Son and the sir pantagon. ages are unavailable - 1 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 1

Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 1

કટ કટ કટ કટ લો સન (son)નો તું આ ફિલ્મમાં એક બિઝનેસ ટાયકૂન નો રોલ કરી રહ્યો છે.અને એ પણ અમેરીકન બિઝનેસ ટાયકૂન.તારે તારા એક્સપ્રેસમાં ભાવનાઓને શુન્ય પ્રતિશત રાખવાની છે તારે બિલકુલ પ્રોફેશનલ જેવા જ હાવભાવ રાખવાના છે. ફિલ્મના ડાયરેક્ટરે સન ને સમજાવતા આમ કહ્યું.ડાયરેક્ટરે જોયું કે સને મારી એક પણ વાતને ધ્યાનપૂર્વક નથી સાંભળી તેનું ધ્યાન મીલી પર જ છે.એટલે તેણે અકળાઈને ફરીથી સન ને કહ્યું સન જ્યારે જ્યારે મીલી તારી ફિલ્મ ની હિરોઈન હોય છે ત્યારે ત્યારે તને ખબર નહીં શું થઈ જાય છે? છેલ્લા લગભગ ૩૦ વર્ષથી તું મીલી ને પ્રપોઝ કરતો આવ્યો છે અને આટલા વર્ષોમાં મીલી એ તારી એક કપ કોફી ની ઓફર પણ સ્વીકારી નથી .તારી જાણકારી ખાતર તને કહી દઉં કે આ ફિલ્મ ઑલરેડી તેના સિડ્યુલ કરતા ત્રણ મહિના લેઈટ ચાલી રહી છે. ત્રણ મહિના લેટ એટલે મારે તને સમજાવવાની જરૂર નથી કે ફિલ્મ કેટલી ઑવર બજેટ બનશે?અને તારા માટે ગર્વ લેવા જેવી વાત તો એ છે કે આ ત્રણ મહિના લેટ શિડ્યુલ ના ૮૯ દિવસો નું contribution એકલા તારું જ છે .કેટલો મહાન છે તું સન.

હજુ પણ સન ઊંચો નીચો થઈને આજુબાજુ ડાફોળિયા જ માર્યા કરે છે.અને ટ્રેક્ટર ના ગાલ પર ટપલી મારીને હસીને કહે છે હું ફક્ત એક કલાકમાં જ આવું છું.

તું એક કલાકમાં નહીં આવી શકે સન. તને ત્રણ કલાક પહોંચતા થશે અને ત્રણ કલાક પાછા ફરતા.અને મિલી ને મનાવવાનો સમયે અલગથી. ડાયરેક્ટરે સન ને પાછળથી બુમ મારતા આમ કહ્યું.

સને પાછું ફરી ને ડાયરેક્ટર ને પૂછયું હું કંઈ સમજયો નહીં.

એટલે ડાયરેક્ટરે સન ને સમજાવતા કહ્યું મીલી અત્યારે પેટ્રીક ના સ્ટુડિયો પર ડબીગ માટે જાય છે.અને તેનો સ્ટુડિયો અહીં થી કેટલો દુર છે એ તો તું જાણે જ છે.

પણ શોટ ઓકે ક્યા થયો જ છે હજુ. અને ડાયરેક્ટર ની પાસે જઈને પૂછ્યું.એટલે ડાયરેક્ટરે સન ને ફરીથી સમજાવતા કહ્યું કે મિલી ને મેં પ્રોમિસ આપી હતી કે શોટ ઓકે થશે કે નહીં થાય બે વાગે હું તેને લીવ આપી દઈશ. and she is going.

ઓહ શીટ્ટ , સને તેનો પગ પછાડતાં કહયુ .

ડાયરેક્ટર સન ને બાજુ માં લઈ ગયો અને કહ્યું તું એક સકસેસફૂલ સુપરસ્ટાર છે અને ૬૫ વર્ષની આ ઉંમરે તને કોલેજીયનો જેવી હરકતો નથી શોભતી. હું તારો ડાયરેક્ટર પછી થયો પહેલા આપણે બે મિત્રો જ હતા.

મીલી કરતા પણ કેટલીએ સારી હિરોઈનો તારી સાથે કંઈ પણ કરવા તૈયાર છે તો પછી તું મીલી ની જ પાછળ કેમ પડ્યો છે? એન્ડ ડોન્ટ ફરગેટ કે તારી અને મીલી ની ઉંમરમાં માત્ર પાંચ વર્ષનો જ તફાવત છે. જ્યારે તને ૨૦ વર્ષની નવોદિત અભિનેત્રી પણ પ્રેમ કરવા તૈયાર છે.આ તારો one side love છે સન .

સને ડિરેક્ટર ના ખભા પર હાથ મૂકીને કહ્યું બોલી લીધું ?નવ કમોન મારો શોટ રેડી કરાવો.

સન હોલિવૂડનો એક સકસેસફૂલ સુપરસ્ટાર છે જેનું આખું નામ છે સન પેન્ટાગોન.અને મિલી તેના યુવાનીના દિવસોમાં હોલિવૂડની બ્યુટી ક્વિન એક્ટ્રેસ રહી ચૂકી છે.અને જેનું આખું નામ છે મીલી ફ્લેર.આ બંન્ને એ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત લગભગ સાથે જ કરી હતી. મહત્વની વાત તો એ છે કે આ બંને જે ફિલ્મમાં રોલ કરતા હોય તે ફિલ્મો આજે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે.અને એટલે જ પ્રોડ્યુસરો આજે પણ તેમને સાઈન કરતા જરાય ખચકાતા નથી.