Aahvan - 39 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 39

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

આહવાન - 39

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૯

વિશાખા અને સ્મિતે એક ઘરની નજીક પહોંચતાં જ વિધિને કહ્યું, " તે અમને બધું સાચું કહ્યું છે તો અમે તમને કંઈ જ નહીં કરીએ.પણ તારે અમને થોડી મદદ કરવી પડશે. બરાબર...ને ?? ચાલ હવે અમારી સાથે‌..!! "

વિધિ : " આન્ટી પણ મને કંઈ સમજાતું નથી. મારે શું કરવાનું છે ?? ઘરે મમ્મી એકલી ચિંતા કરશે પપ્પા તો ઘરે છે પણ નહીં...એ એકલી શું કરશે ?? "

સ્મિત : " એનું અમે સેટ કરીએ છીએ. એમને કોઈ તફલીક નહીં પડવાં દઈએ. તારી વાત પરથી એવું લાગે છે કે તારી મમ્મી બહું વ્યવસ્થિત છે‌ . હવે એ તો કહે તું કયા ધોરણમાં ભણે છે ?? "

વિધિ : " દસમા ધોરણમાં..."

પછી તરત જ વિધિને એ લોકો એમની સાથે ઘરમાં લઈ ગયાં.

ત્રણેય અંદર પહોંચ્યાં તો અંદર અંજલિ, ભાગ્યેશભાઈ , શશાંકભાઈ એમનાં પત્ની બધાં બેઠાં છે.

વિધિ થોડી ગભરાઈ એટલે વિશાખાએ શાંતિથી કહ્યું, " તું અહીં બેસ... જરાં પણ ચિંતા ન કરીશ.."

વિધિ : " પણ આટલાં બધાં અહીં...કોણ છે આ લોકો ?? "

અંજલિ ત્યાં એની નજીક આવીને બોલી, " બેટા બસ થોડીક તું અમને મદદ કરીશ તો કોઈનો જીવ બચી જશે‌.."

વિધિ : " આન્ટી હું શું મદદ કરવાની ?? હું ખુદ મારું રક્ષણ ના કરી શકી..ને આ લોકો મને અહીં લઈ આવ્યાં. "

સ્મિત : " એક વિડીયો બનાવવાનો છે... એમાં તારે એક્ટિંગ કરવાની છે.‌‌.. અમે તને કહીએ એ રીતે. બધું સાચું હોય એ રીતે..."

વિધિ : " અત્યારે એક્ટિંગ ?? મને તો બહું ઉંઘ આવે છે સવારે કરું તો ના ચાલે ?? આમ તો મને એક્ટિંગનો બહું શોખ છે મને તો મોડેલ બનવું છે પણ પપ્પાને આ બધું જરાં પણ ન ગમે. પણ હું એકલી રૂમમાં અરીસા સામે તો કરી જ લઉં છું. "

વિશાખા : " ત્યાં સુધી કોઈનો જીવ જતો રહે તો ચાલશે ?? જો તારાં પપ્પાને કંઈ થઈ જાય તો તને ચાલશે ?? "

વિધિ : " પપ્પાને કંઈ ન થવું જોઈએ. હું એમનાં માટે કંઈ પણ કરીશ. પણ મારાથી કોઈનો જીવ બચી શકે આ વાત મને સમજાતી નથી..."

સ્મિત : " હમમ...હવે સાચું અને સીધું કહું તો તારાં પપ્પાએ મારાં ભાઈ અને ભાભીને કીડનેપ કરી દીધાં એમનો જીવ મુસીબતમાં છે... પરંતુ અમે તો એવાં નથી. બહું સીધાં માણસો છીએ. અમે તને કંઈ નહીં કરીએ. અમે તારો વિડીયો બનાવીશું કે જેમાં તું કિડનેપ થયેલી હોય એવાં ન્યુઝ એનાં સુધી પહોંચે અને એ પોતાની દીકરી માટે થઈને એ લોકોને છોડી દે...!! "

વિધિ : " મારાં પપ્પા આવું કરે જ નહીં...ભલે એ ગમે તેવાં હોય પણ આવું તો કરે જ નહીં..."

સ્મિત : " બેટા તું આટલી નાની છે અમારે તને એક ઓડિયો ક્લિપ છે એ બતાવવી ન જોઈએ. કોઈ પણ દીકરી પોતાનાં પિતા વિશે આવું સાંભળીને દુઃખી થઈ જાય પણ તને વિશ્વાસ અપાવવા અમારે તને એ સંભળાવવી પડશે. અને તું દસમામાં છે એટલે અમે એટલું તો તારી વાત પરથી માની જ શકીએ કે તું સમગ્ર ઘટના સમજી શકીશ..."

વિશાખા : " અમે માનીએ છીએ ત્યાં સુધી કોઈ પણ પિતાને પોતાની દીકરી સૌથી વધું વ્હાલી હોય એ એને એક ઉની આંચ પણ ન આવવાં દે...પણ હવે તારાં પિતા શું વિચારે છે એ તો નથી ખબર..."

વિધિ : " સારું મને સંભળાવો... બધું પણ મને વિશ્વાસ છે કે એ બધું ખોટું જ હશે...પણ તમને એમ ન લાગે એટલે હું સાંભળીશ."

બધાં વિધિનો એનાં પિતા પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમ જોઈએ હેબતાઈ જ ગયાં કે એ છોકરી હકીકત જાણશે ત્યારે એની શું સ્થિતિ થશે‌..

ને તરત જ આખું રેકોર્ડિંગ જે બીજાં ફોનમાં રેકોર્ડ કર્યું છે એ ચાલું કર્યું. જેમ જેમ એ બધું સાંભળવા લાગી એને પરસેવો થવાં લાગ્યો. એની આંખો ભરાઈ આવી. થોડીવાર સુધી એ કંઈ જ ન બોલી બધું શાંત ચિત્તે સાંભળી રહી. એ નાની છે પણ એટલી પણ નાની નથી કે આ બધું સમજી ન શકે...અને આજકાલ તો બાળકો બહુ જ હોશિયાર હોય છે.

છેલ્લે એક જે વ્યક્તિનો અવાજ આવ્યો કે જેને કોઈ પણ જાણતું નથી કે એ કોણ છે એનો અવાજ આવતાં જ હજું સુધી શાંત બેઠેલી વિધિ બોલી, " અરે મામા પણ આમાં શામેલ છે ?? આ તો એમનો જ અવાજ છે‌...પણ એ શું કામ આવું કરી રહ્યા હશે ?? "

સ્મિતે તરત જ ઓડિયો પોઝ કરીને પૂછ્યું કે," એ કોણ છે ?? તારાં સગાં મામા છે ?? એમનું નામ શું છે ?? "

વિધિ : " હા. એ બધું હું પછી કહું છું...પણ ચાલો કહો મને શું એક્ટિંગ કરવાની છે...આજે તો એક પિતા પુત્રીની જંગ છે..‌ મેં ટીવીમાં સિરિયલો બહું જોઈ છે...એનો આજે એક પોઝિટિવ અસર તરીકે હું એક્ટિંગ કરવાં તૈયાર છું... તમારે ત્યાં સુધી પહોંચવું છે ને હું તમને લઈ જઈશ... એનાં માટે હું કંઈ પણ કરીશ..‌તમે ફટાફટ એવો સેટ અપ તૈયાર કરો..કે પપ્પા માની જાય કે આ સાચી હકીકત છે ખરેખરમાં મારું કિડનેપિગ થયું છે. "

સ્મિત : " તું સાચે કહે છે બેટા ?? પણ તું ફરી તો નહીં જાય ને છેલ્લે ?? "

વિધિ : " નહીં... મારામાં પપ્પાનું જેવું ઝનુન છે તો મમ્મીની જેવાં સારાં ગુણો પણ છે. મારી મમ્મી એક રાજકારણીની દીકરી છે પણ એ એકદમ સરળ અને પ્રામાણિક છે આથી જ પપ્પા એને બહું સપોર્ટ નથી કરતાં. એ કહે છે તને આટલું ભગવાને આપ્યું છે તો જીવતાં નથી આવડતું.... કદાચ મારાં મોજીલા પપ્પાને પણ મમ્મીની કદાચ આ વસ્તુ જ નહીં ગમતી હોય એ મને આ બધું સાંભળ્યા પછી હવે ચોક્કસથી લાગી રહ્યું છે. "

અંજલિ : તું ખરેખર પંદર વર્ષની જ છે ને?? તું તારી ઉંમરનાં પ્રમાણમાં બહું વધારે મેચ્યોર લાગે છે. "

વિધિ : " બહારથી સુખી દેખાતાં પરિવારમાં અમુક એવી સ્થિતિ હોય કે બાળકો આપોઆપ મોટાં થઈ જતાં હોય છે...એમને અને ઉંમરને જાણે કંઈ સંબંધ જ નથી રહેતો...ચાલો હવે જરાં પણ સમય ન બગાડો. મારાં પપ્પા અને મામાનો કોઈ ભરોસો નહીં...એ કંઈ પણ કરી શકે. "

ને પછી બધાં ફટાફટ ગોઠવણમાં લાગી ગયાં.

**************

થોડીવારમાં જ સ્મિતનાં ઘરનાં એક સ્ટોરરૂમમાં આખું અંધારી કિડનેપ કરેલું હોય કોઈને એ રીતે એક ખુરશી મૂકીને સેટઅપ કરવામાં આવ્યો. ત્યાં વિધિને બાંધવામાં આવી. પછી વિધિએ બહું કોઈનાં કોઈ પણ પ્રકારનાં સૂચન વિના જ જોરદાર પોતે સાચેમાં કિડનેપ થઈ હોય એમ રડીને બૂમો પાડી રહી છે. એને પોતાનાં કપડાં ને વાળ બધું પણ એ રીતનું જ કરી દીધું. બધાં તો દંગ જ રહી ગયાં. અને આખો જ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો.

વિધિ : " હવે પપ્પા હચમચી જશે...જે વસ્તુ પપ્પાની નબળાઈ છે એ જ મેં આમાં છતી કરી છે. પણ એકવાત કહું કે તમને કેવી રીતે ખબર હતી કે તમે મને આ રીતે મારાં ઘરે લેવાં આવ્યાં ?? "

સ્મિત : " એ તને કહું પહેલાં આ વિડીયો તારાં પપ્પા સુધી પહોંચાડવા માટે તું એમનો નંબર આપ..."

ને પાંચ જ મિનિટમાં આખો વિડીયો એમને મોકલી દેવામાં આવ્યો. ને પછી સ્મિત બોલ્યો, " અમને થોડી વિગત મારાં ભાઈ દ્વારા મળી અને થોડી તમારાં સિક્યુરિટી દ્વારા ને થોડું ગુગલ દ્વારા . અમને તો કોઈ કદી આવો અનુભવ ન હોવાથી અમે ખુદ ડરતાં હતા. પણ અમારું નસીબ સારું કે સિક્યુરિટી એ તમારાં ઘરની થોડીઘણી માહિતી આપી. અમારો પ્લાન અલગ હતો પણ દરવાજો તે પોતે જ ખોલ્યો ને બીજું કોઈ તરત બહાર ન આવ્યું ને અમારું કામ એકદમ સરળ બની ગયું. બસ હવે જોઈએ શું થાય છે...!! "

વિધિ : " તમે તમારાં નંબર પરથી મોકલશો તો પકડાઈ જશો તો ?? "

સ્મિત : " એનો કોઈ વાંધો નથી આ મારો એક્સ્ટ્રા નંબર છે. ફક્ત આ કામ માટે ચાલું કરેલો છે."

આ વાતચીત ચાલું છે ત્યાં જ રિકેન બોલ્યો, " ઓ શીટ !! આપણને તો ખબર જ ન પડી. "

વિશાખા : " શું થયું... અહીં સાઈડમાંથી તો ઓડીયો માટેનો વાયર નીકળી ગયો છે આપણને ક્યાંથી સંભળાય કંઈ ?? "

ભાગ્યેશભાઈ : " ઓ બાપ રે !! " કહીને ઉભા થઈ ગયાં.ને પછી ફટાફટ બધાં આગળનું કંઈ સંભળાય અને મિસ્ટર અરોરા નો કંઈ જવાબ આવે એ માટે રાહ જોઈ રહ્યાં છે !!

સ્મિત એ લોકોનો મિકિન એમને બચાવવાનો પ્લાન સફળ બનશે ખરાં ?? એ ત્રીજી વ્યક્તિ કે જે વિધિના મામા છે એ કોની સાથે જોડાયેલી હશે ?? વિધિની હાલત જોઈને મિસ્ટર અરોરાને કંઈ ફરક પડશે ખરાં ??

જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......