maikrofikshan sangrah in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | માઈક્રો ફિક્શન સંગ્રહ

Featured Books
Categories
Share

માઈક્રો ફિક્શન સંગ્રહ

*માઈક્રો ફિક્શન સંગ્રહ* ૫-૬-૨૦૨૦
અત્યાર સુધી મારી દરેક રચના ને ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે તો હું આ મારી માઈક્રો ફિક્શન સંગ્રહ રજૂ કરું છું અને આશા રાખું છું કે તમારો સાથ સહકાર મને મળતો રહેશે....

૧) શીર્ષક :- *ઘર એ જ મંદિર*
વિષય:- લઘુકથા.. ૫-6-2028

અનિતા ઘર એ જ મંદિર માનીને એનાં પતિ સંજીવ ની સેવા કરતી અને મહેનત કરી બાળકો અને પતિને સાચવતી.
સંજીવ એક અકસ્માતમાં પથારીવશ થઈ ગયો ત્યારથી અનિતા બહું ભણેલી ના હોવાથી કોલગર્લ બનીને ઘર પરિવાર માટે પોતાની જાતને વેચીને બધાનું પાલન પોષણ કરતી હતી અને ઘરમાં બધાને પોતે નોકરી કરે છે એવું કહેતી હવે આ લોકડાઉન માં ઘર ચલાવવા રૂપિયા ક્યાંથી લાવવાં એ ઘરમાં બેસીને અનિતા વિચારી રહી. ..
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨)
*એકતાની જીત*. માઈક્રો ફિક્શન... ૫-૬-૨૦૨૦

એક મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતા દેવાંગ, રિતેશ, જતન, નીલ, ચિંતન... કોરોના મહામારીમાં લોકડાઉન થયું એટલે બધાં ઘરે બેઠા..
શેઠ અનિલ ભાઈ ચિંતા માં હતાં કે હવે શું થશે???
કારણકે એમણે એક પ્રોજેક્ટ હાથ પર લીધો હતો અને અચાનક આ મહામારી..
આ પાંચેય મિત્રો એ પોત પોતાના ઘરે રહીને કંપની નાં હિત માટે અધતન ટેકનોલોજી અને લેપટોપ ની મદદથી આ પાંચેય મિત્રો એ કંપની માટે પોતાનું યોગદાન અને મહેનતથી એ પ્રોજેક્ટ પુરો કર્યો અને લેપટોપ પર અનિલભાઈ ને મોકલ્યો...
અનિલભાઈ એ જે કંપની નું કામ લીધું હતું એને મોકલ્યો અને એ પાસ થઈ ગયો અને કરોડો રૂપિયા નો ઓર્ડર મળ્યો...
અનિલભાઈ એ પાંચેય મિત્રો ને એક પગાર ગિફ્ટમાં આપ્યો અને ગિફ્ટ વાઉચર આપ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૩)*સંગીત* " " માઈક્રો ફિક્શન.... ૫-૬-૨૦૨૦

આશા નાં જીવનમાં ભૂકંપ પછી જે હોનારત સર્જાય પછી આજે એનાં સૂનાં ઘરમાં લક્ષ્મીનો અવતાર બનીને પુત્રવધૂ સ્વરૂપે " સરગમ " આવી અને સંગીત નાં સૂર રેલાવી એ સંગીતનાં જાદૂ થી બધાંના જીવનમાં ખુશીઓ ફેલાવી દીધી.... અને લાગણીઓ થી બધાં પર જાદુ કરી ને પોતાના બનાવી લીધા...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૪)

શીર્ષક :- *તોરણ*. માઈક્રો ફિક્શન.. ૫-૬-૨૦૨૦

અનેરો ખુશીનો માહોલ હતો અરવિંદ ભાઈ નાં ઘરમાં...
લીલી તોરણ બાંધ્યા હતા.. શરણાઈના સૂર રેલાતા હતાં...
ચોરીમાં દિકરી પાયલ ફેરા ફરતી હતી...
લગ્ન પતી ગયાં અને વિદાયનો સમય આવ્યો...
પાયલ અરવિંદ ભાઈ ને પગે લાગી
અરવિંદભાઈ એને ગળે લગાડી ને ખુબ રડ્યા અને ત્યાં જ હ્રદય રોગનો હુમલો આવ્યો અને પાયલ ની વિદાય પહેલા એ વિદાય થઈ ગયાં...
એકાએક ગમગીની નો માહોલ છવાયો અને બારસાખે બાંધેલા તોરણ પણ રડી પડ્યા....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૫)*અનોખી શ્યામલી* માઈક્રો ફિક્શન.... ૫-૬-૨૦૨૦

એકબીજા માટે અનોખો પ્રેમ બે બહેનો નો હતો...
મોટી દિકરી નાનપણથી જ દેખાવમાં શ્યામ હતી એટલે એનું નામ શ્યામલી પડી ગયું...
શ્યામલી નાં નાતમાં લગ્ન થયાં પણ એનાં પિતાએ કરિયાવરમાં છોકરાં વાળાની માંગણીઓ પૂરી ના કરી શકતાં એનાં લગ્ન પછી છૂટાછેડા થઈ ગયા...
શ્યામલી પોતાના રંગ અને છૂટાછેડા થી લઘુતાગ્રંથિ અનુભવતી હતી...
નાની બહેન દેખાવે ખુબ સુંદર હોય છે એનું નામ રૂપલ હોય છે..
બન્ને બહેનો નું આત્મીય જોડાણ અદભુત હતું...
રૂપલ કોલેજમાં ભણતી હતી..
ધૂળેટી નો દિવસ હતો સોસાયટીમાં બધાં રંગોથી રમતાં હતાં..
રૂપલ પણ હતી...
એટલામાં એક બાઈક નંબર પ્લેટ વગરનું આવ્યું એની પર બે યુવાનો બેઠાં હતાં... બન્ને નાં મોં પર કાળો રંગ લાગ્યો હતો એટલે ઓળખાય જ નહીં..
એક યુવાને ખિસ્સામાંથી એક બોટલ કાઢીને રૂપલ નાં મોં પર ફેંકવા હાથ ઉંચો કર્યો અને આ જોઈ ને શ્યામલી એ રૂપલને ધક્કો માર્યો અને દૂર કરી પણ શ્યામલી નાં બચી શકી એસિડ નાં હુમલામાં...
ભાવના ભટ્ટ અમદાવાદ