Zanjeer in Gujarati Children Stories by Veer Raval લંકેશ books and stories PDF | जंजीर

Featured Books
Categories
Share

जंजीर

સુમિત અને હિતેશ બન્ને કૉલેજ મિત્રો અચાનક ઘણાં વર્ષો પછી બજારમાં ભેગા થયા હતા. બન્ને એકબીજાને જોઈને ભેટી પડ્યા.બાળપણથી કૉલેજ સુધીનો તમામ સમય યાદ કરતા રહ્યા.છેલ્લે એકબીજાનો લેન્ડલાઇન નંબર શેર કર્યો અને રવિવારે નવરાશના સમયે એકબીજાને ઘરે મળવા આવશે એવું નક્કી કરી ત્યાંથી છુટા પડ્યા.
રવિવાર આવતાની સાથે જ હિતેશ એની પત્ની રુચિતા અને દીકરા સોહમને લઈને સુમિતના ઘરે પહોંચી ગયો.ત્યાં સુમિતની પત્નિએ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યુ.

રુચિતા નાસ્તો કરતાં કરતાં બોલી "ભાભી,તમારે કેટલા બાળકો છે,કોઈ દેખાતું નથી ? "

સુમિતની પત્ની હીનલે જવાબ આપ્યો "એક જ છે,નીરવ......."

"હમ્મ,નામ છે એવાજ ગુણ પણ,બોલાવો બહાર ઍને તો મારા સોહમ સાથે એની દોસ્તી થઈ જાય"હિતેશ બોલ્યો.

"હા,થોડીવાર બેસો,હમણાંએ સ્ટડી કરી રહ્યો હશે એને કાલે મેથ્સનો ટેસ્ટ છે તો"હીનલ બોલી.

"ઓ,બાર સાયન્સ કરે છે કે શું ?" રુચિતાએ પૂછ્યું.

"ના,હવે ધોરણ 5માં છે,પણ ઈંગ્લીશ મિડિયમમા ભણે છે એટલે એને વર્કલોડ વધુ હોય છે"સુમિતે જવાબ આપ્યો.

થોડીવારમાં જ...નીરવ આવ્યો.

"હેલ્લો આન્ટી,અંકલ"કહી ખુરશીમાં બેસી ગયો."

ત્યારબાદ સુમિત અને હીનલ પોતાના દીકરાના શિક્ષણના વખાણ કરવા લાગ્યા,ઈંગ્લીશ રેમ્સ અને ઘણુંબધું અંગ્રેજી પોપટની જેમ નીરવ બોલી ગયો.અને હિતેશ અને રુચિતાનો છોકરો સોહમ,સરકારી શાળામાં ભણતો હોવાથી અંગ્રેજી નામે ઍને કશું આવડતું ન હતું. હિતેષ અને રુચિતાનો બાળક નીરવ આગળ શુન્ય લાગતો હતો.

સુમિત અને હીનલે બન્ને જણાને વટથી કહ્યું "અમે ખૂબ એની સ્ટડી પર ધ્યાન આપીએ છીએ,અને વર્ષ હજારો રૂપિયા ખર્ચો થાય છે ત્યારે નીરવ આટલો હોંશિયાર બન્યો છે,તમે પણ સોહામનું ફ્યુચર બનાવા માંગતા હોય તો ગુજરાતી શાળામાંથી ઍને ઉઠાવી લો,જુવો તમારા સોહમ અને મારા નીરવમાં જમીન આસમાન નો ફર્ક છે,એ મારા છોકરાથી તો ખુબ પાછળ રહી જશે,સમજો અને અંગ્રેજી શાળામાં ઍને મૂકી દો".

"ના,ભાઈ.મારી પાસે આટલો બધો રૂપિયો નથી,અને અંગ્રેજીનાં ચાર શબ્દો તો હું સોહમને ઘરે શીખવી દઈશ,બાકી આટલો ખર્ચ અને બાળક પર હું કોઈ ભણતરનું ભાર હું નહિ મુકું, તમારો નીરવ અને મારો સોહમ બન્ને ધોરણ પાંચમા છે,પણ બન્ને જોડે ઉભા રહે તો નીરવ મારા સોહમ આગળ નાનું બચ્ચું લાગે છે જુવો,એને તંદુરસ્તી પર પણ થોડું ધ્યાન આપો"રુચિતા બોલી.

આમ બન્ને જુના મિત્રોની પ્રથમ મુલાકાતમાં બન્નેના બાળકોના શિક્ષણની ચિંતા થઈ. રુચિતા અને હિતેશ પોતાના બાળકને અંગ્રેજી મિડિયમમા ભણાવવાં સક્ષમ ન હતા પણ એમનો સોહમ ખૂબ હોશિયાર હતો. રુચિતાની ઇચ્છા તો ન હતી પણ હિતેશ ઇચ્છતો હતો કે એનો સોહમ પણ અંગ્રેજી મિડિયમમા ભણવા જાય...છેવટે આર્થિક તકલીફો હોવાથી સોહમ ગુજરાતી શાળામાં જ ભણ્યો.

અવારનવાર બન્ને જુના મિત્રો હિતેશ અને સુમિત એકબીજાના ઘરે મળતા રહેતા,અને બાળકોમાં કોનો બાળક હોંશિયાર છે એની હરીફાઈ કરતા રહેતા.....

થોડા સમયબાદ સુમિત એના પરિવાર સાથે મોટા શહેરમાં રહેવા ગયો કેમકે હવે નીરવ ધોરણ 8માં આવ્યો હતો,અહીં કોઈ ઍને ટ્યુશન કરાવે એવું શક્ય ન હતું....આમ બન્ને પરિવારો એકબીજાને ભેટીને છુટા પડ્યા

*************************

સમય વહેતો રહ્યો, હિતેશ અને રુચિતાનો સોહમ બાર સાયન્સ પાસ કરીને આગળ જઈને મોટો ડૉક્ટર બન્યો. રુચિતાને હવે ઉત્સુકતાં હતી કે હીનલ અને સુમિતભાઈનો નીરવ તો ખૂબ આગળ નીકળી ગયો હશે,એ બન્નેને મળવા માગતી હતી પણ લેન્ડ લાઇન નંબર બન્ધ જ આવતા હતા.
એકવાર હિતેશના લેનલાઇન નંબર પર સુમિતનો ફોન આવ્યો અને એ લોકો અહીંયા મળવા આવે છે એવા સમાચાર મળ્યા.

ઘણા વર્ષો બાદ ફરી બન્ને ફેમિલી ભેગું થયું, સુમિત અને હીનલ પોતાના નીરવના પગારની હવે ચર્ચા કરતાં રહ્યા.પણ સોહમ ક્યાંય દેખાતો હતો નહિ...

"અલ્યા સોહમ કેમ દેખાતો નથી, શુ કરે એ એમ.એ થયો કે બી.એડ..કે પાનનો ગલ્લો ચલાવે છે ?" સુમિતે હસતાં હસતાં પૂછ્યું.

એટલામાં જ સોહમ આવે છે, જેવો સોહમ આવે છે એવો જ નીરવ ઉભો થઈને "ઓ ડૉક્ટર સાહેબ તમે" કહીને હાથ મિલાવે છે.

"નીરવ,તું અહીંયા ક્યાંથી ? અને હા લાસ્ટ પેલી દવાઓ તે મોકલી હતી એનો સ્ટોક ખતમ થવા આવે એ પહેલાં તું હોસ્પિટલમાં આવીને આપી જાજે." સોહમ ખુરશીમાં બેઠો.

"અરે તમે એકબીજાને ઓળખો છો ?"હીનલે પૂછ્યું.

"હા,મમ્મી,હું આમની હોસ્પિટલમાં દવાઓ આપુ છું"નિરવે જવાબ આપ્યો.

"પપ્પા, આ એમ.આર છે અમારો, એની કંપનીની દવાઓ આપણા હોસ્પિટલમાં વહેંચાય છે, સારું માર્કેટીંગ કરે છે અને અંગ્રેજી પણ સારું બોલે છે"સોહમેં બોલ્યો.

સુમિત અને હીનલનો ચહેરો ફિક્કો પડ્યો,એનો ઈંગ્લીશ મિડિયમમાં ભણતો દીકરો દવાઓનું માર્કેટીંગ કરી રહ્યો હતો જ્યારે ગુજરાતીમાં ભણતો સોહમ ડોકટર બની ગયો હતો..

"સુમિત,યાર તારો નીરવ તો ખૂબ હોશિયાર હતો તો પછી કેમ આને તે આવા ફીલ્ડમાં જોબ માટે તૈયાર કર્યો."હિતેશે પૂછ્યું.

"અંકલ, સાચું કહું હું દસ-દસ કલાક મહેનત કરતો રહ્યો પણ...."નીરવ અટકી ગયો.

"પણ શું બેટા..."રુચિતા વચ્ચે બોલી.

"એટલુ બધું હાર્ડ ઈંગ્લીશ, શાળમાં ટીચર શુ ભણાવે એ સમજાય નહિ, કોચિંગમાં પર્સનલી અમારા પર કોઈ ધ્યાન આપે નહિ અને મને એટલું બધું ટેંશન હતું કે જ્યારે પરીક્ષા આવી નજીક હું સખત બીમાર થઈ ગયો"નિરવે જવાબ આપ્યો.

"હા હિતેશ,એ બીમાર પડ્યો ના હોત તો ચોક્કસ એ ડોકટર હોત.."સુમિતે જવાબ આપ્યો.

"ભાઈ, તારો છોકરો બચપણથી જ ટેંશન લેવામાં 1સ્ટં હતો, અમે રવિવારે તારા ઘરે આવ્યા તો પણ એ ભણતો હતો, તે કદાચ ઍને ટેંશન મુક્ત રાખ્યો હોત તો ચોક્કસ એ મોટો સર્જન હોત.."હિતેશ બોલ્યો....

હિતેશના આ શબ્દો સાંભળીને જ નીરવ,હીનલ અને સુમિતની આંખોમાં પાણી આવી ગયા હતા...રૂમમાં સન્નાટો હતો ત્યાં જ સોહમનો છોકરો દાદા દાદા કરતો હિતેશ પર પડ્યો....

નીરવ તરતજ બોલ્યો "આને ગુજરાતી શિક્ષણ જ અપાવજો કાકા,આટલો બધો વર્કલોડ અને ચિંતા,ખર્ચા કર્યા પછી પણ હું ડૉક્ટર ન બની શક્યો,બસ એ આ ઈંગ્લીશ મીડીયમના લીધે જ ને !!!"

***************
એગ્રેજો ગયા પણ અંગ્રેજી મુક્તા ગયા,ગુલામીની જંજીરોમાંથી બહાર આવો. મેકોલોને ખબર હતી જ કે આ દેશને ગુલામ બનાવો હોય તો શિક્ષણમાં અંગ્રેજી પદ્ધિતીનો ઉપયોગ કરવો પડશે અને એ સફળ પણ રહ્યો.પણ આજે આટલા વર્ષો પછી પણ આપણે એ અત્યાચારીઓની અંગ્રેજી ભાષાના ગુલામ છીએ. આઝાદ થાઓ....હરણફાળ દોડમાં પોતાના બાળકનું બાળપણ અને ભવિષ્યના બગાડો. અંગ્રજી મિડિયમના વિદ્યાર્થીઓની હાલત ધોબીના કુતરા જેવી થાય છે,ના ઘરના રહે છે ના ઘાટના...અત્યાર સુધી ટોપ પર એજ લોકો છે જેમને પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવ્યું છે.

-મારા અનુભવમાંથી.