Let the word-medicine make life like living - 1 in Gujarati Philosophy by Shailesh Joshi books and stories PDF | શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 1

શબ્દ-ઔષધી
આજનો શબ્દ "હું"
જીવન-આનંદ કે, આજીવન નિજાનંદમાં રહેવા માટે
દરેકે-દરેક વ્યક્તિએ સૌથી પહેલા આ "હું" ને
સારામાં-સારી રીતે અને પૂરેપૂરો સમજવો, ઓળખવો તેમજ
આ "હું" જીવનભર દુઃખી ન થાય, અવળે રસ્તે ન જાય, તે પ્રમાણે સાચવવો અત્યંત જરૂરી છે.
અહીં, સાચવવાનો મતલબ..
મારે મારા પૂરા જીવનકાળમાં મારા વાણી કે વર્તનથી કોઈ એવું કામ ન કરવું જોઈએ, કે જેનાથી
જરા પણ
"હું" બદનામ થાય, કે
"હું" ને ભોગવવું પડે. કે પછી આ "હું" ને લીધે કોઈનું અહિત થાય.
માટે મારે એ "હું" ની ડગલેને-પગલે સંભાળ રાખવાની છે.
હા, શરૂઆતમાં તકલીફ ચોકકશ પડશે, કેટલુંય જતું કરવું પડશે, કેટલુંય ભૂલવું પડશે, નીરસ જિંદગીને પણ ખુશી-ખુશી માણતા શીખવું પડશે. હા..
બાકી, આ બાબતને લઈને જો શરૂઆતમાં થોડી મક્કમતા આવી જશે તો એ,
જીવનમાં જબરજસ્ત, સારો અને કાયમી બદલાવ લાવશે.
સાથે-સાથે, થોડા સમયમાંજ એ "હું" ના સારાપણાનો પોતાનો સ્વભાવ બની જશે. અને..
આગળ જતાં એ હંમેશ માટે
"હું" ની એક સારી ને સાચી ઓળખ પણ બની જશે.
પછી એ "હું" ને જીવનભર એ રસ્તા પર ચાલવાની અવિરત આદત પડી જશે. તો..
આના માટે એ "હું" ને આપણે નીચેની બાબતો માટે તૈયાર કરવાનો છે.
જીવનમાં પૈસા નહી મળે ચાલશે,
સુખ-શાંતિ નહીં મળે ભોગવી લઈશ,
આરામ નહીં મળે ચલાવી લઈશ,
ઘર કે ગાડી નહીં મળે, તો "નસીબ મારૂ" એમ માનીને હસતા મોઢે સહી લઈશ.
બાકી,
આ બધું કે, પછી
આમાંથી કંઈ પણ મેળવવા..
જો જીવનમાં એકવાર પણ મારે ખોટું બોલવું પડે, કે
કોઈને છેતરવા પડે, કે કોઈને મજબૂર કરવા પડે.
એવું કામ ભુલથી, મજબૂરીથી કે પછી મારા નિજી સ્વાર્થથી ના થાય.
બસ, મારે મારા પર "એનુંજ" ધ્યાન રાખવાનું છે.
આના માટે મારે એકજ વાત મારી નજર સમક્ષ રાખવાની છે કે.. જ્યારે મે, મારી "મા"ના પેટે જન્મ લીધો, એ વખતે હું દુનિયા માટે જેટલો નિર્દોષ હતો,
બસ, જીવનભર મારે મારું એક જ ધ્યેય ને ધ્યાન રાખવાનું છે કે
જીવનમાં આવતાં કોઈપણ સમય, સંજોગોમાં
હું "મને" એ જ નિર્દોષતા સાથે, છેલ્લા શ્વાસ સુધી રાખી શકુ, સાચવી શકું, એ નિર્દોષતા જાળવી શકુ. મારો સતત અને અવિરત આ એકજ પ્રયાસ હોવો જોઈએ.
પછી એના માટે મારે ભલે ગમે તેવી પરિસ્થિતિનો, ગમે તેવા સંજોગોનો સામનો કરવો પડે,
આ રસ્તા પર ચાલતા, ભલે પછી જીવનમાં ગમે તેવો આકરો, તડકો-છાયડો વેઠવો પડે,
કોઈનો ઊંચો અવાજ કે કોઈના બે કડવા વેણ સાંભળવા પડે, કે પછી કોઈવાર ભૂખ્યા કે તરસ્યા રહેવું પડે, કે પછી મારે જીવનભર એકલતાનો સામનો કરવો પડે.
બાકી, આવી પરિસ્થિતિ વખતે તેમાંથી બહાર નીકળવા માટે,
હું ક્યારેય પણ, મારા મનમાં નાનો અમથો પણ ખોટો વિચાર સુદ્ધા નહી આવવા દઉં.
બસ, મારે આ એકજ વાતનું ધ્યાન રાખી એ રસ્તે ચાલવાનું છે.
બસ, જો આટલું મારાથી થાય, તો જ મને જીવન આનંદની સાચી અનુભૂતિ પ્રાપ્ત થશે, ને સાથે-સાથે મારો જીવન ફેરો પણ સફળ થશે.
આ રસ્તે જતા ઉદભવતા સંજોગોમાં, મને સૌથી વધારે એ સાંભળવા મળશે કે
હું સ્વાર્થી છું.
હું નક્કામો છું.
હું દગાબાજ છું.
હું કપટી છું.
હું આળસુ છું, અને આવા તો કંઈ હજારો આક્ષેપો સંભાળવા મળશે.
આ સમયે જો હું, એ આક્ષેપો-પ્રતિઆક્ષેપો, વાદ-વિવાદ, સાચા-ખોટાની સમીક્ષા કરવા, કે બે આંખની શરમમાં કે ખોટી લાગણીઓમાં પડીશ તો હું અટવાઈ જઈશ, રાહ ભટકી જઈશ.
કેમકે..
આવુ બધુ કરવા-કરાવવાવાળા બીજા કોઈ નહીં પરંતુ, મારી નજીકનાજ હશે.
પરંતુ
એ પરિસ્થિતિમાં હું એટલા માટે નહીં ડગુ
કેમકે
હું પોતે જાણું છું કે, હું કેવો છું.
મારે મારા સારાપણાનુ પ્રમાણપત્ર બીજા કોઈ પાસેથી મેળવવાની જરૂર નથી.
હા, તેઓની સાચી વાત સામે હું નત-મસ્તક થઈ જઈશ.
બાકી
એમની ખોટી વાત માટે, સ્વાર્થ, દંભ કે અહમભરી વાતમાં ક્યારેય એમની "હા મા હા" નહીં ભરું.
પછી
ભલે એના માટે મારે, એમને છોડવા પડે, કે પછી એ મને છોડી જાય.
મારે મારા જીવનમાં કોઈની પણ ખોટી વાહ-વાહી નથી જોઈતી.
જો હું આટલુ સમજીશ,
આટલુ કરીશ, તો એ મને મળેલ મનુષ્ય અવતાર માટે, મારા જીવન માટે પુરતુ છે.
કોઈપણ ક્ષેત્રે મહાન, મોટા કે સક્સેસ માણસને હું જીવન આદર્શ જરુર બનાવીશ,
પરંતુ
જો હું સક્સેસ ન થાઉં તો, હું તેમની સાથે સરખામણી કદાપી નહીં કરૂ, કે પછી મારી જાતને આશ્વાસન આપવા ખોટા-ખોટા બહાના પણ નહીં બનાવું કે..
એ મહાન વ્યક્તી પાસે આ હતુ, એટલે એ સક્સેસ થયા, કે મહાન બન્યા.
કે પછી એમની પાસે પૈસા હતાં, કે લોકો હતાં, કે પરિવારનો સાથ હતો
એટલે એ એમના જીવનમાં મહાન, મોટા કે સક્સેસ થયા.
હું ખાલી એટલુંજ વિચારીશ કે..
જે તે ક્ષેત્રમાં એ વ્યક્તિની મક્કમતા અને એમનો આત્મવિશ્વાસ કેટલો હતો.
ધ્યેય પ્રાપ્ત કરવા એ વ્યક્તિની મહેનત કેટલી હતી, ને એના માટે એમણે, ના-મનનુ શુ શુ છોડવું પડયું, ત્યાગવું પડયું.
આની સાથે-સાથે ખાસ, હુ મારી જાતને એકજ રીતે હિમ્મત આપીશ કે..
પ્રભુએ મને પણ, એમના જેટલાજ અંગો આપ્યાં છે.
મારુ નિરંતર કામ કર્મ કરતા રહેવાનું છે.
હું કેટલો આગળ વધ્યો, એના પરીક્ષણમાં મારે પડવાનું નથી.
માટે..
બાકી બધુ ઉપરવાળા પર છોડી, જીવનમાં જે મુકામ હાંસિલ થાય, તે મુકામ પર હસતા રહેવાનું અને હિમ્મત હાર્યા સીવાય આગળ વધવાનું.
આમ કરતા પણ જો હું..
જીવનમાં દસ-વાર પણ નિષ્ફળ જાઉં,
તો પણ,
અગિયારમી વાર, મારે એકડ-એકથી ફરી શરૂઆત કરવાની આવે છતા,
મારે મારા જીવનમાં મારો એ ઉત્સાહ જાળવી રાખવાનો છે.
"ગુણ લાવવા સહેલા છે" ખાલી
તૈયારી ઓછી પડે છે.
"અવગુણમાંથી બહાર નીકળવું, કે આવેલ અવગુણને બહાર કાઢવા ખુબજ કઠીન છે"
હા પણ, અસકય નથી.
માટે
સ્વયંને સમજવા જેવી બીજી કોઇ સિદ્ધિ નથી.
બસ, એકવાર આટલું સમજાઈ જાય, પછી તમે
તમારાઓ માટે, સમાજ માટે, દેશ માટે, તેમજ સમગ્ર સૃષ્ટિ માટે
હસતા-હસતા જીવતા શીખી જશો.
પછી, અવિરત ને અગણિત લોકો, તમારી સાથે અને તમારા વિચારો સાથે જોડાતા જશે.
બસ, ત્યાંથી જીવવા જેવી જીંદગીની શરૂઆત થઈ જશે.
અહી હું, શ્રી નરસિંહ મહેતાના એક સુંદર જુના ભજનની બે લાઈનથી પ્રકરણ - 1 ને વિરામ આપવા માગીશ.
વૈષ્ણવ જન તો તેને કહીએ
જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે
મન અભિમાન ન આણે રે...
વાચક મિત્રો
વાંચીને તમારાં અભિપ્રાય જરૂર આપશો, એટલી મારી વિનંતી.
તેમજ જો મારુ લખાણ તમને પસંદ આવ્યુ હોય તો, તેની લિંક તમારાં શકય એટલા ગ્રુપમાં સેર કરશો.
જેથી વધારે ને વધારે લોકો આપણા માતૃભારતી પરીવાર સાથે જોડાય, અને એમને પણ વાંચન-લેખનનો લાભ મળી રહે.