પ્રકરણ :- 34
ભૈરવનાથ ની વાતો થી હેરી ફેરી અને અમથી બા ના મનમાં ડર પેદા થઈ ચૂક્યો હતો. ભૈરવનાથ, હેરી , ફેરી અને અમથી બા ફરીવાર પોતાની શોધખોળ શરૂ કરી દે છે. સાંજ ના ચાર વાગી જાય છે અને આખા ઘરમાં શોધખોળ થઈ જાય છે પણ જેની નું પૂતળું ક્યાંય પણ મળતું નથી. ભૈરવનાથ અને જેની ના પરિવાર પાસે હવે 2 કલાક નો સમય વધ્યો હતો, એ સમયમાં જીયા ના ઘરે પોહચી ને જેની ના પૂતળા ને શોધી ને પોટલી સાથે જલાવવાનું હતું. સમય પણ ખૂબ ઓછો હતો એટલે તે લોકો ફટાફટ જીયા ના ઘરે જવા માટે નીકળી જાય છે. અમથી બા જેની સાથે તેના ઘરે જ રોકાઈ જાય છે.
થોડા સમય પછી જીયાના ઘરે પોહચી જાય છે. જીયાના માતા પિતા અવધ અને હેમા હજુ પણ ઘણા શરમિંદા હતા. અવધ અને હેમા ગઈ કાલ સાંજના બહાર પણ નીકળ્યા નો હતા. હેમા અને અવધ ના મોઢા ઉપર હજુ સુધી કાલિક લાગેલી હતી. ફેરી તેમના ઘરની ડોર બેલ વગાડી; પણ અવધ અને હેમા ના કાન સુધી ડોર બેલનો અવાજ પહોંચ્યો જ નહિ. ફેરી એ વારંવાર તેમના ઘરનો ડોર બેલ વગાડ્યો પણ કોઈ દરવાજો ખોલી જ ન રહ્યું હતું. હેરી અને ફેરી ખૂબજ ડરી જાય છે કેમકે તેમની પાસે હવે એક કલાક નો જ સમય શેષ હતો. એક કલાક ની અંદર ગમે તે કરીને જેની નું પૂતળું શોધીને તેને જલાવવાનું હતું. હેરી અને ફેરી ખૂબ જ પરેશાન થઈ જાય છે! હેરી અને ફેરી ના ચહેરા ઉપર પરેશાની જોઇને ભૈરવનાથ તાંત્રિક બોલી ઊઠે છે.
“ બચ્ચા તુમ ફિકર મત કરો, મેરે પાસ ઇસ દરવાજે કો જાદુ સે ખોલને કા રસ્તા હૈ! “ ભૈરવનાથ
ભૈરવનાથ ની વાત સાંભળી હેરી અને ફેરી ના ચહેરા ઉપર થોડી ખુમારી આવી જાય છે.
“ બાબા તો જલ્દી કરો જાદુ, આપડી પાસે સમય ખૂબ ઓછો છે.” હેરી
“ હા બચ્ચા પર… “ ભૈરવનાથ
“ પણ શું બાબા? કોઈ પ્રોબ્લેમ છે?” ફેરી એ આશ્ચર્ય થી પૂછ્યું!
“ નહિ બચ્ચા કોઈ સમસ્યા નહિ હૈ! બચ્ચા તુમ જેની કો ફોન કરો ઔર ઉસે યહાં પર જાદુ સે આને કે લિયે બોલો. જેની જુલી કે જાદુ સે યહ દરવાજા જરૂર ખોલ દેગી. “ ભૈરવનાથ
ભૈરવનાથ તાંત્રિક ની સલાહ થી હેરી જેની ને ફોન કરે છે. જેની ને અહી જીયા ના ઘરે આવવા માટે કહે છે.
“ જેની, તું જુલી ના જાદુનો ઉપયોગ કર અને જેમ બને તેમ જલદી થી જલ્દી જીયા ના ઘરે આવી જા.” હેરી
“ હા પાપા હું આવી રહી છું. “ જેની
જેની પોતાના પિતાને આટલું કહીને ફોન મૂકી દે છે. જેની ખૂબ જ ગભરાઈ રહી હતી કેમકે તેને જુલી ના જાદુનો ઉપયોગ કરીને ત્યાં જવાનું હતું. જેની ના દિલની ધડકન પણ સમય સાથે વધી રહી હતી. જેની પોતાની જાતને જાદુ કરવા માટે તૈયાર કરી રહી હતી. સમય પણ હવે અડધો કલાક શેષ બચ્યો હતો. જેની ખૂબ જ ડરી રહી હતી, જેની ની અંદર એટલી હિંમત હતી નહિ કે જેની હિંમત કરીને જાદુ કરી શકે. બીજી તરફ જેની ના મમ્મી પપ્પા અને ભૈરવનાથ તાંત્રિક જેની ના આવવાની બેસબ્રી થી રાહ જોઈ રહ્યા હતા. ફેરી ની ધડકન પણ વધી રહી હતી એટલે તે જીયા ના ઘરના દરવાજા ને ડોર બેલ વગાડી જોરથી ખખડાવી રહી હતી.
જેની પોતાની પૂરી હિંમત લગાવી દે છે જાદુ કરવા માટે પણ એ કરી શકતી નથી. જેની ની અંદર જુલી ની આત્માનો વશ હતો એટલે થોડી ઘણી જુલી ને આ શક્તિઓ મળી હતી; પણ હવે જેની ના શરીરમાંથી જુલી ની આત્મા અલગ છે જેના લીધે ધીરે ધીરે જેની ના શરીરથી પણ જુલી ની શક્તિ ઓ આઝાદ થઈ રહી છે. ફેરી જોરદાર દરવાજો પટકી રહી હોય છે. અનાયાસ હેમા ને ભાન આવે છે અને તે દરવાજો ખોલવા માટે જાય છે. જેવોજ દરવાજો ખુલ્યો કે ફેરી અને હેરી ના હોશ ઊડી ગયા. હેમા ની હાલત જોઈને ફેરી ને ક્યાંક ને ક્યાંક જોરદાર દુઃખ પોહચી રહ્યું હતું. ફેરી ને હેમા ઉપર ખૂબ જ દયા આવી રહી હતી. હેમા ફેરી ને જોતા જ સીધી ફેરી ના પગમાં બેસી ગઈ! ફેરી અને હેરી ના પગ પકડી ને જોરદાર રડવા લાગે છે. હેમા ની શરમીંદગી એટલી હદ સુધી વધી ગઈ હતી કે તે પોતાની જાતનો પણ સામનો ન કરી શકતી હતી. હેમા પૂરી રીતે તૂટી ચૂકી હતી; તેને આ રીતે રડતી જોઈ ફેરી નું દિલ પણ ઢીલું થઈ જાય છે. ફેરી હેમા ને પોતાના પગ માંથી ઉભી કરે છે અને તેને પોતાના ગળે લગાવી દે છે. હેમા ફેરી ને એકદમ કશી ને બાથ ભરાવીને રડે છે, ફેરી તેમના માથા માં હાથ ફેરવીને હેમા ને શાંત કરવાની કોશિશ કરે છે.
“ હેમાબેન તમે રડશો નહિ! જીયા એ જે પણ કંઈ કર્યું એમાં તમારો દોષ નથી. તમારું સંતાન એવું પાક્યું એમાં તમારો શું દોષ! હેમાબેન જીયા ને તેના કર્યા ની સજા ઉપર વાળો તેને આપી દેશે.” ફેરી
“ ફેરી હું તો મારી ખુદ સાથે નજર નથી મિલાવી શકતી; તારી સામે હું ઊંચી નજર કરીને જોઈ શકું એમ પણ નથી. ફેરી આવા સંતાન ભગવાન કોઈને ના આપે, જેમના લીધે તેમના મા બાપ ને શરમિંદા થવું પડે. ફેરી અમારા સંસ્કાર ના સિંચન ને જીયા એ દાગ લગાવી દીધો! ફેરી અને હેરીભાઈ થઈ શકે તો અમને માફ કરી દેજો, શરમીંદગી ના બોજ નીચે અમે નહિ જીવી શકીએ!” હેમા
“ હેમાભાભી તમારો આમાં કોઈ દોષ નથી, તમે તમારી જાતને દોશી માનવાનું બંધ કરો. તમે જીયા ના દોષ માં બિલકુલ પણ ભાગીદાર નથી અને મને કે ફેરી ને તમારાથી કોઈ શિકાયત પણ નથી. “ હેરી
“ હેરીભાઈ એ તો તમારું દિલ બઉ મોટું છે, અમારી દીકરી જીયા એ જે જેની સાથે કર્યું છે એની માટે અમે જીયા ને ક્યારે પણ માફ નહિ કરીએ. હું ને અવધ તો પોતાની જાતને કોશિયે છીએ કે જીયા જેવી દીકરી અમને ઉપરવાળા એ કેમ આપી? એના કરતાં અમે નિસંતાન હોત તો સારું. “ હેમા
હેમા ની વાતો હેરી અને ફેરી ના દિલ ને ચૂબી જતી હતી. હેમા ખૂબ રડી રહી હતી, તેને કંઈપણ સમજ નોતું આવી રહ્યું કે હવે તે અને અવધ તેમના દિલ ઉપર પડેલા બોજ સાથે કઈ રીતે જીવશે! હેમા ને અવધ તો હજુ સુધી પોતાના મોઢા ઉપર કાલીક લગાવીને જ હતા. હેરી ફેરી અને ભૈરવનાથ તેમના ઘરની અંદર આવે છે. અવધ ની હાલત જોઈ હેરી ને ખુબ દુઃખ થાય છે. હેરી અવધ પાસે જઈને અવધ ના ગળે લાગી જાય છે.
“ અવધ યાર! જીયા એ જે કર્યું એને તું ભૂલી જા મારા ભાઈ. આપડી દીકરી ઓ ત્યારે પહેલીઓ બની જ્યારે આપડે મિત્રો હતા. મને કે મારા પરિવાર ને તારા થી કોઈ શિકાયત નથી. અવધ તુ અને હેમાભાભી આવી હાલતમાં ક્યાં સુધી રહેશો. ભાઈ જે થયું એને ભૂલી જા.” હેરી
“ હેરી મારા ભાઈ, મારી અંદર તો તારી સાથે નજર પણ મિલાવી શકવાની તાકાત નથી. ભાઈ મારી દીકરી જીયા એ જે આપડી જેની સાથે કર્યું, એના માટે હું એટલો શરમિંદા છું કે ભાઈ મને મારો શ્વાસ રૂંધી દેવાનું મન થાય છે. ભાઈ મને માફ કરી દે! હું તારા બોજ નીચે નહિ જીવી શકું.” અવધ
“ અવધ માફી તો મારે માગવી જોઈએ; મે આપડી દીકરી જીયા ને કાળ કોટડી માં પોહચાડી દીધી. હું હાલ જ જીયા ને છોડાવી દઉં છું.” હેરી
“ ના હેરી! હવે મારે કે હેમા ને જીયા થી કોઈ વાસ્તો નથી. ભલે જીયા કાળ કોટડીમાં જ કેમ મરી ના જાય. હું ને હેમા આમ પણ નિસંતાન જ છીએ. “ અવધ
“ ભાઈ….. “
હેરી કંઇ આગળ બોલે એની પહેલા અવધ તેને રોકી લે છે. સમય પણ હવે 15 મિનિટ બચ્યો છે. જો જેની ના પૂતળા ને સમય ઉપર શુદ્ધ નહિ કરવામાં આવે તો જેની ફરીવાર દોહરી જિંદગી જીવશે. એનું મગજ શીલ અને જુલી ના ભ્રમમાં ફરીવાર જીવશે જે ક્યારેય પણ જેની ના માતાપિતા હેરી અને ફેરી નોતા ઇચ્છતા. જેની પણ જાદુ કરવાની કોશિશ કરી રહી હતી પણ એના થી જાદુ થઈ શકતું ન હતું. જુલી ની શક્તિ જેની નો સાથ છોડી ચૂકી હતી. જેની હવે હૈવાન શીલની શક્તિ નો પ્રયાસ કરવા માગતી હતી. જેની ને થયું કે એ ભાગે અને એ ભાગવા લાગી, જેની જેવી ભાગી કે શીલ ની હૈવાની શકતી પણ જેની સાથે ભાગવા લાગી, જેની ખૂબ ફાસ્ટ દોડી રહી હતી. ભૈરવનાથ તાંત્રિક પણ જેની ને આ બધામાંથી આઝાદ કરવા માગતો હતો.
“ બચ્ચા જલ્દી ઉસ પૂતલે કો ઢૂંઢકર નિકાલો! ઉસે જલ્દી સે જલ્દી શુદ્ધ કરકે જલાના હોગા, તભી જેની આમ લડકી બન પાયેગી.” ભૈરવનાથ
“ હા બાબા જલ્દી કરો.” ફેરી
“ ભાઈ હેરી શેના પૂતળાની વાત કરી રહ્યા છો ?” અવધ
“ ભાઈ જીયા એ જેની નું એક પૂતળું બનાવ્યું છે, જેના ઉપર થી તે જેની ઉપર કાબૂ મેળવી રહી હતી. આપડે એ પૂતળા ને શોધી તેને પવિત્ર કરવાનું છે. એ પૂતળું પવિત્ર થઈ જાય એના પછી તેને આ પોટલી ના સામાન સાથે જલાવી દેવાનું છે. “
અવધ ને હેરી ની વાત સમજમાં આવી ન રહી હતી પણ અવધ ને પોતાના મિત્ર હેરી ઉપર વિશ્વાસ હતો. અવધ અને હેમા પણ હેરી ફેરી અને ભૈરવનાથ સાથે જેની નું પૂતળું શોધવામાં લાગી જાય છે.
“બચ્ચા ધ્યાન રખના; તુમ્હે કૂચ ભી એસા દિખે તો તુમ્હે મુજે બતાના હૈ. કોઈ ઉસ ચીઝ કો નહિ છુયેગા! ઠીક હૈ. “
ભૈરવનાથ ની વાત સાંભળી બધા ને વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે કાળી વિદ્યા નો સામાન તેમની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હેરી , ફેરી , અવધ અને હેમા પોતાના આખા ઘરની અંદર શોધખોળ કરે છે. ભૈરવનાથ જીયા ના રૂમ માં જઈને પોતાની શોધખોળ શરૂ કરી દે છે. હેરી , ફેરી , અવધ અને હેમા આખું ઘર શોધે છે પણ તેમને એવી કોઈ જ વસ્તુ નથી મળતી.
ક્રમશ….
આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary