Lockdown - A love story - 2 in Gujarati Love Stories by Chirag Dhanki books and stories PDF | લોકડાઉન - એક પ્રેમ કથા - 2

Featured Books
Categories
Share

લોકડાઉન - એક પ્રેમ કથા - 2

આની પહેલાના ભાગમાં આપણે જોયું કે અનુરાગ અને સ્મૃતિ વચ્ચે વોટ્સ એપમાં ઘણી વાતો થાય છે અનુરાગ ડિપ્રેશનમાં હોય છે અને એને કોઈક એવું વ્યક્તિ મળી જાય છે જેની સાથે વાત કરીને એને પણ મજા આવે છે પણ અનુરાગનો સ્વભાવ એવો છે કે એ ક્યારેય પોતાની પ્રોબ્લેમ્સ કોઈને કહેતો નથી. હવે આ ભાગમાં આપણે જોશું કે આગળ શું થાય છે?

લોકડાઉન એક પ્રેમ કથા - ભાગ 2

સ્મૃતિ રસોઈ બનાવવા ગઈ હતી અને અનુરાગ પણ ઘરે જમીને મોબાઈલ લઈને બેઠો હતો અને વિચારતો હતો કે ક્યારે ઓનલાઈન થશે? કે ત્યાં તરત જ મેસેજ આવ્યો જમી લીધું? મેસેજનો અવાજ આવતા જ અનુરાગે વ્હોટસ એપ ઓપન કર્યું સ્મૃતિનો મેસેજ આવ્યો હતો. અનુરાગે જવાબ આપ્યો હા તે જમ્યું? સ્મૃતિએ કહ્યું હોવ. બોલો બીજું કૈસા રહા આપકા દિન? અનુરાગને આ હિન્દીમાં વાત કરવું ગમતું હતું અને આ અંદાજ પણ. અનુરાગે જવાબ આપ્યો બહુત હી બડીયા આપ બતાઈએ આપકા કૈસા રહા? સ્મૃતિએ જવાબ આપ્યો બસ પુરા દિન કામ કામ ઔર કામ કભી કભી તો લાગતા હૈ મજદૂર હું મૈ. આ મેસેજ આવતા જ અનુરાગ હસવા લાગ્યો અને સ્માઇલી મોકલી.

સ્મૃતિએ મેસેજ કર્યો પપ્પા અને બધા બહાર બેસીને વાતો કરવાના છે હું ત્યાં હોઇસ એટલે વાત નહિ કરી શકુ એટલે પછી ત્યાંથી આવીને મેસેજ કરું જાગશો કે સુઈ જશો? અનુરાગે જવાબ આપ્યો જાગુ છું વાંધો નહિ મેસેજ કરજે.

અનુરાગ યુટ્યૂબ પર વિડિઓ જોવા લાગ્યો અને રાહ જોતો હતો કે ક્યારે સ્મૃતિનો મેસેજ આવશે એટલે થોડો વિડિઓ જોય અને પછી વળી વ્હોટસ એપમાં જુએ કે મેસેજ આવ્યો કે નહીં પહેલી વખત એ કોઈના મેસેજની રાહ જોઈ રહ્યો હતો. કંઈક અલગ જ એને લાગણી થઈ રહી હતી. એ હંમેશા કરીઅર પર જ ધ્યાન આપતો એટલે એણે ક્યારેય આવી લાગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું પણ અત્યારે એને લાગતું હતું કે આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ લાગણી છે. અનુરાગને એ તો ખબર જ હતી કે આટલી જલ્દી પ્રેમ ના થાય એટલે તે આ સંબંધને થોડો વધારે સમય આપવા માંગતો હતો.

યુટ્યૂબ પર વિડિઓ જોતા જોતા હવે 3 વાગી ગયા અને સ્મૃતિનો કોઈ મેસેજ આવ્યો ન હતો એટલે હવે અનુરાગને પણ લાગ્યું કે સ્મૃતિ સુઈ ગઈ હશે અને હવે મેસેજ નહી કરે તો ચાલો હવે મારે પણ સુઈ જવું જોઈએ અને અનુરાગે ફોનના ડેટા બંધ કર્યા અને સુઈ ગયો. અનુરાગે 3.20 એ ડેટા બંધ કર્યા અને સ્મૃતિનો 3.21 એ મેસેજ આવ્યો. અરે સુઈ ગયા કે શું? ઓહ મારે કારણે આટલું જાગવું પડ્યું? સોરી હું ફોન પણ ન કરી શકું બેલેન્સ પણ પુરી થઈ આજે. આવું થોડું હોય 1 મિનિટનો જ ફરક. મને ખબર ન હતી કે કેમ નીંદર આવી ગઈ. સોરી ખબર નહીં પણ બેચેની જેવું લાગે છે પહેલી વાર કંઈક અલગ જ લાગણી થઈ રહી છે. ખબર નહિ શું છે પણ આવું પહેલા ક્યારેય થયું જ નથી. પણ હવે કંઈ નહીં થાય પણ મારા માટે તમે આટલું જાગ્યા શા માટે એ ના સમજાણુ. કંઈ વાંધો નહીં કાલે સવારે વાત કરીશું. ઓકે good night નો મેસેજ કરીને સ્મૃતિ પણ સુઈ ગઈ.

શું લાગે છે અનુરાગ જ્યારે સવારે આ મેસેજ વાંચશે તો એને કેવું લાગશે?
હવે સવારે શું વાત થશે?
સ્મૃતિની વાતો પરથી એવું લાગે છે કે એને પણ અનુરાગ પ્રત્યે લાગણીઓ થવા લાગી છે?