કહેવાય છે કે સબંધો નો સેતુ ઉપર વાળો બનાવી ને જ પૃથ્વીલોક પર દરેક જીવાત્માને મોકલતો હોય છે. પરંતુ તેની જાણ સમયાંતરે કુદરત સબંધ બંધાવી ને એક બીજા વચ્ચે સ્નેહ ની શરૂઆત કરે છે એટલે જ એક બીજા ને સમજવા માટે એંગજમેન્ટ નો સમય સમાજ તરફથી આપવામાં આવે છે ત્યાર બાદ શાસ્ત્રો ના વિધી વિધાન પ્રમાણે પ્રણય સંબધ ની શરૂઆત થાય છે..
નિહારિકા એ રાજ ને પાછળથી આલિંગન આપતાં કહ્યું , " આજે તો હું તારી કંઈ વાત સાંભળવાની નથી.ઘરખર્ચનો તમામ હિસાબ તને બ્લેક એન્ડ વ્હાઈટમાં આપ્યા પછી પણ આજની તારીખે આપણી પર્સનલ બચત દશ હજાર થઈ ગઈ છે.અને નેક્સ્ટ વીક આપણી મેરેજ એનિવર્સરી પણ છે.મને ખબર છે તને મારા વાળમાં કૉપર કલર કેટલો ગમે છે અને straightening તો આપણાં બન્નેનું સપનું છે.એટલે આ બન્ને કામ આજે final ! ”રાજ શેવિંગ ફૉમ નિહારિકાના ગાલ પર લગાવતાં કહ્યું , “ સ્યોર મેમ ! એનાથી આ તમારા મુલાયમ લાંબા વાળમાં વચ્ચેથી ડોકાં કાઢતી ચાંદી પણ ઢંકાઈ જશે ! ' ' નિહારિકા એ આંગળીથી ફોમ પાછું લઈ રાજ ના ગાલ પર ઘસતાં તોફાની અંદાજમાં કહ્યું , “ મારું છોડ ! તારી મૂછોની ચાંદી જોને ! હું જાઉ છું ... બ્યુટી પાર્લરની એપોઈન્ટમેન્ટ છે.દૂધ ટેબલ પર મૂક્યું છે. અંજનાને કૉલેજ નથી જવું આજે , એટલે એ ઉપર એના રૂમમાં છે .” નિહારિકા જવા માટે ફરી ત્યાં જ ડૉરબેલ રણકી ઊઠી.અત્યારે કોણ હશે ! હજુ તો નિહારિકા દરવાજા તરફ જાય તે પહેલાં દાદર પરથી અંજના વાવાઝોડાની જેમ ઊતરી .. નો..નો..મમા .. પ્લીઝ ! ડોર હું ખોલીશ !
Amazon માંથી કુરિયર છે . નેક્સ્ટ વિક અમારી બેચનું ફેરવેલ function છે ! એ માટે મેં ઓનલાઈન મોબાઇલ અને એસેસરીઝ ઓર્ડર કર્યા'તા ! મારી last birthday ની gift પેન્ડિંગ છે ને ! તમે મને લઈ જ આપવાનાં હતાં પણ , મેં વિચાર્યું કે તમને સરપ્રાઈઝ આપું ! મોમ ! આ ઓનલાઈન શોપિંગ , માર્કેટ કરતાં કેટલું સસ્તું છે યુ નૉ ! ' 'આટલું એકધારું બોલતાં બોલતાં અંજના પાર્સલ લઈ નિહારિકા પાસે આવતાં બોલી જો મા ! આ મેં જે ફોન મગાવ્યો તેની માર્કેટ પ્રાઈઝ 15999 / - છે , પણ આપણને ફક્ત 9999/- માં જ છેક ઘર બેઠાં મળી ગયો બોલ ! અને એ પણ cash on delivery ! fraud થવાની બીક જ નહીં ! એટલે ફાઈનાન્સ મિનિસ્ટર ! નાઉ ઈસયોરટર્ન ! રૂપિયા ઢીલા કરો ચાલો ! ” આટલું બોલી અંજના રાજ તરફ ફરી .. " ઉડી ! તમને ખબર છે ? આ ફોટો જુઓ ! મેં જે ફોન મંગાવ્યો છે તેમાં કોપર અને સિલ્વર બે કલર હતા પણ , મેં સિલ્વર ગ્રે કલર મંગાવ્યો છે ! સારો છે ને ? રાજ નિહારિકા સામે જોયું ! નિહારિકા હસીને પર્સમાંથી પૈસા કાઢતાં બોલી ... ‘ ઓફકોર્સ બેટા ! કોપર કરતાં સિલ્વર કયાંય સારો ! કદાચ તને જાણકારી નહીં હોય , પણ સિલ્વર એ સમજણનો રંગ છે ! એટલે બેટા જીવન મા દરેક રંગો એ મનુષ્ય જીવન માં પોત પોતાની આગવી છાપ લઈ ને શોભી ઊઠે છે એનું એકમાત્ર કારણ એ પણ જાણવા જેવું છે કે સફેદ કલર જીવન મા શાંતિ નું પ્રતિક છે તો જ્યારે સોર્ય ની વાત આવે ત્યારે કેસરી કલર આપણે જીવન મા બળ અને જુસ્સા પૂર્વક આગળ વધવાની પ્રેરણા આપે છે.. એટલે જ સબંધ ના સેતુ નું મુખ્ય કારણ શોભગ્ય મા પૂરતો લાલ સિંદુર એ સંબંધ ની નિશાની છે... આમ મેઘધનુષ ના નવે રંગો મનુષ્ય જીવન સાથે ના સબંધ સેતુ સાથે સંકળાયેલા છે