relations of the game of emotional buisness - 4 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | સંબંધો લાગણીની રમતોનો ધંધો - 4

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 4

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 4

કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

"હા... હું જૂઠ જ બોલું છું... હું નથી ચાહતી કે... તું તારા જ લવ ને મારી માટે મારું!" નિધિ ને હવે સમજાય રહ્યું હતું કે એ એટલા માટે જૂઠ કહી રહી હતી કે નિધિ શેખર નું મર્ડર ના કરે!

"અરે યાર... જો એ તો હું પણ જાણું જ છું કે કોઈ છોકરી ને આમ પોતાની જ ઈજ્જત ઉછાળવામાં કઈ મજા ના આવે! તું જરાય ના ચિંતા કર... એણે ભૂલ કરી છે તો એણે કિંમત પણ ચૂકવવી જ પડશે!" નિધિ એ મક્કમતાથી કહ્યું.

"અરે પણ..." સાંજ આગળ કઈ બોલે એ પહેલાં જ નિધિ એને હગ કરી લીધું.

"હું છું ને... તું જરાય ચિંતા ના કર..." નિધિ એ એના ઉષ્માભર્યા હાથ ને સાંજના માથે ફેરવી દીધો.

"ચાલ... હું તારા દુશ્મન નો સફાયો કરી ને આવું... એ પછી તારે કોઇ ના થી પણ ડરવાની બિલકુલ જરૂર નથી!" નિધિ એ કહ્યું.

નિધિ સાંજ ને કોલેજના સમય થી જાણે છે... સંજોગો થી લડી લે એવી એ છોકરી હતી. મમ્મી અને પપ્પા બચપણમાં જ કોઈ એક્સીડન્ટ માં મરી ગયા હતા તો એના દાદા દાદી એ જ એનો ઉછેર કરેલો, પણ પગભર થઈ ત્યાર થી એણે એમના પર આધાર રાખવાનું પણ છોડી દીધું હતું! એ પોતે અલગ ઘરમાં રહેવા લાગી હતી... પગારમાંથી અમુક પૈસા એ ઘરે દાદા દાદી ને મોકલવાતી.

બધું જ ઠીક ચાલી રહ્યું હતું, જ્યારે નિધિ પર એનો કોલ આવ્યો તો એણે નિધિ ને એના ઘરે બોલાવી હતી.

"જો કાલે હું એણે ગમે તે રીતે ફિનિશ કરી જ દઈશ..." નિધિ એ સાંજ ની ઠીક બાજુમાં બેસી જઈ એના હાથ ને પોતાના હાથમાં લેતાં કહ્યું.

"પછી ભલે ને મારે..." આગળ ના શબ્દો થી સાંજ ને એક હળવો ઝાટકો લાગ્યો.

"પછી ભલે ને મારે ખુદ જ કેમ ના મરી જવું પડે!" નિધિ બોલી પણ એની જાણ બહાર જ એની આંખોના આંસુ બહાર આવી ગયા હતા!

"ના... જો આ દુનિયામાં મારું તારા સિવાય કોઈ જ નહિ! જો તું એવું તેવું કઈ બિલકુલ નહિ કરું!" સાંજે રડતા રડતા જ કહ્યું.

"અરે પણ..." નિધિ આગળ નું મનમાં બોલી - "શેખર વિના મારું પણ તો કોઈ નથી ને! એના વિના હું જીવી જ નહિ શકું!" એના આંસુ વધારે નીકળ્યા.

"સારું સારું... મને કઈ જ નહિ થાય!" નિધિ એ કહેવું જ પડ્યું.

"હાશ!" સાંજના મોં માંથી નીકળી જ ગયું.

"સારું તો તું હવે... જમી લે જે ઓકે... હું ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું!" નિધિ એ એના સ્માર્ટ ફોનમાં ઓનલાઈન ઑર્ડર કરી દીધો... છેલ્લે વોલપેપર પર એણે શેખર સાથેનો ખુદનો પિક જોયો બંને સ્વર્ગ જ ના મળી ગયું હોય એવી ખુશી થી હસી રહ્યા હતા. અનાયાસે જ પણ નિધિ ના ચહેરા પર પણ એક સ્માઈલ આવી જ ગઈ!

"સારું!" સાંજ માંડ જ બોલી શકી.

નિધિ બસ ઘર માં થી નીકળી જ હતી કે શેખર નો કોલ આવ્યો. એણે કોલ રીસિવ કર્યો.

"તું હજી ઘરે નથી..." આજુ બાજુમાં આવતો ટ્રાફિક નો અવાજ સાંભળી શેખર પૂછ્યું.

"હા... ઘરે જ જાઉં છું..." નિધિ એ કહ્યું.

"નિધુ, એક ખૂબ જ જરૂરી વાત કહેવી છે..." શેખર એ બહુ જ લાડમાં કહ્યું.

"એવું! તો બોલ ને પાગલ!" નિધિ એ આદત પ્રમાણે કહ્યું.

"આઈ લવ યુ સો મચ... તું કહે ને તો હું મારી જાન પણ આપી દઉં તને!" શેખર એ કહ્યું તો નિધિ વિચારવા લાગી.

"હા... આપી દે ને મારા માટે તારી જાન..." નિધિ આવું કંઇક કહેશે એવું તો શેખર એ સપનામાં જ પણ નહોતું ધાર્યું!

વધુ આવતા અંકે...

એપિસોડ 5માં જોશો: આ બાજુ સુધ બુધ ખોયેલ સાંજે થોડું ખાવું જ પડ્યું કે એણે નિધિ ને કોલ પર કહેવું જે હતું! કોલ કરી ને જમી એમ નિધિ એ પણ એણે ભૂલ્યા વિના જ પૂછ્યું હતું. વિચારોમાં સાંજ ને ક્યારે ઊંઘ આવી ગઈ એણે ખ્યાલ જ ના રહ્યો.

કાલ નો દિવસ આ ત્રણેય માટે બહુ જ મહત્ત્વ ધરવાનાર સાબિત થવાનો હતો. ત્રણેય ની જિંદગી બદલાઈ જાય એવા સંજોગ અને સમય આ રાત બાદ ના કાલના દિવસે થવાના હતા!