગયો. પરંતુ કમનસીબે તેમનું આ સપનું પૂરું ન થઈ શક્યું... કેમ કે આ કામ કરતા વખતે જ તેમના શરીરે જવાબ આપી દીધો....

આટલા કાબીલ જીનીયસનાં છેલ્લા શબ્દો શુ હતા... જોઈશું આગળનાં ભાગમાં