LALI LILA - 2 in Gujarati Short Stories by Vijay Raval books and stories PDF | લાલી લીલા - 2

Featured Books
Categories
Share

લાલી લીલા - 2

લાલી લીલા’

પ્રકરણ- બીજું/૨

બધી જ અશ્લીલ સાહિત્યની મેગેઝીન્સ હતા.

‘હાય હાય.... તો તમે એમ કયો છો કે આ આવું ભૂંડું ભૂંડું શેઠાણી એ હન્ઘરી રાયખુ’તું એમ ? મારું તો હજી’યે માથું ફાટે છે. પછી મારાથી તો નો રેવાણું એટલે હું નાવા ગઈ. પછી કાક માંડ ટાઢક વળી.’

શું જવાબ આપવો એ લાલજી માટે અઘરું થઇ પડ્યું. થોડીવાર પછી બોલ્યો..

‘હા.. હવે યાદ આવ્યું બે મહિના પહેલાં મારો દીકરો આવ્યો હતો એ કદાચને....’

‘હાયલા.... તમારો છોરો આવી ગંદી, નાગી ચોપડીયું જૂવે ? હટ મૂવા, કઈ લાજ શરમ છે કે નઈ ? મેં તો મારા આવડા ભવમાં આવું ઉઘાડું પેલી વાર જોયું. મારી નજર પડી તો પેલા તો ઇવો જાટકો લાયગો કે જાણે કોઈ એરુ આભડી ગ્યો હોય એવા ચકર આવી ગ્યા.’


લાલીની વાત સાંભળીને લાલજીને મનોમન હસવું પણ આવતું હતું અને વાત પણ વાળવી હતી એટલે વિચારીને બોલ્યો...

‘પણ લાલી તે આ પહેલી વાર જોયું એટલે તને નવાઈ લાગે છે. આ બધું તો હવે આજના જમાનામાં સાવ સામાન્ય બાબત છે.’

‘હાય હાય... આ શું બોલો છો શેઠ ? તમે પણ ? કાય શરમ જ નથ કે શું ? ઊભા થતાં લાલી બોલી.

‘હવે હું તને કેમ સમજાવું ? તને સમજાવવી બહુ અઘરી છે.’ લાલજી બોલ્યો.
‘તમારા કેવાનો મતલબ છે કે હું ડોબી છું એમ ? ભેંહ જેવી ભોળી એમ જ ને ? તો જાવ મારે તમારી હાયરે વાત જ નથ કરવી. પણ મને એક વાતનો જવાબ આપો.. એટલે પછી હું કામે વળગુ...’ આગળ બોલી

‘બીજી એક વાત પૂછું, શેઠ ? લાલી બોલી
હા, હા પૂછ તારા મનમાં જે આવે પૂછ.’
એટલે સોફા પરથી ઊભી થઈને લાલજી પાસે તેના બેડ નજીક જઈને પૂછ્યું..
‘આય તમારી પડખે બેસાય ?
‘અરે તારે જ્યાં બેસવું હોય ત્યાં બેસાય ?
બેડ પર લાલજીથી એક ફૂટના અંતરે પલાઠી વાળીને બેસતાં લાલી બોલી..
‘પેલા આ નાગી ચોપડીયું અંઈથી આઘી મેલો.. ઈ જોઇને મને કાક થાય છે.
મનમાં હસતાં હસતાં લાલજી બીભત્સ સાહિત્યના મેગેઝીન્સને તકિયા નીચે મુકતા બોલ્યો..
‘લે હવે બોલ.’
‘તમે કામ ધંધો શું કરો છો ? લાલીએ પૂછ્યું
‘અરે મારે તો ઉપરવાળાની બહુ મોટી મહેરબાની છે લાલી. મેં પચ્ચીસ વર્ષ નોકરીમાં ગધ્ધા વૈતરું કર્યું. પચ્ચીસ વર્ષમાં મારો શેઠ બે ટ્રકમાંથી પચાસ ટ્રકનો માલિક બની ગયો. પણ પછી એક દિવસ....’ આગળ બોલતા લાલજી અટકી ગયો..

‘શું થ્યું એક દી ?
‘સાંભળ આ વાત તને જ કરું છું, મંજૂને પણ ખબર નથી અને તું પણ કોઈને કેતી નહીં. આ ધંધાની ખાનગી વાત છે એટલે.’

‘પણ શેઠ મને કોઈ ધંધાની બાબતમાં શું ખબર પડે તે હું કોઈને કવ.’ લાલી બોલી
‘એમાં વાત એવી છે કે, ટ્રાન્સપોર્ટના ધંધામાં માલના લે-વેંચની આડમાં મારો શેઠ ડ્રગ્સ, અફીણ, ગાંજો અને વિદેશી દારૂ જેવા માલની પણ ફેરાફેરી કરતો..બસ...નોકરી મૂકીને મેં પણ એ લાઈન પકડી.. આજે બે મહિનામાં બે ટ્રક લઇ લીધા.. આ બધી કાળા ધનની લીલા અને લીલાલહેર છે સમજી.’

‘સાચું કવ શેઠ તમારી વાતમાં મને કાય નો હમજાણું. આ તમે જે બોયલા ઈ માથા ઉપર વયુ ગ્યું. એટલે તો મને બધા ડોબી ક્યે છે. આ ઘરકામ સિવાય બીજા કોઈ કામમાં મારી ચાચ નો ડૂબે. પણ ધંધામાં બરકત તો સારી છે ને ?
ઊભા થતાં લાલી બોલી..

‘પાંચ લાખ....હા મહીને પાંચ લાખ..તો રમતા રમતાં પાડી લઉં. પણ કોઈને કહેવાય નહીં... આ તને કીધું..’ વટ મારતાં લાલજી બોલ્યો.

‘ઓ..ઓ.. શેઠ.. મેં મારા આવડા જીવતરમાં એક સામટા પાંચ હજારથી વધુ રૂપિયા નથી ભાયળા ને તમે આ લાખોની વાત કરો એ મારા હાટુ કઈ કામની નથ .
એ હાલો માડી હજુ બવ કામ કરવાના છે.’

એમ બોલીને લાલી બેડરૂમની બહાર જતી રહી.

પણ આજે લાખો કરોડોના ફિગર કરતાં લાલજીને લાલીના ભરાવદાર અંગમરોડના ફીગરમાં વધુ રુચિ હતી. લાલીના ભરપુર ઉલળતાં જોબન સાથેના નિર્દોષ નખરા અને બીભત્સ સાહિત્યના અતિ કામુક તસ્વીરોની ઉતેજનાથી લાલજીની સુષુપ્ત કામવાસનાનો કાળોતરો ફૂંફાડા સાથે ફેણ મારીને ઊભો થયો હતો.

લાલજીના મજાક, મસ્તી અને મિલનસારની સાથે સાથે માયાળુ સ્વભાવ જોડે લાલી એટલે હળી ભળી ગઈ કે, આ ઘરની કોઈપણ ચીજ વસ્તુ પર તેનો હક્ક સમજવા લાગી.


એક દિવસ..બપોરના અઢી વાગ્યાનો સમય થયો હશે. લંચ ટાઈમ પસાર થઈ ગયો છતાં લાલજી હજુ ઘરે નહતો આવ્યો....લાલી જમીને લાલજીના બેડરૂમમાં ગઈ.
પંદરેક મિનીટ પછી લાલજી હળવેકથી ધીમા પગલે ઘરમાં દાખલ થયો, એ જોવા માટે કે તેની ગેરહાજરીમાં લાલી એકલી કરે છે શું ?

કિચન કે બેઠકરૂમમાં લાલી નહતી.. એટલે વિચાર્યું કે કદાચ બેડરૂમમાં હશે. એટલે સાવચેતીથી બેડરૂમના ડોર પાસે આવીને ઊભો રહ્યો..બે આંગળ જેટલું ડોર ઉઘડેલું હતું....તેમાંથી નજર કરી.... અંદરનું દ્રશ્ય જોતાં વ્હેત જ લાલજીને એક ઝટકા સાથે મીઠી કંપારી છુટી ગઈ..હ્રદય ધબકારાના રીતસર થડકા વાગવા લાગ્યા..ડગરીમાં ડફલી વાગવા લાગી...

લાલજીના બેડ પર અર્ધ નગ્ન અવસ્થામાં લાલી તેનો એક હાથ બીભત્સ મેગેઝીનની તસ્વીર પર ફેરવતી હતી અને બીજો હાથ ફરતો હતો તેના ગુપ્તાંગ અને ઉભરેલા ભરાવદાર સ્તનો પર... એક પછી એક ઊંડા સિસકારા સાથે....

ઘડીના છટ્ઠા ભાગમાં કામભોગની ભભૂકેલી અગન જ્વાળાને ડામવાનો પ્રયત્ન કરતાં લાલજી ઝડપથી આવીને બેઠકરૂમના સોફા પર આવીને પગ પર પગ ચડાવીને તેના અનિયંત્રિત ઉકટાસનને ડામવાનો મિથ્યા પ્રયાસ કરવા લાગ્યો..થોડીવાર પછી સુકાઈ ગયેલા ગળે બુમ પડતાં બોલ્યો... ‘લાલીલીલીલી......લી’

લાલજીનો અવાજ સાંભળતા વીજળીનો કરંટ લાગ્યો હોય એમ ગભરાઈને ફટાફટ તેના વસ્ત્રો સાથે તન અને મનની દશા સરખી કરી મેગેઝીન સંતાડતા બુમ પાડી..

‘એ આવીવીવીવી....વી’

મોઢું ધોઈને ભીનાં ચહેરે બહાર આવતાં એકદમ સ્વસ્થ લાગતી લાલી બોલી...
‘તમે ક્યેં આવ્યા ?
હજુ લાલજીના ચિત અને ચક્ષુમાંથી સિસકારા મારતી અર્ધનગ્ન કામુક લાલીનું એ દ્રશ્ય ખસતું નહતું. પછી ધીમેકથી બોલ્યો..

‘એ બસ હમણાં જ. તું.. તું .. શું કરતી હતી ?
‘હું શું કરું.. તમારી વાટ જોઈ જોઈને થાકી એટલે સૂઈ ગઈ’તી.’

‘આ મંજૂનું ગાઉન તને પરફેક્ટ થાય છે.’
ગાઉનમાંથી ઉભરેલા લાલીના ઉત્તેજક ઉતરાંગ અને વિકારોતેજક ઘાટીલા સ્તનો પર એક વાસનાભરી નજર નાખતા લાલજી બોલ્યો.
‘હા, પણ જોવોને બઉ ફીટ થાય છે.. પણ પેલા હાલો હવે તમે ઝટ હાથ મોઢું ધોય લ્યો તો તમને ભાણું પીરસી દઉં. ભૂખ નથ લાગી તમને, ટેમ તો જુવો.’

‘લાલી મારી વર્ષોની ભૂખ તો હવે ઉઘડી છે...પણ..’ એવું મનોમન બોલીને લાલજી ફેશ થવાં વોશરૂમ તરફ ગયો.

મંજૂ જાત્રા એ ગઈ તેણે આજે પંદર દિવસનો સમય પસાર થઇ ગયો હતો..

રાત્રીના એક વાગ્યાનો સમય થયો હોવા છતાં..લાલજી પડખા ફેરવીને થાકી ગયો પણ ઊંઘ પડખે ચડતી નહતી...લાલીનું કામોતેજક બદન જોઈને પ્રચંડ પૂરના ધોધની માફક ગાંડીતુર થયેલી તેની વિકારવાસનાનો શિકાર થતાં લાલજી, લાલીને ચૂંથીને ભરી પીવા માટે લાલજી તરફડતો હતો. લાલજીને હવે લાલીના રતીવિલાસના પડખાનો ખાલીપો ખૂંચતો હતો. લાલજીના પંડમાં હવે લાલીની કમનીય કાયા સાથે કામોતેજક કામક્રીડા કરીને લાલીના કોમાંર્યભંગ કરવાના કોડ પુરા કરવાના અરમાનના આગની જ્લાળા ભભુકી ઉઠી હતી. પણ..રખેને કંઇક અજુગતું થાય તો.... ? એવાં ઈજ્જત આબરૂ જવાના ભયથી લાલીને રાતની રાણી બનવવાના ઉભરા પર ઠંડુ પાણી રેડીને પરાણે ટુંટીયુ વાળીને અંતે લાલજી સુઈ ગયો.

બીજે દિવસે સવારે.. લાલી કિચનમાં ગીત ગણગણતી ચા બનવાતી હતી
‘આ આંખલડી રાતી રે ઉજાગરો કયારે કીધો....’
ત્યાં... હળવેકથી લાલીને જાણ ન થાય તેમ.. પાછળથી આવીને લાલજીએ તેની બંને હથેળી લાલની આંખો પર દાબી દેતા.. ગભરાયેલી લાલી બોલી...

‘એય માડી રે... કોણ છે ?”
‘અરે.. હું છું લાલજી...’
‘અરે... પણ તમે આમ કેમ ક્યરું ?
‘તને એક ગીફ્ટ આપવાની છે એટલે, હું ન કહું ત્યાં સુધી આંખો ન ખોલતી..હો.’
‘ઇફટ’ એટલે શું ?
‘અરે ઇફટ નહીં ગીફ્ટ એટલે..... ભેટ...લ્હાણી. અચ્છા હવે આંખ ખોલ.’
‘લ્હાણી મને ? કઈ ખુશીમાં ? આંખો ઉઘાડીને ચોળતાં ચોળતાં લાલીએ પૂછ્યું
લાલજી તેની હથેળી ઉઘાડીને હીરાજડિત સોનાની વીંટી લાલી સામે ધરતાં બોલ્યો..

‘હાઈલા..... આ તો સોનાની વીંટી છે. તમે મને ભેટ આપો છો ...એ ના બાપા ના... મારાથી નો લેવાય આવડી મોઘી વસ્તુ ના હો.’ અચરજ સાથે લાલીએ નનૈયો ભણ્યો
‘અરે.. મારી વ્હાલી, તારી ફાટફાટ થતી કાયા સામે આ કથીર સમાન કંચનની કંઈ જ કિંમત નથી એમ સમજી લે.’ એવું મનોમન ગણગણ્યા પછી.. બોલ્યો..
‘અરે..પાગલ આ મેં ખાસ તારા માટે બનવાડાવી છે અને આજે એટલે આપું છું કે આજે મારો જન્મદિવસ છે...સમજી.’
આશ્ચર્યથી બંને હથેળી ગાલ પર મુકીને લાલી બોલી..
‘આલ્લે લે.. હાચેન હેં..? આજે તમારો જનમ દી છે..’ એમ કહીને લાલજીના પગે પડી.. એટલે લાલજી બોલ્યો..
‘અરેરે...રે આ શું કરે છે ? પગે ન પડવાનું હોય ગાંડી..’
‘તમે દિલના ભોળા છો ને એટલે પગે લાગુ છું.’
‘પણ આ ભોળાનું ઉલાળા મારતા દિલનું શું કરવું.’
‘ એટલે ?’
‘સાચું કહું લાલી...લગ્નના પચ્ચીસ વરસમાં મંજૂ મને જેટલી ન ઓળખી શકીને એ થી વધારે તું મને આ પંદર દિવસમાં ઓળખી ગઈ બોલ.’

‘મેં એવું હું ક્યરું છે ?
‘તું મારા મનની વાત જાણીને જે રીતે મારી કાળજી રાખે છે, એટલે તો હવે આટલા દિવસમાં મને તારી ટેવ પડી ગઈ છે.’

‘ઓય માડી રે...આવું બોલોમાં... હું તું શેઠાની આવશે એટલે જતી રેવાની પછી તમે શું કરશો ?

બીતા બીતા લાલીની હથેળી ઝાલતા લાલજી બોલ્યો..
‘ના હું તને જવા જ નહીં દઉં તો.’
એટલે હસતાં હસતાં લાલી બોલી...
‘સાચકલું કવ.. તમે સાવ બચ્ચા જેવા છો.’

લાલીએ એ હાથ ન છોડાવ્યો એટલે લાલીના રજામંદીનું લીલું સિગ્નલ મળી જતા
લાલજીના દિમાગમાં લાલ, ગુલાબી, પીળા સપ્તરંગી સંભોગી સાપોલિયાં સળવળવા લાગ્યા.

‘ચલ, આજે હું તને ચા બનવવામાં મદદ કરું.’ એમ કહીને લાલજીએ હળવે હળવે લાલીના અંગો સાથે અડપલાં શરુ કર્યા. અને લાલીએ સાહજિક રીતે તે નજરઅંદાજ કર્યા.

‘લાલજી ફ્રેશ થઈને લાલી સાથે ડાયનીંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠો.. ત્યાં મંજૂનો કોલ આવ્યો..એટલે લાલજીએ લાલી તરફ નાક પર આંગળી મૂકીને ચુપ રહેવાનો ઈશારો કર્યો.

‘એય ને જુગ જુગ જીવો મારા નાથ... જન્મદિવસની લાખ લાખ શુભેચ્છા મારા મનના માનેલ દેવને.’ હરખના ઉમળકાની ઊર્મિથી ઉભરાતી મંજૂ બોલી..

‘એ થેંક યુ મારી વ્હાલી,’ કેમ છે તું ?
‘આ રહી જો મોજમાં બસ એક તમારી ગેરહાજરી વર્તાઈ છે.’
‘અરે.. જઈશું જઈશું આપણે બન્ને પણ..આ મારા ઘૂંટણનો દુઃખાવો મટી જવા દે.’
‘ઓલી...છોડી ઘરનું ધ્યાન તો રાખે છે ને સરખી રીતે ? અને તમારો ચા નાસ્તો બધું ટાઈમસર કરી આપે છે ને ?

લાલીની સામું જોઇને આંખ મારતાં લાલજી બોલ્યો..
‘અરે ઈ તો સાવ ગાય જેવી છે. મને કંઇ કરવા કે બોલવાનો મોકો જ નથી આપતી.
બહુ ડાહી અને સાવ શાંત છે.’

‘બોલાવો એને મારે કંઇક કેવું છે.’
થોડીવાર રહીને લાલીને કોલ આપ્યો..

‘એયને જેસી કશન બૂન. કેમ છો તમે ?
‘હું મજામાં. કેવું ચાલે છે કામકાજ ? તારા શેઠની કોઈ ફરિયાદ તો નથી ને ?
‘હાચું કવ બૂન, આ શેઠ તો ભગવાનના માણહ છે. કોક હારા પૂન ક્યરા હોય તય આવા સસકારી લોકોની ચાકરી કરવાનો લાભ મલે. મારે વારે ઘડીએ શેઠને પૂછવું પડે કે શેઠ મારી કોઈ ચૂક થાય તો કય દેજો. પણ આ શેઠ એક અક્સર નથ બોલતાં.’

‘એ સારું સારું, હું તારા માટે કોઈ સારી ગીફ્ટ લઇ આવીશ. ઠાલો કોઈનો ઉપકાર ન રખાય.’

‘અરે.. બૂન.. ઉપકાર તો તમારો.. કે તમારી મેરબાનીથી મારા ઘરમાં બે પૈસા આવશે.’

પછી થોડીવાર લાલજી સાથે વાત કરીને વાર્તાલાપને અંત આપ્યો એટલે લાલજીએ
લાલીના ગાલ ખેંચતા બોલ્યો..

‘લુચ્ચી... તને તો મારા કરતાં પણ સારું નાટક કરતાં આવડે છે હો.’
‘હવે જાઓ જાઓ...ખોટું બોલોમા. મારે તો હજુ તમારી પાસેથી જાજુ શીખવું છે.’
એટલું બોલીને લાલી ઊભી થઈને ચાલવા લાગતાં લાલજીએ લાલીનો હાથ ઝાલીને તેની નજીક જતા ધીમેકથી માદક સ્વરમાં પૂછ્યું...

‘બોલ તો ખરા શું શું શીખવું છે ?

‘ઈ નથ ખબર..’ લાલી બોલી..
‘સાંભળ..આજે તારી જોડે જન્મદિવસ ઉજવવો છે...રાત્રે તારે અહીં મારી જોડે જમ્યા પછી જ ઘરે જવાનું છે.. તને જે ભાવતું હોય એ બોલ.’

‘ ઈનો મતલબ કે, હું જે કઈશ ઈ તમે મારા હાટુ લાવશો એમ ?
‘હા.. હા.. બોલ શું શું ભાવે તને ?
મનોમન હરખાતા લાલી બોલી..
‘મને... ચોખ્ખું ઘી ચોપડેલા બાજરીની રોટલા, આખા રીંગણાનો ઓળો, મગની ડાર, લીલી ડુંગરી, મૂળો, લીલા મરચાનું અથાણું, પછી..... બોઘેણું ભરીને ખાટી છાય્સ, સુખડી અને.. ગુલ્ફી. બસ, અરે,,, હા અને અને.. જાજી બધી ગુલક્નને તુતીફૂટી નાખેલું મીઠું મસાલા વારુ પાન પણ લેતા આવજો બસ.. હવે કાય નઈ.’

આટલું સંભાળતા તો લાલજીને એટલું હસવું આવ્યું કે હસતાં હસતાં સોફા પર બેસી ગયો...

‘કેમ શેઠ. શું થ્યું ? કેમ આટલા દાંત કાઢો છો ? કાય આડું અવરુ બોલાય ગ્યું ?’

લાલજી મનમાં વિચારતો હતો કે અમુક લોકો કેટલી નાની નાની ખુશીમાં કેટલા ખુશ થઈ જાય છે ? અમુક લોકોની ખુશીની માત્રા કેટલી ટૂંકી હોય છે. લાલીની ફરમાઇશ પરથી લાલજીને ખ્યાલ આવતો હતો કે, લાલીની દુનિયા કેટલી નાની અને લાલી કેટલી નાદાન છે.’

‘અરે ...ના મને હસવું એટલે આવ્યું કે મારે પણ તું જે બોલી એ જ જમવું છે.’
‘અચ્છા સાંભળ..રાત્રે કદાચ વહેલા મોડું થાય અને તારે અહીં રાત રોકાવું પડે તો કઈ વાંધો નથી ને ?’

‘રાતે અહીં તમારે ઘેર ?’ લાલીએ આશ્ચર્ય સાથે પૂછ્યું..
‘હા, કેમ ?

‘પણ શેઠ રાત રોકવા માટે તો...મારે મારા મા-બાપુ અને ભાઈને પૂછવું પડે. ઈ હા પડે તો જ મારે રોકાવાય.’ સ્હેજ નિરાશ થઈને લાલી બોલી.

‘પણ તો તું કહીને દેને કે શેઠને ખુબ તાવ આવે છે, અને શેઠાણી સાથે પણ વાત થઇ ગઈ છે. પછી શું કામ ના પાડે ? લાલજીએ ચોકઠાં ગોઠવતાં કહ્યું.’

‘ઠીક છે, તમને મારા પર આટલો દયાભાવ છે તો હું કાક મેળ કરીશ. તમને દુઃખી ન્ય થવા દઉં.’ પણ તમે ઘેર પાછા ક્યેં આવશો ?

‘સાંજ તો પડી જ જશે.. આજે મને ખાસ કામ છે અને એટલે જ મેં તને રાતનો ટાઇમ આપ્યો.’ લાલજી બોલ્યો..
‘હા પણ એક કામ કરજો ઘેર આવવાના ટાણે મને આ ડબલામાં ફોન કર દેજો. કેમકે મારે ઘેર પૂછવા જાવું પડશે એટલે.’ લાલી બોલી..

‘હા ચલ હવે હું નીકળું, બપોરે જમીને આરામ કરી જાજે....કેમ કે, પછી રાતે એમ ન કેતી કે મને ઊંઘ આવે છે.’
‘ના નઈ કવ, તમે કેશો ત્યાં લગણ જાગીશ, બસ’ લાલી બોલી..
‘મીઠડી....’ ગાલ ખેચીને લાલજી રવાના થયાં પછી લાલી મનોમન બોલી..

‘હે, ભોળિયાનાથ, આ મારા શેઠનું શું કરવું ?’
લંચ કર્યા બાદ લાલી બહાર જઈને તેના રાત્રી રોકાણની માટેની બાધાનું નિવારણ કરતી આવી..

સાડા પાંચ વાગ્યે લેન્ડલાઈન પર લાલજીનો કોલ આવ્યો.
‘હું આવું છું, પંદર મિનીટમાં.’
‘એ હો.. શેઠ એક વાત સાંભરો.. હું રાત અહીં રોકવાની છું.’
‘શું વાત છે, ઓ.. હો.. તો આજે જલસો કરીને પાર્ટી ઉજવી જ નાખીએ લે.’
‘એટલે.. ?
‘એ ઘરે આવીને સમજાવીશ.’ એમ કહીને લાલજી એ કોલ કટ કર્યો.
લાલી વિચારમાં પડી ગઈ કે શેઠ શું કરવાના હશે ? મારાથી કોઈ ભૂલ ન થાય તો સારું.’

‘થોડીવાર પછી લાલજી આવ્યો... ચાર-પાંચ ફૂલ સાઈઝની અલગ અલગ ભરેલી પ્લાસ્ટિકની કેરી બેગ્સ લાલીના હાથમાં આપતાં બોલ્યો..
‘આ બધું બેડરૂમમાં મૂકી દે.’

ઠીક આઠ વાગ્યે લાલીની પસંદ મુજબના ડીનરનું પાર્સલ આવી ગયું..
એટલે બન્ને બેઠાં ડાયનીંગ ટેબલ પર..

બધી ભાવતી વાનગી એક સામટી જોઇને લાલી ...હરખઘેલી થતાં બોલી..

‘એ શેઠ સાચું કવ, મેં સપનાં માય નોતું ધાયરું કે મને બવ ભાવતું આ ભાણું એક દી એક સામટું ખાઇશ. આજે તમે મારા ઓરતા પૂરા ક્યરા હો.’

‘જો, લાલી તારા મનમાં જે કંઈપણ ઈચ્છા હોય એ બિન્દાસ મને કહી દેવાની.’ ડીનરની શરૂઆત કરતાં લાલજી બોલ્યો..
‘શેઠ મારે તમને કાક પૂછવું છે ? મરચું ખાતાં લાલી બોલી..

‘હા, બોલ, પણ તું આટલાં તીખાં મરચા કેમ ખાઈ શકે ? મોઢું બળતું નથી ?’

‘શેઠ, જ્યાં સુધી સિસકારા ન નીકળે ત્યાં સુધી મને મારા જીવને શાંતિ ન વળે, સમજ્યા.’
આ શબ્દો સાંભળતા લાલજીની નજર સમક્ષ કામુક આવેગ સાથે સ્વપ્નદ્રષ્ટા જેવી રતિક્રીડામાં સિસકારા પાડતા અર્ધનગ્ન લાલીનું એ ચિત્ર નાચવા લાગ્યું..

‘શું કહેવું છે તારે ? લાલજીએ પૂછ્યું.
‘હમણાં નઈ.. જમી લય પછી.’
‘ઓ.કે.’

ડીનર બાદ કિચનના નાના મોટા કામકાજથી પરવારી લાલી, લાલજીના બેડરૂમમાં એન્ટર થઇ ત્યારે સમય થયો હતો... સાડા દસનો.

દાખલ થતાં બોલી.. મારું પાન લાયવા છો કે ભૂલી ગ્યા ?
‘આ રહ્યું ટીપોઈ પર, એમ કઈ ભૂલતો હોઈશ.’
હથેળીમાં પણ માંડ સમાય એવડું મોટું પાન ગલોફામાં દાબવીને લાલી બોલી...

‘હા, હવે બોલો શેઠ શું કેતા’તા કોલમાં ? તમે કાક પારટીની વાત કરતાં’તા ઈ શું ?

લાલજીએ કબાટમાંથી માદક મધમધાટથી ભરપુર પરફ્યુમની બોટલ કાઢી બોલ્યો..
‘અહીં આવ મારી નજીક..’ લાલી નજીક આવી એટલે લાલજીએ લાલીના અંગ પર પરફ્યુમ સ્પ્રે છાંટતા પરફ્યુમના ફોરમની બહારમાં લાલી અને તેનું બદન બંને મહેંકી અને બહેકી ગયા.

‘ઓ માડી રે.... કેવી મસ્ત ગંધ આવે છે નઈ ?
હસતાં હસતાં લાલજી બોલ્યો.. ’અરે ગાંડી.. ગંધ નહીં .. સુગંધ કહેવાય. તું તો સાવ..’ અટકી જતાં લાલી બોલી...
‘હા .. હા .. બોલો બોલો.. આગળ બોલો .. ડોબી છું એમ જ ને ?’ પણ મને ન આવડે કે કાઈ નો સમજાય એ તમારે સમજવાનું મને.’

‘અચ્છા..આવ અહીં બેસ પથરીમાં મારી પડખે.’ એમ કહીને લાલજીએ હાથ લંબાવીને બેડની બાજુમાં આવેલી ટીપોઈ પર મુકેલી પ્લાસ્ટિકની કેરી બેગ માંથી એક બોટલ અને બે-ત્રણ અલગ અલગ બ્રાન્ડની સિગરેટના પેકેટ્સ કાઢ્યા..એટલે લાલીએ પૂછ્યું
આ બાટલી માં શું છે ?

‘એમાં સ્કોચ વ્હીસ્કી છે.’
‘ એટલે ?
‘દારૂ... તને કઈ પ્રોમ્લેમ તો નથી ને ?
‘દારૂ...ઓ..ઓ..આ તો મારો બાપ વરસોથી પીયે છે.. પણ ઈ પોટલી પીયે. તમ તમારે ઠપકારો ને મને શું વાંધો હોય..અને આજે તો તમારો જનમ દી છે.’

‘એક પેગ મિક્સ કરીને સ્ટાઈલથી સિગરેટનો સુટ્ટો મારતાં લાલજીને જોઇને લાલી હસવાં લાગી... એટલે લાલજીએ પૂછ્યું, ‘કેમ હશે છે ?’

‘આ હમણાં તમે જે ઠાવકાઈથી સિગારનો દમ માયરો ને, એવો દમ મેં પણ માયરો તો.. એક દી.’
‘આલ્લે લે.. લાલી તું પણ ? કયારે ? અંદરથી ખુશ થતાં લાલજીએ પૂછ્યું

‘ઈ હું ગામડે મારા મામાને ન્યા રેતી તંય. મારો મામો બવ બીડ્યું પીતો.. તે એક દી મામો ઘેર નોતો. તો મને ચાનક ચડી.. બાયણા બન કરીને ધગાવી મેં તો.. અને જ્યાં મામાની નકલમાં કસ મારી ન્યા તો એવી ઉધરસ ઉપડી કે આંખ લાલચોળ થય ગય ને આંસુડા’ય પડવા મ્યંડા. પણ એમ કાય હું ઝાલી જલાઉ.. એક પછી એક, એમ ચાર બીડી ફૂકી માયર્રી. પણ સાચું કવ ટેસડો પડી ગ્યો’તો હો તે દી તો. પછી તો મામો એક દી એકલો એકલો બબડતો તો’તો કે, આ બીડીની કપની વારા પણ લુખ્ખા થય ગ્યા છે મારી ઘોણે. હમણાં બીડ્યું બવ ઓછી આપે છે. એટલે ઈ વાત સાંભરી એટલે હસવું આય્વું.’

સિગરેટનું પેકેટ લાલી સામે ધરતાં લાલજી બોલ્યો..
‘ચાલ મારી સામે પી ને બતાવ તો માનું.’
‘પણ તમારી સામે શરમ આવે.’
‘હું આંખ બંધ કરી જાઉં ?’
‘ના.. પણ તમે દાંત નો કાઢતાં હો.’ એમ બોલીને લાલી એ તેના રતુંમબડા હોઠ વચ્ચે સિગરેટ દબાવી, લાલજીએ લાઈટરથી સળગાવતાં... સ્ટાઈલથી લાલીએ સુટ્ટો મારીને જે કાતિલ અદાથી આંખ મારી ત્યાં તો લાલજીના બત્રીસ કોઠે દીવા થઇ ગયા.

‘આ દારૂ ટેસ્ટ કરવો છે..? વિહીસ્કીનો ગ્લાસ લાલી સામે ધરતાં લાલજી બોલ્યો..
‘ના હો ... એ મેં કોય દી મોઢે નથ માયન્ડો. એ પીયે તો પછી તો કાય ભાન નો રે.’
અને હું બેભાન થય જાઉં તો તમને ઉપાધી થય જાય.’

‘એ જ તો મારે કરવું છે...’ મનોમન એવું બોલ્યા પછી લાલી સામે ગ્લાસ ધરતાં લાલજી બોલ્યો..’ એક ઘૂંટડો તો ભર... ન ફાવે તો નહીં પીતી બસ. મારા માન ખાતર તો પીલે.’

‘અરે.. શેઠ આજે તમારો હાથ પાછો નઈ ઠેલું બસ. લાવો.’
એમ કહીને વ્હીસ્કીનો ગ્લાસ મોઢે માંડ્યો.. એક ઘૂંટ ભરતાં તો જાણે તમ્મર ચડી ગયા હોય એમ આંખો બંધ કરીને બોલી..
‘ઓય.. માડી રે...’ કેવું છે આ ?
લાલજીને થયું કે.. આજે આ કોરા ચેક જેવી કાયાના એક્ડા પાછળ સ્યાહી ખત્મ ન થાય એટલા મીંડા ચીતરી નાખવા છે. બસ,, જો એકવાર...

લાલીનો હાથ તેના હાથમાં લેતા લાલજીએ પૂછ્યું..
‘હે, લાલી શું પુછવાનું હતું તારે ?”

‘કેમ કવ ? શરમ આવે છે.’
‘એલી તને ઘડીએ ઘડીએ શરમ શેની આવે છે.. મેં લૂગડાં નથી પહેર્યા ? કઈ નાગો બેઠો છું તારી સામે, તે શરમ આવે ?

હસતાં હસતાં લાલી બોલી..’એ વાત જ આવી છે એટલે..’
‘બોલ શું છે ?
લાલજીની નજીક આવતાં લાલી બોલી..

‘હું એમ પૂછતી’તી ઓલી.. નાગી ચોપડીયુંમાં જે ઉઘાડા ફોટા છે ઈ સાચા હોય ?

આટલું સાંભળીને તો લાલજીના તનમંદિરમાં ઘંટારવ ગુંજવા લાગ્યો. દોડવું’તું ને મનગમતો ઢાળ મળ્યો. ઘડીકમાં લાલજીના દિમાગમાં વિકારના કીડા, મેલી મુરાદ સાથે નગ્નતાનો નાચ નાચતાં કાલ્પનિક સમાગમના સંકેતના સિગ્નલ થ્રી જી માંથી સીધા ફાઈવ જીની સ્પીડમાં ડાઉનલોડ થવા લાગ્યા..

મન સાથે તનને ઉઘાડું કરવાની તાલાવેલીમાં લાલજી બોલ્યો..

‘સો એ સો ટકા સાચું....તારે જાણવું છે ? તો હમણાં સાબિત કરીને બતાવું.’
‘એ કઈ રીતે ?’ લાલીએ પૂછ્યું
ટીપોઈ પર મુકેલી એક પ્લાસ્ટિક બેગ લાલીના હાથમાં આપતાં લાલજી બોલ્યો..
‘આ કપડાં ખાસ તારા માટે પસંદ કરીને લાવ્યો છું.. તું આ પહેરી લે એટલે ધીમે ધીમે બધું સમજાઈ જશે..’
‘હેં.. કપડાં પેરુ તો સમજાઈ જશે..? ઈ વળી કેવું ?
‘હા તું પહેરીને મને બતાવ.. એટલે કહું..’
‘ઠીક છે.. હું બાથરૂમમાં જય ને જોઉં... પણ પેલા મને આ દારૂનો એક ઘુંટડો ભરવા દયો. અને ઓલું.. દે.સી. કરોને.. કેટલી ગરમી થાય છે.’
લાલજી એ એ.સી. ઓન કર્યું...

અને જેવી એક ઘૂંટ મારીને લાલી બાથરૂમમાં ગઈ ત્યાં... લાલજીના પંડના ભોગાસન પર આરૂઢ અને આંશિક ઉતેજીત થયેલો દેહ ભૂખ્યો દૈત્ય હવે લાલીના ઘાટીલા અંગરોડને મસળી નાખવાની જીદે ચડ્યો હતો..

વધુ આવતાં અંતિમ પ્રકરણમાં.

(c) વિજય રાવલ
vijayaraval1011@yahoo.com
૯૮૨૫૩ ૬૪૪૮૪