riya shyam - 26 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 26

Featured Books
Categories
Share

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 26

ભાગ - 26
કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી, શ્યામને જે રૂમમાં શિફ્ટ કર્યો હતો,
તે રૂમમાં,
શ્યામ તો એના પલંગ પર સુઈ રહ્યો હતો.
જે હમણાં જ, તે રૂમના દરવાજા પાસે કિડની મેળવનાર વ્યક્તીના વડીલ પિતા, અને ડોક્ટર વચ્ચે થઈ રહેલ વાતચીતથી જાગી ગયો છે.
આ બાજુ, એ વડીલે ડોક્ટરને કહ્યા પ્રમાણે, કે
ડોક્ટર સાહેબ, આજે મારા એક દીકરાએ, મારા બીજા દીકરાનો જીવ બચાવ્યો છે.
વડીલ દ્રારા બોલાયેલ, આ વાક્યનો અર્થ અત્યારે,
ડોક્ટર સાહેબને બરાબર સમજાઈ નથી રહ્યો, અને ડોક્ટર સાહેબ પોતે પણ,
આ વાક્યનો અર્થ સમજવાની થોડી પણ કોશિશ કરે, એ પહેલાતો,
આ લોકોની વાતચીતથી હમણાંજ જાગી ગયેલો શ્યામ, દરવાજામાં ઉભા રહી, ડોક્ટર સાથે વાત કરી રહેલ વડીલ પર શ્યામની નજર જતાજ,
શ્યામ, પોતાના પલંગ પરથી ઉભો થવા જઇ રહ્યો છે.
શ્યામને પલંગ પરથી ઉભો થતો જોતાજ,
ડોક્ટર દોડી, શ્યામની પાસે જઈને,
ડોક્ટર શ્યામને પલંગમાંજ સુતા રહેવા, અને આરામ કરવા જણાવે છે.
કારણ કે
હમણાં જ શ્યામનું ઓપરેશન થયેલ છે, અને અત્યારે થોડો સમય એને સાચવવું અત્યંત જરૂરી છે. માટે
ડોક્ટર શ્યામને, શક્ય એટલો આરામ કરવા કહે છે.
શ્યામ પોતાના પલંગ પર, આડો તો પડે છે, પરંતુ..
સુતા-સુતા પણ શ્યામ, વડીલને બે હાથ જોડી, જાણે દિલથી એ વડીલનો આભાર માનતો હોય એમ, એ વડીલને શ્યામ બે હાથ જોડી પ્રણામ કરે છે.
અહીં વડીલ પણ, શ્યામનો એટલાજ દિલથી, આભાર માનતા, તેઓ પણ શ્યામને બે હાથ જોડીને તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
ડોક્ટર સાહેબ માટે, આ દ્રશ્ય ખુબજ અચંબિત કરવાવાળું હતું.
કેમકે,
અહીં બંને એક-બીજાનો એટલો જ આભાર માની રહ્યા હતા.
પરંતુ મિત્રો,
આજે શ્યામ અને વડીલ, એકબીજાનો આભાર શા માટે ના માને ?
આપણે એટલું તો જાણીએ છીએ કે, વડીલને તો પોતાના દીકરાને નવજીવન આપનાર શ્યામનો આભાર માનવો એ સ્વાભાવિક હતુ.
બાકી
શ્યામ જે આભાર માની રહ્યો હતો,
એનું શું કારણ હતુ ?
તો એનું કારણ એ હતું કે,
પહેલા શ્યામનો જે ઉગ્ર સ્વભાવ હતો, કોઈને સરખુ મળવાનું નહીં, કે કોઈની સાથે ભળવાનુ નહીં.
બસ આખો દિવસ, એકલા-એકલા પોતાની આર્થિક નાજુક પરિસ્થિતિને કોસતા રહેવાનું, ને અંદર ને અંદર, ઘૂંટાતા રહેવાનું.
પોતાની જિંદગીથી નારાજ રહેવાનું.
શ્યામના આવા નીરસ સ્વભાવને અને નાસીપાસ કરતા વિચારોને બદલનાર, શ્યામને જિંદગીનો મર્મ સમજાવનાર, તેમજ શ્યામને,
આપણી કેવી પણ ખરાબ પરિસ્થિતિ હોય, ગમે-તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ, હસતા-હસતા કેમ જીવવું ?
એ શિખવાડનાર
પોતાનાઓને ખુશ કેમ રાખવા, અને અન્ય મજબૂર જરૂરીયાત મંદને આપણાથી થતી મદદ કેમ કરવી ?
આ બધુ શ્યામને શીખવાડનાર, આ વડીલજ હતા.
ભલે શ્યામ વધારે દિવસ આ વડીલના સંપર્કમાં નહોતો રહ્યો, પરંતુ
શ્યામ, જેટલા દિવસ આ વડીલના સંપર્કમાં રહ્યો હતો, એ દિવસોમાં શ્યામ સાથે, આ વડીલે કરેલી મનુષ્ય જીવન, સંબંધ, લાગણી અને પોતાના કર્તવ્ય વિશેની વાતોથી,
શ્યામ, પૂરેપૂરો અંદરથી બદલાઈ ગયો હતો.
મિત્રો, આ વડીલ બીજા કોઈ નહીં, પરંતુ
શ્યામના પીતા પંકજભાઈની શ્યામના નોકરી ધંધા વિશેની વાત જાણી, ધીરજભાઈએ શ્યામની નોકરી-ધંધા માટે, જે બેંક મેનેજર RS સરની સલાહ અને સહકાર લેવા વાત કરી હતી, અને બેંક મેનેજર RS સરે, શ્યામને જે 3 સ્ટાર હોટલમાં નોકરી અપાવી હતી, તે 3 સ્ટાર હોટેલના માલિક એવા આ વડીલ પોતે,
શ્રી રમણીકલાલ શેઠ પોતે જ હતા, અને આજ શેઠ રમણીકલાલની પહેલીજ મુલાકાતમાં, તેમણે શ્યામ સાથે કરેલ વાતો. અને...
આ વાતોની અસર એ જ દિવસે શ્યામ પર એવી થઈ ગઈ હતી કે, એ દિવસથીજ શ્યામના સ્વભાવમાં બહુ સારો એવો બદલાવ આવવાનું ચાલુ થઈ ગયું હતું.
માટે, શ્યામ પણ અત્યારે બે હાથ જોડી એ વડીલનો આભાર માની રહ્યો હતો.
એ વડીલને ખબર ન હતી કે, તેમના દીકરાને કિડની કોણે આપી, બાકી
શ્યામ તો પહેલેથી જાણતો હતો, કે તે કોને કિડની આપી રહ્યો છે. અને
એટલે તો શ્યામે, ડોક્ટરને પોતાની ઓળખાણ છુપાવવા કહ્યુ હતું. કેમકે..
શ્યામ જાણતો હતી કે, શેઠ રમણીકલાલ આ વાત RS સરને કરશે, RS આ વાત વેદના પપ્પા ધીરજભાઈને, અને ધીરજભાઈ આ વાત ચોક્કસ મારા પપ્પાને.
ને પછી કોઈ વાંધો આવે ને કદાચ હું આ પગલું ભરી ન શકુ, તો પછી વેદનું શું થશે ?
વેદની જિંદગીનું શું ?
સાથે-સાથે, શ્યામ પાસે એ વખતે આ બધામાં પડવાનો સમય પણ ન હતો.
આ આખી વાત શ્યામ, ડોક્ટર સાહેબને જણાવે છે. રમણીકલાલ, હજી દરવાજા પાસે ઉભા-ઉભા, શ્યામના એક-એક શબ્દને સાંભળી રહ્યા છે, અને અંદરથી ખુશી પણ અનુભવી રહ્યા છે, કે ચલો પંકજભાઈની એક ચિંતાતો ઓછી થઈ.
રમણીકલાલના મતે, પૈસો બીજા નંબરે આવે છે, પહેલા નંબરે એ આવે છે કે,
ચલો, શ્યામ સમજુ થઈ ગયો છે.
માટે, અત્યારે રમણીકલાલને આ વાતની ખુશી થઈ રહી છે.
કહ્યું છે ને કે...
"હું માનવી માનવ થાઉં તો ઘણું"
ડોક્ટર સાહેબ પણ આજે ખુશ થઇ જાય છે, અને તેઓ શ્યામના સારાપણાનું વધારે એક ઉદાહરણ રમણીકલાલને આપતા કહે છે કે...
વડીલ, આજે શ્યામે એનો માણસાઈ-ધર્મ નિભાવીને, એક નહીં બે જીવ બચાવ્યા છે.
એકતો તમારા દીકરાને પોતાની કિડની આપીને,
જ્યારે બીજો...
શ્યામના પોતાના જીગરી-દોસ્ત, વેદનો પણ એણે જીવ બચાવ્યો છે.
શ્યામ અને વેદનો, એક એક્સિડન્ટ થયો હતો, અને એમાં શ્યામનો જીગરી દોસ્ત વધારે ઘાયલ થતાં, એના ઓપરેશન માટે પૈસાની જરૂર પડતા, પાંચ લાખની સામે શ્યામે, પોતાની કિડની આપી.
એ રીતે શ્યામે, કીડની આપી તમારા દિકરાનો તો જીવ બચાવ્યોજ, સાથે-સાથે, એને મળેલ પાંચ-લાખ રૂપિયા દ્રારા, એણે એના મિત્ર વેદનો પણ જીવ બચાવ્યો છે, અને..અને
આટલું કરતાં પણ, એની માણસાઈ તો જુઓ સાહેબ,
એણે, સ્વેચ્છાએ પોતાની કિડની આપવા ભરેલા ફોર્મમાં, નીચે સહી કરી છે, એની ઉપર
એણે શું લખ્યું છે ?
એ તમે જ જુઓ.
એમ કહી, ડોક્ટર ફરી પેલું સંમતિ ફોર્મ રમણીકલાલને આપે છે.
રમણીકલાલ, શ્યામે સહી કરેલ ફોર્મમાં, શ્યામે જયાં સાઇન કરી હતી, તે સાઈનની ઉપર શ્યામે લખેલ લખાણ વાંચે છે.
જેમાં શ્યામે લખ્યું છે કે
હું મારી કિડની, મારો એક માણસાઈ-ધર્મ નીભાવતા, કોઈ એક પિતાના, પોતાના પુત્રને બચાવવા માટે, મારી મરજીથી આપી રહ્યો છું.
હા, અત્યારે મારી બીજી એક મજબૂરી એ છે કે
એની સામે હું
અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ, મારા મિત્રને બચાવવા પાંચ-લાખ રૂપિયા લઇ રહ્યો છું.
પરંતુ
આ પાંચ-લાખ રૂપિયા, સમય જતાં હું પાછા આપવા બંધાયેલો છું.
આ પૈસાની મારે, અત્યારે ખૂબ જ જરૂર છે, એટલે ઉછીના લઇ રહ્યો છું, જે પરત કરવા માટે હું
પૈસા આપનારને મારું વચન આપું છું.
આટલું વાંચી શેઠ રમણીકલાલ ડોક્ટરને કહે છે કે,
ડોક્ટર સાહેબ, આ છોકરો થોડા દિવસ મારી હોટલ પર જોબ કરતો હતો.
તમને ખબર છે, ડોક્ટર સાહેબ
એણે થોડા દિવસમાંજ જોબ કેમ છોડવી પડી ?
ડોક્ટર સાહેબ, એને જોબ છોડવી પડી મારા દીકરાને કારણે, મારા એ દીકરાને કારણે કે..
જે દીકરાને આજે શ્યામે, પોતાની કિડની આપીને બચાવ્યો છે.
મિત્રો, શેઠ રમણીકલાલનો દીકરો ખરાબ સોબતને કારણે વ્યસની બની ગયો હતો, અને એમાંનેએમા, એનું શરીર સાવ લેવાઈ ગયું હતું, ખલાસ થઈ ગયું હતું.
આજે શેઠ રમણીકલાલનો દીકરો, જે છેલ્લા ઘણા સમયથી પથારીવશ હતો, અને મરવાની અણી પર હતો, ત્યારે જ શ્યામે, પોતાની કિડની આપી, એને જીવનદાન આપ્યું હતું.
શેઠ રમણીકલાલ, શ્યામના પલંગ પાસે આવે છે.
બાજુમાં પડેલ સ્ટુલ પર બેસી, એક પિતા જેટલીજ લાગણી ભરી આંખો અને વાણી સાથે, તે શ્યામના માથા પર હાથ ફેરવતા શ્યામને કહે છે કે...
શ્યામ બેટા, તું જરાય ચિંતા ના કરીશ.
તુ થોડા દિવસોમાજ સ્વસ્થ થઈ જઈશ, હું બેઠો છું ને,
અને હા, જ્યારે સાજો થઈ તું હોસ્પિટલથી ઘરે જાય, એના બીજા દિવસેજ, તું તારા પપ્પા પંકજભાઈને લઈને મારી હોટેલ પર મને મળવા આવજે.
શ્યામને આટલુ કહી,
શેઠ રમણીકલાલ ડોક્ટરને પણ કહે છે કે...
ડોક્ટર સાહેબ, આમતો તમને કંઈ કહેવાની જરૂર નથી, છતાં એક આદત વશ થઈને હું કહું છું કે...
આ શ્યામ પણ મારા દીકરા જેવોજ છે, એની સારવારમાં કોઈ કમી ન રહી જાય, એના માટે હું તમને વિનંતી કરું છું.
બાકી ભાગ 27 માં