DIL NI KATAAR - SAMJAN NE SAMJUTI in Gujarati Magazine by Dakshesh Inamdar books and stories PDF | દિલ ની કટાર-સમજણ અને સમજૂતિ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

દિલ ની કટાર-સમજણ અને સમજૂતિ

દિલની કટાર....
સમજણ અને સમજૂતિ
બે વ્યક્તિ વચ્ચેની સમજણએ સંબંધનો મજબૂત પાયો છે સમજણ આવ્યાં પછી સમજુતિ એ સ્વાર્થનો કરાર છે એ પછી કોઇપણ પક્ષે હોઇ શકે. કોમ્પ્રોમાઇઝ કરવું એક એવો રસ્તો છે કે જેમાં દીલ સંમત નથી છતાં મન એ કામ કરે છે સ્વીકારે છે.
કોઇપણ સંબંધમાં પછી એ પ્રેમ હોયકે કટુબ-વ્યક્તિ હોયકે સમાજ સમજણ સંબંધ પરીપક્વ અને મજબૂત બનાવે છે. જ્યારે એમાં અન્ય હીત ભળે ત્યારે સમજૂતિ કરવી પડે છે.
સમજૂતિ કરવા પાછળ, સ્વાર્થ ,કંઇક મેળવવું કે કંઇ ના ગુમાવવું એની ભાવના હોય છે બંન્ને પક્ષે કંઇક નથી ગમ્યું છતાંગમાડવું પડ્યું છે એ ચોક્કસ છે.
પતિ-પત્નિ કે પ્રેમી-પ્રેમીકા વચ્ચે વિચારોનું આદાન પ્રદાન થાય છે બંન્ને એકબીજાને સમજવા પ્રયત્ન કરે છે સાચી સમજણ કેળવાય પછી એમાં ઝગડા કે શંકા નથી થતી પરંતુ જ્યારે એમાં કોઇ એક પક્ષે બીજું હીત કે સ્વાર્થ કે પસંદગી પરોવાય અને બીજો પક્ષ એ જાણી જાય છતાં એનો સ્વીકાર કરીને આગળ ચલાવે એ સમજૂતિ છે.
"સમજૂતિ બંન્ને પક્ષે હોઇ શકે અથવા એક જ પક્ષે પણ એક પલ્લુ એમાં નમતુ અને એક ઓછું હોય છે છતાં સમજૂતિ કરીને ચલાવી લે ત્યારે સમજવું કે કંઇક જે નહોતું સ્વીકારતું એ સ્વીકારયુ છે.
"સમજણ" માં પૂરી સમજ સાથે સ્વીકારાયેલુ હોય છે એમાં વિવાદ કે ઝગડા નથી હોતાં. એમાં શંકા કે ફારગતી નથી આવતી પણ જ્યાં સમજૂતિ -કોમ્પ્રોમાઇઝ કર્યા પછી જે લાભ કે સ્વાર્થ ના સંધાય, મળે નહીં પુરો ના પડે તો એ સમજૂતિની સાથે સાથે સંબંધ તૂટે છે.
માનસિકતા વિચાર જે ગઇકાલે એક સરખાં હતાં આજે "કોઇક" કારણથી બદલાઇ ગયાં જેમાં સમજણની જગ્યાએ ગેરસમજ અને અણસમજણ સ્થાન લે છે.
ગેરસમજ થઇ શકે પણ એનો ખૂલાસો કરી સાચું હોય તો સમજણ પાછી કેળવાઇ જાય છે પરંતુ ગેરસમજમાં દગો કે ફરેફ હોય તો એ ટકે નહીં એવાં સંબંધો અંતિમશ્વાસ લે છે. આ બધી વાત બધાએ ક્યારેકને ક્યારેક અનુભવી હોય છે.
નોકરી કરનાર પતિ કે પત્નિ કલીગ સાથે કામ સુધી સંવાદ હોય એમાં કંઇ ખોટુ નથી એ સમયે પઝેસીવનેસ હોવા છતાં વફાદાર રહે છે કામથી કામ રાખે છે... પરંતુ એમાં "તો" અગત્યનો છે.
સાથે કામ કરનારાનો એક માહોલ હોય છે કામનાં સંવાદમાં અનેક બીજા સંવાદ આગળ જતાં થતાં હોય છે નીકટતામાં ભૂલી જવાય છે કોઇને તમારુ "વળગણ" છે એની કાળજી લેવાય છે. માત્ર શંકા કરી છૂટી જનારાં કે સંબંધ તોડનાર રહ્યાં છે.
પણ... સંબંધને જીવનારા સાચી કાળજી લેનારાને તમારી બધી જ ખબર પડે છે પડઘા પડે અને આંખ શું જોવે છે જોયેલું કેટલું પાર કેટલું પોતાનું સમજે છે. "વળગણ" ક્યારેક શંકા કરી બેસે છે અને સંબંધ છોલાય છે ધવાય છે પછી અંતે તૂટે છે.
બધાને વળગણનું પઝેસીવનેસનું સુખ ક્યાં મળે છે ? આજની દુનિયામાં તો "મેળવો ભોગવો અને છોડો.. નજર માત્ર ભોગ પર હોય છે સારાં નરસાં સમયમાં સાથ નથી હોતો માત્ર સ્વાર્થ હોય છે. એવાં કેટલાંય યુગલ જીવનમાં કોમપ્રોમાઇઝ કરે છે પતિને ખબર હોય કે પત્નિનાં કોઇ સુવાળા સંબંધો બીજે છે પણ જે સ્વાર્થી હશે એનાંથી લાભ લૂંટાતો હશે તો આંખ આડા કાન કરશે એમાં વળગણ નહીં પણ સ્વાર્થનું ગણિત હશે.. મને શું ફરક પડે છે આટલાં પૈસા તો કમાય છે.
કહેવાનો અર્થ એવો નથી કે બંધાય એવાં હોય છે ખૂબ પાત્રતા અને પવિત્રતા જાળવી કામ કરનારાં હોય છે પછી સ્ત્રી હોય કે પુરુષ ? પણ આવા કેટલાં ? મનનાં કોઇક અગોચર ખૂણો કોઇ સંબંધ, સગપણ, ચહેરો હોય છે સમય આવે એ બહાર આવે છે અત્યારે અનેક કિસ્સાઓમાં પછી મારપીટ, સંબંધ છેદન અને એકલતા પ્રવેશે છે.
સ્વાર્થ સાથેનાં સાથમાં "વળગણ" નહી સમજૂતિ હોય છે અને સાચી લાગણી પ્રેમ અને કાળજીમાં સાચુ "વળગણ" હોય છે અને આવા વળગણ છે સમય આવ્યે જીવ આપતાં અચકાતાં નથી ત્યારે વેપાર, ધંધો, પૈસો, લાભ, સ્વાર્થ ક્યાંય નથી હોતો. પઝેસીવનેસ શ્રાપ નહીં વરદાન છે જો સારુ સમજાય તો જ. આને કોણ કેવી રીતે લે છે એ એની સમજણ પર અવલંબીત છે...
દક્ષેશ ઇનામદાર.”દિલ”..