ફક્ત તું ..!
ધવલ લીંબાણી
૨૧
એક દિવસ રવિવારના રોજ સિયા નીલના ઘરે જાય છે.થોડીવાર ઘરે બેસી નીલ અને સિયા બહાર ફરવા માટે જાય છે.ફરતા ફરતા બંને અલક મલકની વાતો કરતા જાય છે.
નીલ : સિયા શું કરે છે દિવ્ય આજકાલ ?
સિયા : બસ જો ભાઈ એની તો નોકરી લાગી ગઈ છે એટલે એના કામમાં પડ્યો હોય છે અને જયારે પણ ફ્રી થાય એટલે મને ફોન કે મેસેજ કરી આપે છે.
નીલ :ખુબ સરસ લ્યો.
સિયા : હા ભાઈ પણ તમે કેમ પૂછો છો ?
નીલ : સિયા હું એટલા માટે પુછુ છું કે તમે બંને એ આગળનું કઈ વિચાર્યું છે ખરું ?
સિયા : એટલે શું ભાઈ ?
નીલ : એટલે કે ક્યાં સુધી આમ જ રહેશો એમ ?
સિયા : ભાઈ હું કઈ સમજી નહિ. તમે શું કહેવા માંગો છો એ. મને જરા સરખું સમજાવો ને !
નીલ : અરે મારી ગાંડી. હું એમ કહું છું કે તમે બંને એકબીજા વિશે ઘરે ક્યારે કહેવાના છો અને મેરેજનું શું વિચાર્યું છે એમ.
સિયા : ભાઈ હમણાં તો એવું કઈ વિચાર્યું નથી.
નીલ : તો સિયા હવે તમારે થોડું વિચારવું જોઈએ. તું અત્યારનો સમય જાણે તો છે કે આપણું કોઈ સારું ઈચ્છે એવું હોતું નથી અને ખાસ કરીને લગ્નના મામલામાં. લગ્ન એવી વસ્તુ છે જ્યાં બધા લોકો માથું મારવા માટે આવશે અને ખાસ તો લવ મેરેજમાં વધારે. એટલે જેમ બને તેમ તમે બને પોતપોતાના ઘરે જણાવી દો. લગ્ન ના કરવા હોય તો હમણાં ન કરતા પણ એકબીજાના ઘરે ખબર હોવી એ જરૂરી છે. જેથી પછીથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે.
સિયા : હા ભાઈ વાત તો તમારી સાચી છે પણ ભાઈ મને હવે એ કહો કે તમે શું વિચાર્યું છે તમારા માટે ?
નીલ : અરે મારો તો હમણાં કઈ વિચાર નથી.
સિયા : કેમ લે વળી. પોતાને કશું કરવું નથી અને મને કહે છે બોલો. તમે પોતે સારી રીતે તમારી લાઇફમાં કામિયાબ થઇ ગયા છો. તમારા પાસે બધું જ છે હવે ઘર,ગાડી,બંગલા સારો પરિવાર. બસ હવે કમી છે તો ફક્ત એક સારા લાઇફ પાર્ટનરની જે તમને ડગલે ને પગલે સપોર્ટ કરે.
નીલ : ના હવે. હમણાં મારે કોઈની જરૂર નથી.
સિયા : ભાઈ કોઈની જરૂર નથી એમ કે પછી ફક્ત ખાલી અવનીની જ જરૂર છે એમ.
( નીલ કઈ પણ જવાબ આપ્યા વિના થોડીવાર શાંત રહે છે )
સિયા : બોલો ને ભાઈ. મેં કહ્યું એવું જ છે ને.
નીલ : સિયા એ વસ્તુ હવે શક્ય નથી બરોબર તો એ વસ્તુ વિશે વાત કરીને કઈ ફાયદો નથી. માટે એ વસ્તુ હવે જવા દે.
સિયા : ભાઈ મને તમારી ખબર છે એ મુજબ તમે અવની વિના તો તમારી લાઇફમાં તમે આગળ નહિ વધો. માટે તમે ફરી પ્રયત્ન ચાલુ કરો અથવા તો એ બધું ભુલાવી લાઇફમાં આગળ વધો.તમારા માટે નહિ તો તમારા મમ્મી,પાપા, વિશે વિચારો. અંકલ અને આંટી ને પણ હવે આશા તો હોય ને કે મારો દીકરો હવે મેરેજ કરી લે.
નીલ : બધી વસ્તુ સાચી પણ હમણાં હું કઈ પણ વસ્તુ કરવા માંગતો નથી સો પ્લીઝ હવે આપણે આ વાત અહીયા જ પૂરી કરી દઈએ અને બહાર ફરવા માટે આવ્યા છીએ તો બહાર ફરવાનો આનંદ લઈએ.
સિયા : હા ભાઈ.
સિયા અને નીલ આખો દિવસ શહેરમા ઘૂમે છે. પિક્ચર જુએ છે, શહેરની બહાર લોન્ગ ડ્રાઈવ પર જાય છે અને ઘણી બધી મસ્તી કરે છે. સાંજના સમયે બને ભાઈ બહેન ઘર પરત ફરે છે.સાંજે સાથે જમીને નીલ સિયાને એના ઘરે મુકવા માટે જાય છે. નીલ સીયાના ઘરે થોડીવાર બેસે છે. વાતોમાં ને વાતોમાં રાતના અગિયાર વાગી જાય છે જેથી સીયાના મમ્મી નીલને એના ઘરે જ રોકી લે છે.સીયાના મમ્મી અને પાપા એમના રૂમમા સુવા માટે જતા રહે છે. આ બાજુ સિયા અને નીલ હોલમાં બેસી ને મુવી જોતા હોય છે. થોડીવાર બાદ બંને ભાઈ બહેન વાતોમાં લાગી જાય છે.
નીલ : તો પછી સિયા તે શું વિચાર્યું તારા અને દિવ્ય વિશે ઘરે કહેવાનું ?
સિયા : હજુ તો કઈ નહિ વિચાર્યું પણ થોડા દિવસમાં કહી દઈશ એવો વિચાર છે પણ મારા ભાઈ મને મારા કરતા તમારી ચિંતા વધુ થાય છે.
નીલ : કેમ મારી ચિંતા ?
સિયા : હા જ તો. તમે લાઇફમાં આગળ વધો તો મને પણ મઝા આવે અને મારી તમારા પ્રત્યેની ચિંતા પણ ઓછી થાય.
નીલ : યાર તને મેં સવારે તો કહ્યું હતું ને કે એ વસ્તુ હવે શક્ય નથી તો એ વાત કરવાનો કશો ફાયદો નથી હવે.
સિયા : હા તો હું પણ એજ કહું છું કે જે વસ્તુ શક્ય નથી તો એના વિશે વિચારી કશો ફાયદો નથી તો પછી તમે શા માટે આગળ નથી વધતા ? શા માટે તમે તમારી ખુશી નથી ઇચ્છતા ?
નીલ : અરે યાર બસ. હવે મને એ વસ્તુ પર જરાય ઈચ્છા નથી. જયારે થશે ત્યારે તને કહી દઈશ.
સિયા : હા તો હવે તમે પણ સાંભળી લો. જ્યાં સુધી તમે આગળ નહિ વધો ત્યાં સુધી હું પણ મારા અને દિવ્ય વિશે ઘરે નહિ કહું.
નીલ : અરે યાર સાવ આમ ન હોય. આવી થોડી જીદ હોય કઈ ?
સિયા : જીદ છે તો છે બસ.
નીલ : તું પણ યાર સાવ.
આમ બંને એકબીજાને આગળ વધવાની વાત કરે છે સાથે જ અવની અને દિવ્યની પણ વાતો કરે છે. થોડી ઘણી વાર નીલ અને અવનીના ભૂતકાળ વિશેની વાત આવે છે તો થોડીવાર સિયા અને દિવ્યની.આમ બને એકબીજાના રીલેશનની વાતો કરતા રહે છે. વાતો કરતા કરતા રાતના બે વાગી જાય છે.થોડીવાર બાદ બંને ભાઈ બહેન સુઈ જાય છે.
સવાર પડતા નીલ પોતાની ઘરે જતો રહે છે. ઘરે જઈને પોતે ફ્રેશ થાય છે અને નાસ્તો કરી પોતાની ઓફીસ પર જવા માટે નીકળી જાય છે. ઓફીસ પર પહોંચી પોતાનું કામ કરવા લાગે છે અને કામમાં વ્યસ્ત થઇ જાય છે. કામ કરતા કરતા સાંજના પાંચ વાગી જાય છે. પોતાની નોકરી પૂરી કરી ફરી ઘરે જવા માટે નીકળી પડે છે. ઘરે પહોંચી ફ્રેશ થઇ જમવા માટે નીચે જાય છે. પોતાના મમ્મી પાપા સાથે મસ્તી કરતા કરતા જામે છે. જમવાનું પૂરું કરી પોતેપોતાના રૂમમાં જાય છે. મોડી રાત સુધી મિત્રો સાથે ગપ્પા મારે છે. થોડીવાર લેપટોપ લઈને મુવી જોવા બેસે છે.મુવી પૂરું કરીને સુઈ જાય છે.
બસ આમ જ દિવસો પસાર થતા રહે છે. નીલ પોતાના કામમાં વ્યસ્ત છે. સિયા અને દિવ્ય પણ પોતાના કામમાં વ્યસ્ત છે. સિયા અને દિવ્ય ક્યારેક ક્યારેક મળે છે સાથે જ નીલ પણ ઘણી વાર સિયા અને દિવ્ય સાથે બહાર જમવા જાય છે.ઘણીવાર દિવ્ય નીલને અવની વિશે જણાવતો રહે છે અને નીલ ખબર લીધા કરે છે.
એક સવારે નીલ સુતો હોય છે ત્યાં જ એના મોબાઈલ પર એક ફોન આવે છે. ફોનની રીંગ સાંભળતા જ નીલ પથારીમાંથી ઉભો થઈને પોતાનો ફોન હાથમાં લે છે. મોબાઈલની સ્ક્રીન પર જોતા જ કોઈક નવો જ નંબર જોવા મળે છે. નીલ ફોન ઉપાડીને હેલો કહે છે પણ થોડીવાર માટે સામેથી એક પણ પ્રકારનો જવાબ આવતો નથી. નીલ ચાર પાંચ વખત હેલો હેલો કહે છે પણ સામેથી કોઈ જવાબ નથી આવતો જેથી નીલ કોલ કાપી નાખે છે. થોડીવાર જતા ફરી નીલના ફોનની રીંગ વાગે છે. નીલ ફરી ફોન રીસીવ કરી હેલો કહે છે પણ ફરી સામેથી કોઈ રીપ્લાય નથી આવતો. નીલ પહેલાની જેમ ચાર પાંચ વખત હેલો કરી કોલ કાપી નાખે છે. આવું ને આવું ચાર વખત થાય છે પણ સામેથી કોઈ જવાબ કે પછી આવાઝ આવતો નથી.
નીલ સવારનો નાસ્તો કરી પોતાની ઓફીસ પર પહોંચે છે. ફરી પાછો એ જ નંબર પરથી નીલના મોબાઈલ પર ફોન આવે છે. આ વખતે નીલ હેલો ના કહેતા ગુસ્સામાં બોલે છે “ અરે ભાઈ કોણ છે તું ? સવારનો તું મને હેરાન કરે છે. તારે જવાબ ના આપવો હોય તો શા માટે તું મને ફોન કરે છે ? પ્લીઝ મહેરબાની કરીને હવે કોલ ના કરતા “ આમ કહી નીલ ફરી કોલ કાપી નાખે છે. થોડીવાર જતા ફરી એ જ નંબર પરથી કોલ આવે છે. આ વખતે નીલનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે.
“ અરે ભાઈ કોણ છે તું ?
શા માટે મને સવારનો હેરાન કરે છે તું ? તારે બીજો કોઈ કામ ધંધો નથી કે શું ?
હવે છેલ્લી વાર કહું છું બાકી તું જોઈ લે જે આગળ.
મને એક વાર ખાલી તારું નામ આપ તું છે કોણ ? “
સામેથી મંદ અવાઝમાં જવાબ આવે છે “ અવની “
* * *
મિત્રો દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ હોય છે જે ડગલે ને પગલે આપણો સાથ આપતી હોય છે.જેમાં સૌથી પહેલું નામ લઈએ તો આપણી બહેનનું આવે.જે હમેશા આપણી બધી જ તકલીફમાં આપણી સાથે હોય છે. જે ક્યારેય આપણા વિશે ખરાબ ન વિચારી શકે. જો બહેન મોટી હોય તો માં ની જેમ આપણું ધ્યાન રાખે છે અને નાની હોય તો એક સારા મિત્રની જેમ. એટલે જ ભલે કોઈ તમારી સાથે હોય કે ના હોય પણ તમારી બહેન હમેશા તમારા માટે હાજર હશે. માટે જ બને ત્યાં સુધી તમારી બહેનને ખુશ રાખો, એમના માટે પણ એવી કઈક વસ્તુ કરો જે તમે તમારી પત્ની, ગર્લફ્રેન્ડ કે પછી તમારી મમ્મી માટે કરો છો. કેમ કે બધી ખુશી એક તરફ અને બહેનની ખુશી એક તરફ.