લવ બ્લડ
પ્રકરણ-65
ડમરૂબાબાએ રૂમમાં બધાને ભેગા કર્યા. પછી એને ભાન થયુ કે પરિસ્થિતિ હવે ખૂબ પ્રવાહી થઇ ગઇ છે હવે બધુ કાબુમાં કરવું મુશ્કેલ છે ચારેબાજુથી ભીંસ વધી રહી છે. એની બધીજ ગણત્રીઓ અવળી પડી રહી હતી.
બાબાએ સુજોય તરફ આંખ મારીને ઇશારો કરીને કહ્યું હવે તું તારો હિસાબ પતાવ હું મારો પતાવુ છું એમ કહીને એ સુરજીત તરફ ફર્યો સુરજીતને કહ્યુ તું તારી પત્ની સંભાળ આ તારી આજકાલની રખેલને મારાં હવાલે કર એમ કહીને રીતીકા તરફ હાથ લાંબો કર્યો.
રૂમમાં બધાં ભેગાં થયેલાં એકબીજાને જોઇ રહેલાં. નુપુર અને સુચિત્રાનાં દેહમાં ખૂબજ પીડા હતી છતાં સુચિત્રાએ ડમરૂનાં સંવાદો સાંભળ્યા અને એની નજર ધીમેથી ઊંચે થઇ એણે સુરજીતની સામે જોયું અને પીડાવાળી નજરોથી સુરજીતને જોઇને કહ્યું સુરજીત.. અહીં આવો આ ષડયંત્રી બાવો શું બોલી રહ્યો છે ? આ મેડમ કોણ છે ? તમારી રખાત કેમ બોલે છે? આ બધી શુ ગરબડ છે ? મારો દેબુ ક્યાં છે ? તમે આમ સાવ શિથિલ અને મજબૂર કેમ દેખાવ છો ?
મારાં દેબુને શોધો ક્યાં છે ? અને ત્યાંજ સુરજીતે બાવાને ધક્કો મારી સૌરભને કહ્યું મેડમનું ધ્યાન રાખજે અને સુચિત્રા પાસે પહોચી ગયો સુચીત્રાનું માથુ પોતાનાં હાથમાં લઇ બોલ્યો.. તને કોણ લાવ્યું ક્યા દુષ્ટોએ આ દુઃસાહસ કર્યુ છે ? દેબુને મેં જોયોજ નથી અને અમને આ બાવાએ અહીં ફસાવ્યા છે પણ તું ચિંતા ના કર આ ડમરૂ બરાબર ફસાયો છે ચારેબાજુથી ઘેરાયો છે હવે એનો અંત નક્કી છે.
સુચીત્રા થોડી સ્વસ્થ થઇ ત્યાં એણે ચારેતરફ નજર કરી એની નજર સુજોય પર પડી અને આંખોમાં ગભરાટ છવાયો જાણે આંખે અંધારા આવ્યા હોય એમ આંખો મીચી દીધી.
સુજોય ખડખડાટ હસવા લાગ્યો અને બોલ્યો.. સુરજીત તમે તો સાવ અંધારામાં છો તમને ક્યાં કંઇ ખબર જ છે ? તમારે જાણવું છે કે તમારી ધર્મપત્નિ અહીં કેમ છે ? કોણ લાવ્યુ ? લો એનાં મારે તમારે... એ આગળ બોલે પહેલાં સૂચીત્રાએ રાડ નાંખી....
સિધ્ધાર્થ દેબુને કહ્યું હું આશ્રમમાં પ્રવેશ્યો છું તું આ SIT જવાનો સાથે આ રીપ્તાને લઇને બાજુનાં દરવાજાથી પ્રવેશ કર અને જે જુએ સામનો કરે કે હુમલો કરે નિશાન લેવાનુ ચૂકતો નહીં. અને સીધી ગોળી મારી દેજે અને રીપ્તા દીકરા તું પણ હિંમતવાન છે તારી ગનનો પણ ઉપયોગ કરજે આપણે એકજ જગ્યાએથી પ્રવેશ કરવુ સલાહભર્યુ નથી જવાનો તમારી રક્ષા કરશે તમને કવર કરતાં આગળ વધશે એટલે નિશ્ચિંત રહો હવે ખેલ ખલાસજ થવાનો છે.
**********
આશ્રમમાં છોડેલા જાનવર અને સર્પ જ્યાં ત્યાં દોડી રહેલાં. આશ્રમમાં ઘૂસી આવેલા આદીવાસીઓની નજર મોહીતોને શોધતી હતી એમાં એમનાં લીડર જેવો નીમબું અને સરદાર આગળ આવ્યાં એમણે આશ્રમનાં બધાં ભાગ જોવા માંડ્યા ત્યાં મુખ્ય હોલની સામે બીજા રૂમ હતાં ત્યાં દવાઓનું પ્રોડકશન અને સ્ટોરેજ થતો હતો એ બાજુ ગયાં અને ત્યાં મોહીતો બીજા આદીવાસી છોકરાઓને સુચના આપી રહેલો અને નીમબું કબીલાનો સરદાર મોહીતોને જોઇને રોષે ભરાયો એની ભાષામાં બોલ્યો આ મોહીતો છે એને પક્ડો અને એક સાથે 8-10 આદીવાસી બળીયા યુવાનો એમનાં હથિયાર સાથે તૂટી પડ્યાં.
સરદારે મોહીતોને પગમાં જોરથી ધારીયું માર્યું બીજાએ ગળામાં દોરડુ ભરાવ્યુ અને 2-3 જણાંએ ભેગા જઇને જોરથી ખેંચ્યુ મોહીતો જાત બચાવવા પ્રયાસ કરવા માંડ્યો પણ એણે સંતુલન ગુમાવ્યુ અને જમીન પર જોરથી પછડાયો નીમબું સરદારે એનાં ગળા પર ધારીયુ મૂક્યું ધારીયાની ધાર ડોકમાં ભરાવીને ધારીયુ ખેચ્યુ અને લોહીની ટશર ફૂટી મોહીતો હાથ જોડીને પોતાને છોડવા કરગરવા લાગ્યો પેલા પૂછ્યુ અમારી છોકરીઓ સ્ત્રીઓ ક્યાં છે ?
મોહીતોએ હાથથી ઇશારો કરી રૂમ બતાવ્યો અને મોહીતો સાથેનાં આદીવાસી છોકરાઓએ પલટી મારી મોહિતોથી વિરૂધ્ધ થઇ ગયાં અને કબીલાવાળાને સાથ આપવા માંડ્યાં 2-3 છોકરાઓ રૂમ તરફ દોડી ગયાં અને રૂમને મારેલું તાળું તોડી નાંખ્યુ અને અંદર 18-20 છોકરીઓને કેદ કરેલી હતી બધી છોકરીઓનો વસ્ત્ર અસ્તવ્યસ્ત હતાં. ત્યાં સરદારે ધારીયુ ગળામાં ખોંપી દીધું અને માથું ઘડથી અલગ કરી નાંખ્યુ લોહીનો ફુવારાં ઉડયો અને મોહીતો ખલાસ થઇ ગયો.
સરદાર વિજયી સ્મિત કરીને કહ્યું બંધાને છોડાવીને બહાર લાવો અને એની સ્ત્રી એની પાસે દોડી આવી અને સરદારનાં પગમાં પડી ગઇ ખૂબ રડી રહી હતી. સરદારે ઉભી કરી ગળે વળગાળી દીધી. જોનાર બધાંની આંખમાં જળ ઘસી આવ્યાં બધી છોકરીઓ રડતી હતી હવે છૂટ્યાનો આનંદ હતો સરદારની સ્ત્રી બોલી "તમે સમયસર આવી ગયા નહીંતર આવતી કાલે અમને વેચીને સરહદ પાર મોકલી દેવાનાં હતાં. અહીં ઘણાં સ્ત્રી પુરુષો છે જે ભય અને મજબૂરીથી બાવાનો કામ કરતાં હતાં બધાને છોડાવો.
આખું આદીવાસીનું ટોળુ એ વિભાગનાં શેડમાં ફરી વળ્યા અને મોટી મોટી બૂમો પાડીને કહી રહેલાં તમે બધાં સ્વતંત્ર છો અને બધાને છોડાવી દીધાં છે.
કોલકત્તાની આર્મી આવી ગઇ એ જવાનો એ શેડ પરનાં બધાં વિસ્તારનો કબ્જો લઇ લીધો અને બીજા વિભાગોમાં જવાનો પહોચી ગયાં.
બાબાનાં માણસોએ જે જાનવર અને સર્પ છોડેલાં એ બધાં ખૂલ્લામાં નીકળી ગયેલાં એ જંગલ તરફ જવા લાગ્યાં. જાનવરો પણ કેદમાં હતાં ગભરાયેલાં હતાં ત્યાં ગોળીઓનાં અવાજ આવ્યા. આર્મીનાં માણસોએ જે બાબાનાં માણસો સરન્ડર નહોતાં થયાં એને ગોળીઓથી ભૂંજી નાંખ્યાં. આશ્રમનો દવા અને ડ્રગ્સનો વિભાગ ખૂલ્લો થઇ ગયો બધાં માણસો બહાર નીકળી ગયેલાં પછી આદીવાસીઓએ સળગતાં કાકડા નાંખીને બધે આગ લગાવી દીધી.
આશ્રમનો પશ્ચિમ વિભાગ આખો આગની જવાળાઓથી ધેરાઈ ગયો અંદરનાં નશીલા પદાર્થો દવાઓ સળગી રહેલાં એની તીવ્ર વાસ આવી રહેલી ચારેબાજુ ધુમાડાનાં ગોટે ગોટાં ઉડી રહેલાં અને ડમરૂબાવો હજી પોતાના નશામાં રહેલો એને ખબર જ નહોતી એની લંકા બળી રહી છે.
સિધ્ધાર્થ અને એની સાથેનાં જવાનો આશ્રમનાં મુખ્ય હોલ તરફ ગયાં ત્યાં બાજુનાં ગેસ્ટ હાઉસમાં કોઇક અવાજ આવી રહેલાં એટલે સાવધાની પૂર્વક આગળ વધ્યાં અને ગેસ્ટહાઉસનો જે રૂમમાંથી અવાજ આવતાં હતાં ત્યાં આવીને હથિયાર સજજ કરી હાથમાં ગન, મશીનગન અને રીવોલ્વર સાથે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો.
એ રૂમનાં ડ્રગ માફીયા અને મીનીસ્ટર નશામાં હતાં એમની સાથે બે છોકરીઓ હતી આખી લંકા બળી રહી હોવા છતાં એમને કોઈ ગંધ નહોતી આવી એમની ઐયાશીમાં મશગૂલ હતાં.
હથિયારધારી પોલીસ અંદર ઘસી આવતાં જ પેલી છોકરીઓ વસ્ત્ર લઇને બહાર તરફ દોડી ગઇ એટલી ગભરાયેલી હતી કે કઇ દિશામાં જવું સમજાતું નહોતું સિધ્ધાર્થે એ લોકેને બહાર નીકળી જવા ફરમાન કર્યું.
ત્યાં માફીયાએ એની રીવોલ્વર કાઢીને સિધ્ધાર્થ તરફ ગોળીબાર કર્યો પણ નશામાં ધાર્યુ નિશાન ના લઇ શક્યો સિધ્ધાર્થે પોતાની જાત બચાવી અને સામે સીધી એનાં કપાળમાં ગોળી ચલાવી દીધી પેલો ત્યાંજ મોતને શરણ થઇ ગયો.
પેલો મીનીસ્ટર ઉભો થઇ ગયો હાથ જોડીને સિધ્ધાર્થનાં પગે પડ્યો. સિધ્ધાર્થ એનાં જવાનને કહ્યું આને ઉપાડો અહીંથી અને એનાં હાથપગ બાંધીને રૂમમાં બંધ કરીદો આપણે આગળ બીજા રૂમમાં તપાસ કરીએ.
************
દેબુ રીપ્તાને લઇને આશ્રમમાં રૂમમાં તપાસ કરતાં કરતાં આગળ વધી રહેલો અને હજી માં કે પાપા કોઇ મળી નહોતાં રહ્યાં. નુપુરને શોધી રહેલો એનો ચહેરો ચિંતા અને ભયથી બદલાઇ ગયેલો એને અમંગળ વિચારો આવી રહેલો. એણે રીપ્તાને કહ્યું "હવે આગળ બીજા રૂમમાં જોઇએ મને ખૂબ જ ચિંતા થઇ રહી છે.
રીપ્તાએ કહ્યું હવે આપણે છેક અંદર આવીગયાં છીએ એ લોકો મળી જ જશે. ત્યાં જ આગળ લોબી તરફથી અવાજ આવ્યો અને દેબુ...
વધુ આવતા અંકે - પ્રકરણ-66