Operation Chakravyuh - 1 - 21 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 21

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 21

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-21

અમદાવાદ, ગુજરાત

અર્જુન અને નાયક દ્વારા જે માહિતી પૂરી પાડવામાં આવી હતી એની ઉપરથી એક વસ્તુ શેખાવતે ખાસ નોંધી હતી, કે ડ્રેગન કિંગ તરીકે ઓળખાતા ચીનના સૌથી મોટા ડ્રગ્સ ઉત્પાદક જિયોન્ગ લોન્ગ દ્વારા અમદાવાદના જુહાપુરા વિસ્તારની એસ.બી.આઈ બેંકની શાખામાં આવેલા એક અંગત એકાઉન્ટમાં સિત્તેર લાખ રૂપિયાની રકમ મોકલવામાં આવી હતી.

આખરે આ એકાઉન્ટ કોનું છે અને એને જિયોન્ગ લોન્ગ જોડે શું સંબંધ છે એ જાણવા રૉ ચીફ રાજવીર શેખાવત દિલ્હીથી વહેલી સવારની ફ્લાઈટ મારફતે અમદાવાદ આવવા નીકળી પડ્યા હતાં. શેખાવતે હજુ તો બપોરે બાર વાગે અમદાવાદ એરપોર્ટ પર પગ જ મૂક્યો હતો ત્યાં એમનાં પર એક મેઈલ આવ્યો, આ મેઈલ રૉ આઈ.ટી હેડ વેણુનો હતો; મેઈલમાં વેણુએ જિયોન્ગ લોન્ગ દ્વારા જે વ્યક્તિને અમદાવાદમાં પૈસા મોકલવામાં આવ્યા એની માહિતી હતી. આ માહિતી વાંચતા જ શેખાવતને પરસેવો છૂટી ગયો.

હવે આ મામલામાં અમદાવાદ પોલીસ કમિશનરને પણ સામેલ કરવા પડશે એ વિચારી શેખાવતે ડીઆઈજી રુદ્ર પ્રતાપ શર્માની સાથે જિલ્લા કમિશનર શક્તિસિંહ વણઝારાને પોતાના આગમન અંગે જણાવી રાખ્યું હતું; હા એ વાત અલગ હતી કે શેખાવતે પોતાના આગમનનું સ્પષ્ટ કારણ એમને નહોતું જણાવ્યું.

બપોરનાં એક વાગતા જ શેખાવત, વણઝારા અને શર્મા વચ્ચે કમિશનર કચેરીના કોનફરન્સ હોલમાં એક ગુપ્ત મંત્રણા શરૂ થઈ ગઈ.

રાજવીર શેખાવત અને શર્મા દ્વારા વણઝરાને ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાની શક્યતાઓ અને ઑપરેશન ચક્રવ્યૂહ અંગે જણાવવામાં આવ્યું. ત્યારબાદ શેખાવતે ચીન અને ભારતમાં અર્જુન, નાયક, નગમા અને માધવ જે દિલેરીથી પોતાનું કામ કરી રહ્યાં હતાં એની વિગતવાર જાણકારી આપવામાં આવી.

આ બધું જણાવી રહ્યાં બાદ શેખાવતે છેવટે પોતાના અચાનક અમદાવાદ આવવાનાં કારણની જાણકારી આપવાનું શરૂ કર્યું. શેખાવત જેમ-જેમ પોતાની વાત જણાવી રહ્યાં હતાં એમ-એમ શર્મા અને વણઝારાનું મગજ ચકરાવે ચડી રહ્યું હતું; ખાસ તો વણઝારાનું. કેમકે, જિલ્લા કમિશનર શક્તિસિંહ વણઝારા તો આ બધી હકીકતથી પ્રથમ વખત વાકેફ થયાં હતાં.

"મતલબ કે ચીનનો એક ડ્રગ્સ ડીલર ગુજરાતના કોઈ સ્થળે મોટો આતંકવાદી હુમલો કરાવવા માટે જુહાપુરાની એસ.બી.આઈ બેંકનાં એક એકાઉન્ટમાં સિત્તેર લાખ રૂપિયાની એમાઉન્ટ ટ્રાન્સફર કરે.." શેખાવતની વાત સાંભળી વણઝારાએ કહ્યું. "આનો સીધો અર્થ એ નીકળે કે આ રકમની મદદથી ગુજરાતમાં મોજુદ સ્લીપર સેલને એક્ટિવ કરી દેવામાં આવ્યું છે, જરૂરી હથિયારો અને હાથખર્ચ પૂરો પાડીને.!"

"હા, એવું જ છે." શેખાવતે કહ્યું. "અને જો એ સ્લીપર સેલનાં દરેક સદસ્યને ધર દબોચવો હશે તો મારે એ એકાઉન્ટ ધારકને વહેલી તકે પકડવો પડશે."

"એ એકાઉન્ટ કોનું છે એ તમે જાણો છો.?" શર્માએ શેખાવતની તરફ જોતા પૂછ્યું.

"હા મને આ બેન્ક એકાઉન્ટ કોનું છે એની બધી જાણકારી મળી ચૂકી છે." શેખાવતે જવાબ આપતા કહ્યું. "એ વ્યક્તિનું નામ છે અફઝલ હુસેન પણ એ વ્યક્તિનું સાચું નામ છે અફઝલ પાશા.!"

"અફઝલ પાશા..!" અફઝલ પાશાનું નામ કાને પડતા જ ડીઆઈજીની હાલત પાતળી થઈ ગઈ હોવાનું એમનાં અવાજ પરથી લાગી રહ્યું હતું. આતંકિત સ્વરે ડી.આઈ.જી બોલ્યા. "લશ્કર એ તોયબાનાં કમાન્ડર ઈન ચીફ અકબર પાશાનો ભાઈ."

"હા..એ જ અફઝલ પાશા." શેખાવતે કહ્યું. "ગુવાહાટી બૉમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ અફઝલ પાશા અમદાવાદમાં છે."

"એવું બની શકે ખરું કે તમને કોઈ ભૂલ થતી હોય?" વણઝારાએ શેખાવતની તરફ જોઈ કહ્યું.

"આ રહ્યું ખાતું ખોલાવતી વખતે અફઝલે આપેલું પોતાનું આધારકાર્ડ." પોતાના મોબાઈલમાં વેણુએ મોકલાવેલી અફઝલ પાશાની બેન્ક ડિટેઈલની અંદર રહેલું એના આધારકાર્ડ આઈડીનો ફોટો વણઝારા અને શર્માને બતાવતા શેખાવતે કહ્યું. "આ આધારકાર્ડ પર જે ફોટો છે એને દાઢી લગાવી દેવામાં આવે તો આ ફોટો અફઝલના અમારા રેકોર્ડમાં પડેલા ફોટો જોડે મેચ થાય છે. મને લાગે છે ત્યાંસુધી તો ગુવાહાટી બૉમ્બ બ્લાસ્ટ પછી, એટલે કે છેલ્લાં ત્રણ વર્ષથી અફઝલ અમદાવાદમાં જ છે, એક નવા નામ અને નવી ઓળખ સાથે!"

2016માં થયેલા ગુવાહાટી બૉમ્બ બ્લાસ્ટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ત્રણ વર્ષથી અમદાવાદમાં મોજુદ હતો એ હકીકત અમદાવાદ પોલીસતંત્રનાં ગાલ પર એક સણસણતો તમાચો હતી.

"તો પછી આપણે તાત્કાલિક અફઝલને પકડવો પડશે." શર્માએ ગંભીર સ્વરે કહ્યું. "ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાની કમાન જો અકબર પાશાએ પોતાના ટેકનોલોજીના નિષ્ણાત ભાઈ અફઝલને સોંપી છે એનો મતલબ એ છે કે આ હુમલામાં થનારું જાન-માલનું નુકશાન અકલ્પનિય બની રહેશે."

"તો હું અત્યારે જ પોલીસની પાંચ-સાત ટુકડીઓ બનાવી જુહાપુરા પહોંચું." વણઝારાએ જોશમાં આવીને કહ્યું. "મારી પકડમાંથી એનું બચવું અશક્ય છે."

'રિલેક્સ..!" હાથનાં ઈશારાથી વણઝારાને શાંત કરાવી શેખાવતે પોતાની વાત રાખતાં કહ્યું. "હું અમદાવાદનો રહેવાસી નથી છતાં એ વાત જાણું છું કે જુહાપુરામાં જઈને અફઝલને પકડવો અશક્ય છે. જેનું કારણ છે ત્યાં રહેતા અમુક ભારતવિરોધી લુખ્ખા તત્વો. પોલીસનું ત્યાંની તંગ ગલીઓમાં જઈને પોતાના કામને અંજામ આપવું અતિશય મુશ્કેલ છે..માટે, ત્યાં જઈને અફઝલને પકડવાનું કામ સમજી વિચારીને હોશમાં લેવાનું છે, નહીં કે જોશમાં."

મીની પાકિસ્તાન તરીકે જાણીતો મુસ્લિમ બહુમતી ધરાવતો જુહાપુરાનો વિસ્તાર પહેલેથી જ પોલીસ તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. અહીં રહેતા અમુક લોકોની ભારત વિરોધી માનસિકતાનાં પગલે સામાન્ય લોકોની સાથે-સાથે પોલીસકર્મીઓનો પણ ત્યાં પ્રવેશ નિષેધ હતો. અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટની તપાસનાં સૂત્રો પણ અહીં આવીને અટકતા હતાં છતાં મુખ્ય અપરાધીઓ પોલીસ પકડમાં આવી ના શક્યા, જે દર્શાવતું હતું કે આતંકવાદીઓને અહીં છાવરવામાં આવતા.

"તો સર, તમે જ જણાવો કે આખરે આપણે અફઝલને પકડીશું કઈ રીતે?" વણઝરાને શેખાવતને સવાલ કર્યો.

"સૌપ્રથમ બેન્ક ડિટેઈલમાં અફઝલે જે સરનામું આપ્યું છે ત્યાં અફઝલ છે કે નહીં એની પૃષ્ટિ કરવાની છે." શેખાવતે અફઝલને પકડવાની યોજનાની રૂપરેખા આપતા કહ્યું. "એકવાર માલૂમ પડી જાય કે અફઝલ આપેલા એડ્રેસ પર અથવા તો જુહાપુરામાં અન્ય કોઈ જગ્યાએ છૂપાયો છે પછી એની ઉપર ઓચિંતો હુમલો કરી એને અચંબિત કરી મૂકવાનો છે..જો શક્ય બને તો એને જીવતો જ પકડવાનો છે, નહીં તો છેવટે મરેલો."

"આ માટે અમે તમને શું મદદ કરી શકીએ?" શર્માએ શેખાવતને ઉદ્દેશીને પૂછ્યું.

"મારે આ કામ માટે એક સ્ત્રી અને એક પુરુષ એમ બે બાહોશ ઓફિસરની જરૂર પડશે." શેખાવતે કહ્યું. "રૉનો એક અંડર કવર એજન્ટ કેવિન જોસેફ અત્યારે અમદાવાદમાં છે તો કેવિન આ કામ માટે યોગ્ય પસંદગી છે. કેવિનને હું અહીં આવવાનો સંદેશ આપી ચૂક્યો છું એટલે કેવિન હમણાં એકાદ કલાકમાં અહીં આવતો જ હશે."

"તો પછી મહિલા ઓફિસર માટે?" વણઝારાએ પૂછ્યું.

"એ માટે તમારે રૉની મદદ કરવી પડશે." શેખાવતે શાલીનતાથી વણઝારા અને શર્મા તરફ પ્રશ્નસૂચક નજરે જોઈને કહ્યું. "મારે એક એવી મહિલા ઓફિસરની જરૂર છે જેનામાં આક્રમકતા અને બુદ્ધિનું સપ્રમાણ મિશ્રણ હોય, જેને મોતનો સહેજ પણ ભય ના હોય અને જે દેશ માટે જીવ આપતા પણ અચકાય નહીં. છે આવી કોઈ મહિલા ઓફિસર તમારાં ધ્યાનમાં જે અફઝલ પાશાને પકડવાના મિશનમાં રૉની મદદ કરી શકે?"

અફઝલ પાશાને પકડવાના મિશનમાં રૉની મદદ કરી શકે એવી અમદાવાદ પોલીસતંત્રની મહિલા ઓફિસર અંગે વિચારતાં કમિશનર શક્તિસિંહ વણઝારા અને ડીઆઈજી રુદ્રપ્રતાપ શર્માના મુખેથી એકસાથે એક નામ નીકળી આવ્યું.

"એસીપી રાજલ દેસાઈ.!"

********

શાંઘાઈ, ચીન

અર્જુન અને નાયક દ્વારા યાંગ લીની ઓફિસ જઈને પોતાના કામને યોગ્ય રીતે અંજામ આપ્યાને એક દિવસ વીતી ચૂક્યો હતો. બીજો દિવસ શનિવાર હતો, અને શનિવારે લી પોતાના ઓફિસ સ્ટાફને રજા આપી રાખતો લીના આઈ.ટી રૂમનાં સર્વર કોમ્પ્યુટર પર નાયકે લગાવેલી ચીપ હજુ સુધી રૉ આઈ.ટી ટીમ માટે ઉપયોગી સાબિત નહોતી થઈ. શેખાવતની ગેરહાજરીમાં વેણુ ખૂબ જ બારીકાઈથી એ ચીપ અને લીના હેંગ શેંગ બેન્કના એકાઉન્ટના ટ્રાન્સજીકશન પર બાજ નજર રાખીને બેઠો હતો.

રવિવારે બપોર પછી અર્જુન અને નાયક જિયોન્ગ લોન્ગને મળવા જવાનાં હતાં એ વાત જાણ્યા બાદ ફાતિમા અર્જુન અને નાયકને મળવા હોટલ શંઘાઈ પેરેડાઈઝ આવી પહોંચી. ફાતિમાનો ત્યાં આવવાનો મુખ્ય ઉદ્દેશ પોતાના મિશનમાં એ બંને સફળ થાય એ માટે અર્જુન અને નાયકને જિયોન્ગ લોન્ગ અને એની ફેક્ટરી અંગે જરૂરી જ્ઞાન આપવાનો હતો, ફાતિમાની સાથે શાહિદ પણ ત્યાં આવ્યો હતો.

શનિવાર રાતનું ડિનર સાથે લીધા બાદ અર્જુન, નાયક, શાહિદ અને ફાતિમા અર્જુનના રૂમમાં એકત્રિત થયાં.

"અત્યાર સુધી તમે જે કામ કર્યું એ માટે તમે ધન્યવાદને પાત્ર છો." ફાતિમાએ વાતની શરૂઆત કરતા કહ્યું. "પણ, હવે કાલે જ્યારે તમે તમારા મિશનની છેલ્લી કડી એટલે કે જિયોન્ગ લોન્ગને મળવાના છો ત્યારે તમારે ખૂબ જ સાવધાની ધારણ કરવી પડશે."

"લોન્ગની આંખો, આંખો નહીં પણ સ્કેનિંગ મશીન છે. તમારા ચહેરાના ભાવ પરથી તમારાં મનમાં ચાલી રહેલા વિચારોને જાણવાની અદ્ભૂત ક્ષમતા લોન્ગ ધરાવે છે; આથી જો કોઈ નાની અમથી પણ ભૂલ તમે કરી બેઠાં તો એ તમને કાં તો સાપોથી કરડાવીને મારશે અથવા તો સાપોનાં ખોરાક એવા ઉંદરોની વખારમાં પૂરીને."

"મને ખબર છે એ વિશે..હું અને નાયક અમારે ત્યાં જઈને શું કરવાનું છે એ બરોબર જાણીએ છીએ." ફાતિમાની વાતો નાયકનું મનોબળ તોડી નાંખે એ પહેલા અર્જુન ફાતિમાને આગળ બોલતા અટકાવીને બોલ્યો. "એક તો અમારે લોન્ગનો વિશ્વાસ જીતી એની જોડેથી ભારતમાં થનારા આતંકવાદી હુમલા અંગેની જાણકારી કઢાવવાની છે અને બીજું એ કે અમારે કોઈપણ ભોગે એની ફેક્ટરીનો નકશો મનોમન ગોખી લેવાનો છે."

"હા, તમારે આ બે કામ જ કરવાના છે.." ફાતિમા બોલી. "પણ આ બે કામ સો કામની સમકક્ષ છે."

ત્યારબાદ ફાતિમાએ અર્જુન અને નાયકને અન્ય ટેક્નિકલ ગેઝેટ વિશેની માહિતી આપી જેને અર્જુન અને નાયકે આત્મસાત કરી લીધી. આખરે પોતાનું કામ નિપટાવી અર્જુન અને નાયકને શુભેચ્છાઓ પાઠવી ફાતિમાએ ત્યાંથી વિદાય લીધી, શાહિદ પણ નક્કી સમયે આવવાનું વચન આપી ત્યાંથી ચાલતો થયો.

આખરે જે થવાનું હતું એને રોકી શકાય એમ નહોતું તો પછી એ વિશે વિચારવાનો કોઈ અર્થ પણ નહોતો. આથી ફાતિમા અને શાહિદના જતાં જ અર્જુને અને નાયકે વહીસ્કીનાં બે-બે પેક માર્યા અને શાંતિથી સુઈ ગયાં.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)