The Corporate Evil - 34 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-34

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-34

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-34
નીલાંગ કાંબલે સર સાથે વાત કરી એમણે આપેલી ગન મેગેઝીન ખીસામાં સાવચેતીથી મૂકી દીધી એનાં ખીસામાં જાણે ભાર વર્તાતો હતો. એણે કીધુ પણ ખરુ કે હવે આ રાખવાની પણ નોબત આવી ગઇ. એ સાંભળીને કાંબલે સરે કહ્યું "નીલાંગ આમાં કંઇ ખોટું નથી આપણી સુરક્ષા માટે આપણે સજજ રહેવુ જ જોઇએ હું તારા માટે લાયસન્સ અને ગનની પણ વ્યવસ્થા કરાવી દઇશ. આ મુંબઇ શહેર છે અહીં મુખવટા વધારે છે માણસ ઓછાં. કોણ ક્યારે શું સ્માર્ટનેસ બતાવે ખબર ના પડે. તને અનુભવ હશે જ જેટલી આ નગરી માયાવી છે એટલી જ કૃર છે. અહીં કોઇ કોઇનું નથી બધાં માત્ર સ્વાર્થ સાથે જ જીવે છે અહીં કોઇ લાગણી બતાવે તો એમાંય ગણત્રી હોય છે. ખૂબ ઓછાં માણસો આપણને "અસલ" જોવા મળે. બાકી મ્હોરા ચહેરા પર હોયજ.
નીલાંગે કહ્યું "સાચી વાત છે સર આપની અક્ષરે અક્ષર સાચુ કીધું આપણે બહારનાની ક્યાં વાત કરવી આપણાંજ આપણને ક્યારેક મ્હોરા પહેરેલાં જણાય છે અને આપણી લાગણીઓ છેદાય છે અને ખૂબ સંતાપ થાય છે સાચું કોણ એ શોધવું પણ અઘરુ પડે છે એને નીલાંગીનાં શબ્દો યાદ આવી ગયાં.
નીલાંગે કહ્યું "સર પૈસો ખૂબ જ મહત્વનો છે આ શહેરમાં પૈસા વિનાનો માણસ ફકીર છે અને ફેઇલર છે પાંગળો છે. મને જે અનુભવ છે એ મેં નાનપણથી પચાવ્યો છે. અહીં લાગણીઓ પૈસાથી તોલાય છે બાકી સાચી લાગણીનું જ્ઞાન માત્ર પુસ્તકોમાં પડી રહ્યું છે સડે છે. પણ જીવવું હોય તો લાગણી નહીં પ્રેક્ટીકલ થઇને જીવવું પડે છે ક્યારે લાગણી છેદાશે નક્કી નથી હોતું
કાંબલે સર નીલાંગની સામે જોઇ રહ્યાં. નીલાંગનો ચહેરો થોડો દુઃખી જોયો અને આંખો નમ...
કાંબલે સરે કહ્યું "લાગણી પરોવાય પણ એની સાથે બધી જીવી નથી શકાતું તમને નબળા માની લે છે લોકો એને એની શરુઆત તમે "પોતાના" સમજો એનાથીજ અનુભવ થાય છે. એની કે આપણે ફરી ક્યારેક આનાં વિશે વાત કરીશુ તું ફતેહ કર અને ટેઇક કેર.
નીલાંગે થેંક્યુ કીધુ અને ચેમ્બરની બહાર નીકળી ગયો. બહાર નીકળીને પહેલોજ નીલાંગીને ફોન કર્યો અને કીધું...
નીલાંગીને કહ્યું "તું છુંટીને મળે એ પહેલાંજ હું તારી ઓફીસે તને મળવા આવું છું રાહ જોજે નીલાંગીને આશ્ચર્ય થયું કેમ મારી ઓફીસે ? શું થયું ? નીલાંગે કહ્યું "અરે એમાં આમ ગભરાય છે કેમ ? આવીને વાત કરુ છું એમ કહી આગળ સાંભળ્યા વિનાજ ફોન મૂકી દીધો.
****************
નીલાંગ નીલાંગીની ઓફીસ પહોચી ગયો. પહોચીને એણે રીસેપ્શનમાં કહ્યું "હું નીલાંગ મ્હાત્રે મારે નીલાંગીને મળવું છે. રીસેપ્શનમાં થોડીવાર નીલાંગ સામે જોઇ રહી. અને બોલી તમે બેસો હું જાણ કરુ છું એમ કહીને એણે ઇન્ટરકોમથી નીલાંગીને સમાચાર આપ્યાં તમને કોઇ મળવા આવ્યુ છે.
થોડીવાર પછી નીલાંગી બહાર આવી અને વેઇટીંગમાં નીલાંગને જોઇને બોલી.. "નીલુ તું ? આટલો જલ્દી આવી ગયો ? પછી રિસેપનિસ્ટની હાજરીનું ધ્યાન રાખી બોલી "ચાલ બહાર જઇને વાત કરીએ નીલાંગે કહ્યું "ચાલ... અને બન્ને બહાર આવ્યાં.
નીલાંગીએ આશ્ચર્ય સાથે કહ્યું "નીલાંગ શું વાત છે ? કેમ એકદમ ઓફીસે આવવાનુ થયું ? બધું બરાબર છે ને ? હજી છૂટવાની કલાકની વાર છે અને હમણાં શ્રોફ સર સાથે મારે મીટીંગ છે જલ્દી બોલ શું વાત છે ?
નીલાંગે કહ્યું "નીલો ગઇકાલથી હું ટેન્શનમાં છું સાચું કહુ તું કઇ ડીલમાં ગઇ હતી ? મારે સાચુ કારણ અને કોની પાસે ગઇ હતી એ જાણવું છે. મને ઘણી બધી માહીતી મળી છે. નીલાંગીએ આસપાસ જોઇને કહ્યું નીલુ ઘૂટ્યા પછી બધી વાત કરીશું આ પ્રશ્ન આ જગ્યાએ કેમ કરે ? મારી નોકરી છોડાવવી છે તારે ? મેં તને કાલેજ કીધું હતું કે હું મારી કાળજી લઇશ. ચિંતા ના કર.. તું હમણાં જા પ્લીઝ છૂટીને મળીએ છીએ.
નીલાંગને સંતોષ ના થયો એણે કહ્યું "નીલો તું કેમ આટલી ગભરાય છે ? આ તારો ડરજ મને શંકા કરાવી રહ્યો છે.. પણ ઠીક છે હું ક્યાંક આંટો મારીને આવુ છું પછી એકદમજ બોલ્યો. તારાં શ્રોફ સરને હું મળી ના શકું ?
નીલાંગીએ કહ્યું "તારે શું કામ છે મળીને ? અને ક્યાં કારણે મળવું છે ? તારી જાસુસી કાબુમાં રાખ પ્લીઝ તું મને મદદ ના કરી શકે તો કંઇ નહીં પણ મારી કેરીયર ના બગાડ.
નીલાંગે કહ્યું "તું આ શું બોલે છે ? તારી કેરીયર બગાડુ છું કે તને બચાવું છું ? તારી ઇચ્છા ના હોય તો નથી મળતો પણ હું મળીને એમજ ઓળખાણ કરવા માંગુ છું તારો હું ફીયાન્સ છું એમ તું ઓળખ ના આપી શકે ? કંઇ નહીં ફરી કોઇવાર ચાલ હમણાં હું જાઉં છું પછી વાત એમ કહી નીલાંગી શું બોલે છે એ સાંભળ્યા વિના ત્યાંથી નીકળી ગયો એ થોડો હર્ટ થયો હોય એવુ નીલાંગીને લાગ્યું પણ કંઇ બોલી નહીં. એ જતાં નીલાંગને જોઇ રહી અને અંદર ઓફીસમાં આવી ગઇ.
જેવી એનાં ટેબલ પર પહોંચી અને ભાવેની નજર નીલાંગીની ઉપર જ હતી એણે પ્રશ્ન કર્યો "નીલાંગી કોઇ મળવા આવેલું તને ? અંદર બોલાવવા હતા ને તારીજ ઓફીસ છે ને ?
નીલાંગીએ કહ્યું "ના ના એતો મારાં... થોડીવાર ચૂપ રહીને બોલી.. મારાં ફીયાન્સ હતાં.. બીજું કંઇ કામ નહોતું એમાંથી નીલાંગનાં શબ્દો જ બોલાઇ ગયાં.
ભાવેએ હસતાં હસતાં કહ્યું "ઓહો ક્યારે સગાઇ થઇ ? તેં તો કંઇ જણાવ્યુંજ નહીં અને મોં પણ મીઠું ના કરાવ્યું નીલાંગીએ શરમાતાં કહ્યું "સગાઇ નથી થઇ ભાવે સર જસ્ટ નક્કી થયુ છે.. સગાઇ થઇ હોય તો જણાવુ તમને એમ કહી જલ્દી વાત સમેટીને એનાં ટેબલ પર કામ કરવા માંડી.. ભાવે એની તરફ તીરછી નજરે શંકાથી જોવા લાગ્યો.
થોડીવાર થઇને શ્રોફ સરનો સંદેશ આવ્યો અને નીલાંગીને એમની ચેમ્બરમાં બોલાવી.
નીલાંગી થોડાં સંકોચ અને અગમ્ય ભય સાથે અંદર ગઇ અને શ્રોફ સરે હસ્તાં હસ્તાં કહ્યું" કેમ નીલાંગી શું થયુ ? તને મળવા કોઇ યુવાન આવેલો ? મેં સીસીટીવીમાં એ દેખાયો હતો મેં સ્ક્રીન પર જોયો એને કોણ હતું ?
નીલાંગીને પછી ખબર પડી સર પાસે તો બધીજ જગ્યા નાં દશ્યો એમનાં લેપટોપ પર આવે છે એટલે એણે કહ્યું "સર મારો ફીયાન્સ આઇ મીન.. જેની સાથે મારુ નક્કી થવાનુ છે એ આવેલો.. બીજું કોઇ નહોતું.
શ્રોફ સરે હસતાં હસતાં કહ્યું "ઓહો ઓકે ઓકે ડીયર કોન્ગ્રેચ્યુલેશન પછી એમનો ચહેરો સખ્ત થઇ ગયો હાવભાવ બદલાઇ ગયાં.
નીલાંગીએ બદલાતાં હાવભાવ જોયાં એને ડર લાગી ગયો. એટલે એ બોલી "સોરી સર પણ અગત્યનો મેસેજ આપવા આવેલાં. ઉતાવળમાં આવેલાં નહીતર મુલાકાત કરાવત. પછી શ્રોફે નિશાન બદલ્યું અને બોલ્યાં "ઠીક છે પણ ઓફીસ અવર્સમાં એલાઉ નથી તને જાણ હોવી જોઇએ.
નીલાંગીએ ફરીથી સોરી કહ્યું શ્રોફે કહ્યું હું તારી કેરીયર બનાવવા પ્રયાસ કરી રહ્યો છું અને તું અત્યારથી ? ક્યારે છે સગાઇ ? હમણાં બીજી કોઇ ઉતાવળ ના કરીશ નહીંતર તારી પ્રગતિ અહીંજ અટકી જશે.
નીલાંગીએ કહ્યું "ના ના સર એવું કોઇ પ્લાનીંગ નથી જસ્ટ નક્કી થયુ છે એવી બધી તો બહુ વાર છે મારે કેરીયર બનાવવાની છે હું કોઇ ઉતાવળ નથી કરવાની અને સગાઇ- લગ્ન બધી વરસોની વાર છે.
શ્રોફે થોડી હાંશ અનુભવતા કહ્યું "ઓકે ઠીક છે તું તારાં કામમાં ધ્યાન આપજે અને બાય ધ વે જે મંગેતર બનાવવાનો છે એ શું કામ કરે છે ? ક્યાં નોકરી છે ?
હવે નીલાંગીને ફડક પેઠી એને થયું શું જવાબ આપું ? એણે ગભરાટમાં કીધુ "સર કંઇ નથી કરતો એ જોબની શોધમાં છે હજી એ સેટલજ નથી.. અને અત્યારથી બીજી કોઇ સંબંધની કે સંબંધમાં જોડાવાની અમારી સ્થિતિ કે હેસીયત જ નથી... જસ્ટ વી આર લાઇક ફ્રેન્ડ્સ.
શ્રોફે કહ્યું "ઠીક છે શું ભણેલો છે ? નીલાંગીએ કહ્યું ગ્રેજ્યુએટ છે અને ડિસ્ટીંકશનમાં પાસ કર્યુ છે.. પણ હવે એ અહીં નહીં આવે એણે બાંહેધરી જ આપી દીધી.
શ્રોફે કહ્યું "એ બધુ ઠીક છે પણ તું કેરીયરમાં ધ્યાન આપજે.. તે જ કહી દીધુ કે એ ઐયાશી" અમનેજ પોષાય એવી નથી તું એટલી સમજદાર છે સાચુ છે અને છોકરો બરાબર સેંટલ ના થાય ત્યાં સુધી કોઇ ઉતાવળ નહીં કરવાની.. નસીબમાં તારાં રાજ કરવાનું લખ્યુ છે આમ જેવા તેવા સાથે સંબંધ નહીં રાખવાના અને બીજી ખાસ સૂચના અને સલાહ આપી દઊં. "આપણાં કામ, ડીલ કે કોઇ વિશે તારે કોઇનેજ નહીં કહેવાનું એ ખૂબ જ ગુપ્ત હોય છે.મેં વિશ્વાસ કર્યો છે એ તોડતી નહીં નહીંતર બધુજ...
વધુ આવતા અંકે --- પ્રકરણ-35