Aahvan - 45 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 45

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

આહવાન - 45

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૫

વિધિ હવે બરાબર બધાંને એક પછી એક સવાલો કરીને પપ્પાને મામા બધાંને સકંજામાં લઈ રહી છે...એ પોતે જ બોલી કે મિકિન અંકલ અને એમનાં પત્નીને છોડી દો પપ્પા...."

મિસ્ટર અરોરા : " મારી શરતો મંજૂર છે તમને ?? તો બધું થશે ?? નહીં તો હવે કોઈ જ સમય નહીં મળે. બધું જ કામ તમામ થઈ જશે બધાનું..."

શશાંકભાઈ : " બોલો તમારી શરતો ?? "

મિસ્ટર અરોરા : " પહેલાં તમારાં બધાંનાં મોબાઈલ ઘડિયાળ બધું જ અહીં મૂકી દો...કોઈ પણ ચાલાકી નહીં.." એ સાથે જ બધાંએ બધું મૂકી દીધું.

મિસ્ટર અરોરા : " મિકિનને સામેથી ઑફર આપે તો પણ ફરીથી અહીંથી શહેરનાં કમિશનર પદે નહીં આવવાનું....જો એવું થશે તો કોઈ પણ સંજોગોમાં હું એને જીવતો નહીં છોડું... રહસ્યમય સંજોગોમાં એ ગૂમ થઈ જશે...!! "

પ્રશાંત : " આખું કોરોના વેક્સિન સફળ બને અને એ પણ નિયોન ફાર્મામાં...એ આખો પ્રોજેક્ટ બધું જ મારાં નામે થાય એ માટે સ્મિત પાટિલ કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરે...તો મને ડીલ મુજબ મને નામની સાથે કંપની તરફથી કરોડોનો ફાયદો મળે...એ માટે એણે પોતાનો વેક્સિન પ્રોજેક્ટ બંધ કરી દેવો પડશે..."

આલોક બોલ્યો, " વિકાસ તારે તો સિવિલ હોસ્પિટલમાંથી રાજીનામું જ આપવું પડશે...બાકી તો હોઈશ ત્યાં સુધી તું અમને અમારી તગડી કમાણી થવાં નહીં દે....!!

વિકાસ : " હા અમને મંજૂર છે...પણ પહેલાં ભાઈ ભાભીને અમારી સામે હાજર કરો... તમારાં પર અમે ભરોસો કરી શકીએ નહીં એમ જ..."

એટલામાં જ આલોકનાં ફોનમાં કોઈનો ફોન આવ્યો. એણે ફટાફટ ઉપાડ્યો થોડી વાતચીત પછી બોલ્યો, " શું આવું કેવી રીતે શક્ય બને અંતાણી સર ?? આવું ડિસીઝન અચાનક કેવી રીતે કોઈ લઈ શકે ?? મારે પપ્પાને વાત કરવી પડશે એ કોઈને કોઈ રીતે આ બધું કરાવનારને શોધી દેશે...અને એની તો હાલત ખરાબ કરી દેશે. " પછી કંઈ વાતચીત પછી ફોન મૂકીને આલોક બોલ્યો, " એક મિનિટ જીજાજી હમણાં મિકિન કે એની પત્ની અહીં ન આવવી જોઈએ. વિકાસ ક્યાંક આ તારું તો નથી કરાવેલું ને ?? તે મારો પેલો વિડીયો સેન્ટ્રલ ગવર્નમેન્ટ સુધી પહોંચવાનું કામ નથી કર્યું ને નહીં તો તને અહીં જ ઉડાવી દઈશ.. તારાં પરિવાર સાથે કોઈને ગંધ પણ નહીં આવે..."

વિકાસ : " શું કામ કર્યું મેં ?? મને તો કંઈ ખબર જ નથી. "

આલોકે સિવિલ હોસ્પિટલનાં નવાં નિર્ણયની વાત કરી. કંઈ ખબર જ ન હોય એમ મનોમન હસતો વિકાસ બોલ્યો, " એવું હોય તો એ લોકો તને સિવિલમાં સાચવીને શું કામ રાખે તને સસ્પેન્ડ કરીને જેલ ભેગો ન કરી દે...?? અને તું ઓળખાણનાં જોર પર ડ્યુટી બાદ કોરોનાનો રિપોર્ટ પણ કરાવ્યાં વિના અહીં આવ્યો છે કોઈને પોઝિટિવ આવશે તો એ પણ ગુનો બને છે. પણ મારી તારાં જેટલી પહોંચ પણ ક્યાં છે કે હું આટલું મોટું કામ કરાવી શકું...!! બાકી સત્ય હંમેશાં જીતે છે કોઈને કોઈ રીતે. ભગવાન પણ કોઈ ને કોઈ રીતે ચમત્કાર કરતો જ હોય છે.

ત્યાં જ મિસ્ટર અરોરાએ કોઈને ફોન કરીને કહ્યું, " અસ્મા એકા લાના કનેલા..."

કોઈને એની આ ભાષા સમજાઈ નહીં... બધાં હવે થોડીવારમાં કાજલને મિકિન ત્યાં આવે એની રાહ જોવા લાગ્યાં.

બે જ મિનિટમાં એક વ્હીલચેરમાં બેભાન અવસ્થામાં અને બે હાથ અને પગ બંધાયેલો મિકિનને બહાર લાવવામાં આવ્યો. એનાં ચહેરાં પરનાં મૂઢમારને એની હાલત જોઈને બધાં ગભરાઈ ગયાં. મિકિનની ગોરી ચામડી પરથી જાણે એક રોનક ગાયબ કરી દીધી છે.

વિકાસ ફટાફટ ત્યાં પહોંચ્યો, " ભાઈ..આ તારી આવી હાલત કરી છે આ લોકોએ...?? " વિકાસ જાણે અધમૂઆ બનેલાં મિકિનને જોઈને રડી જ પડ્યો. એણે એને બહું હલાવ્યો પણ એ ઉઠ્યો નહીં એની આંખો જ જાણે ખુલી રહી નથી..."

અંજલિ : " ભાઈ કેમ ઉઠી નથી રહ્યાં આ લોકોએ એમને કંઈ આપ્યું તો નથી ને વિકાસ ?? "

આલોક : " વિકાસ આ તારી પત્ની જ છે ને ?? બહું ઇન્ટેલિજન્ટ છે. "

વિકાસ : " આટલાં હોનહાર ડૉક્ટર હોય અહીં...અને એમને તો આવી બહું સારી પ્રેક્ટિસ છે...એટલે એવું જ કંઈ હશે...બોલ આલોક મિકિનભાઈને શું આપ્યું છે તે ?? "

આલોક મલકાઈને બોલ્યો , " એઝ યુઝ્વલ મારું ફેવરિટ ઇન્જેક્શન.... લગભગ છ કલાક સુધી તો ઉઠશે જ નહીં..."

વિકાસ : " આલોક તને તો હું છોડીશ નહીં...અને ભાભી ક્યાં છે ?? "

મયુર : " કાજલને તો હું મારાં સિવાય કોઈને અડવા પણ ન દઉં...એને તો મેં સાચવીને મારાં બેડ પર સૂવાડી દીધી છે...તમે ન્યુઝ જોયાં નહીં ?? મસાલેદાર ન્યુઝ છે ને ?? કાજલ તો આપણી જ છે...બોલો આ તો મિસ્ટર અરોરાને ગમી ગઈતી પણ એમ કંઈ હું થોડો ભાગ આપું એને...?? મિકિન પણ શું કરવાનો હતો ને એ તો મજાની નિદ્રામાં પોઢી ગયો છે. "

બધાંનાં મનમાં એક મોટું અમંગળ કે જે થવાની શંકા હતી એ જાણે સામે આવી ગઈ હોય એવું લાગ્યું.

શશાંકભાઈ : " તો પછી ગોળી કોને મારી હતી તમે ?? "

મયુર : " ગોળી તો એક નાટક હતું...પણ અમને ક્યાં ખબર હતી કે તમે એ ગોળીનાં અવાજથી ગભરાઈને અહીં આવ્યાં છો. લો આમને તો બધી ખબર જ છે...કાજલ બહું હોશિયારી કરીને એ માઈક્રોચીપ લઈ આવી હતી પણ સિક્રેટ વિલા એવી જગ્યા છે જ્યાં બધું જ સ્કેન થાય છે...બસ એ અમને થોડી મોડી જાણ થઈ આથી તમે આ જગ્યાએ આવી શક્યાં... નહિતર તો મિકિન ઉપર ને કાજલ બારી બાહોમાં નીચે‌.."

બધાંને જાણે શરમ આવી ગઈ મયુરના આવાં વાક્યોથી પણ કોઈ કંઈ બોલ્યું નહીં.

પ્રશાંત : " પણ જાણ થઈ એ સમયે જ કાજલે કોઈ રીતે એ ચીપ કાઢીને ફેંકી દીધી... અમારાં ધ્યાન બહાર એણે કાઢી એ અમારી ભૂલ થઈ ગઈ. થોડીવારમાં એ જગ્યાએ વિસ્ફોટ થયો...આથી ખબર પડી કે બહું મોટી ભૂલ થઈ કે એ નીકાળી દેવાઈ હતી સમયસર બાકી એક જ ધડાકે કામ તમામ થઈ જાત...!! "

વિકાસને જે ચીપ માટે થઈને કાજલની ચિંતા હતી એ તો જતી રહી...પણ મયુરનાં કહેવા મુજબ તો આ બધાંએ કાજલ સાથે ખબર નહીં શું કર્યું હશે.‌.!! એ સવાલ બધાંને સતાવી રહ્યો છે.

શશાંકભાઈ : " મયુર તું તો પુરુષ કહેવાને લાયક નથી સાચી મર્દાનગી આવું કામ કરવામાં નહીં પણ એક સ્ત્રીની ઇજ્જત બચાવવામાં છે..."

વિકાસ : " પહેલાં તું અમને ભાભી પાસે લઈ જા..."

બધાં અંદર એક રૂમમાં પહોંચ્યાં જ્યાં પહેલાં મયુર કાજલને લઈને ગયો હતો. ત્યાં પહોંચતાં જ વિશાખા બોલી, " આ તો એ જ રૂમ છે જેનો વિડીયો ન્યુઝચેનલ પર ફરી રહ્યો છે. આજુબાજુ આવું જ બેકગ્રાઉન્ડ હતું ને બધું...?? " ત્યાં જ એક બેભાન અવસ્થામાં બેડ પર પડેલી કાજલ દેખાઈ... એનાં અસ્તવ્યસ્ત કપડાં પર એક દુપટ્ટા જેવું આખું કપડું ઢંકાયેલું જોઈએ બધાંને મનમાં ફાળ પડી બધાંનાં પગ નીચેથી ધરતી ખસી ગઈ.

શશાંકભાઈ તો રીતસરનાં રડી પડ્યાં કે હું આજે પિતા થઈને બેટા તારી ઇજ્જત ન બચાવી શક્યો.

વિધિ આ જોઈને ધ્રુજી રહી છે. એ જોરથી બરાડીને બોલી, " મિસ્ટર અરોરા !! આજે તમે કોઈનાં પિતા કહેવાને લાયક નથી...આજ પછી આપણાં સંબંધો અહીંથી જ પૂરાં થાય છે. હું કોઈ છોકરી સાથે આવી કોઈ ઘટનાનાં સમાચાર સાંભળતી તો એમ થતું કે મને તો કોઈ આવું ન કરી કરી શકે મારાં પપ્પા તો મારો વાળ પણ વાંકો ન થવાં દે...!! પણ હવે એ વિચારીને મને નફરત થાય છે કે મારામાં તમારું લોહી વહી રહ્યું છે...તમારી દીકરી સાથે કોઈ આવું કરે તો‌?? આવાં વ્યક્તિ કે એમાં સાથ આપનાર વ્યક્તિ પર ભરોસો કરીને એની સાથે એક ઘરમાં કેવી રીતે રહી શકાય ?? "

મિસ્ટર અરોરા : " એવું કંઈ નથી બેટા તું મને ખોટું સમજી રહી છે... તું બેટા મારો વિશ્વાસ કર..." વાક્ય પૂરું થાય એ પહેલાં જ વિધિ ત્યાંથી બહાર નીકળી ગઈ.

અંજલિ અને વિશાખા કાજલને જગાડવા મથી રહ્યાં છે. એટલામાં જ બધાં બહાર જવાં લાગ્યાં ત્યાં જ એક માણસ આવીને ધીમેથી વિકાસની નજીક આવીને બોલ્યો, " સાહેબ ચિંતા ન કરો આ એક નાટક છે મેડમ સાથે એવું કંઈ થયું નથી‌..તમે મારી પત્નીને બચાવી છે તમારો મારાં પર ઉપકાર છે બહું મોટો એટલે મેડમની જિંદગી માટે આ કહેવું બહું જરૂરી હતું..." કહીને એ કોઈને કંઈ ખબર ન પડી એમ બહાર નીકળી ગયો. વિકાસ એ વ્યક્તિને જતો જોઈ રહયો.

શું એ વ્યક્તિ સાચું બોલી રહ્યો હશે કે કાજલ સાથે કોઈ અજુગતી ઘટના નથી બની ?? હવે મિકિન અને કાજલ મળ્યાં બાદ આ લોકો શરત માનીને બધું છોડી દેશે ?? કોઈ એમને બચાવી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....