fari ekvar ek sharat - 10 - Last Part in Gujarati Fiction Stories by Ishani Raval books and stories PDF | ફરી એકવાર એક શરત - 10 - Last Part

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

ફરી એકવાર એક શરત - 10 - Last Part

અંશ: તને જ્યારે તેમને ગોદ લીધી ત્યારે તું 8 વર્ષ ની હતી. એટલે તું આ બધું ભૂલી ગઈ હોઈશ એ વાત તેમને ખબર નહતી.અને છતાં પણ તે આ વાત તને કરવાના જ હતા પણ તું ત્યારે ખૂબ દુઃખી રહેતી હતી ઘર માં એટલે તેમને ફાઇલ નીકાળી હતી પણ તને બતાવી ના શક્યા અને વિચાર્યું કે કદાચ થોડા સમય પછી કે તારી કોલેજ પુરી થાય પછી તને કહેશે.. પણ તે પેહલા જ તે એ ફાઇલ જોઈ લીધી...

સૌમ્યા: તને આ ક્યાં થી ખબર?? અંશ તને કેટલું ખબર છે મારા વિશે? અને તને કોણે શુ કહ્યું છે? તું કોઈ ને મળ્યો છે?

અંશ ઊંડો શ્વાસ લઈ ને બોલે છે "મને બધી ખબર છે. અને હા હું મળ્યો છું. તારા મમ્મી ને, પપ્પા ને અને મૌલિક ને પણ"

સૌમ્યા: આજે તો તારે બધું જ કહેવું પડશે. મારા દરેક પ્રશ્ન ના ઉત્તર આપવા પડશે.

અંશ: હા આજે તને બધું જ કહીશ. પણ વધારે લેટ થઈ ગયું છે. ઘરે જઈએ??
બંને ઘરે જતા રસ્તા માં જમવા બેસે છે. પણ જમવાનું તો ઔપચારિક રીતે પતાવી ને ત્યાં થી ઘરે પોહચે છે. ફ્રેશ થઈ ને બંને અગાસી માં બેસે છે. અંધારા ની સાથે શાંતિ વધારે પ્રસરી રહી હતી. અને સૌમ્યા ને જવાબ ની રાહ દેખાઈ રહી હતી.

અંશ: યાદ છે જ્યારે હું તને શોધતા શોધતા પોહચ્યો હતો. પણ પછી ગુસ્સા માં ત્યાં થી નીકળી ગયો હતો ત્યારે મૌલિક મળે છે. અને એને મને તારી આ બધી વાતો કહી હતી. એના પછી તું જ્યારે મારી સાથે પછી આવી ત્યારે હું તારા માતાપિતા ને મળવા ગયો હતો. અને બાકી ની વાત તેમને કહી હતી.

સૌમ્યા: શુ?? તું મારા મમ્મી ને પપ્પા ને મળ્યો? કેમ છે એ લોકો? મારા વિશે કંઈ પૂછ્યું એમને? ગુસ્સા હશે ને મારી પર?? તે શું વાતો કરી એમના સાથે? અને આ મૌલિક ને ક્યાં થી ખબર કે હું ક્યાં છું? અને તેને તારા વિશે પણ ક્યાં થી ખબર પડી?

અંશ: મૌલિક ને ક્યાં થી કે કેવી રીતે ના જવાબ મારી પાસે નથી એ તું એને જ પૂછી લેજે. અને મમ્મી પપ્પા ઠીક છે. તને ખૂબ યાદ કરે છે. અને કાલે આપણે એમને મળવા જઈએ છીએ...

સૌમ્યા: પણ..

અંશ: પણ કંઈ જ નહીં. જવાના જ છીએ.આ ફાઇનલ છે. મારે બીજો કોઈ શબ્દ નથી સાંભળવો.હવે ખૂબ થયું.

અને સૌમ્યા કઈ બોલતી નથી. રાત ની એક એક મિનિટ એક એક વર્ષ સમાન લાગે છે. મમ્મી ને પપ્પા જોવા ની આતુરતા જે હોય છે. અને આ આતુરતા નો પણ અંત આવે છે.સવારે સૌમ્યા વહેલા જ તૈયાર થઈ ને અંશ ની રાહ દેખતી હોય છે. આંખો રાતે મીંચાઈ જ ક્યાં હતી કે ખોલવી પડે.

અંશ સમયસર ગાડી લાવે છે અને સૌમ્યા હાથ માં એક જૂનું પાકીટ લઈ ને બેસી જાય છે. થોડી વાર પછી અંશ પાકીટ સામેં જિજ્ઞાસા થી દેખે છે. સૌમ્યા સમજી જાય છે.

સૌમ્યા: આ મમ્મી એ આપેલું પાકીટ છે. જેમાં મારી પેહલી કમાણી છે. દરેક પોતાની પેહલી કમાણી ભગવાન ને સામે મૂકે અને મમ્મી પપ્પા કે પ્રિયજન માટે વાપરે કે પોતાના માટે વાપરે.. પણ મારા ભગવાન ને જ હું છોડી ને આવી હતી એટલે આ પૈસા ન ક્યાંય મૂકી શકી કે ના ક્યાંય વાપરી શકી. એટલે સાચવી રાખ્યા હતા. જો મને માફ કરી દેશે ને તો આ જ પૈસા થી તરત આઈસ્ક્રીમ લાવીશ. મમ્મી ને ખૂબ પસંદ છે. અને પપ્પા માટે લસ્સી લાવીશ.

સૌમ્યા પોતાના ઘરે પોહચે છે. ગાડી માંથી ઉતરતા જ પગ માં જાણે ખૂબ જ ભાર વધી ગયો હતો. આગળ ચલાઈ જ રહ્યું નહતું. અંશ સૌમ્યા નો હાથ પકડે છે અને સૌમ્યા સ્વસ્થ થાય છે એને થોડી હિંમત મળે છે અને બંને અંદર પ્રવેશે છે..

પૂરો એક કલાક તો અશ્રુઓ ની ધારા અને એકમેક ને મળ્યા ના આનંદ અને આટલા સમય સુધી ના દુઃખ આ બધા ભાવ મિશ્રિત થઈ ને આવે છે. એક બીજા ને સાંભળતા સંભાળતા જ સમય વહી જાય છે. સૌમ્યા ને એની માફી મળી જાય છે.
બધા બેસે છે અને અત્યાર સુધી ના બાકી રહી ગયેલા પળ એકસાથે જીવવા પ્રયત્ન કરે છે.

અંશ: ( મારી એક લેખિકા એ ખૂબ લખ્યું છે કે જ્યારે પારકા ની માફી માંગવાની હોય છે ત્યારે શબ્દો ની જરૂર પડે છે પણ પોતીકાઓ પાસે કોઈ શબ્દ ની જરૂર પડતી નથી. એમ જ સૌમ્યા અને એના માબાપ નો મિલાપ થાય છે. શબ્દો ની રેખા ની જરૂર વગર હૃદય થી હૃદય જોડાય ત્યારે શબ્દો તો ખૂટી જ પડે ને.. મને પણ આજે શાંતિ મળી છે હું જ્યારે સૌમ્યા ના ઘરે આવ્યો ત્યારે એમને વચન આપી ને ગયો હતો કે એમને એમની દીકરી પાછી જરૂર મળશે. આજે મારુ એ વચન પૂરું થયું.. હું ત્યાં થી દરવાજા તરફ નીકળું છું એમને ત્યાં એકબીજા સાથે સમય આપી ને...

થોડા દિવસો પછી અંશ અને સૌમ્યા મળે છે.
સૌમ્યા: ખબર છે અંશ મને એવું જ લાગતું હતું કે કોઈ ને મારી ચિંતા જ નથી મને શોધવા કોઈ ન આવ્યું. પણ મમ્મી પપ્પા ને તો બધી જ ખબર હતી. હું ક્યાં રહું છું કઈ જોબ કરું છું. બધું જ ખબર હતી. એમને એમ હતું કે હું મારી કરિયર બનાવવા નીકળી છું એ બનાવી ને પાછી આવી જ જઈશ. એમને મારા પર ખૂબ જ ભરોસો હતો.. કદાચ તું મને આમ ન લાવ્યો હોત તો મેં જાણતા-અજાણતાં એમના આ વિશ્વાસ ને તોડી દીધો હોત. અંશ ખરેખર..

અંશ: હા થાકયું તારું હું સાંભળી ચુક્યો છું.

સૌમ્યા: જેટલી વાર બોલું એટલું ઓછું જ લાગે છે.

અંશ: હા મારે તારા ઘરે વાત થાય છે. ઘરે તું રોજ સોરી કહે છે અને મને thank you.

સૌમ્યા: આટલા સારા શુ કામ કર્યા હશે મેં?? કેટલા જન્મ ના પુણ્ય ભેગા કર્યા હશે? જે આટલા સારા માબાપ મને મળ્યા?? જ્યારે બધું હતું ત્યારે હું એની કદર ના કરી શકી. પણ સમય હજી પૂરો નથી થયો હું વલ્ડ ની બેસ્ટ બેટી બની ને બતાવીશ..

અંશ હસતા હસતા બોલે છે " તું અત્યારે પણ એ જ છે. આ જ શબ્દો તે પેહલા પણ કહ્યા હતા"

સૌમ્યા અચરજતા થી પૂછે છે કે ક્યારે?

અંશ થોડું સિરિયસ થઈ ને બોલે છે " તને જે અનાથાશ્રમમાં થી ગોદ લીધી હતી ત્યાં એક મોટો હોલ છે ને બધે CCTV મુકેલ છે. જ્યારે પણ કોઈ આવે ત્યારે ત્યાં હોલ માં બધા બાળકો હોય છે અને દરેક નવા લોકો આવી ને બાળકો ને જોડે વાતો કરે છે તેમને જાણવાનો પ્રયત્ન કરે છે અને પછી કોઈ બાળક નક્કી કરે છે ગોદ લેવા માટે.. તે સમય નું રેકોર્ડિંગ છે મારી પાસે..

સૌમ્યા: પણ કેવી રીતે?
અંશ: પપ્પા ત્યાં ચેરિટી કરતા આવ્યા છે. પણ એ જવા દે શુ તું જોવા માંગીશ?

સૌમ્યા: હા જરૂર.

સૌમ્યા ના મમ્મી ને પપ્પા કોઈ નાનું બાળક અથવા 2 કે 3 વર્ષ ના બાળક માટે આવ્યા હતા. કેમ કે મોટા બાળકો સમજતા થઇ ગયા હોય છે તો કદાચ એમને બધું સ્વીકારવું અઘરું છે. પણ પોલિસી પ્રમાણે એમને એક વાર તો બધા બાળકો ને મળવું જ પડ્યું. તે બંને હોલ માં ઉભા હોય છે અને દરેક બાળક પોતાની મસ્તી માં રમતા હોય છે. કદાચ બાળકો ને પણ ખબર હોય છે હવે કે જેમ જેમ તે મોટા થઈ ગયા તેમ તેમ તેમને કોઈ ઘર મળવાની શક્યતાઓ ઓછી થતી રહેવાની.. બન્ને થોડી વાર એમ જ ઉભા રહી ને પછી હિંમત કરી ને એક ગ્રુપ ની નજીક જતા હોય છે

પણ રસ્તા માં જ એક નાની 8 વર્ષ ની છોકરી દોડતી આવે છે અને એના હાથ માં બનાવેલ કાગળ ના પૂંઠા નું બિલ્ડીંગ તૂટી જાય છે. આમને થયું કે એ છોકરી રડશે પણ એ છોકરી ધીરે થી બધા ટુકડા ઉપાડે છે અને ત્યાં જ ફરી ગોઠવવા નું શરૂ કરે છે.
સોનલબેન: સોરી બેટા તને વાગ્યું તો નથી ને?
છોકરી: ના. પણ મારુ સપનું ફરી તૂટી ગયું. પણ હું ફરી બનાવી લઈશ.
સોનલબેન: સપનું? શુ છે આ?
છોકરી: આ મોટું મારુ બિલ્ડીંગ. જેનું આટલું મોટું બિલ્ડીંગ હોય એ ખૂબ જ પૈસાદાર હોય છે. એમ હું પણ ખૂબ જ પૈસાદાર બનીશ.
સોનલબેન હસતા હસતા પૂછે છે ' પછી શું કરીશ? ચોકલેટ કે રમકડાં??"
છોકરી: ના હું તો મમ્મી ને પપ્પા ખરીદીશ.
સોનલબેન એના માસૂમ ચેહરા સામે દેખતા રહે છે. અને પૂછે છે કે કેમ?
છોકરી: મને પણ મમ્મી અને પપ્પા જોઈએ છે. કેવા હોય એ? મારે જાણવુ છે. મને નથી મળ્યા મમ્મી કે પપ્પા. પણ ટીચર કહેતા હતા કે તમે મોટા થઈ ને ખૂબ મહેનત કરશો તો જે જોઈએ એ મળી જશે.. મારે મમ્મી પપ્પા જોઈએ છે. તમને ખબર છે કે કયા મળશે? મારે કેટલી મેહનત કરવી પડશે?
સોનલબેન ત્યાં જ રડી પડે છે કોઈ શબ્દ બોલી શકતા નથી. બસ એ છોકરી ને ભેટી પડે છે. અને રડતા રડતા બોલે છે " ખબર છે મારી પાસે પણ કોઈ દીકરી નથી. તું મારી દીકરી બનીશ?
છોકરી: સાચે?? ભગવાન મારી વાત માની ગયા? તમે મારા મમ્મી પપ્પા બનશો? ખરેખર?
બનેં હા પાડે છે અને એનું નામ પૂછે.
" મારુ નામ સૌમ્યા છે. અને હવે તમે મારા મમ્મી અને પપ્પા. પાક્કું ને? "
એના પપ્પા ધીરે રહી ને ઘૂંટણિયે બેસે છે અને બોલે છે " સોનલ તો બાળક વગર પણ એક મા હતી જ. મેં એની મમતા દેખી છે. પણ તું મને એક સારા પિતા બનવા મોકો આપીશ? મારે એક સારા પિતા બનવું છે" અને એમની આંખો માં પાણી આવી જાય છે.
સૌમ્યા ત્યાં ભોળાભાવે અને નાદાની માં આજે ખૂબ ખુશ હતી. અને બોલે છે. " તમે ચિંતા નઈ કરો. તમે બેસ્ટ મમ્મીપપ્પા બનશો. અને હું પણ બેસ્ટ બેટી બનીશ. પાકું વચન આપું છું"

અંશ અને સૌમ્યા આ ટેપ જોડે જોવે છે. અને સૌમ્યા રડી પડે છે. સૌમ્યા અંશ ને કહે છે. "મને ખરેખર કઈ યાદ નથી પણ એટલું ચોક્કસ થી કહીશ કે ત્યારે ભગવાને સાચા દિલ ની પ્રાર્થના સાંભળી હશે. મારા જીવનભર નું પુણ્ય એક પળ માં મને ફળ રૂપે આપી દીધું હતું."

અંશ: તો તે મૌલિક ને માફ કર્યો?
સૌમ્યા: હા મળી હતી. એને મારી માફી માંગી. પણ મેં કઈ જવાબ નથી આપ્યો. મૌલિક જ્યારે પાછો આવે છે ત્યારે મારા વિશે ખૂબ શોધખોળ કરે છે. અને મમ્મી ને પપ્પા ને પણ મારી બધી માહિતી આપતો હતો. પણ મારી સામે આવવાની હિંમત ન હતી. જયારે જરૂર હતી ત્યારે જ તો મોં ફેરવી લીધું હતું. એટલે એ વાતે દુઃખી હતો.

અંશ: તો માફ ક્યારે કરીશ? આજ નહિ તો કાલે તું માફ તો કરી જ દઈશ. અને આમ પણ એને પશ્ચાતાપ પણ કર્યો છે.

સૌમ્યા: માફ તો કરી જ દીધો છે. પણ બેસ્ટ ફ્રેન્ડ છે મારો એને હેરાન કરવાનો તો હક છે જ ને મારો. અમે કેવા નાદાન હતા જ્યારે કઈ સમજી ના શક્યા તો આ ફ્રેંડશીપ ને પ્રેમ નું નામ આપી દીધું હતું. પણ એ તો પેહલા થી મિત્રતા જ હતી અને આજે પણ એ જ મિત્રતા છે.

અંશ: ઓકે. તો આગળ શું વિચાર્યું છે?
સૌમ્યા: આગળ તું કોઈ થીમ પસંદ કરે તો આપણું કામ વધે.
અંશ: એ જ વિચારી રહ્યો છું.
સૌમ્યા: ખૂબ મોટું પગલું છે. નવી વસ્તુ ટ્રાય કરી રહ્યા છીએ.
અંશ: હા પણ મારી લેખિકા ના શબ્દો એવા છે કે 'ઘણી વાર મોકો (તક) એક જ વાર આવે છે. અને એ સમય પર કામ કરી લીધું તો કરી લીધું નહિ તો જીવનભર નો પછતાવો મળે છે'
સૌમ્યા: છે કોણ આ તારી લેખિકા?
અંશ: છે એક. ક્યારેક એની 'સંસારી જીવન માં યોગીની ની વ્યથા' જરૂર વાંચજે. અને 'એક શરત' એ પણ સરસ છે.
સૌમ્યા: વાંચવી જ પડશે.

અંશ: તો હવે મારા ઘરે તું ક્યારે આવે છે? મારા ઘરે પણ વાત કરવી પડશે ને આપણી?

સૌમ્યા: અંશ હમણાં જ બધુ ઠીક થયું છે. પણ હું કોઈ કમિટમેન્ટ માટે અત્યારે નથી વિચારી રહી..

અંશ: ઓકે. જ્યારે તને ઠીક લાગે

સૌમ્યા: તું ગુસ્સા નથી? તે આટલું બધું કર્યું છતાં હું આ શબ્દો બોલી રહી છું તને ગુસ્સો નથી આવી રહ્યો? તું કેટલી સાબિતી આપીશ ?? અત્યાર સુધી તે જ તો સાબિતી આપતો રહ્યો છે અને છતાં મારો અવિશ્વાસ તને ગુસ્સો નથી અપાવતો?

અંશ: જરાય નહિ. જ્યાં સુધી મને ખબર છે કે તારા ને મારા વચ્ચે પ્રેમ છે. ત્યાં સુધી તારે જેટલી પરીક્ષા લેવી હોય એટલી લઈ લે. તારી દરેક પરીક્ષા હું આપીશ.

સૌમ્યા: થાકી નહિ જાય?

અંશ: ના ક્યારેય નહીં.

સૌમ્યા: આટલો વિશ્વાસ કોના પર? તારા પર કે મારા પર?

અંશ: આપણા પ્રેમ પર. એવી કોઈ પરીક્ષા તું લઈશ જ નહીં કે જે હું ના આપી શકું.

સૌમ્યા: ખૂબ ભરોસો છે તને તારી પર.

અંશ: હા. અને જે આરવ ભાઈ કહે છે એમ જ અમારા ખૂન માં જ જીત લખી છે. અને ક્યારેય હરતા નથી. પછી કોઈ વચન હોય કે કોઈ શરત.

સૌમ્યા: સાચી વાત છે. તમે માણસ અને મન બને જીતી લો છો. તો આપણા સફર ની શરૂઆત કરીએ.

અંશ: હા ફરી એકવાર..
સૌમ્યા: હા પણ કોઈ શરત સાથે નહિ.. બસ ફરી એકવાર