શીર્ષક : મારા મનની વાત....
( ચમન એકલો એકલો મનમાં વિચારો કરી રહ્યો છે..જે નીચે રજૂ કર્યું છે.🤔🤔)
ચાલ મનડા ચાલ અહીં તારે કંઈ જ લેવાનું નથી..😥 કેમકે...આ રહ્યો મોંઘો મોલ ....ને તું રહ્યો ગરીબ માણસ...મોંઘા મોલની મોંઘી વસ્તુઓ જોઈને જ મન મનાવાનું ...ચમન ચાલ ઘર ભણ્યો🏡... અહીંની ચમકદમક નાં પણ ભાવ વસ્તુ પર જ લાગશે વ્હાલા..... તારું કામ નહીં અહીંની વસ્તુઓ લેવાનું... હાલ્ય હાલ્ય...ઘર ભણી🏡....
અરે !! લઈ ના શકું તો શું થયું ? 🙄....જોઈ તો શકું ને ..😎..એનાં ક્યાં રૂપિયા લાગશે... હાલ ત્યારે આ મોલનાં દર્શન જ કરી લઈએ..🤓...સૌથી પહેલાં ઉપરથી જ શરૂ કરું.... હા એમ જ ઠીક રહેશે...
અરેરે 🙄 !! અહીં તો કેવી સીડી છે ,ચાલ્યા જ કરે ....મને લેવા પણ ના ઊભી રહી...લોકો તો સીધા જ ચઢી જાય છે...લાવ હું પણ એમ જ કરું...
હાશ....😎!!!!....આવડ્યું હો બાપલા તને.... હવે ઉતરવાનું એ પણ આ લોકોને જોઈ.... આ લે કૂદ્યો હું પણ..🏃..હમમ...આવડી ગયું. હવે બીજો માળ...ત્રીજો.. ને આ લે...ચોથો માળ...આલેલે....કેટલી સરસ સુગંધ....!!!💁આહાહા..😱😨..મોંમાં તો પાણી આવી ગયું....😌
ઓહો.... સુગંધ સુગંધ ચારે બાજુ....😋😋..શું શું મળે છે ?🤔..લાવ નજર કરું..😱😱..આટલું બધું.. વાહ..વાહ...જેટલી વસ્તુઓ. એટલા જ માનવ મહેરામણ..... લાવ જેવું એકાદ વસ્તુ લેવા જેવી હોય તો હું પણ લઈ લઉં....😩😫😫...આટલું બધું મોંઘું.. અહીં મારા જેવા ગરીબ શીદને આવે..??😩..આ જ વસ્તુ બાર રસ્તા પર આનાથી અડધી કિંમત માં મળે છે..ને અહીં નકરી લૂંટ મચાવી છે ....આ મોલવાળા એ તો....હાલ્ય ચમના નીચે જોઈએ શું છે?..🤔🤔
ત્રીજો માળ......
આહહા....શું ઠંડી હવા છે..વાહ.....ટી.વી.,ફ્રીજ , એ.સી. , કુલર , કપડાં ધોવાનું મશીન.... વાહ ! કેટકેટલી જાતના છે..લાવ જોવું શું કિંમત છે...?..😱😱😱 ....આટલું બધું મોંઘું .... આટલાંમાં તો મારું ઘર ૨ મહિના સુધી પેટ ભરી ખાઈ લે....ના લેવાય ..મારી પાસે આટલા રૂપિયા હોત તો હું મારા પરિવાર ને સુખે થી ૨ સમય પેટ ભરીને જમાડી શકત....😥😥....
ભગવાન જેને આપે એને ઘણું આપે ને જેને નથી આપતો એને ૨ ટંક જમવા પણ નથી આપતો... હાલ્ય ચમના ...આમ વિચારે રૂપિયા નહીં મળે.. હાલ્ય... બીજા માળ...ત્યાં શું છે..જે હું લઈ શકું??
બીજો માળ ,
અરે વાહ !!! શું કપડાં ની જોડ છે... વાહ!!..આ બાજુ બધાં પુરુષો ને આ બાજુ સ્ત્રીઓનાં..ને પેલી બાજુ નાના બાળકોનાં...બધાં જ કપડાં એક એક થી ચઢિયાતા.... આ લો ને પેલું મૂકો એવાં... મન મોહી લીધું ચમના નું.....😵😵😵....પણ...રૂપિયા??😢😢....ક્યાંથી લાવું લેવા....!!!🤔🤔..... આંખોમાં ઠંડક તો થઈ પણ શું કરું આવી ટાઢક ને...જે ફરી પાછી આગ લગાવી ગઈ. 😥😥..રૂપિયા ની ઉણપને કારણે મારા બાળકો ને આવા મોલ માં નથી લાવી શકતો.... કેવી સ્થિતિ મારી..!!!હે પ્રભુ !!મારાં બાળકો ને ખુશ કરી શકું એટલું તો દે મને...😫😫.🙏🙏..હાલ્ય ચમના.....હવે નીચે.... જોઈ કંઇ લેવાય એમ છે કે નહીં ,નહીતર હાલી નીકળું ...મારી ઝૂંપડી તરફ.....
નીચે જ્યાં ખાધ્ય ચીજો મળે....,
આ બિસ્કીટ... મેગી.... ચોકલેટ..... કઠોળ.... અનાજ.. વાહ...ખૂબ સરસ...અહીં થી મારાં....બાબુડા હાટુ બિસ્કીટ લઈ ને ઘેરે જવું .....એને કંઈશ તો કે મોટા મોલમાંથી લાવ્યો તારા હાટું...ખૂબ ખુશ થશે... હા .....
ને આ ગરીબ ચમનો....આવડા મોટા મોલમાંથી એક બિસ્કીટ લઈ શક્યો....
- ધ્રુપા પટેલ