Money is a must - 4 in Gujarati Fiction Stories by Meet books and stories PDF | પૈસા તો જોઈશે જ - 4

The Author
Featured Books
Categories
Share

પૈસા તો જોઈશે જ - 4

ભાગ - ૪

લેખક - મોદી મિત

ઝીલ અને મોહિત વાતો કરતા હતા ને એટલા માં ઝીલ ની મમ્મી ગુસ્સા માં નીચે આવી ને ઝીલ ને ખેંચી ને ઉપર લઇ ગયા.! અને મોહિત ને કહ્યું

રોહિણી બેન - " ચાલે નફટ..! હરામ ખોર તું મારી ઝીલ થી દુર રહજે ..! તું એક ગરીબ નો દીકરો ગરીબ જા અહી થી જતોરે આગો સાલો ગરીબ..! "

આ વાત સાંભળી ને હવે મોહિત ને ખુબ ગુસ્સો આયો અને તે રોહિણી બેન ની સામે જગાડવા લગ્યો અને બોલ્યું

મોહિત - " ગરીબ કોને કહો છો હમે ગરીબ નથી ..! "

રોહિણી બેન - " બે હવે હલતીનોથાને....! હવે તારી ઓકાત શું છે ખાવા પીવા ના તો ફાફા હોય ને નીકળી પડ્યો મારી દીકરી ને પ્રેમ કરવા..! જા જતોરે નઈ તો મારા હાથ નો માર ખાઇસ જા નીકળ."

મોહિત - " કોણે કહ્યું કે હમારે ખાવા પીવા ના ફાફા છે હમે તો તમારા કરતા સારું ખાઈએ છીએ ને ઓકાત તો તમારા કરતા ઉચી જ છે.! "

ઝીલ - " મોહિત તું મારી મમ્મી ની સામે જગડ નઈ જા જાતોરે જા .."

મોહિત - " તારી મમ્મી ને સમજાય જેમ તેમ બોલે છે.. ઉંમર માં મોટા છે એટલે શાંતિ થી વાત કરું છુ.."

એટલા માં વિશાલે મોહિત ને જોર થી લાફો મારી દીધો અને બોલ્યો...

વિશાલ - " જા નીકળ અહીથી તારી ઓકાત શું છે હમારી સામે જગાડવા ની ..! તારા કરતા પેલો રોશન સારો એ તારી જેમ બીજા ની બહેન પર નજર તો ના રાખે ..! "

મોહિત - " રોશન તો આ ઝીલ નું કેટલું ખરાબ ખરાબ વિચારે છે એ તને નઈ ખબર..! "

વિશાલ - " ચલ નીકળ ને હવે બીજા ની ખામી ઓ હમને ના ગણાઇસ .! સાલા ગરીબ નીકળ ."

મોહિત - " જો વિશાલ હવે તે મને ગરીબ બોલ્યો ને તો હું તને બઉ ખરાબ મારીસ...! "

વિશાલ - " બે તારી ઓકાત નથી મને મારવાની ચલ નીકળ ગરીબ.."

મોહિત આ ગરીબ શબ્દ સાંભળી ને જ વિશાલ ને લાફો માર્યો અને સામે વિશાલે પણ તે ને માર્યો આમ બેવ વચ્ચે જગડો ચાલુ થયો આજુ બાજુના ઘર વાળા બંને છોડવા લાગ્યા એક બાજુ મોહિત ને બધા એ પાક્યો અને બીજી બાજુ વિશાલ ને બધા એ પકડ્યો ...

એટલા માં વિશાલ બોલ્યો.....

વિશાલ - " આજ પછી મારી બેન ની સામે ના જોતો સાલા ગરીબ..! "

મોહિત - " બે ચલ નીકળ જોજે એક દિવસ તારા કરતા પણ વધારે આમિર હું હોઇશ અને તારું આં મોટું ઘર પણ હું જ ખરીદિશ જોજે ..!

વિશાલ - " બે જા તારી ઓકાત આ ઘર ની એક ઇટ ખરીદ વા ની પણ નથી ..!

મોહિત - " જોજે એવી ઓકાત બનાઇસ કે આ ઘર ની ઇટ નઈ આખું ઘર ખરીદી લઈશ ..! "

રોહિણી બેન - " આ મૂવો તો .. જસે નઈ આપડે જ ઘરે જતા રહીએ ચલ વિશાલ ..! "

રોહિણી બેન ઝીલ અને વિશાલ ને લઇ ને ઘરે જતા રહ્યા પછી મોહિત પણ ઘરે જતો રહ્યો ... પણ આ જગડા નો ફાયદો રોશન ને બઉ થયો ... રોશન બોલ્યો

રોશન - " હવે હંમેશા માટે ઝીલ મોહિત ને નઈ બોલાવે એટલે હવે હું ઝીલ ને શાંતિ થી વાત કરી શકીશ ...!

મોહિત ઘરે જઈને ખૂણા માં બેસીને રોવા માંડ્યો એને કંઈ ખબર ના પડી આં બધું શું થઈ ગયું એના મગજ માં રોહિણી બેન ના પેલો ગરીબ શબ્દ બેસી ગયો હતો.. તેને પણ અંદર થી થયું કે હું ગરીબ કેમ છું .

તેને તેના પપ્પા ને પૂછ્યું કે આપડે આપડા ગરીબ કેમ છીએ તેના પપ્પા એ કહ્યું ......

મહેશ ભાઈ - " હું બઉ ભણ્યો નથી તે થી મને સારી નોકરી ન મળી શકી એટલે જ હું તને કહું છું બેટા કે ભણજે..! "

મોહિત - " તો ખૂબ આમિર બનવા માટે શું જોઈએ..? "

મહેશ ભાઈ - " પૈસા........! જે માણસ પાસે પૈસા નથી એ માણસ ગરીબ છે આ દુનિયા માં."

ત્યારે મોહિત ને ખબર પડી કે આ દુનિયા ના તો પ્રેમ થી ચાલે છે ના તો દોસ્તી થી આ દુનિયા ચાલે છે પૈસા થી... પછી મોહિત બોલ્યો .....

મોહિત - " પૈસા તો જોઈશે જ...... "

મોહિત ના જીવન માં હવે પૈસા નું મહત્વ ખૂબ જ વધી ગયું હતું તે જલદી થી જલદી અમીર થવુતું.. તે ભણવા એટલો બધો હોશિયાર ન હતો પણ તેને તે ખબર હતી કે ભણીસ નહીં તો અમીર નઈ બની શકું તેથી તેણે પોતાનું આખું ધ્યાન ભણવા માં લાગવા માંડ્યો..

કેટલા ક મહિના પછી રોશન , વિશાલ અને ઝીલ નું ધોરણ દસ નું પરિણામ જાહેર થયું તેમાં ઝીલ ને ૭૯ ગુણ અને વિશાલ ને ૬૭ ગુણ આવ્યા હતા અને રોશન નાપાસ થયો હતો... ઝીલ રોશન ને પૂછવા ગઈ કે તેને કેટલા ગુણ આવ્યા છે

ઝીલ - " રોશન તને કેટલા ટકા આયા છે ..? "

રોશન સરમ થી નામી ગાયો હતો જ્યારે ઝીલ તેનું પરિણામ જાણવા આઇ... રોશન કઈ બોલ્યો નઈ પછી અચાનક રોશન ની મમ્મી આઇ ને બોલી...

રોશન ની મમ્મી - " નાપાસ થયો છે ચાર વિષય માં હરામ ખોર ..! "

ઝીલ - " હે......! ચાર વિષય માં..! "

રોશની મમ્મી - " તારું શું આયું પરિણામ....? "

ઝીલ - " મારે ૭૯ ટકા આયા છે .."

રોશન ની મમ્મી - " આ રોશન પેલા જય ના રવાડે ચઢી ગયો છે એ તો નપાસ થયો છે એની સાથે રહીને આ પણ નપાસ થયો..! "

જય એ રોશન ના સ્કુલ નો મિત્ર હતો એ બઉ ખરાબ મિત્ર હતો એ સિગારેટ પીતો હતો અને એની સાથે સાથે રોશન પણ સિગારેટ પીતો થઈ ગયો હતો પણ આ વાત કોઈ ને ખબર ન હતી...

હવે મોહિત ધોરણ દસ માં આવ્યો હતો તે થી તેને ભણવા માં ધ્યાન રાખવું પડશે ...

આ વર્ષ મોહિતે ભણવા માં ખૂબ ધ્યાન આપ્યું અને બોર્ડ ની પરીક્ષા આવી બધી પરીક્ષા સારી ગઈ પણ તેનું ગણિત નું પેપર ખરાબ ગયું હતું.. તેને લાગતું હતું કે એ નપાસ જ થવાનો છે..

પછી આવ્યો પરિણામ નો દિવસ આ વર્ષ રોશને પણ ફરી પરીક્ષા આપી હતી ...

હવે પરિણામ સવારે છ વાગે રજૂ કરવામાં આવશે પણ મોહિત ને તો રાતે ઊંઘ ન આવે તેને વિચાર્યું કે જો એ નપાસ થશે તો તે આત્મહત્યા કરી લેશે

હવે મોહિત નું પરિણામ શું આવશે તે જાણવા માટે આના પછી.....

એટલે ભાગ - ૫ માં જોઈશું .