Assam Meghalaya Tour - Part 2 in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 2

Featured Books
Categories
Share

આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 2

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 2

28 ઓકટ.ની રાત્રે શિલોન્ગ ધીમી ગતિના ડ્રાઇવર સાથે પહોંચ્યા ત્યાં રસ્તે દુર્ગા ઉત્સવ ની લાઈટો જોઈ. પોલો બઝાર અને અનેક ઢાળ વાળા રસ્તાઓ પરથી કેમલ બેક રોડ થઈ પોલો બઝાર પાસ કરી બ્લુબેરી રિસોર્ટ પહોંચ્યાં તે આગલા અંકમાં કહ્યું.

અમારી બ્લ્યુબેરી રિસોર્ટની સામે જ હોટેલ પાઈનવુડ હતી. ખૂબ મોટું કમ્પાઉન્ડ અને અંદર જ જાણે કે એક રંગબેરંગી બોટનીકલ ગાર્ડન. તે હોટેલ 1898 થી ચાલે છે!

બ્લ્યુબેરી માં ખાવાનો ઓર્ડર સાંજે વહેલો આપી દેવો પડે. અમે તો પહોંચેલા જ સાત આસપાસ. અને મેનુ થોડું મોંઘું પણ લાગ્યું. એ લોકો ખૂબ કો ઓપરેટિવ અને સારી હોસ્પિટાલીટી ધરાવતા હતા.ઢાળ ઉતરી પોલો બઝારમાં સીટી ઢાબા હોટેલ તેમની જ છે ત્યાં જઈ ખાવા વિચાર્યું. આઠ વાગતા તો બહાર ચિલ્ડ ઠંડી અને ઘોરતમ અંધારું. અમે પાઈનવુડ હોટેલ પાસે થઈ, વોર્ડ લેઈક (જે ત્યાંની જોવાની જગ્યા છે) અને બોટનીકલ ગાર્ડન વચ્ચેથી અંધારા નાના પગ રસ્તે પાછલી શેરી,ઢાળ ઉતરી સીટી ઢાબા પહોંચ્યા જ્યાં દરેક શાકાહારી ભોજન સારું હતું. તેમના જ તળાવમાં સાચાં બતક તરતાં હતાં. આપણા બેસતા વર્ષપછીનો દિવસ હોઈ રોશની સારી હતી.

બીજે દિવસે સવારે 6 થી 8 રિસોર્ટના બગીચામાં હિંચકો, કાળી નેતરની ખુરશીઓ વ. પર બેસી સવારે 6.15નો કુણો તડકો માણી 9 આસપાસ ડ્રાંઇવર લેવા આવ્યો એટલે લોકલ સાઇટસીઈંગ માટે છેલ્લા અમે હોટેલ છોડી. કાજીરંગા જનારાઓ તો 6.30 ના ઉપડી ગયેલા. બ્રેકફાસ્ટ જવા દઈને. એ તો 8 વાગેજ સર્વ થાય.

તો સહુથી પહેલાં જવા નીકળ્યા શિલોન્ગ પિક. ત્યાં જવા તમારાં દરેક વિઝીટરના આધારકાર્ડ જરૂરી છે. એ મિલિટરી કેંટોનમેન્ટની જમીન હોઈ. શિલોન્ગનો સવારે 9 થી10 નો પિક ટ્રાફિક અને ધીમો ડ્રાઇવર. વચ્ચે તે ના પાડતો રહ્યો અને અમે પરાણે કાર ઉભી રખાવી અમુક સારી જગ્યાઓના ફોટા પણ પાડ્યા અને સવા અગિયાર વાગ્યે શિલોન્ગ પિકમાં એન્ટ્રી કરાવી દાખલ થયાં.

ખૂબ ઊંચું, 1965 ફૂટ જમીનથી. ત્યાંથી આખું પાઘડીપટે કે કહો બદામ કે સ્ત્રી આંખ ના આકારે પથરાયેલું શિલોન્ગ દેખાય. તેનાં ટચૂકડાં, લીલાં કે ભૂરાં સ્લેબના છાપરાંવાળાં મકાનો, ઢાળ પરની પણ બહુમાળી ઇમારતો અને દૂર ભૂરા પહાડો સાથે એકદમ લીલી ખીણ નાં દ્રશ્યો. હજુ વધુ ઉપરથી જોવા વૉચ ટાવર પણ હતું. આસપાસ પીળાં,લાલ પાન વાળી વનસ્પતિ. ટોચ પરથી ખીણની લીલી વનરાજી અને શિલોન્ગ શહેર જોવાનો નઝારો અદભુત રહ્યો.

રસ્તે પીચ નાં વૃક્ષો પાન ની જગ્યાએ એકલાં ગુલાબી ફૂલોથી જ ભરેલાં હતાં.

લોકો શંકુ આકારની ઊંચી ટોપલીમાં શાકભાજી વેંચવા કે કચરો ઉપાડવા નીકળેલા.

શહેર અત્યંત સ્વચ્છ. કોઈ નાનો ટુકડો પણ કચરાપેટી સિવાય ન ફેંકે. એકદમ ઢોળાવ વાળા બહુ તો ટુ ટ્રેક રસ્તાઓ પણ સંપૂર્ણ ટ્રાફિક શિસ્ત. એકદમ જરૂર સિવાય હોર્ન પણ નહીં , ઓવરટેક ડાબેથી કે ખોટી રીતે બિલ્કુલ નહી.

અહીંથી ગયા એલીફન્ટ ફોલ્સ. ત્યાં કોઈ સમયે હાથી આકારના પથ્થરો હતા જે ભૂકંપમાં તૂટી ગયા છે.

પાર્કિંગથી સરખું ચાલી જવાનું છે. અનેક પગથિયાં પહેલાં ઉતરો એટલે પહેલો ખૂબ ઊંચેથી પડતો અને એકદમ પહોળો ધોધ આવે. તેની ગર્જના સાંભળતા નીચે ઉતારીએ એટલે બીજો સહેજ નાનો ધોધ. એથી પણ નીચે ત્રીજો ધોધ. દસરેક ધોધ પાસે વ્યુ પોઇન્ટ. જળ એકદમ સ્વચ્છ અને પારદર્શક. મેં તો ખોબે ને ખોબે પીધું પણ ખરું. ત્રીજા ધોધ પાસે તો.પેડલ બોટ દ્વારા નૌકાવીહાર પણ થાય છે.

એ બે સ્થળ કવર કર્યાં ત્યાં દોઢ વાગી ચુકેલો. હજુએક બે પોઇન્ટ પર ફોટા પાડી, લંચ સ્કીપ કરી ડોન બૉસ્કો મ્યુઝિયમ જોવા નીકળ્યાં. એ સહુ પ્રથમ જોવાનું itenary બનાવનારે લખેલું પણ એમ.લાગ્યું કે તેણે ક્યારેય શિલોનગની રૂબરૂ મુલાકાત લીધી નથી અને કયાં થી ક્યાં જવું નજીક પડે કે ટ્રાફિક ક્યાં સમયે ઓછો હોય તેનો તેને કોઈજ ખ્યાલ ન હતો.

રસ્તે ટી એસ્ટેટ કાર ઉભી રખાવી એન્ટ્રી ટિકિટ લઈ અંદર ઢાળ પર ક્યારાઓમાં ઉગેલા ચા ના છોડ જોયા. તેની કૂંપળો અને તાજાં પાન સવારે જ તોડાય છે. વિઝીટરને તોડવાની મનાઈ. ગાર્ડ ફરતા હોય અને સીસી ટીવી પણ.

દરેક કિંમતની ચા લીધી. પણ સુકાવવાની, ગ્રેડિંગની.પ્રોસેસની જાણકારી લીધી.

હવે અઢી પોણા ત્રણે આવ્યું ડોન બૉસ્કો મ્યુઝિયમ. અમારો સંપૂર્ણ બેખબર ડ્રાઇવર તો કહેતો હતો કે તે સરકારી છે. ખાસ્સી 100 રૂ. એક ટિકિટ. સાત માળ નું મ્યુઝિયમ છે. હોંશે હોંશે દરેક માળની વિશિષ્ટતા બતાવવા તે માળ નો મોટે બગાગે માળ ની કર્મચારી આવે. નીચલા બેઝમેન્ટમાં અને ફર્સ્ટ ફ્લોર પર તો ખ્રિસ્તી ધર્મ, તેમાંના પ્રસંગો, અવતારો છે જે લગભગ ઠેકાવ્યું. તે પછી દરેક માળ એક થીમ બેઝડ. નોર્થ ઇસ્ટ ની જાતિઓના દેખાવ, પોશાક, યુદ્ધ શસ્ત્રો, મત્સ્ય ઉદ્યોગ માટેનાં સાધનો, કાપડ, શિકારના સાધનો, ત્યાં ના નૃત્યો, પોશાકો, પશુઓ, ખોરાક રાંધવો, શિકાર, ગામના મોડેલ, ત્યાંની જાતિઓ, કેટલાક રિવાજો એ બધા સાચાં દેખાતાં મોડેલો અને વાતાવરણ સાથે હતાં. સાતમે માળ અગાશીએ તમે કયો વિસ્તાર ફેસ કરો છો તેના એરો, સ્ટીલ રેલીંગ સાથે સેલ્ફી પોઇન્ટ્સ. મઝા આવી પણ ટિકિટ એક્ઝિબીટ્સ ના પ્રમાણમાં વધુ લાગી.

સાડાત્રણ થઈ ચૂકેલા. સૂર્ય 4 વાગ્યે તો ક્ષિતિજ પાર હોય. સીધા લેડી હાઇડરી પાર્ક. ત્યાં બોટનીકલ ગાર્ડન, ઝુ છે. કેટલાંક અલભ્ય પક્ષીઓ હતાં. એક વૃક્ષ પર અદ્દલ ગુલાબ જેવાં જ ફૂલો ઉગેલાં. પાંખડીઓ ને બદલે જલેબી જેવા વલયો. 4.40. સૂર્યાસ્ત અને તરત અંધારું.

તરત પોલીસબઝાર ગયાં. પહેલાં કદાચ એ એક જ જગ્યાએ સાઈન આપતો પોલીસ ઉભતો એટલે એ નામ પડ્યું. નજીક સેન્ટ્રલ મોલ હતો. ત્યાં અમારા કેટલાક સાથી સબવે માં ગયા. મેં મુક્સ ભજિયાં ખાધાં જેમાં રીંગણાની ચીરનાં સ્વાદિષ્ટ અને નવીન હતાં. બાજુમાં એક ફેરિયો સ્ટવ લઈ પાસે ટ્રે પર લાલ એક સરખો ટમેટાં લઈને ઉભો લાગ્યો. પૂછતાં જાણ્યું કે એ ટામેટાં નહીં, બાફેલાં ઈંડાં આઠેલાં અથાણાં ના મસાલામાં બોળેલાં હતાં.અહીં બહાર જ દૂધ વગરની બ્લેક ટી પીધી. એવી તો ભાવી કે ગુવાહાટી સુધી એ જ પીધી. એ સિવાય અહીં ગરમ પાણીમાં ચા ખાંડ નાખી દૂધ જોઈએ તો જ ઉપરથી નાખે. બ્લેક તી જ વધુ પીવાય. આપણી દુધવાળી ચા પણ મળે. બેય 10 રૂ. માં જ. આમ ગલ્લાઓ પર.

હજી 4.45 થયેલી. ઘોર અંધારું આકાશ અને ભીડભાડ વાળી પોલીસબઝાર. એનો ફોટો મિત્રોને મોકક્યો.

રિસોર્ટ પાર જઈ વળી રાત્રે 8 વાગે ચાલતા પોલીસ બઝાર ફરીથી. ત્યાં મદ્રાસી રેસ્ટોરન્ટમાં દક્ષિણી થાળી, પોંગલ, કર્ડ રાઈસ વ. મંગાવી ખાધું. વહેલી પડે ત્રીજા દિવસની સવાર. ખરેખર વહેલી. સાડાપાંચે તો સૂર્ય ઉગે!

રાત્રે 12 ડીગ્રી. હોટેલ રૂમમાં હિટર ચાલુ કર્યું.

.. વધુ ત્રીજા અંકમાં

***