ભાગ ..13
આપણે આગળ જોયું એ મુજબ સીમા અને રાજની નિકટતા વધતી જાય છે અને સીમાએ કરેલો બદલાવ એની જીંદગીને નવા મોડ પર લઈ જઈ રહ્યો હતો. હવે આગળ.....
રાજ તો આ બધું જોઈ અચંબીત થઈ ગયો. એ સીમાની સામે એકીટશે જોઈ રહ્યો. સીમાનુ આવુ નિરાળું સ્વરૂપ એને કયારેય નહોતું જોયું. એની ખુશી એના ચહેરા ઉપર નીખરતી સીમા જોઈ રહી હતી.
"વાઉં ! સીમા હુ સપનું તો નથી જોતો ને ! કે હું કોઈ બીજાના ઘરમાં તો નથી આવી ગયો ને ?"
" ના રાજ, તમે મારા અને તમારા બનાવેલા અને પ્રેમથી સજાવેલા આપણાં ઘરમાં છો ! "
સીમાના શબ્દો સાંભળી રાજને પોતે કરી રહેલા સીમા સાથેના અન્યાયથી પોતાની નજરમાં નીચાપણું મહેસુસ થયું.
એ સીમા સાથે નજર નહોતો મેળવી શકતો.રાજ ઓફીસ બેગ મુકી છોકરાઓના રુમ તરફ ગયો. અને જોયું કે એ સુઈ ગયા હતા.એણે અંદર જઈને બંને બાળકોને માથે હાથ ફેરવી કપાળ ચુમ્યા. જાણે ઘણાં સમયે એને બાળકો પોતાના છે અને પોતે એમને બહું પ્રેમ કરે છે એ યાદ આવી રહ્યુ હતું. એ સીમા અને મોના બંનેને મનોમન સરખાવા લાગ્યો.
રાજને પોતાની ભુલનો એહસાસ થવા લાગ્યો. પરંતુ, હવે મોનાને કેમ સમજાવવી? એ સવાલ રાજના મનમાં ઘુંટાતો હતો. પોતે વિવાહીત હોવા છતા મોના સાથે સંબંધ રાખ્યો એટલે વધારે ગુનેગાર તો એ જ હતો.બંનેએ પોતપોતાના મનોમંથન સાથે જમવાનું પતાવ્યું. રાજે આજ સીમાની રસોઈના ભરપેટ વખાણ કર્યાં. સીમાની ખુશીનો પાર નહોતો. પરંતુ, રાજ હજુ સીમાની નજીક આવતાં ખચકાતો હતો. એ ખચકાટનુ કારણ સીમા જાણી નહોતી શકતી. પરંતુ, મન મનાવી લીધું હતું કે હવે રાજ ધીરે ધીરે પોતાનાં તરફ ખેંચાઈ રહ્યો છે. રાજમાં પણ બદલાવ રહ્યો છે. હવે સીમાને મનમા ઘણી શાંતી થઈ ગઈ હતી. એ દિવસ હવે જલ્દી આવશે કે રાજ પહેલાની જેમ સંપુર્ણ એનો જ હશે. સીમા બેડ રૂમમાં સુવા ગઈ. રાજ લેપટોપ લઈ બાલ્કનીમાં બેઠો.એણે મેસેજમાં કોઈ સાથે કંઈક વાત કરી એ સીમા સમજી જ ગઈ હતી.
થોડીવાર પછી રાજ પણ સુવા આવ્યો સીમાએ ઊંઘી જવાનું નાટક કર્યું. એણે મેહસુસ કર્યું કે રાજે સુતેલી સીમાની વાળની લટ ધીરેથી સીમાના કાન પાછળ અટકાવી.સીમાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી આવું કયારેય રાજે નોટીસ નહોતું કર્યું. થોડી વારમાં રાજ પડખું ફરી મોના અને સીમાની કશ્મકશમાં ખોવાઈ ગયો. સીમા પણ રાજ બાજુ ફરી એના માથે વાળમાં હાથ ફેરવતી રહી. ઊંઘ બેમાંથી કોઈને નહોતી આવતી પરંતુ, બંને ઊંઘવાનું નાટક કરતાં રહ્યા.
બીજે દિવસે પાયલના કહ્યા મુજબ સીમા અને પાયલ બંને પોલીસ સ્ટેશન ગયા. ઈન્સ્પેક્ટરને બધી જ વિગત સમજાવી.
" થેન્ક યુ ! મીસ.પાયલ, અમને દેવેશની ઘણા સમયથી તલાશ હતી." પી.આઈ. બોલ્યા.
"પરંતુ સર ,! આમા ક્યાંય અમારા બંનેનુ નામ ના આવે." પાયલે ડર સાથે કહ્યું.
"તમે ચિંતા નહી કરો, ક્યાંય તમારું નામ નહીં આવે."પોલીસ સાથે આવી વાત કરી, ત્યાંથી પાયલ અને સીમા હોટલ કુમારમાં ગયા.
સીમા માથે દુપટો ઓઢી વેઈટીંગ એરીયામાં આવેલાં રેસ્ટોરાંમા બેઠી અને પાયલ દેવેશને મળવાં રુમમા ગઈ.
સીમાએ બહારથી પોલીસને મેસેજ કરી બોલાવી લીધા. અને હોટલ ઉપર દરોડો પાડતાં દેવેશ પકડાઈ ગયો.પોલીસ એને જેલમાં લઈ ગઈ. દેવેશ પાયલની ચાલાકી ન સમજી શક્યો. સીમા રેસ્ટોરાંમાં બેઠી બેઠી પાયલની વાટ જોતી હતી.
સીમા જે જગ્યાએ બેઠી હતી. એની પાછળના ભાગના ટેબલની નજીક ચીપકીને એક કપલ બેઠું હતું. એ થોડી રકઝક કરી રહ્યું હતું. એ માણસ એની પ્રેયસીને કહી રહ્યો હતો કે....
" પ્લીઝ ! મને માફ કરી દે. મારી વ્હાલી, હું તારો અને મારી પત્નીનો બન્નેનો ગુનેગાર છું."
"માફી માય ફુટ ! બધા સરખા જ છો હવસના પુજારી મારી પાસે આવ્યો ત્યારે આ બધું યાદ ન હતું તને ?"
"હા, મારી ભુલ છે ! પરંતુ જાગ્યા ત્યારથી સવાર સમજીને આપણે આપણા સંબંધને અહીં જ રોકી દેવા જોઈએ."
"હું એક સ્ત્રી છું અને એક સ્ત્રીનું ઘર બરબાદ નહીં કરું, પરંતુ તે કરેલી ભુલની માફી પણ નહી જ આપું," એ સ્ત્રી બહુ જ ગુસ્સામાં હતી.
"તું જે સજા આપીશ એ ભોગવી લઈશ. પરંતુ, આપણે એક માસુમ અને નિર્દોષ સ્ત્રી માટે અલગ જ થવું પડશે મારા બે માસુમ બાળકો માટે પણ અલગ થવું પડશે." આખી રાત મેં વિચાર્યું છે આ વાત વિશે.
પેલી સ્ત્રી જાણે એની ઔકાત ઉપર આવી ગઈ હતી.એ બોલી.. "ઠીક છે જો મારાથી દુર જવું હોય તો પચાસ લાખ મને આપવા પડશે, નહીં તો પોલીસમાં બળાત્કારના કેસમાં અંદર કરાવી દઈશ."
" હેં બળાત્કાર ! પરંતુ, જે કર્યુ બંનેની મરજી હતી પછી આવો જુઠો આરોપ શીદને ! "
સીમા આ બધું સાંભળી રહી હતી. એ બંનેમાંથી એ પુરૂષનો અવાજ એ ઓળખી ગઈ હતી. એ એનો પતિ રાજ હતો.એ આખી પરિસ્થિતી સમજી ગઈ હતી....
હવે આગળ શું થશે ?? સીમા શું રાજને છોડી દેશે. પેલી સ્ત્રી
રાજને પણ દેવેશની જેમ જેલમાં મોકલશે. પાયલ દેવેશને ભૂલી શકશે..જાણવા માટે રાહ જોવી જ પડશે..
------------ (ક્રમશઃ) ------------
લેખક :- Doli modi✍️
Shital malani ✍️