બાની- એક શૂટર
ભાગ : ૪૫
કેદારની વાત સાંભળી ટિપેન્દ્ર સમજી ગયો હોય તેમ ચૂપ રહ્યો. પરંતુ પિસ્તોલ જોઈને એની આંખમાં ચમક આવી. એને પિસ્તોલ પોતાની પાસે જ રાખી. અને ચાલતી ચર્ચાને બાનીના મૂડના હિસાબના કારણે ત્યાં જ બંધ કરતાં કહ્યું, " કેદાર તું આરામ કર. હું બાનીને પણ કહું છું આરામ કરવા માટે."
કેદાર સૂવા માટે શંભુકાકાના કમરામાં ગયો.
"બાની...!!" ટિપેન્દ્રએ શૂન્યમસ્ક નજરે બારીની બહાર નિહાળતી બાનીના શાંતિમાં ભંગ કરતાં અવાજ આપ્યો.
પરંતુ બાનીએ એ સાંભળ્યું જ નહીં. ટિપેન્દ્રએ બાનીના ખબા પર હાથ મૂક્યો. અનાયસે જ બાનીને ટીપી તરફ જોવાઈ ગયું.
"સવાર બહુ જલ્દી થઈ જશે. આરામ જરૂરી છે." ટિપેન્દ્ર એટલું કહીને જવા જ લાગ્યો. ત્યાં જ બાનીએ મોઢામાંથી શબ્દ કાઢ્યો, " ટીપી...!!"
"સોલ્યુશન ના હશે તો પણ હું કાઢીશ." સાંત્વના આપતો ટિપેન્દ્ર ત્યાંથી જતો રહ્યો.
બાની ફરી શૂન્યમસ્ક નજરે એક જ ક્ષિતિજમાં નિહાળવા લાગી. ખૂબ સમય પસાર થયાનું બાનીને ભાન થતાં જ બાની માટે ઠરેલ બીજા કમરામાં સૂવા માટે જતી રહી.
****
બાની કેદાર બીજા દિવસે જ બપોરે નીકળી પોતાના નિવસ્થાને પહોંચી ગયા.
થતાં બે દિવસ બાદ શંભુકાકાને બસ્તીમાં પહોંચાડી દેવામાં આવ્યા.
****
મીનીને મળવાના માટે અનેકો વાર અમન સાથે બાનીએ મુલાકાત ગોઠવવી પડી હતી. એ અમનના બંગલે અવારનવાર પહોંચી જતી હતી. બાની મીની સાથે એવા બહાના ગોતી જ લેતી જેથી મીની સાથે ઝડપથી ફ્રેન્ડશીપ થઈ શકે. અને થયું પણ એવું જ આખરે એક દિવસ બાની ઉર્ફ મિસ પાહીએ અમનને કહી જ દીધું, " અમન...!! મીની મારી જબરી ચાહક છે. એની સાથે થોડો સમય તો વિતાવી જ શકાય ને..!! એને હું મારા બંગલે ઈનવાઈટ કરું છું ડીનર માટે...!!"
"ઓહહ... કેમ નહીં મિસ પાહી..!! તારા મનગમતા ચાહક વર્ગ સાથે તો તને ટાઈમ સ્પેન્ડ કરવો જ રહ્યો. મીની ને હું મોકલી દઈશ." અમને કહ્યું હતું.
****
મીની સાથે ડિનર પતાવ્યા બાદ બાની સીધી જ મૂળ વાત પર જ આવી. બાનીએ મીની સાથે વિડિઓ રેકોર્ડિંગ થાય એની પુરી વ્યવસ્થા છુપા કેમેરાથી કરી હતી. બધું પ્લાનિંગ પ્રમાણે કામ કરાતું હતું.
"મીની...!! એ ફર્સ્ટ ડે ઓટોગ્રાફ વખતે તે જ લખ્યું હતું એ નાની ડાયરીમાં- દૂર રહેજો....બરબાદ થઈ જશો....બોલો??" બાની ઉર્ફ મિસ પાહીએ પૂછ્યું.
"હા...!!" મીનીએ ટૂંકો જવાબ આપ્યો.
"કારણ...??" બાનીએ પૂછ્યું.
"કારણ નહીં કાંડ...!!" ફરી મીનીએ ટૂંકો જવાબ આપ્યો.
ટૂંકા જવાબથી બાની અકળાઈ ઉઠી.
"તમારે મને બધું જ જણાવવું પડશે મીની. હું ટૂંકા જવાબ માટે ડિનરનું આયોજન નથી કર્યું. તારી વાત જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી હું અમન પાસે મોકલવાની પણ નથી." બાનીએ મીનીના હાવભાવ જાણવાનો પ્રયત્ન કર્યો.
"હું ઓટોગ્રાફના બહાના હેઠળ તમને બધાને જ ડાયરી કે પછી કોઈ બીજા કારણસર આઘા કરું છું તો ટૂંકો જવાબ માટે તો નહીં જ ને...!!" મીનીએ કહ્યું.
"ઓહ તમે સમય નષ્ટ ના કરો. મુદ્દા પર આવો." બાનીએ કહ્યું.
એક સમય એવો જ હતો જ્યારે જાસ્મિન સાથેની મીનીની મુલાકાત થઈ હતી ત્યારે મીની સાથેની વાતચીત દરમિયાન જાસ્મિને પણ આવી જ અકળામણ અનુભવી હતી. જે આજે બાની અનુભવી રહી હતી.
અચાનક બાનીને એ પળ યાદ આવી ગઈ. એ ઝડપથી વિચારવા લાગી. જે બાનીએ જાસ્મિનના ડાયરીમાં વાંચી હતી કે મીની મુખ્ય મુદ્દા પર ઝડપથી આવતી ન હતી.
બાનીએ પોતાનો સમય વેસ્ટ કરવા વગર જાસ્મિનનો ઝડપથી ફોટો મોબાઈલમાં દેખાડ્યો. પછી એ મીની તરફ જોવા લાગી. પરંતુ મીનીના ચહેરા તરફ કશો પણ ફરક નજર આવતો ન હતો.
"આ મશહૂર મોડેલ જાસ્મિન.....!! પાંચ વર્ષ પહેલાં અમન સાથે આ મોડેલનું નામ ચગ્યું હતું." બાની ઉર્ફ મિસ પાહીએ કહ્યું.
"હા જાણું છું. એનું પણ કમૌત થયું હતું અને તારું પણ થશે. પણ તમે છોકરીઓ અમનના પ્રેમ જાળમાં ફસાવા માટે સામે ચાલીને આવો છો. પાછી આટલી ચેતાવની આપ્યાં બાદ ક્યાં માનો જ છો...!!" મીની નામની ડોસી થતી ઓરતે કહ્યું અને બાની ફફડી ઉઠી.
"મારું પણ થશે!!" મિસ પાહીએ આશ્ચર્ય સાથે કહ્યું.
"અમન સાથે જે પણ છોકરી ઈશ્ક લડાવી લગ્ન ઈચ્છે એનું મૌત નિશ્ચિત....!!" એટલું કહી મીની અટકી.
મીની બોલતી અટકતી ત્યાં જ બાની અકળાઈ ઉઠતી. કેમ કે બાનીની જિજ્ઞાસા તેમ જ માહિતી મેળવવાની અજબ ચાહના એ રોકી શકતી ન હતી.
"મીની....!! તમે માહિતી આપવા જ માંગતા હો તો સમજાય એવું ઊંડાણમાં તો કહી શકો ને??" મિસ પાહીએ ધીરજથી સંભાળીને કહ્યું.
"સમજાય એવું??" કહીને મીની થોડું અટહાસ્ય હસી. પછી ગંભીરતાથી કહ્યું, "તમે છોકરીઓ સમજવા ન તો નથી માંગતી ને...!!"
મિસ પાહી ઉર્ફ બાની પોતાની ધીરજ ખોઈ રહી હતી. મહામહેનેતે બાની થોડી મિનીટો માટે ચૂપ રહી પરંતુ મીનીએ પણ તેવી જ શાંતતા કેળવી. બાનીને સમજ પડતી ન હતી કે સચ્ચાઈ મીની પાસેથી કેવી રીતે કઢાવી શકાય..!!
"કશી દ્વિધામાં છો?? તમે સચ્ચાઈ જણાવા માટે પાછળ કેમ ધકેલાઈ રહ્યાં છો??" બાનીએ આખરે સવાલ કર્યો.
"સચ્ચાઈ જાણીને પણ તમે ક્યાં આગળ વધો છો?" મીનીએ કહ્યું.
"મીની...!! તમે સીધી રીતે કશું પણ કહેવા માંગતા નથી." બાનીએ કહ્યું.
"તમે લોકો પણ ક્યાં કશું અમલ કરો છો!! સચ્ચાઈ જાણ્યા બાદ પણ તો આખરે મૌત સુધી જ પહોંચો છો." મીનીએ કહ્યું.
"મીની...!! મારી વિનંતી છે. મને વિગતવારમાં જણાવશો. તમે ગુંચવો છો મને." બાની ઉર્ફ મિસ પાહીએ કહ્યું.
મીની પંદરેક મિનિટ સુધી તો ચૂપ જ રહી. આખરે એ નિસાસો નાંખતા કહેવા લાગી, " અમન.....!! તને ફસાવી નાંખશે. મારી નાંખશે."
બાનીનું દિમાગ ફાટી રહ્યું હતું. મીની પાસેથી એક જ વાત સાંભળી સાંભળીને.
"મીની, તમે મારી ચિંતા ના કરો. હું પહોંચી વળીશ." કહીને મિસ પાહી ઉર્ફ બાનીએ ટેબલ પર રાખેલા મોટા સાઈઝના બે ફોટા કાઢ્યા. એમાંથી એક ફોટો દેખાડતા કહ્યું, " આ જુઓ....મને આ છોકરી વિશે જાણવું છે. આના આત્મહત્યા પાછળનું કારણ જાણવું છે." એટલું કહીને બાનીએ એ ફોટો મીનીના હાથમાં સોંપ્યો. જેથી એ બરાબર રીતે યાદ કરે. અને સચ્ચાઈથી વાકેફ કરી શકે.
બાનીએ મીનીના ચહેરા તરફ જોયું. ફોટો જોતા જ મીનીના કપાળની રેખા થોડી બદલાઈ. એ પોતાના મગજ પર ભાર આપતી હોય તેમ એનો ચહેરો તંગ થઈ રહ્યો હતો.
"આ છોકરીનું નામ મીરા છે. આ સાત આઠ વર્ષની વાત છે. કદાચ તમને યાદ આવતું ન હોય તો હું તમને મદદ કરવા તૈયાર છું." બાનીએ ટેબલ પરથી બીજા ચારેક જેટલા મોટા સાઈઝના ફોટા કાઢ્યાં. અને ખૂબ જ ધીરેથી સમય લઈને એ ફોટાને મીની સામે દેખાડતા કહ્યું, "આ જુઓ. આ મીરાનો અમન સાથેનો ફોટો છે." મીની મિસ પાહીએ જેટલા પણ ફોટા દેખાડ્યા એને શાંત ચિત્તે ધ્યાનથી જોવા લાગી.
મિસ પાહી બીજા પણ ફોટા દેખાડવા જ જતી હતી ત્યાંજ મીનીએ ઊંડો શ્વાસ લીધો, " આ છોકરીની હત્યા થઈ હતી હત્યા....!! દૂર રહો તમે બધા અમનથી...દૂર રહો" મીની બરાડી ઉઠી. એને બંને હાથ પોતાના ચહેરા પર મૂકી દઈને જોરથી રડવા લાગી.
બાનીને સમજાયું નહીં. મીની એટલું બધું કેમ રડી રહી હતી.
બાનીએ સાંત્વના આપતો હાથ મીનીના ખભા પર રાખ્યો, "મીની....!!"
"અમન હત્યારો છે. એને મારી નાંખો. એને સજા આપો." મીની એકધારું પાગલની જેમ રડતી કહી રહી હતી.
બાનીને સમજાતું ન હતું કે આ કયા પ્રકારની લાગણી હતી...!! મીની એટલી વેદનાથી રડી કેમ રહી હતી....!!
"મીની...!!" બાનીએ ચહેરો છુપાવેલી રાખેલા હાથને ધીમેથી કાઢવાની કોશિશ કરી, "તમે કેમ રડી રહ્યાં છો??"
મીનીએ પોતાના ચહેરા પરથી હાથ હટાવ્યા. એના બંને હાથ થતા આખો ચહેરો રડવાના કારણે આંસુના પાણીથી ભીંજાઈ ગયા હતાં.
બાની મીનીના અપરંપાર વેદનાથી ભરેલા ચહેરા ભણી દ્વિધાથી જોતી જ રહી ગઈ, "મીની.... તમે એટલા બધા લાગણીશીલ થઈને કેમ રડી રહ્યાં છો. તમારું દુઃખનું કારણ શું છે??"
"કેમ કે અમન મારો દિકરો છે મારો." પોતાની છાતી પર મૂકા મારતા મીનીએ ભારી વેદનાથી આજ સુધી મનમાં દફન કરી રાખેલું રહસ્ય છતું કરતાં કહ્યું, " એ હત્યારો દિકરો મારો છે. એ હત્યારાને મેં જ જન્મ આપ્યો છે." મીની કરુણતાંથી રડતાં કહેવા લાગી.
બાનીની આંખો પહોળી થઈ ગઈ.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)