આંગળીયાત...ભાગ. 1
અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ઓરડા તરફ આગળ વધ્યા,
લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી, જય હજુ ભણેછે ઈન્જિનિયરીંગનુ મંજુલાબેન એક સંપુર્ણ હાઉસ વાઈફ, પોતાના નીતી,નીયમ, ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાનું જીવન જીવવા વાળા એક બહુ હાઈ-ફાઈતો ન કેહવાય,પણ સાવ સામાન્ય પણ ન કહેવાય એવો મીડલકલાસ પરીવાર, પરતું એકદમ ખૂશ ખુશહાલ. જીદંગી
શાંત વહેતી નંદીની માફક રસ્તામાં આવતા મુશ્કેલીઓ સમાન પથ્થરો ઊપર થઈને પોતાની ધૂનમાં વહી જાય.
લીના : "મમ્મી...!આજ એક ફેશન શો માટે મારે મીટીંગ છે હું જમવા નહીં આવું થોડો નાસ્તો ભરી આપજે...!"
મંજુબેન : "હા, બટાટા પૌંવા બનાવી આપુ...?"
લીના : " હા,મમ્મી...હું તૈયર થઈ જાવ..."
લીના ઊભી થઈ નાહી ધોઈને તૈયાર થઈ, ભરતભાઈ પણ તૈયાર થઈ આવીગયા એટલીવારમાં બધાં નાસ્તાના ટેબલ ઉપર બેઠાં, મંજુબેન ચા નાસ્તો તૈયાર રાખ્યો હતો. હજુ
જય નહતો આવ્યો, એટલે ભરતભાઈ મસ્તી કરતાં મંજુબેનને
કહ્યુ,
"કયા છે...!? લાટ સાહબ, હજુ સૂતા લાગે છે, રાતે મોડે સુધી બહાર રખડવું, મોબાઈલ કરવો અને સવારે મોડે સુધી સૂવુ ..કયારે સુધરશે..?"
અને લીના અને ભરતભાઈ હસવાં લાગ્યા. મંજુબેન એક ભારતિયમાની જેમ પોતાના દિકરાની ફેવર કરતાં બોલ્યા,પરંતુ જયને પણ મંજુબેનના સંસ્કાર આપેલા સંસ્કાર હતા, એના ઉપર મંજુબેનને પૂરો વિશ્વાસ હતો, - કે કયારેય કોઈ ખોટીલાઈને નહીં જાય, એ એની ઉંમરના પ્રમાણમાં વધારે પીઢ હતો,અને લીનાતો લજામણીના છોડ જેવી શરમીલી, વાન થોડો ભીનો પણ નમણાશ તો નાગરવેલ જેવી, પાતળો બાંધો,અણીયાળી આંખો,લાંબા વાળ એકદમ સંપુર્ણ ભારતીય નારીની વ્યાખ્યા આપતા બધા જ ગુણ કુટી કુટીને ભર્યાં હતા એનામાં,વ્યવસાય ફેશન ડિઝાઇનરનો હતો પરંતુ ફેશન એને કયાંય હજું અડી ન હતી અને છતા એના પ્રોફેશનમાં એ પુર્ણ રૂપે અપડેટ રેહતી.
"તમને બાપ દિકરીને તો મારો દિકરો જ દેખાય છે..!બિચારો આખો દિવસ ભણતો હોય છે, પછી બહાર જાય છે. એટલી વારમાં જય પણ તૈયાર થઈ આવી ગયો અને મમ્મીને આંખ દાબી પાછળ લીનાને ચુપ રહેવા ઇશારો કર્યો. પરતું એ તો મા છે, દિકરાનો હાથ ઓળખી ગઈ અને હાથ ઊપર ટપલી મારતાં કહ્યુ,
"બદમાશ, ચાલ હવે ચા નાસ્તો પતાવી ભણવા બેસ, મારે રોજ આ બાપ દિકરીનું સાંભળવું પડે છે. "
એને બધાં હસી પડ્યા. ચારેય નાસ્તો પતાવી અને પછી બધાં પોતપોતાના કામે વળગ્યા.
પરતું જીવન અને સમય ચાલ્યા જ કરે છે, રોજ નવાં રસ્તા, નવી ખૂશી, નવી મુસીબત,અને રોજ સવારનો નવો સુરજ, કોઈ દિવસ એકનો એક સમય-કે એકનો એક સુરજ નથી આવતો, અને માનવ પણ આ પ્રવાહ સાથે પોતાની જાત અને
મગજને અનુકૂળ પરીસ્થિતીમાં ઢાળતા શીખી ગયો છે ,અને એ બધું જ જાણવા છતા માણસ પોતાને એ સુખ અને દુઃખથી પરે નથી કરીશકતો,એ એની જ બનાવેલી સુખ દુઃખની માયામાં અટવાયા કરે છે,જેમ પૃથ્વી ગોળ છે,-એમ જ
માણસના કાર્યોં કર્મો ગોળ ફરી ફરી એની જ સામે આવીને ઊભાં રહે છે.
આગળના ભાગમાં આપણે એક નવા પરીવારની મુલાકાત કરશું. અને ભરતભાઈના પરીવારનો પ્રવાહ કઈ પથરાળ જમીન ઊપર વહી રહ્યો છે એ જાણશું.
ભાગ..2
મંજુબેન કામવાળીને લઈને સફાઈ કરવવા લીનાના ઓરડામાં ગયા.
"હે ભગવાન....!આ છકરી બાવીસ વરસની થઈ,પણ ઘર કેમ સાચવવું નથી આવડતું,"
મંજુબેને કામવાળી પાસે ઓરડાની સફાઈ કરવી, એમના હાથમાં લીનાના બાળપણના ફોટા આવ્યા એ જોતા એમની આંખ ભરાઈ આવી, કેટલી મોટી થઈ ગઈ, કાલ સવારે સાસરે મોકલવાનો સમય થઈ જશે,પરતું મને મારી દિકરી ઊપર વિશ્વાસ છે એ પોતાનું ઘર પરીવાર ખૂબ સરસ સંભાળી લેશે,
આમજ દરેક મા-બાપને પોતાનાં આપેલા સંસ્કાર ઊપર અને પોતાના બાળકો ઊપર પૂરો ભરોસો હોય છે. પરંતુ સમયની ગતી પણ ન્યારી હોય છે, આજ સુધીમાં કોઈ નથી સમજી શકયું, આપણાં વિચારો અને આપણી પરીસ્થિતી હંમેશા વિરુધ દિશામાં જ સફર કરતાં હોય છે. અને આપણે એ બંનેને સાથે રાખવા સંઘર્ષ કરતા રહીયે છીએ. મંજુબેન ઊંડા વિચારમાં ખોવાયેલા હતા ત્યા ફોનની ઘંટડી રણકી,
ટ્રીન....ટ્રીન.....ટ્રીન..... મંજુબેન ફોન ઉપાડયો,
" હલ્લો..! કોણ...?"
"મંજુબેન..,! હું ગીતા ઓળખાણ પડી...?"
"અરેરે...હા..! મહીલા મંડળવાળા જસુબેનની બહેનને...?"
"હા..,બરાબર ,કેમ છો..?
"હું , મજામાં બોલ બોલ શું કામ હતુ..?
" મંજુબેન, આપણે લીનાનુ સંબંધ હવે કરવાનો છે..?તો એક
વાત આવી છે,છોકરો દેખાવે સરસ છે ,ભણેલો છે,અને અત્યારે ટીવી અને ફીલ્મમાં હીરો તરીકે કામ પણ કરે છે. પરીવાર પણ સરસ છે ,તમે હા કહો તો વાત આગળ વધારું ....!"
" સાંજે એના પપ્પા આવે એટલે એને વાત કરી પછી તમને જણાવું.."
"હા,સારું...આવજો...જય શ્રીકૃષ્ણ.."
ગીતાએ સ્ત્રી સ્વભાવ પ્રમાણે લેહકા વાત કરી મંજુબેનની ગળે ઉતારી દીધી હવે મંજુબેનનુ મગજ વિચારે ચડયું.
દિકરીને સારું ઠેકાણું મળે એનાથી વિશેષ મા-બાપનું સુખ બીજુ શું હોય..!
સાંજ પડતાં ભરતભાઈ ઘરે આવ્યા,લીના પણ આવી ગઈ,
જય પણ ઘરે જ હતો, લીનાએ મમ્મીને રસોઈમાં મદદ કરી.
બધાં સાથે જમ્યા અને કામ પતાવી લીવીંગ રૂમમાં બેઠાં,
મજાક મસ્તી ભાઈ બહેનની ચાલું જ હતી, પરતું મંજુબેન
કંઈક બીજા વિચારોમાં ખવાયેલા હતા.એ ભરતભાઈ માર્ક કરતા હતા.
થોડી વાર પછી જયના મિત્રો આવ્યા એટલે એ બહાર આટો મારવાં જતો રહ્યો, લીના એની પ્રોજેક્ટની તૈયારી કરવાં એના રૂમમાં જતી રહી.
હવે મંજુબેન અને ભરતભાઈ એકલા થયાં,-એટલે ભરતભાઈની રેહવાયુ નહીં, એણે મંજુબેનની સવાલ કર્યો,
"શું થયું છે..? કઈ પ્રોબ્લમ છે...?કેમ આટલી ચીંતામાં છે...?"
"ના..! બસ એમજ જરે લીનાનો વિચાર આવી ગયો હતો એટલે, "
" અ..રે...રે...,લીનાનું શુ વિચારવાનું હોશીયાર છે અને તારાં હાથમાં મોટી થઈ છે..."
"વાત એમ નથી.."
"તો શું વાત છે..?"
"આજ મારી એક સહેલીની ફોન હતો,એ એક છોકરા માટે વાત કરતી હતી લીના માટે.."
"હા તો દિકરી પરણાવા લાયક થઈ ગઈ છે તો માંગા તો આવવાના જ ને ,સારું વાત કરી જોવાનું ગોઠવવાનું કહી દેજે
એમાં ચીંતા શું કરવાની..."
"પરતું લીનાના ભુતકાળ વિષે આપણે કયારેય લીનાને જાણ નથી થવાં દીધી,તો હવે આપણે સામેવાળા પરીવારને આ વાત કરશું..? અને કરશું તો લીનાને પણ દુખ થશે, હવે શુંકરવું...? મને સમજાતું નથી..મનમાં એક ડર બેસી ગયો છે."
"આટલી બધી ચીંતા નહીં કર,ભગવાનના આશીર્વાદથી બધું બરાબર થઈ જશે,તું કાલે ફોન કરી વધારે માહીતી એ પરીવાર મંગાવીલે અને એમને છોકરા છોકરીનું જોવાનું ગોઠવવાની ઈચ્છા હોય તો એ પણ વાત કરી લેજે."
"હા ,ઠીક છે હું કાલે વાત કરી લઈશ."
મંજુબેનને લીના હવે પરણીને જતી રેહશે એ ચીંતા સતાવવા લાગી, એ ત્યા કેમ બધું મેનેજ કરશે..? લીનાનો એક ભુતકાળ છે એ આજ સુધીમાં લીનાને નથી ખબર પડી હવે એ લીનાથી છુપાવવુ કેટલું વ્યાજબી રેહશે...? એ વિચારોમાં જ કયારે સવાર થઈ ગઈ ખબર ન રહી.
આજનો સુરજ નવી ચીંતા અને એક નવી અસમંજસ લઈને
મંજુબેનના આંગણે પધાર્યો હતો,મંજુબેન એનું રૂટીન કામ કરતાં હતા પરંતુ એનું મન કેટકેલાય વિચારોના વમળમાં ફસાયેલું હતું,આજ એમને કામ પોતાનામાં કે ખંતથી કામ કરવામાં કોઈ રસ ન હતો. -બસ એમ જ ઉપર છલ્લુ અને ફટાફટ કામ પતાવી ગીતાને ફોન લગાડ્યો...
સામેના ફોનમાં ઘંટડી રણકતા ગીતાએ ફોન ઉપાડયો....
"હ..લ...લો...!મંજુબેન, જય શ્રીકૃષ્ણ,.... કેમ છો...?
"બેન ..હું મજામાં, તમે કેમ છો..? (ગીતાબેન કેમ છોનો જવાબ આપે એ પેહલા જ મંજુબેને વાત આગળ વધારતાં કહ્યું, ) મે લીનાના પપ્પા સાથે વાત કરી છે, એમણે વાત આગળ વધારવા કહયું છે, અને છોકરા છોકરીનું જોવાનું ગોઠવવું હોય તો પણ આપણે તૈયાર છીએ,"
" સારું હું છોકરાની પરીવાર સાથે વાત કરી કહું તમને."
એને ગીતાબેને ફોન મૂક્યો.
આગળના ભાગમાં જોઈશું આપણે એ નવા પરીવારની મુલાકાત.
ભાગ..3
મંજુબેન ફોન મૂકી કામે વળગ્યા પરંતુ એની ઉલજન એની બેચેની એનું મન કામમાં ખુંપવા ન હતું દેતું, એ બેચેનીમાં મંજુબેન જમવાનું પણ ન ભાવ્યું એ વિચારમાં ખોવાયા, શું કરવું સમજાતું ન હતું. સાંજ ભરતભાઈ, લીના બધાં પોતાનાં કામ ઊપરથી પાછાં ઘરે આવ્યાં, જમવાનું પત્યું અને બધાં બહાર બેઠાં, મંજુબેને લીનાને કહયું,
"મારી સહેલીની બહેન કોઈ છોકરાની વાત લાવી છે, તારા માટે અને મે અને તારા પપ્પા એ વાત આગળ વધારવા કહ્યુ છે."
" ઓકે! પરંતુ તમે લોકો એ પરીવાર વિષેની વીગત અને છોકરાનો ફોટો મંગાવી લેજો.."
"હા, ગીતાબેનને બધી વાત કરી છે,એ એ પરીવાર સાથે વાત
કરી આપણને જાણ કરશે...લી..ના..મા ..રે ..એક .."મંજુબેન લીનાને કંઈક કેહવા ઈચ્છતા હતાં, પણ એ સમયે જ ભરતભાઈએ એની વાત વચ્ચે જ અટકાવી દીધી અને બોલી પડયા,
" લીના.. !હવે તારો સામાન પેક કરવા લાગ તારી મમ્મીને તને સાસરે મોકલવાની જલ્દી લાગી છે હવે..!" અને હસવા લાગ્યા. પરંતુ એ વાત મંજુબેનને નહીં ગમી એ ઊભાં થઈ અને ઓરડામાં જતાં રહ્યાં,એટલે ભરતભાઈ લીનાની સામે જોઈ હસતાં હસતાં બોલ્યા,
"કઈ નહીં ..એને તને સાસરે વળાવવી પણ છે,- અને તારી વગર ગમે પણ નહીં એટલે થોડી બેચેની અનુભવે છે...."
લીના ઊભી થઈ અંદર મમ્મીના આરડામાં ગઈ, એણે જોયું મમ્મી પલંગ ઉપર બેસી કોઈ વિચારોમાં ખોવાયેલી હતી,અને આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. લીના મમ્મી પાસે જઈને એના હળવું આલીંગન આપતાં બોલી,
" મારી પ્યારી મમ્મીમીમી...,! તું ન હોતી આવી સાસરે..?
તો પછી..? આ તો સંસારનો નિયમ છે પછી દુ:ખ શું કરવાનું...! -અને હા હું જાવને પછી મારી જગ્યા પૂરવા સરસ મજાની વહુ લઈ આવજે એટલે તને એકલું નહીં લાગે. "
અને મંજુબેન અને લીના હસવાં લાગ્યા, ભરતભાઈ પણ ઓરડાંના બારણે ઊભા રહી હસતાં હતા,ત્રણેય એકબીજાને જોઈને ફરી દર્દ ભરી મુસ્કાન હોઠો પર આવી ગઈ.
આ બધું જય પણ જોતો હતો એ પણ મમ્મી અને લીનાની પાસે આવી બંનેને ગળેવળગી પડયો. બધાં એકબીજામાં જાણે ક્ષણભર ખોવાય ગયા. અને મંજુબેનના ફોનની રીંગ વાગતાં બધાં ઝબકીને આંખો લૂછતાં પોતાના કામે વળગ્યા.
મંજુબેને જોયું ગીતાબેનને ફોન હતો. એને ફોન ઉપાડયો,
"હલ્લો..! જય શ્રીકૃષ્ણ બેન.."
"મંજુબેન, જય શ્રીકૃષ્ણ..! મે છોકરાના પરીવાર સાથે વાત કરી છે, એમને છોકરી જોવી છે તો આપણે રવિવારનુ અનુકૂળ હોય તો ગોઠવી દઈયે...?"
"હા , સારું કેટલાં લોકો આવશે અને કોણ કોણ આવશે મને જાણ કરજો અને હા..! તમે પણ આવજો સાથે,"
"છોકરો,અને મમ્મી પપ્પા અને ભાઈ ભાભી આટલાં આવશે.."
"સારું ..!"
"અમે પાંચ વાગ્યે આવશું, લીનાને તૈયાર રહેવા કહેજો, છોકરો હીરો છે, ટીવી અને ફીલ્મમાં કામ કરે છે એટલે લીનાને એ પ્રમાણે વ્યવસ્થીત તૈયાર થવાં કહેજો. "
"હા તમે , ચીંતા નહીં કરતા બધું બરાબર તૈયાર હશે તમે મહેમાન લઈને આવીજજો. જય શ્રીકૃષ્ણ "કરી મંજુબેનની ફોન મૂક્યો. ત્રણ દિવસ એજ જ નિત્ય ક્રમ મુજબ પસાર થઈ ગયા.
આજ રવીવાર હતો,સવારથી મંજુબેન તૈયારીમાં લાગી ગયાં હતાં. નવી નાસ્તાની ડીશો કાઢી કબાટમાંથી સાફ કરાવી, નવા સોફાના કવર પાથર્યા, ઘરની સફાઈ કરાવી , લીનાને પહેરવા માટે સરસ આછી ગુલાબી સાડી આપી,- આમતો એ પોતે ફેશન ડિઝાઇનર હતી,પણ મંજુબેન માટે તો દીકરીને જોવા આવવાનાં હતાં એટલે એ સ્પેશ્યિલ મહેમાન અને સ્પેશ્યિલ પ્રસંગ હતો એટલે ડ્રેસીંગ પણ સ્પેશિયલ હોવું જોઈએ એવો ઓડર લીનાને મમ્મી તરફથી મળી ગયો હતો.
સાંજે પાંચ વાગતાં મંજુબેન બધી તૈયારી પૂરી કરી, લીના પણ એના ઓરડામાં તૈયાર થઈને બેઠી હતી. આછી ગુલાબી સાડી, અને મેચિંગ લિપસ્ટીક સાથે મોટી અને મરુન આંખો ઊપર ભૂરા રંગની આઈલાઈનર એની મોટી આંખોને નશીલી બનાવી ઊપસાવતી હતી,એના છુટા લાંબા કોફી રંગના વાળ,એક મોડેલથી જરા પણ ઉણી ઊતરતી ન હતી, એકદમ ગોરી નહતી, તો પણ એનો એ ઘઉં વર્ણો રંગ નીખરી ઊઠયો હતો,એને જોતા ભરતભાઈ અને મંજુબેન એકબીજાની સામે
જોઈ રહ્યા અને આંખો આંખોમાં જ એકબીજાને કહી દીધું હતું, -કે જોવો તમારી દીકરી આજ કેટલી મોટી થઈ ગઈ છે, કાન પાછળ કાળું ટીલું કરો, નહીતો નજર લાગશે કોઈકની.
અને એ આંખોની વાત પણ બોલ્યા વગર જ બંને જાણે સમજી ગયાં હોય એમ એકબીજાની સામે એક ગૌરવ ભરી મુસ્કાન કરી જોઈ જોતા રહયા.
દરવાજાનો બેલ વાગ્યો, એને પાછાં મંજુબેન બધું ફટાફટ આમતેમ સરખું કરવાં લાગ્યા અને ભરતભાઈ દરવાજો ખોલવા ગયા.
સામે ગીતાબેન તથા સાથે આવેલાં મહેમાન પણ હતા,મંજુબેન ઝડપથી પગલાં ભરતાં દરવાજા આગળ આવ્યાં અને બંને હાથ જડતાં બોલ્યા,
" ગીતાબેન..!આવો..આવો ...! "
પાછળ મહેમાન સામે જોઈ હાથના ઈશારાથી અંદર તરફ આવવાનું કેહતા એમનું પણ સ્વાગત કર્યુ.
બધાં અંદર આવી સોફા ઉપર ગોઠવાયાં, ગીતાબેન એકબીજાને ઓળખાણ કરવતાં બોલ્યા:-
"મંજુબેન, આ છે શીલાબેન, એમના પતિ શરદભાઈ પટેલ, તથા એમના બન્ને દિકરા રીશીત અને રચીત, અને આ છે રીશીતની પત્ની ગૌરી,શરદભાઈને હીરાનો બીઝનેસ છે, રીશીત પણ એમા જ સાથે છે,એને રચીત ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે,પરતું એને એક ઘરેલું ગૃહીણી જેવી જીવનસાથી જોવે છે, અને એના મમ્મી પપ્પાની પસંદનો માન આપી ભારતીય સંસ્કારમાં માનનારો છોકરો છે."
ગીતાબેને શરદભાઈ પટેલના પરીવારની ઓળખાણ કરાવ્યા બાદ ભરતભાઈના પરીવારની ઓળખાણ કરાવી, બધાંએ એકબીજાનું હાથ જોડી અભિવાદન કર્યું. અને બીજી ઘણી વાતો કરી.
પછી લીનાને બોલાવવામાં આવી, રચીત લીનાને પસંદ કરશે...? આગળ ના ભાગમાં વાંચ શું.
( ક્રમશ...... )
🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍Doli modi✍