fari ekvar ek sharat - 9 in Gujarati Fiction Stories by Ishani Raval books and stories PDF | ફરી એકવાર એક શરત - 9

Featured Books
Categories
Share

ફરી એકવાર એક શરત - 9

આજે સૌમ્યા પોતાનો અતીત અંશ ને કહેવાની હોય છે. કેટલાય સમય થી ચાલી રહેલ લાગણીઓ અને અનુભવ પેહલી વાર કોઈ ની સામે મુકવાની હોય છે. શુ અંશ વાત સમજી શકશે? કે માત્ર કોઈ સ્ટોરી બની ને રહી જશે. શુ અંશ સૌમ્યા ના નિર્ણયો પાછળ નો ભાવાર્થ સમજી શકશે કે પછી કોઈ ન્યાયાધીશ ની ખુરશી પર બેસેલા જજ ની જેમ ચુકાદો આપશે? આ બધી મુંજવણ મન માં રાખી ને સૌમ્યા વાત શરૂ કરે છે.

"મારા જીવન માં કોઈ મોટા મોટા દુઃખો નો ભંડાર નથી પણ નાના અનુભવ એવા છે કે જેને મને તોડી દીધી.. કદાચ બીજા માટે કે તારા માટે એ માત્ર નાની વાત હશે પણ મારા માટે તો મારા અસ્તિત્વ નો સવાલ હતો.. અને એના જ લીધે હું પણ બદલાઈ ગઈ.

નાનપણ મારુ કોઈ એક જગ્યા એ રહ્યું જ નથી. પપ્પા ની બદલી થતી રહે અને અમે જગ્યા બદલાતા રહીએ એટલે મારે હંમેશા નવી સ્કૂલ અને નવા મિત્રો બનાવવા ના રહેતા હતા.. પણ જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ આ અઘરું થતું રહેતું હતું.. મમ્મી ને પપ્પા સ્કૂલ ના ગેટ સુધી સાથે હોય પણ પછી તો આગળ હું ને મારો પડછાયો... જો કે આ વિશે મમ્મી ને પપ્પા પણ કંઈ કરી શકે તેમ ન હતું પણ 6 માં ફરી નવી સ્કૂલ.માં જવાનું હતું અને દિવસે ને દિવસે નવા નવા ગ્રુપ માં સેટ થવું અઘરું થઇ રહ્યું હતું. કેમ કે પેહલા થી જ બધા એકબીજા સાથે સેટ થઈ ગયા હોય પણ એ વાત થી હું ખુશ હતી કે હવે મારે કોઈ સ્કૂલ બદલવાની નથી અને આ જ સ્કૂલ રહેશે. પણ ત્યારે બધા ના મોટા મોટા ગ્રુપ હતા અને હું સાવ એકલી રીશેષ માં બેસી હતી અને ત્યારે કોઇ ફિલ્મી હીરો ની જેમ મૌલિક આવ્યો. અને વાતો કરતા કરતા અમે મિત્રો બની ગયા. સ્કૂલ થી ઘરે આવતા સુધી તો મૌલિક ના લીધે એમના પુરા ગ્રુપ માં હું સેટ થઈ ગઈ. અને પછી જાણવા મળ્યું કે મૌલિક તો પાડોશી જ છે. મારી મમ્મી એ જ એની મમ્મી ને એને કહ્યું હતું કે નવી સ્કૂલ છે એટલે જરા કહેજો ને કે ધ્યાન રાખે. અને બસ અમારી મમ્મી ને પપ્પા ની મિત્રતા વધે તેના કરતાં વધારે અમારી ફ્રેંડશીપ વધી રહી હતી.. ના એ માત્ર મૈત્રી જ હતી. એ સમય માં મિત્રો એટલે મિત્રો જ. કોઈ મિલાવટ વગર ની મિત્રતા.

હું ને મૌલિક ભલે વાતો ઓછી કરીએ પણ એકબીજા ની પુરી ખબર હોય. અને આ ફ્રેંડશીપ થી અમે બેસ્ટ ફ્રેંડસ બની ગયા. ધીરે ધીરે મારી કોઈ પ્રૉબ્લેમ હોય કે મૌલિક ની કોઈ પ્રૉબ્લેમ હોય એકબીજા ને તો ખબર જ હોય.આગળ ના સપના સાથે જોયા હતા અમે. જો કે કોલેજ માં અમે જુદા થયા પણ માત્ર નામ થી જ. મારા ઘણા બધા ફ્રેંડસ બન્યા મોટું ગ્રુપ બની ગયું હતું છતાં મૌલિક નું સ્થાન કોઈ ના લઈ શકે. મૌલિક પણ પોતાના પપ્પા ના બિઝનેસ માં જવા માંગતો હતો એટલે ખૂબ મહેનત કરતો હતો. અને ખૂબ વ્યસ્ત પણ રહેતો હતો. હમેશા મારા જ મેસેજ હોય અને એના જવાબ.. કોલેજ ને બિઝનેસ બંને માં ધ્યાન આપે એટલે સમય ક્યાં થી બાકી રહે.. છતાં પણ મને રીપ્લાય તો મળે જ. અને મારા એક ફોન પર જવાબ પણ મળે જ.. મારી વાતો બધી એને કહ્યા વગર મને ચેન જ ના મળે. મારી કોલેજ માં સોનલ, પૂજા,નેહા,સરસ્વતી, ક્રિસ્ટીના, એમ મોટું ગ્રુપ હતું. અને અમારી વાતો અને કોલેજ ના દરેક ફંકશન માં અમે આગળ રહેતા... મેડમ પણ કઈ નવું કરવાનું હોય કે કઈ આયોજન ગોઠવવાનું હોય તો એક જ નામ બોલતા હોય કે સૌમ્યા ક્યાં છે..

મમ્મી પપ્પા પણ ક્યાંય ટ્રીપ કે કોલેજ માંથી જવાનું હોય તો કયારે પણ ના કહેતા નહિ. બધુ જ હતું મારા જીવન માં. કદાચ આનાથી પરફેક્ટ કઈ હોય જ ના શકે. કોઈ ખાલીપન નહિ. કઈ જ અધૂરું નહિ... બધું જ સંપૂર્ણ હતું. જાણે કે આનાથી વિશેષ કંઈ હોય જ ના શકે.. હું ભગવાન સામે પણ કઈ માગતી નહિ.. પણ કદાચ માંગવું જોઈતું હતું. કદાચ કહેવું જોઈતું હતું કે આ બધું આમ જ રહે. કઈ બદલાય નહિ. આગળ મારુ જીવન જે વળાંક લેવાનું હતું તે વિશે મને કોઈ જ અંદાજ નહતો. હું તો કોલેજ ના આ સોનેરી સપના નું જીવન જીવી રહી હતી. ભવિષ્ય ના સુંદર સપના સજાવી રહી હતી. "

સૌમ્યા: હવે બધું બદલાઈ ગયું છે અંશ. જો ને હું જ કેટલી બદલાઈ ગઈ છું. ત્યારે મારા કેટલા સપના હતા. આશાઓ હતી. વર્તમાન જેટલું સુંદર હતું તેનાથી પણ વધુ સુંદર ભવિષ્ય ની કલ્પના કરી હતી મેં.... હું કેટલી પાગલ હતી ને?? હું કેટલી બુદ્ધિ વગર ની હતી કે આ બધું જોઈ જ ના શકી. ના સમજી શકી. બસ હવા મહેલ બનાવતી રહી.

અંશ: ના એમાં તારો કોઈ વાંક નથી. કદાચ એ સમય માં બધા એવા જ હોય છે. ભવિષ્ય ના સપના દેખનાર. પણ ખૂબ ઓછા હોય છે જેમને જે સપના જોયા હોય એ પુરા કરી શક્યા હોય.

સૌમ્યા: પણ તે કર્યા ને? તે જે વિચાર્યું એ કરી ને પણ બતાવ્યું.

અંશ: હા કહી શકાય એ રસ્તા પર ચાલી તો રહ્યો જ છું. પણ મારા જીવન માં તારા જેમ લાગણીઓ ની ભરતી-ઓટ આવી નથી. તારી જેમ બધું તૂટ્યું નથી.

સૌમ્યા: તો પણ કંઈક તો અનુભવ હશે જ ને? તારા જીવન માં કોઈ પ્રેમ આવ્યો હતો? કોઈ કોલેજ સમય નો? પહેલો પ્રેમ?

અંશ: ના.. સાચે બોલું તો મારા મિત્ર જોડે જે થયું એના પછી કોઈ પર ભરોસો કરવો અધરો બની ગયો મારા માટે.. તમારી સાથે કોઈ કેમ છે પૈસા ના લીધે કે તમારા માટે? આ સમજવું અઘરું થઈ ગયું.. એટલે હું હમેશા એ જ માનતો આવ્યો કે કદાચ પૈસા ના લીધે આ બધા આમ છે એટલે પ્રેમ ને કોઈ સ્થાન કે મોકો મળ્યો જ નહીં મારા જીવન માં આવવા માટે.

સૌમ્યા: સાચું છે. જ્યારે કોઈ અનુભવ આપનો હોય કે પોતાની નજીક ની વ્યક્તિ સાથે નો હોય તો તેની આપણાં જીવન પર પણ ખૂબ ઊંડી અસર પડે છે. તમે પણ એ જ અનુભવ થી દરેક ને ત્રાજવામાં તોલવાનું શરૂ કરી દો છો... હું પણ એ જ કરું છું.

અંશ: તો અત્યારે તું કઈ ઇચ્છઓ કે સપના રાખે છે.

સૌમ્યા હસતા હસતા બોલે છે " ઈચ્છા કે સપના આ શું છે?? આ બધું જોવાવાળી સૌમ્યા તો ક્યાંય ખોવાઈ ગઈ છે. અત્યારે તો સવાર પડે એટલે નિત્યક્રમ પ્રમાણે જીવવું પડે એમ જીવવાનું. કાલે કાલ નું વિચારવાનું.. કોઈ ઈચ્છા નથી કે કોઈ સપના નથી.. બસ જીવન છે ચાલ્યા કરે.

અંશ: કેમ આમ બોલે છે. આ નથી જીવન તારું તે હજી જીવ્યું જ શુ છે.. અને આમ હારી જવાથી શુ બદલાશે? આમ પછતાવા પછી પણ શું થશે? આ પછતાવો આખી જિંદગી જોડે લઈ ને ફરીશ?? આખરે બહાર ક્યારે આવીશ?

સૌમ્યા હળવેક થી અંશ ના ખભા પર માથું મૂકે છે. અને બોલે છે
સૌમ્યા: થાકી ગઈ છું ખુદ ને અને બીજા બધા ને બતાવી ને કે હું બહાર આવી ચૂકી છું.પણ હું આજે પણ ત્યાં જ છું અંશ આજે પણ નથી આવી શકી બહાર.. હું કમજોર છું કદાચ એટલે જ ત્યાં અટકી રહી છું... પણ ખરેખર હવે કોઈ સપના નથી દેખાવા.. દેખીશ તો તૂટે ને!! કોઈ આશા નથી રાખવી કોઈ થી પણ.. એકલી થઈ ગઈ છું ખૂબ એકલી.. કોઈ આસપાસ નથી દેખાઈ રહ્યું.. બસ જીવન જાણે પૂરું જ કરવાનું છે.. ક્યારેક તો થાય છે કે મારા હોવા કે ના હોવાથી કોઈ ને કોઈ ફરક પડવાનો નથી. અને મારી જરૂર પણ ક્યાં કોઈ ને છે.. અને હવે તો ખુદ થી પણ હારી ને થાકી ગઈ છું થાય છે કે બસ હવે પૂરું થાય તો સારું... આ જીવન...

અંશ: બસ હવે આગળ એક શબ્દ નહિ તારી આ બેરંગ જીવન માં બધા જ રંગ આવશે.. તું ફરી જીવતા શીખીશ અને શીખવું જ પડશે. ખુદ ને બધી વાત માટે જવાબદાર ના માનીશ.. જે આગળ થયું એમાં તારો વાંક ન હતો.. એ નાદાન ઉંમર હતી તારી.. અને ભૂલ થઈ તો થઈ એને માટે પશ્ચાત્તાપ કરવાનો હોય પણ આમ ખુદ ને સજા ના આપવાની હોય. ગુનાહ ની સજા હોય ભૂલ ની નહિ..

સૌમ્યા: મેં તો અપરાધ કર્યો છે જેની કોઈ માફી ના હોય શકે.. હું લાયક જ નથી કોઈ સંબધ ના. મેં જે કામ કર્યા છે એ ગુનાહ ની કોઈ માફી ના હોઈ શકે...

સૌમ્યા પોતાના ભૂતકાળ ની ભૂલો યાદ કરી ને હારી ચુકી હોય છે. અને અંશ તેને આશ્વાસન આપે છે કે બધું ઠીક થઈ જશે.

સૌમ્યા આગળ શરૂ કરે છે.
' પહેલું વર્ષ મારા કોલેજ નું તો ખૂબ જ સરસ હતું. ગોલ્ડન વર્ષ. ઘણા મિત્રો બન્યા. પણ બીજા વર્ષ થી જ મૌલિક ધીરે ધીરે દૂર રહેવા લાગ્યો. વાતો ઓછી કરવા લાગ્યો. એના કામ માં બિઝનેસ માં ખૂબ જ ડૂબી ગયો હતો. એ પાડોશી હતો છતાં એને મેં ઘણા દિવસ થી જોયો પણ ન હતો.. પણ છતાં હું એના જીવન માં ટકવા પ્રયત્ન કરતી જ રહી.. અને એક દિવસ મારી સામે એ આવ્યું જેની મેં કલ્પના પણ કરી ન હતી.
મૌલિક એ મને ફોન કર્યો અને અમારી રોજિંદી જગ્યા પર મને બોલાવી અમારી ટ્યુશન કલાસ ના થોડા જ નજીક જ્યાં અમે સ્કૂલ ટાઈમ થી મળતા હતા. એ ત્યાં આવ્યો અને એ ખૂબ જ અલગ લાગી રહ્યો હતો. નિસ્તેજ ચેહરો. નિરાશા ના વાદળો થી ઘેરાયેલી એની આંખો હતી.. અને મને દેખી ને બસ રડી ગયો.. કારણ તો મને પણ ખ્યાલ ન હતું પણ મારા આંસુ પણ ના રોકાયા.. થોડા સમય પછી એને વાત શરૂ કરી..
મૌલિક બોલ્યો " ખબર છે સૌમ્યા મેં મારા કામ માં મારો જીવ નાખી દીધો હતો.. રાત-દિવસ એક કરી દીધા હતા. ખૂબ જ મેહનત કરી હતી. પણ હું તો જે હતું તે પણ સાચવી ના શક્યો"
સૌમ્યા: શુ કહે છે? શું થયું?
મૌલિક: બધું જ પૂરું થઈ ગયું.. અમે દેવાદાર થઈ ગયા.. ખૂબ જ દેવું છે માથે અને હાથ માં કંઈ બાકી નથી... અને બધું જ ખતમ થઈ ગયું..
અને એ દિવસે માંડ માંડ મૌલિક ને મેં સાચવ્યો હતો પણ પરિસ્થિતિ આગળ ખરાબ જ થતી રહી અને મૌલિક ખોટા રસ્તે વળી ગયો.. ત્યારે એને મને કહ્યું કે તે મને પ્રેમ કરવા લાગ્યો છે પણ એ મારા લાયક નથી... અને છતાં હું એની સાથે રહી એના એ સફર માં .. જેના લીધે મારા બીજા મિત્રો મારા થી દુર થવા લાગ્યા.. કોલેજ માં પણ મારા માટે ખોટી ધારણાઓ બંધાઈ ગઈ... પણ એવા સમયે હું મારા મિત્ર ને કેવી રીતે છોડી શકું.. એટલે મેં અમારી મિત્રતા નિભાવી..

અને ધીમે ધીમે એની પરિસ્થિતિ સારી થતી રહી.. અને મેં એનો સાથ ના છોડ્યો.. અને આમ એકવર્ષ બીજું પૂરું થયું. ધીમે ધીમે બધું ઠીક થયા બાદ એને કામ થી બીજા શહેર માં જવાનું થયું અને ત્યારે તેને મને ફરી કહ્યું " સૌમ્યા પેહલા હું તારા લાયક ન હતો પણ હવે દેખ બધું બદલાઈ રહ્યું છે. અને આપણે તો બાળપણ થી જોડે છીએ જો બેસ્ટ ફ્રેન્ડ માં એક જીવનસાથી મળી જાય તો બીજું શું બાકી રહે? તું મને જાણે છે હું તને જાણું છું. આપણે જોડે ખુશ રહીએ છીએ. અને મારા એ સમયે તે મને સાથ આપ્યો જ્યારે મારી સાથે કોઈ નહતું. મને ખોટા રસ્તે થી સાચા રસ્તા તરફ તું લાવી છે. નવી શરૂઆત તારા લીધે થઈ છે. આપણે એકબીજા માટે પરફેક્ટ છીએ. એકબીજા ને જાણીએ છીએ આ પ્રેમ નથી તો શું છે? "
અને એની વાત મને સાચી પણ લાગી આખરે એના માટે હું દરેક સામે લડી શકું છું. એ મને સમજે છે હું એને સમજુ છું અને બંને જોડે કેટલા ખુશ હોઈએ છીએ. બાળપણ થી જોડે છીએ આનાથી વધારે બીજું શું હોય પ્રેમ? એટલે મેં એને જતા પહેલા હા કહ્યું અને અમે બોયફ્રેન્ડ ગલફ્રેંડ બની ગયા...

મૌલિક ગયો અને હવે મારા જીવન નો મોટો વળાંક આવ્યો. મૌલિક બધા માંથી બહાર આવી ચુક્યો હતો અને સારા સ્થાને હતો. પણ લોકો ને ખોટી આદતો હમેશા યાદ રહે છે તેથી તેના સાથે મારુ નામ જોડાવાથી બાકી બધા મારા થી દુર થઈ ગયા. બીજા કોઈ મિત્ર કે કોઈ રહ્યું જ નહીં. અમે બને ફોન પર વાતો કરતા રેહતા હતા પણ આ કામ ખુબ જ મહત્વ નું હતું મૌલિક માટે જેના કારણે અમે વધારે સમય આપી શકતા ન હતા. અને મારું પણ છેલ્લું વર્ષ હતું એટલે હું પણ ભણવા માં વ્યસ્ત થઈ ગઈ હતી. મૌલિક એ તો વર્ષ માટે બ્રેક લીધો હતો. આખરે એના માટે ડીગ્રી તો માત્ર પેપર જ હતું એને એના બિઝનેસ માં જ આગળ વધવું હતું.

એક દિવસ કોલેજ થી આવ્યા પછી રોજ ના જેમ જમવા અમે બધા બેસ્યા હતા પણ આજે જાણે કોઈ વાત હોય તેમ લાગી રહ્યું હતું. મારી ભાવતી બધી જ વાનગી મમ્મી એ બનાવી હતી. પણ પપ્પા ચૂપ હતા.. અને જમ્યા પછી મેં પૂછ્યું કે શું વાત છે ? કેમ બધા ગંભીર દેખાવ છો? અને તેમને મને કહ્યું કે બંને અલગ થવાના છે. આ શબ્દો સાંભળી ને જાણે જમીન જ ખસી ગઈ.. મને તો મારા કાન પર ભરોસો જ ના થયો કે આ શબ્દો મેં સાંભળ્યા. આ કેવી રીતે બની શકે? અમે તો ખુશખુશાલ પરિવાર છીએ. તો આ તો અશક્ય છે. આ બની જ ના શકે. તમે તો ક્યારેય ઝઘડ્યા પણ નથી!! તો પછી કેમ?? અને હું ત્યાં થી મારા રૂમ માં જતી રહી.. મમ્મી અને પપ્પા એ ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ હું આટલી મોટી ખબર પછી કઈ સાંભળવા તૈયાર જ નહતી. એટલે મેં તેમની કોઈ વાત ના સાંભળી..

એક દિવસ કોલેજ થી આવ્યા પછી રોજ ના જેમ જમવા અમે બધા બેસ્યા હતા પણ આજે જાણે કોઈ વાત હોય તેમ લાગી રહ્યું હતું. મારી ભાવતી બધી જ વાનગી મમ્મી એ બનાવી હતી. પણ પપ્પા ચૂપ હતા.. અને જમ્યા પછી મેં પૂછ્યું કે શું વાત છે ? કેમ બધા ગંભીર દેખાવ છો? અને તેમને મને કહ્યું કે બંને અલગ થવાના છે. આ શબ્દો સાંભળી ને જાણે જમીન જ ખસી ગઈ.. મને તો મારા કાન પર ભરોસો જ ના થયો કે આ શબ્દો મેં સાંભળ્યા. આ કેવી રીતે બની શકે? અમે તો ખુશખુશાલ પરિવાર છીએ. તો આ તો અશક્ય છે. આ બની જ ના શકે. તમે તો ક્યારેય ઝઘડ્યા પણ નથી!! તો પછી કેમ?? અને હું ત્યાં થી મારા રૂમ માં જતી રહી.. મમ્મી અને પપ્પા એ ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ હું આટલી મોટી ખબર પછી કઈ સાંભળવા તૈયાર જ નહતી. એટલે મેં તેમની કોઈ વાત ના સાંભળી..
અને હું માત્ર રડતી રહી કે કેમ બધા અલગ થઈ રહ્યા છે મારા થી?

પણ મમ્મી ને પપ્પા મારા રૂમ માં આવ્યા મને શાંત કરી.
પપ્પા કહ્યું '" તું સમજે છે એમ નથી સૌમ્યા. અમે થોડા સમય માટે અલગ થઈશું પણ એકબીજા ના જીવન થી અલગ નથી થઈ રહ્યા.. જ્યારે નવી શરૂઆત કરવાની હોય ત્યારે સમય લાગે પણ મારે બધું ઠીક રીતે થઈ જશે ત્યારે આપણે જોડે જ હોઈશું"
મમ્મી એ કહ્યું " અને તારે છેલ્લું વર્ષ ચાલે છે એટલે હમણાં કેવી રીતે તું આ જગ્યા છોડી શકે અને આપણો બિઝનેસ પણ કોઈક ને દેખવો પડશે એટલે આપણે હમણાં પપ્પા સાથે નઈ જઈ શકીએ પણ જયારે એમનો નવો બિઝનેસ સેટ થઈ જાય પછી બધા જોડે જ હોઈશું"

હા મમ્મી ને પપ્પા ડિવોર્સ નહતા લઈ રહ્યા. વાત એમ હતી કે પપ્પા નું સપનું અલગ હતું તે ઓર્ગેનિક પ્રોડક્ટ ની કંપની શરૂ કરવા માંગતા હતા. તેમને પેહલા થી જ આ તરફ જવું હોય છે પણ જવાબદારી અને સમય ના અભાવ ના લીધે તેમને મારા જે મળતું ગયું એમાં જ આગળ વધતા ગયા અને છેલ્લે નાનો ફર્નિચર બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાં તે ખૂબ આગળ વધતા પણ ગયા હતા અને તેનાથી અમે એક જગ્યા પર સ્થાઈ રીતે રહી પણ શક્યા.
અને હવે એ પોતાનું સપનું પૂરું કરવા માંગતા હતા. મમ્મી એ એમાં સાથ આપ્યો. મમ્મી ને બિઝનેસ નું કઈ ખબર નહતી છતાં એને આ ફર્નિચર ના બિઝનેસ ની જવાબદારી સ્વીકારી હતી. પણ એ માટે પપ્પા ને આ શહેર થી બહાર દૂર જવાનું હતું. અને તે ક્યારે આ નવું પ્રોડક્શન શરૂ કરશે કે સફળ થશે તેનો કોઈ અંદાજો ન હતો.

અંશ ત્યારે તે બંને પોતાની જગ્યા પર સાચા હતા કે જ્યારે સમય મળે ત્યારે કરી શકાય. બંને એક અધૂરું સપનું પૂરું કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. એમાં પણ રિસ્ક હતું પણ એમને આગળ નું જીવન સમાજ માટે જવાબદારી માટે અને બાકી મારી માટે આપી દીધું હતું.. એટલે હવે એક નાનું સપનું પોતાના માટે પૂરું કરવા માંગતા હતા.

પણ મારા મન માં તો એમ ચાલતી હતું કે અમે મળતા રહીશું પણ સાથે રહેવા માટે સમય વધારે લાગશે કેમકે શરૂ ના 4 થી 5 વર્ષ તો શરૂઆત માં જ લાગી જશે કદાચ એનાથી પણ વધારે? અને સાચું કહું તો કોલેજ માં અચાનક બધા મારા થી જેમ અલગ થયા ભીડ માં રહેતી હું સાવ એકલી થઈ ગઈ હતી. અને મૌલિક પણ ફોન પર સમય આપી શકતો નહતો. તે પણ પોતાને સાબિત કરવા ના પ્રયત્નો માં હતો. અને પછી જ્યારે ખબર પડી કે પપ્પા આમ આટલા બધા વર્ષ માટે દૂર જશે અને મમ્મી પણ પછી કામ માં વધારે વ્યસ્ત થઈ જશે તો મારા સાથે કોઈ નહિ રહે.. હું ખૂબ જ એકલી થઈ ચૂકી હતી.. સુખી છીએ પૈસાદાર પણ ધીરે ધીરે થઈ ગયા છીએ તો પછી ફરીથી પપ્પા ને કેમ કઈ શરૂ કરવું છે?? (કદાચ ત્યારે સપના ની કિંમત મને સમજાય તેટલી સમજદાર હું નહતી)

મમ્મી પપ્પા કઈ સમજી ના શક્યા કે હું કેમ રડી રહી છું. એ ફરી આ વિશે વિચારવા લાગ્યા. બધા ધીરે ધીરે દૂર કેમ થાય છે એ કારણ મારે શોધવું હતું અને ત્યાં જ મને અનાથાશ્રમ ની ફાઇલ મળી. ત્યારે ખબર પડી કે હું તો અનાથ હતી. હું આવક બની ને ફાઇલ જોતી રહી અને મમ્મી પાસે ગઈ.

"મમ્મી આ શું છે? શું સાચે હું?? "

' આ ફાઇલ તને ક્યાં થી મળી? '

" આ મારા પ્રશ્ન નો જવાબ નથી!! હું ખરેખર અનાથ છું? શુ એટલે જ બધા દૂર થઈ રહ્યા છે? તમે પણ મને એટલે જ દૂર કરવા માંગો છો?? તમે પણ..."

સૌમ્યા આગળ કઈ પૂરું કરે તે પેહલા જ તેના મમ્મી સોનલબેન એક થપ્પડ મારે છે. તે પોતાના અશ્રુ અને ગુસ્સો બને પર કાબુ ગુમાવી બેસે છે. અને બોલે છે. ' બસ સૌમ્યા બેટા. તું મારી છોકરી છે અને હમેશા રહીશ. ખુદ ને અનાથ કહેવાનું બંધ કર. અને તારા થી કોઈ દૂર નથી થઈ રહ્યું. બસ એક નવી શરૂઆત થઈ રહી છે આપણાં બધા ના જીવન ની. દૂર હોઈશું પણ અલગ નહિ.. શુ ચાલી રહ્યું છે બેટા તારા જીવન માં? કેમ આમ બોલે છે? કોલેજ માં કંઈ થયું? મૌલિક જોડે ઝગડો થયો છે? શું થયું છે? કેમ ખુદ ને એકલી સમજે છે?? અને અમને એમ કે આ વિશે તને યાદ હશે.'

સૌમ્યા બોલે છે "કઈ નથી થયું. તમે તમારું જીવન જીવ્યા હવે મને મારુ જીવવા દો. હું હવે મારી મરજી પ્રમાણે જીવીશ જેમાં કોઈ ને કંઈ કહેવાનો અધિકાર નથી.

અને સૌમ્યા ત્યાં થી નીકળી જાય છે. બાકી ના કોલેજ ના મહિના હોસ્ટેલ માં રહે છે. કોલેજ પુરી કરી અને ત્યાં થી પણ નીકળી જાય છે ઘરે પરત આવતી નથી.

હું જયારે હોસ્ટેલ માં ગઈ ત્યારે પણ એકલી હતી. મૌલિક ને સમય ન હતો. મેં થાકી ને મૌલિક ને કહ્યું કે મારે એની જરૂર છે અને હું ખૂબ એકલી છું. અને તું પાછો આવીશ? અત્યારે મને સંભાળી લેવા? તો એને કહ્યું કે સોરી સૌમ્યા મારુ આ સપનું વધારે મહત્વ નું છે. મને માફ કરજે હું બીજું કંઈ પણ કરી લઈશ પણ અત્યારે કામ છોડી ને તારી પાસે ના આવી શકું..
અને હું ત્યારે તૂટી ગઈ. જેના માટે પુરી કોલેજ અને બીજા મિત્રો મારા થી દુર થયા તે આજે મારા થી મોઢું ફેરવી રહ્યો છે. અને હું ગોદ લીધેલ હતી. બધું એકસાથે એવી રીતે આવ્યું કે હું સંભાળી ના શકી. અને નીકળી ગઈ.

મેં જે કર્યું એ ખૂબ જ ખોટું કર્યું. હું નાસમજ હતી.. અને કોઈ સાચો રસ્તો બતાવવા પણ જોડે નહતું. મમ્મી પૂછતી રહી પણ હું કઈ બોલી જ નહીં.. મારા મમ્મી પપ્પા ને મારા ભગવાન છે. અને હું તેમને જ છોડી ને નીકળી ગઈ. જીવન જીવવા... એટલે હું ક્યાં થી ખુશ રહી શકું.. મારે તેમની માફી માગવી છે. પણ ક્યારેય હિંમત જ ના થઇ. કઈ બોલ્યા કે કીધા વગર નીકળી ગઈ હતી.. શુ તે મને માફ કરી શકશે? હું કોઈ સંબધ નિભાવી ના શકી.. ના બીજા બધા એ મારી સાથે કંઈ નિભાવ્યું. મેં મમ્મી પપ્પા ને દુઃખી કર્યા હતા અને બીજા બધા એ મને કરી હતી. એટલે હું બીજા કોઈ સંબધ માં રહેવા નથી માંગતી. હું કદાચ એ લાયક જ નથી.

પણ તેમને મને આ વાત કેમ ન કીધી? તેમને કેમ છુપાવ્યું કે હું અનાથ હતી?

અંશ: તારા મમ્મી પપ્પા એ છુપાવ્યું નથી.
સૌમ્યા: મતલબ?
અંશ: તને જ્યારે તેમને ગોદ લીધી ત્યારે તું 8 વર્ષ ની હતી. એટલે તું આ બધું ભૂલી ગઈ હોઈશ એ વાત તેમને ખબર નહતી.અને છતાં પણ તે આ વાત તને કરવાના જ હતા પણ તું ત્યારે ખૂબ દુઃખી રહેતી હતી ઘર માં એટલે તેમને ફાઇલ નીકાળી હતી પણ તને બતાવી ના શક્યા અને વિચાર્યું કે કદાચ થોડા સમય પછી કે તારી કોલેજ પુરી થાય પછી તને કહેશે.. પણ તે પેહલા જ તે એ ફાઇલ જોઈ લીધી...

સૌમ્યા: તને આ ક્યાં થી ખબર?? અંશ તને કેટલું ખબર છે મારા વિશે? અને તને કોણે શુ કહ્યું છે? તું કોઈ ને મળ્યો છે?

અંશ ઊંડો શ્વાસ લઈ ને બોલે છે "મને બધી ખબર છે. અને હા હું મળ્યો છું. તારા મમ્મી ને, પપ્પા ને અને મૌલિક ને પણ"