The Corporate Evil - 35 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-35

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-35

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-35
શ્રોફ નીલાંગીને સારાં શબ્દોમાં પણ કરડી આંખે રીતસર ધમકાવી રહેલો એને સ્પષ્ટ કહી દીધું કે તને ખૂબજ વિશ્વાસ પાત્ર સમજી રહ્યો છું એટલેજ ખૂબ ખાનગી અને અગત્યનાં કામ તને સોપુ છું અને એવુંજ વળતર ચૂકવુ છું મે ઘણાંની કેરીયર બનાવી છે અને લાખો કમાઇ આપ્યાં છે. આમાં ચૂક ના થાય એ ખાસ જોજે નહીંતર કેરીયર બરબાદ પણ થઇ શકે છે. આ તને મારી અંગત સલાહ છે તું જે રીતે લે એ રીતે વોર્નીગ સમજ કે સલાહ તારાં માટે આખી જીંદગી પડી છે અત્યારે આ ઊંમરમાં બીજા બધામાં ફસાયા વિનાં કેરીયર પર ધ્યાન આપ. તું ખાસ અંગત છું એટલે સમજાવુ છું બાકી આપણી ઓફીસમાં ઘણી છોકરીઓ કામ કરે છે પણ તારી ભલામણ આવી હતી અને તારુ ફેમીલી બેકગ્રાઉન્ડ જાણીને તારી પસંદગી કરી છે.
શ્રોફે આગળ કહ્યું "પછી તું સમજદાર છે નાદાની ના કરીશ. હાં હવે કામની વાત મને અમોલ અને અનુપ ઇન્ડ્સ્ટ્રીઝની ફાઇલ મને આપ મારે એમાં અભ્યાસ કરીને આગળ તને કામ સોંપવાનાં છે. તું ફાઇલ આપીજા અને કિરલોસ્કરની ફાઇલ તને મોકલાવી છે એમાં આગળ કામ નીપટાવ તને બાકીનું ભાવે સમજાવી દેશે તું જઇ શકે છે.
નીલાંગીએ બધુજ સાંભળ્યા પછી કહ્યું" સર. તમે નિશ્ચિંત રહો હું કોઇને પણ કોઇ વાત શેર નહીં કહું અને ફરીથી તમને કંઇ કહેવા મોકો નહીં આખું પૂરી ખંત અને વફાદારીથી કામ કરીશ અને અત્યારથી હું કોઇ બીજા સંબંધમાં આગળ નહીં વધુ મારાં પણ ઘણાં સ્વપ્ન એ મારે પૂરા કરવાનાં છે. મારાં ઘરની જવાબદારી મારાં શીરે છે હું બધાં કામ પૂરી નિષ્ઠાથી કરીશ.
શ્રોફે ખુશ થતાં કહ્યું "ઘેટ્સ ધ સ્પીરીટ ડીયર જા નિશ્ચિંત થઇને કામ કર પણ હું તને ઘણાં મોકા આપીશ.
નીલાંગી એમની ચેમ્બરમાંથી બહાર નીકળી અને સામે ભાવે મળ્યો એણે નીલાંગી તરફ એક નજર કરીને શ્રોફની ચેમ્બરમાં પ્રવેશી ગયો.
શ્રોફે ભાવેને બેસવા કહ્યું અને સ્ક્રીનમાં જોયુ કે નીલાંગી એની સીટ પર જતી રહી છે. શ્રોફ કંઇ બોલવા જાય એ પહેલાં ભાવે એ કહ્યું "સર નીલાંગીને મળવા કોઇ આવેલું. એણે કહ્યું "મારો ફીયાન્સ છે પણ જસ્ટ નક્કી થયુ છે સગપણ નહીં.. શ્રોફે કહ્યું "મને ખબર છે મેં એને સ્ક્રીનમાં જોયો છે પણ મેં એને સમજાવી દીધી છે પાકી ભણાવી છે કોઇ વાંધો નહીં આવે પરંતુ તમે થોડું ધ્યાન રાખજો. હજી એની પાસે ઘણાં અગત્યનાં કામ કરાવવાનાં છે એમજ એને નોકરી પર નથી રાખી મેં ખૂબ વિચારીને વિશ્વાસ મૂક્યો છે. હું જ્યારે કોઇપર વિશ્વાસ મુકુ એ ખૂબ જાણીને મૂક્યો હોય. આજ સુધી હું ક્યારેય મારી ગણત્રીમાં ખોટો નથી પડ્યો એ તું જાણેજ છે એટલે નિશ્ચિંન્ત રહેજે.
ભાવેએ કહ્યું "સર હું જાણુ છું તમારી ગણત્રી ક્યારેય ખોટી ના જ પડે આતો જસ્ટ તમને જાણ કરી.
શ્રોફે કહ્યું "હું આ છોકરીનાં આખાં કુટુંબની કુંડળી જાણુ છું એનો ઇતિહાસ ભૂગોળ બધી ખબર છે પણ આ છોકરાની માહીતી નથી મળી. જે આજે જ જાણી પણ હું બધીજ તપાસ કરી લઇશ ચિંતા નથી એ લોકોને પૈસાની એટલી જરૂર છે કે... મારાં ઇશારે નાચશેજ. પણ આ સ્ક્રીન પર એનો ચહેરો આવી ગયો છે એટલે એની પણ કુંડળી હું શાંતિથી કાઢીને વાંચી લઇશ.
ભાવે આ અનુપ ઇન્ડ્સ્ટ્રીઝની ફાઇલ મારી પાસે આવી ગઇ છે એમાં આગળ શું કરવાનુ છે એનો અભ્યાસ કરી હું જણાવુ છું આપણે બધાં ડીલ સફળતા પૂર્વક પાર પાડી દીધાં છે છતાં એમાં થોડું પેમેન્ટ આપણે લેવાનુ બાકી છે એ તમે કલેક્ટ કરી લેજો.
શ્રોફે અને ભાવે હજી વાત કરે છે ત્યાં શ્રોફનાં મોબાઇલ રણક્યો એમણે હાથમાં લીધો સ્ક્રીન પર નામ જોઇને ભાવે ને બહાર જવા ઇશારો કર્યો અને કહ્યું પછી વાત કરીએ મારે એક ઇમોટરન્ટ કોલ એટેન્ડ કરવો છે.
ભાવે વાત સમજીને તરતજ બહાર નીકળી ગયો. અને શ્રોફે ફોન રીસીવ કરતાં કહ્યું "હાં સર બોલો... હાં. હાં સર ઓકે પણ કેમ ? એને શું વાંધો પડ્યો ? ઓહ હાં હાં મને પ્રોજેક્ટ ડીટેઇલ્સ મળી છે એમાં બીજી માહિતી હું એક્ઠી કરી રહ્યો છું ફાઇલ તૈયાર થાય એટલે તરતજ હું આપને જણાવું છું અને પછી તમે અભ્યાસ કરીને જણાવો એટલે આપણે આગળ કામ કરીએ.
હાં હાં ફી ની ચિંતાજ ક્યાં છે ? તમારી સાથે ક્યાં પહેલી વાર કામ કરુ છું એ તો બધું નક્કી કરી લઇશું. તમે મને મેઇલથી વિગત મોકલાવો હું જોઇ લઊં છું કહી ફોન મૂક્યો.
શ્રોફે ફોન મૂક્યો અને વિચારમાં પડી ગયો. એનાં હોઠ પર મેલું સ્મિત આવી ગયું. અને મનમાં કંઇક નક્કી કરીને એણે ફોન લગાવ્યો અને વાત ચાલુ કરી...
**********
નીલાંગ લગભગ કલાક દોઢ કલાક પછી નીલાંગીની ઓફીસે આવ્યો ત્યારે નીલાંગી ઓફીસ કોમ્પલેક્ષતી દૂર નીલાંગની રાહ જોઇ રહેલી.. નીલાંગે એને જોઇ એની પાસે બાઇક લઇને પહોંચી ગયો. નીલાંગી બાઇક પાછળ બેસી ગઇ અને બોલી "હમણાં અહીં કોઇ વાત નથી કરવી... બાબુલનાથ મંદીર લે ત્યાં વાત કરીશું બાબા પાસે જવુ છે. દર્શન કરીને પછીજ વાત કરીશું.
નીલાંગે બીજી ચર્ચા કર્યા વિનાં બાબુલનાથ મંદીર જવા બાઇક મારી મૂકી. બાબુલનાથ પહોચીને એણે બાઇક પાર્ક કરી. બંન્ને જણાં મંદિરમાં ગયાં. ત્યાં નીલાંગી આંખો મીચીને બાબા સાથે જાણે કોઇ વાત કરી રહી હતી એનાં હોઠ ફફડતાં હતાં નીલાંગે માર્ક કર્યું પછી નીલાંગે એનો હાથ નીલાંગીનાં હાથમાં પરોવી નમસ્કાર મુદ્રા કરી.
બંન્ને જણાં બહાર નીકળ્યાં અને મંદિરનાં બહારનાં ઓટલાં જેવી પાળી પર બેઠાં. નીલાંગે કહ્યું "બાબા સાથે શું વાત કરી ? નીલાંગીએ હસતાં હસતાં કહ્યું "એ તો મારી અને બાબાની વાત હતી તારી નહીં એમ કહી અર્ધસત્ય બોલી.
નીલાંગે કહ્યું "ઓકે.. પણ તારી ઓફીસમાં તો તારાં તેવર જુદાજ હતાં. કેમ આવી રીતે વાત કરતી હતી ? શેનો ડર છે તને ?
નીલાંગીએ કહ્યું "ડર શું એમાં ? તને ધ્યાન એવું જોઇએ કે હું ત્યાં નોકરી કરુ છું ત્યાં બધાની નજર અને કેમેરાની નજરથી આપણને કોઇ જોતું હોય સમજતું હોય તું મારી કેરીયર શરૂ થતાંજ પુરી કરી નાંખીશ.
નીલાંગે કહ્યું "કેમ કોની નજર ? કેમેરા ? ઓહ ઓકે સીસીટીવી બધે હશે એ હું ભૂલ્યો કેમ કોણે શું પૂછ્યું મારાં માટે ? તે શું જવાબ આપ્યાં ?
નીલાંગીએ કહ્યું "તેં સમજાવેલુ એવુંજ બોલાઇ ગયુ કે મારો ફીયાન્સ હતો અને બધાંને આશ્ચર્ય થયું કે હજી કેરીયર બની નથી અને સગપણ ?
નીલાંગે કહ્યું "આ તારી પર્સનલ મેટર છે કોઇને શું લેવા દેવા ? એમને એમનાં કામથી મતલબ છે એ પણ એમનાં ઓફીસ અવર્સ પુરતુંજ પછી કોઇ લેવા દેવા ના હોવા જોઇએ.
નીલાંગી કહે "તારી વાત સાચી છે પણ તારે ઓફીસ નહોતું આવવાનું.. મારે ફાલતુમાં બધાને જવાબ આપવા પડે સાચાં ખોટાં. એવું આપણે શું કામ કરવું જોઇએ ? કોઇને આપણો કોઇ પોઇન્ટ આપવાની શું જરૂર ?
નીલાંગે કહ્યું "ઠીક છે લાંબા લેક્ચર ના આપ માસ્તરની જેમાં પણ મેં પૂછેલું એનો જવાબ હવે તો આપ કે તું કંઇ ડીલમાં, ક્યાં, કોની સાથે ગઇ હતી ? જેનાં તને આટલા પૈસા મળ્યાં. મારે જાણવું જરૂરી છે મને પ્રશ્ન થયાં કરે છે મનમાં.
નીલાંગીએ ચાલાકીથી ઉત્તર આપતાં કહ્યું "નીલુ તું પણ કેવાં પ્રશ્નો કરે છે ? કંઇક એથીક્સ જેવું હોય કે નહીં ? હું ત્યાં નોકરી કરુ છું એ લોકો CA છે એમનાં બધાં ડીલ હોય મારે શું પંચાત ? હું ચીઠ્ઠીની ચાકર કહે એ કામ પુરુ કરવાની ફરજ છે. હું કોઇની ઓફીસમાં ગઇ હતી અને મને જે પેપર્સ આપવાનાં હતાં એ આપી આવી. મારું કામ પુરુ કર્યું બસ. નીલાંગી હળાહળ જુઠ્ઠુ બોલી રહી હતી.
નીલાંગે કહ્યું "ઓફીસમાં પેપર્સ આપવા ગઇ હતી ? અને એનાં પેટે તને 50K વળતર આપ્યુ ? શું તું મને ઉલ્લુ બનાવે છે ? સાચુ નથી બોલતી તું એ તારો ચહેરો ચાડી ખાય છે.
નીલાંગીએ કહ્યું "જે થયેલું મેં કરેલું એજ કહું છું એ ડીલમાં એમનો ખૂબ ફાયદો થયેલો એટલે ઇનામ મળ્યુ કેમ બધામાં શંકા કરે છે ? તું રીપોર્ટર છે કે જાસુસ ?
નીલાંગીએ આગળ કહ્યું "તું તારાં કામ-ઓફીસને તારાં બોસને વફાદાર છે ને ? એમ મારે વફાદાર નથી રહેવાનું ? મારી પ્રગતિમાં સાથે આમ રોડા ના નાંખ પ્લીઝ. મને સમજ હું મારું ખૂબજ ધ્યાન રાખી રહુ છું શ્રોફ સર બાપ જેવાં છે મને વિશ્વાસુ ગણીને એમનાં અંગત કામ સોંપે છે અને કામમાં જોખમ હોય તો એની જવાબદારી રાખે એવાં છે અને પુરુંતુ વળતર આપે છે. હજી મારે કેરીયર બનાવવાની છે મારાં આઇ બાબાને સુખ આપવું છે ઘર આપવું છે ખૂબજ દુઃખ જોયું છે સખુ છે હવે સુખ જોવા દે અને તું....
વધુ આવતા અંકે --- પ્રકરણ-36