laghukatha sangrah in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | લઘુકથા સંગ્રહ

Featured Books
Categories
Share

લઘુકથા સંગ્રહ

*લઘુકથા સંગ્રહ*. ૫-૬-૨૦૨

૧) શીર્ષક : - *કોણ ભિખારી*. લઘુકથા... ૫-૬-૨૦૨૦

અમૂલ પાર્લર પાસે એક ભિખારી જેવો લઘરવઘર વેશમાં રાઘવ નાનાં પાંચ સાત વર્ષના બાળકને ખોળામાં બેસાડી ને દૂધ લેવા આવતાં જતાં લોકોને પાથરણાં પર મૂકેલી માટીની કલર વગરની મૂર્તિઓ ખરીદવા હાથ જોડી કરગરે છે...
એક બે જણાં એ મૂર્તિ લીધાં વગર દસ રૂપિયા આપવા હાથ લંબાવ્યો પણ રાઘવે નાં કહી કે મારી આ મૂર્તિ ખરીદો મને ભીખ નથી જોઈતી મારાં બાળકો ને હું ભીખનું ખાવાનું નહીં પણ મહેનત નો રોટલો ખવડાવા માગું છું...
આ સાંભળીને બે ત્રણ જણાં એ રાધા કૃષ્ણ ની મૂર્તિ ખરીદી..
અમૂલ પાર્લર ની બાજુની સોસાયટીમાં એક વિશાળ બંગલામાં બેઠેલા મનસુખલાલ હાથમાં બધી આંગળીઓ માં સોનાની વીંટીઓ પેહરી હતી એમણે અન્યાય કરીને મોટા દિકરા રાજીવને મિલ્કત માં થી ફૂટી કોડી પણ નહોતી આપી અને ધક્કા મારી ને કાઢ્યો હતો...
અને નાનાં દિકરા ને બધીજ મિલ્કત આપી હતી એ ઘરમાં રહીને મોજશોખ જ કરતો હતો...
આવાં લોકડાઉન માં રાજીવ ને નોકરીમાં અડધો પગાર મળ્યો એમાં પરિવાર નું ભરણપોષણ કરવાનું...
મનસુખલાલ સોફામાં બેઠાં હતાં એની બાજુમાં પંચધાતુની મોટી રાધા કૃષ્ણ ની મૂર્તિ હતી..
રાજીવ ને ફોન કર્યો અને કહ્યું કે નોકરી એ જતાં અથાણું નાખવું છે તારી મા ને તો પાંચ કિલો કાચી કેરી અને અથાણાનો મસાલો આપી જજે...
રાજીવ નોકરી એ જતાં પહેલાં આપી આવ્યો અને પોતાના પરિવાર માટે આ મહિનામાં ચાર પાંચ વસ્તુઓ ઓછી લાવી ચલાવશે એવું નક્કી કર્યું...
આમાં ભિખારી કોણ ???
ભાવના ભટ્ટ અમદાવાદ....

૨) *અનોખી આદત* લઘુકથા.. ૨-૬-૨૦૨૦

આકાશ અને કેતનને ચોપડીઓ વાંચવાનો અને ચા પીવાનો ગજબનો શોખ હતો...
એ બન્ને હોસ્ટેલમાં રહીને ભણતાં હતાં પણ એક સરખાં શોખ ધરાવતા હોવાથી એમનાં રૂમ પાર્ટનરે એ બન્નેને એક રૂમમાં રાખ્યા...
માતા પિતા પાસેથી જે પણ રૂપિયા વાપરવા મળતાં એ બીજા વિધાર્થીઓ ની જેમ પિક્ચર કે હરવા ફરવા અને નાસ્તા પાણી માં ઉડાડતાં નહીં અને એનાં બદલે એ લોકો સાહિત્ય ની સારાં લેખકો ની ચોપડીઓ ખરીદતાં અને બન્ને વાંચતા...
વાંચતા વાંચતા ચા પીવા જોઈએ એટલે બહારથી વેચાણ થી થર્મોસ માં ચા ભરી લાવતાં...
બન્ને ને એટલી બધી આદત હતી ચા અને ચોપડીની..
એટલે બન્ને એ નક્કી કર્યું હતું કે એક મહિનો નવી ચોપડી આકાશ લાવે અને કેતન ચા ની વ્યવસ્થા કરે... અને બીજા મહિને કેતન ચોપડી લાવે અને આકાશ ચા ની વ્યવસ્થા કરે...
આમ આ બન્ને ની આવી અનોખી આદતને લીધે આખી હોસ્ટેલમાં એ લોકોને ચા અને ચોપડીનો કીડો કહીને જ બોલાવતાં..
ભાવના ભટ્ટ અમદાવાદ....

૩) શીર્ષક :- *યાચક*
*પ્રકાર* લઘુકથા.. ૪-૬-૨૦૨૦
અશોક છોકરાઓ ને બે દિવસથી ભૂખથી ટળવળતા જોઈને માલતીને કહે આપણે મધ્યમવર્ગના માણસો ની આ કફોડી સ્થિતિ કોને કરવી..
આપણે ગરીબોની જેમ યાચક બની શકતાં નથી સ્વમાન અને સ્વાભિમાન થી જીવ્યા છે પણ આ મહામારીમાં લોકડાઉન માં ગરીબો, અને અમીરોને તકલીફ નથી પણ આપણી હાલત કફોડી છે નોકરીયાત માણસો આપણે બધું જ લોન પર ખરીદેલું છે...
દર મહિને કરિયાણું ભરતાં હતાં...
બેન્ક બેલેન્સ પણ નથી આપણી પાસે ઘરમાં હતું એ બધું જ વપરાઈ ગયું છે હવે ક્યાંથી લાવવું એ સવાલ મોટો છે...!!!
આપણે તો ચલાવીએ પણ આ બાળકો ની ભૂખ મારાં થી નથી જોવાતી લાવ પેલું માળિયામાં પડેલું ચાર ખાના નું ટીફીન આપ હું મોઢા પર રૂમાલ બાંધીને ગુરુદ્વારા તરફથી જમવાનું આપે છે એ લઈ આવું આવું કહેતાં અશોક નાં મોં પર લાચારી અને આંખમાં અશ્રુ આવી ગયા...
આ સાંભળીને માલતી પણ રડી પડી કે આપણે આ પરિસ્થિતિ માં યાચક બની ગયા...
માલતી એ ટીફીન આપ્યું એ લઈને અશોક નીચી નજર કરી ગુરુદ્વારા તરફથી મળતાં ભોજનની લાઈનમાં એક યાચક બનીને ઉભો રહ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ....