Aahvan - 30 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 30

Featured Books
Categories
Share

આહવાન - 30

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૦

કાજલે જોયું તો વિડીયો કોલમાં સામે મિકિન દેખાઈ રહ્યો છે. પણ એનાં ચહેરાં અને હાથ પરથી થોડું થોડું લોહી વહી રહ્યું છે.‌..એ માંડ માંડ પોતાની આંખો ખોલવાની કોશિષ કરી રહ્યો છે. કદાચ એનાં જખ્મોને કારણે એ આંખો ખોલી શકતો નથી. આજુબાજુ મિકિન સિવાય કોઈ જ દેખાતું નથી.

એક બિહામણી જગ્યાએ એને કોણ શું કામ લઈ ગયું હશે એ પ્રશ્ન એનાં મનમાં સળવળી રહ્યો છે. એ બોલી, " મિકિન...મિકિન...તને કોણ અહીં લાવ્યું છે ?? તારી આવી હાલત કેવી રીતે થઈ....?? "

એણે કાજલની આંખોમાંથી વહીં રહેલાં આંસુ જોયાં. એણે મહાપરાણે આંખો ખોલવાનો પ્રયાસ કરીને ઉપર જોયું. એનાં ચહેરાં પર જાણે શેનાથી મારવામાં આવ્યું છે એ જ સમજાતું નથી... કાળાં કાળાં લોહીનાં જામા પડી ગયાં છે... એનાં બંધાયેલાં હાથ અને પગ જાણે ધ્રુજી રહ્યાં છે. મિકિને હાથથી કંઈ ઈશારો કર્યો ને એ જેવો કંઈક બોલવાં જાય છે ત્યાં જ કોઈએ એ ફોન હટાવી લીધો...ને પછી તરત જ વિડીયો કોલ બંધ કરી દીધો. પછી ફરી લેન્ડ લાઈન પર વાત કરીને કહ્યું, " જોઈ લીધું ?? હવે તો વિશ્વાસ આવ્યો ને ?? બોલ કેટલી વારમાં આવે છે ?? મારાં માણસો બહાર ઊભા જ છે...."

કાજલ ગભરાતાં બોલી , : " હું એકલી આવું તો ?? બાળકોને અહીં જ રાખું તો ?? "

એ બોલ્યો, " આટલાં મોટાં બંગલામાં નાનાં નાનાં બે બાળકોને એકલાં મુકીને આવતાં તારો જીવ ચાલશે ?? એમને કંઈ થઈ જશે તો ઘરે ?? બાકી જેવી તારી મરજી. "

કાજલ : " હા ચાલશે.‌.. હું દસ મિનિટમાં બહાર આવું છું... મારાં બાળકોને નાસ્તો આપીને...."

" કોઈ પણ ચાલાકી નહીં...ફોન અહીં જ...બરાબર...દસ જ મિનિટ છે તારી પાસે...."

કાજલ : " સારું....પણ મિકિનને કંઈ જ ના થવું જોઈએ... નહીં તો સારું નહીં થાય..."

" કોઈ ડૉનની જ દીકરી છે કે શું ?? " કહીને જોરજોરથી હસવાનો અવાજ આવ્યો.

કાજલ : " કદાચ એવું જ..." ને પછી ફોન મુકીને કાજલ ફટાફટ કિચનમાં ગઈ. પાંચ જ મિનિટમાં એ બે ડીશ ભરીને નાસ્તો બે દૂધનાં ગ્લાસ બધું લઈને એમના રૂમમાં ગઈ. એની નજર સીસીટીવીની જેમ ફરી રહી છે...એ સાથે જ પાંચ મિનિટમાં કંઈ પણ થયું ન હોય એમ બહાર આવી ગઈ. ને પછી તરત જ બંગલાનાં દરવાજે લોક કર્યું અને પછી એક મક્કમ પગલે એ ત્યાંથી બહાર નીકળી ગઈ.

*************

કાજલ જેવી ઘરની બહાર આવી. જોયું તો ત્યાં એક ગાડી ઉભેલી છે. એણે જોયું કે આ ગાડી તો મિકિનની જ છે જે એ લઈને ઓફિસ જવાં નીકળ્યો હતો. પણ એણે જોયું કે અંદર અત્યારે કોઈ માસ્ક સાથે આખો ચહેરો ઢંકાયેલો છે એવાં બે વ્યક્તિઓ છે.

કાજલને જોતાં જ એક સ્ત્રી બહાર આવીને બોલી, " ચલિયે મેડમ...યે ગાડી મેં બેઠા જાઈએ..."

કાજલ : " યે ગાડી આપકો કિસને દી ?? યે તો મેરે પતિ કી હૈ..."

એ સ્ત્રી બોલી, " યે સબ હમકો નહીં માલુમ...વો સબ હમારે સાબ બતાયેગે..."

કાજલ : " કોન હૈ તુમ્હારે સાહબ ?? ઉનકા નામ ક્યા હૈ ?? "

એટલામાં જ એ ગાડી ચલાવનાર બહાર આવીને બોલ્યો, " મેડમ આવો છો કે નહીં ?? કેટલીવાર ?? અમારે મોડું થાય છે જો વાર થશે ને તો સાહેબ અમારું ગળું દબાવી દેશે..."

કાજલ : " હું એવું જ પૂછું છું કે કોણ છે એ સાહેબ તમારાં ?? આટલાં ખતરનાક ?? "

કાજલ એવી રીતે બોલી રહી છે કે જાણે એને જરાં પણ ડર નથી લાગી રહ્યો. સામે વાળો વ્યક્તિ વિચારવા લાગ્યો કે આને ખરેખર બીક નથી લાગી રહ્યો કે બહારથી મજબૂત હોવાનો ડોળ કરી રહી છે.

એ બોલ્યો, " મેડમ એ બધું તમે સાહેબને જ પૂછી લેજો ને...ચાલો હવે અંદર બેસી જાવ નહીંતર..."

કાજલ ગાડીમાં બેસી ગઈ. લગભગ અડધો કલાક દૂર ગયાં પછી એક જગ્યાએ ગાડી ઉભી રાખી ત્યાં આજુબાજુમાં કોઈ દેખાતું નથી. ત્યાં જ એ સ્ત્રીએ પાછળ આવીને કાજલને મોંઢા પર એક કાળું કપડું બાંધી દીધું...ને બે હાથ પણ બાંધી દીધાં. ને પછી તો ગાડી સડસડાટ કોઈ રસ્તે જવા લાગી પણ ક્યાં જઈ રહી છે એનો કાજલને બંધ આંખોએ કોઈ અંદાજ ન આવ્યો. બસ એ મનોમન એ મિકિનને બચાવીને ફરીવાર ઘરે લાવી શકે એનાં માટે પ્રાર્થના કરવાં લાગી.

એ સમયે એ ગાડીમાં રહેલી સ્ત્રી બોલી, " સર કા આઈડિયા બાકી અચ્છા હૈ કિસીને હમકો એસે રોકા ભી નહીં...સિર્ફ ગાડી દેખકર જાને દિયા...ઓર યે માસ્ક તો હમારે લિયે આશીર્વાદ હી હૈ ના ?? હર કોઈ પહેનતા હૈ અભી તો... "

એ ગાડી ચલાવનાર બોલ્યો, " વો તો ઇતના બડા ધંધા કોઈ એસે થોડી હી ના ચલાતા હૈ...ઈતને સાલો સે...વો જિસ કામ કી સુપારી લેતે હૈ વો પૂરા કરે હી છોડતે હે...ઈસ લિયે તો કોઈ ઉનકે સાથ મજાક મેં ભી મજાક નહીં કરતા..."

એ સ્ત્રી બોલી, " પર લગતા હૈ ઈસ બાર સુપારી કિસી બડે આદમીને દી હૈ... બહોત દિમાગ સે કામ લેતે હે..."

વ્યક્તિ જવાબ આપતાં બોલ્યો, " સુપારી ભી કોઈ છોટે આદમી કે લિયે થોડી ના હૈ....?? "

સ્ત્રી : " વો ભી હૈ...મુજે તો યે સબ દિમાગ મેં નહીં ઘુસતા... હમેં તો હમારે પૈસો સે મતલબ રખના હૈ...યે બડે લોગો કી બડી બાતેં હોતી હે‌..."

થોડીવારમાં જ એક જગ્યાએ આવીને ગાડી ઉભી રહી. જંગલ જેવી સૂમસામ જગ્યાએ એક જુનું જર્જરિત પણ બહુ મોટું મકાન...એ વખતે જ એ સ્ત્રીએ કાજલની આંખો પરથી પટ્ટી ઉતારી દીધી અને કાજલને ગાડીની બહાર આવવાં કહ્યું. બંને હાથ બંધાયેલા હોવાથી કાજલ ધીમેથી ગાડીની બહાર નીકળી.

એણે જોયું તો એને લાગ્યું કે મિકિન બંધાયેલો દેખાયો હતો વિડીયો કોલમાં હતી એવી જ જગ્યા લાગી રહી છે...

એ ધીમે ધીમે એ બે જણાંની સાથે અંદર ગઈ..એ જજર્રિત મકાન પણ બહું વિશાળ જગ્યા...અંદર જતાં ધીમે ધીમે એણે જોયું તો આ તો ફક્ત બહારનું એક કોઈને ગેરમાર્ગે દોરવાનું પહેલુ છે...અંદર તો કેટલું ચાલ્યાં બાદ જોયું તો એક આલીશાન બનાવેલી જગ્યા છે...એક બંગલા જેવું જ લાગે. પણ બહારથી કોઈ કલ્પના પણ ન કરી શકે કે અંદર આવું પણ કંઈ હોઈ શકે.

એ મકાનની અંદર દરવાજા પાસે પહોંચતાં જ કાજલને કોઈનાં જોરજોરથી હસવાનો અવાજ આવી રહ્યો છે પણ એક નહીં પણ ઘણાં લોકો હોય એવું લાગી રહ્યું છે...

કાજલને એ લોકોએ ત્યાં જ ઉભા રહેવા કહ્યું. પછી એ વ્યક્તિ અંદર ગયો. એ સાથે જ અંદરનો અવાજ કે હસવાનું બધું જ બંધ થઈ ગયું. થોડીવારમાં એ પાછો આવ્યો અને કહ્યું, " ચાલો મેડમ અંદર સાહેબ બોલાવે છે..."

કાજલ અંદર પહોંચીને એણે પહેલાં આખાં હોલ જેવાં રૂમમાં ચોમેર નજર કરી દીધી. આખું મકાન કહી શકાય કે હોલ તો ખાલી જ દેખાઈ રહ્યો છે‌ . એણે જોયું તો હોલમાં એક જ વ્યક્તિ એક ખુરશી પર બેઠેલો દેખાય છે...એ ધીમેથી ત્યાં પહોંચી.

એ વ્યક્તિ બોલ્યો, " બેસો મેડમ...કોઈ તફલીક નથી પડી ને ?? "

કાજલ : " મારાં પતિ ક્યાં છે મિકિન ઉપાધ્યાય ?? "

એ વ્યક્તિ બોલ્યો, " મારું નામ શેરખાન છે. મળાવીશ તને આમ ઉતાવળ ના કરીશ‌‌..‌."

કાજલ : " પણ તમે આવું કોનાં કહેવાથી કરો છો ?? મિકિને તમારું શું બગાડ્યું છે ?? "

શેરખાન : " મારું તો કોઈ કશું બગાડતુ જ નથી...એવી કોઈની હિંમત પણ નથી...આપણે તો આ એક નાનું પેટ...અને પૈસાનાં પૂજારી..." કહીને એ જોરજોરથી હસવા લાગ્યો. અને બાજુમાં રહેલાં એક ફ્રુટસ્ અને ડ્રાય ફ્રુટની બાસ્કેટ એની પાસે લાવીને એણે કાજલને આપી અને કહ્યું, " લે તું પણ ખા... ખાવાં પર કોઈનો ઈજારો નથી..." કહીને એ તો આખાં ને આખાં સફરજનને લઈને ખાવાં લાગ્યો..

કાજલ : " મારે એવું બધું કંઈ ખાવું નથી. મારે ફક્ત મિકિનને મળવું છે..."

બે જ મિનિટમાં આખું સફરજન પતાવી દીધું...ને ફરી ડ્રાયફ્રુટનો એક મુઠ્ઠો ભરીને મોઢામાં સરકાવી દીધો. કાજલ તો એ વિશાળકાય ધરાવતા એ શેરખાનની પડછંદ કાયાને જોઈ જ રહી.

કાજલ : " પ્લીઝ મને મિકિનને મળાવી દો..." હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું..."

શેરખાન : " એ પહેલાં તારે કોઈ બીજાં વ્યક્તિને પણ મળવું પડશે...પછી એ બધું એ વ્યક્તિ પર આધાર છે‌. મને તો બસ મારાં પૈસા સાથે મતલબ છે..."

એટલામાં જ ત્યાં એક પૂરાં ઢંકાયેલા ચહેરે અને શરીર સાથે એક વ્યક્તિ એ હોલમાં પ્રવેશ્યો. એ બુટના એનાં અવાજથી કાજલનું ધ્યાન એ તરફ ગયું. એ વ્યક્તિની આવવાની ઢબ જોઈને જ કાજલ તરત એ જગ્યા પરથી ઉભી થઈ ગઈ...!!

કોણ હશે એ આવનાર વ્યક્તિ ?? મયુર, મિસ્ટર અરોરા કે પછી બીજું કોઈ ?? કાજલે પોતાનાં બાળકોને મુકીને અહીં આવવાનું પગલું કેમ ઉઠાવ્યું હશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૩૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......