ઝંખનાનો પરિવાર સુખી અને સંપન્ન હતો. છતાં તે છેલ્લા કેટલાક દિવસોથી શાંતિથી સૂઈ શકતી નહોતી. એક અધૂરું સપનું તેણે બીજીવાર જોયું. "તેથી તે માનસિક રીતે અસ્વસ્થ થઈ રહી હતી." અચાનક થતી તેની આ હરકતો સોહમને પણ અચંબિત કરી રહી હતી. એક સપનાથી તે ઘણી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. આ સપનાએ તેના મગજ પર અસર કરી હતી. આવું પહેલી વાર જ બન્યું હતું, કે બાથરૂમમાં ન્હાતા પણ તેને ઠંડી ચઢી હતી, તેનાથી વિચિત્ર તેનું સોહમને નાના બાળકની જેમ વિતરાવું લાગી રહ્યું હતું.! હવે આગળ..
જ્યારે તે સોહમને વિતરાઇ.. ત્યારે તેને એવું લાગી રહ્યું હતું કે ફરીથી તેનું શરીર ઠંડું થઈ ગયું છે! તેને તેના શરીર ઉપર વિક્સ લગાડ્યો, અને તે તેની પાસે જ બેસી રહ્યો. થોડી થોડી વારે તે તેણે ચકાસી રહ્યો હતો. પણ આ શું.? તેનું શરીર તાવમાં તપી રહ્યું હતું. તેણે તેને મીઠાના પાણીના પોતા મૂક્યા. લગભગ ૧૦:૪૫ના સમયમાં તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ.
તેણે સોહમને કહ્યું: "હું તૈયાર થઈ ગઈ છું, ચાલો આપણે મંદિરે દર્શન કરી આવીએ."
સોહમે કહ્યું : "બીજીવાર ક્યારે જઈશું!" આજે તારી તબિયત ઠીક નથી.! "તુ આજે આરામ કરી લે."
હું વિચારતી હતી, "મંદિરે દર્શન કરી આપણે દવા પણ લેતા આવીશું!"
હા, તારી વાત તો સાચી છે, દવા લેવા તો જવી જ પડશે! તેથી બે દિવસની રજામાં તને પૂરતો આરામ મળી શકે..
તેઓ બંને મંદિરે દર્શન કર્યા, ડૉ. વ્યાસના દવાખાને ગયા. ઝંખનાએ તેના સપનાની બધી વાતો તેમને કહી સંભળાવી..
આ સાંભળી તે બોલ્યા: "મિસિસ. રાવલ, શું તમે હોરોર સિરિયલ વધુ જુઓ છો? કે પછી તમને છેલ્લા કેટલાક દિવસોથી કોઈ ટેન્શન છે?
ના..! ના..! મને કોઈ ટેન્શન નથી. અને હા, "રહી વાત સિરિયલની તો ક્યારેક ક્યારેક હું જોઈ લઉં છું.."
હમણાં થોડા દિવસ સિરિયલ જોવાનું બંધ કરો..!! "ખુલ્લી હવામાં ફરવા જાવ, યોગા પ્રાણાયામ કરો. રમુજી કોમેડી સીરીયલ જુઓ." ક્યારેક-ક્યારેક આવા સપના આવી જાય.. "સો ડોન્ટ વરી!" હું તાવની દવા આપી દઉં છું, "જો ઠંડી ભરાઈને ફરીથી તાવ આવશે તો આપણે રિપોર્ટ કરાવીશું.!" હાલ ગભરાવા જેવી કોઈ વાત મને લાગતી નથી! એક-બે દિવસમાં સારું થઈ જશે.!
આમ, તેઓ દવા લઈ ઘરે ગયા, સ્વિગીમાંથી લંચ પણ મંગાવી લીધું. જમી સોહમે તેને દવા પણ આપી દીધી. કપાળે ચૂમી રજાઈ ઓઢાડી રૂમની બહાર જતો હતો, ત્યારે ઝંખનાએ તેનો હાથ પકડીને તેની બાજુમાં જ બેસવા કહ્યું.
તે હસીને બોલ્યો: "તારે કંઈ પણ જરૂર હોય તો હું અહીં જ છું." જરાય ચિંતા કર્યા વિના તું આરામ કર.
સોહમને ફક્ત એક જ ચિંતા હતી કે તેને સારી રીતે ઊંઘ આવી જાય.! તે માનસિક રીતે સ્વસ્થ થઈ જાય.!
જાણે ભગવાને પણ તેની વાત સાંભળી, તે નિરાંતે સૂઈ ગઈ..તેને પૂરતો આરામ પણ મળી ગયો. તેથી સાંજ સુધીમાં તે સ્વસ્થતા અનુભવી રહી હતી. સાંજે અમિતના કોલેજથી આવ્યા પછી પ્લાનિંગ મુજબ ત્રણેય બહાર ડિનર માટે ગયા. ડિનર બાદ ત્યાંથી નદી કિનારે પહોંચી ગયા..
ડેડા, 'તમે અહીં બેસો,' હું આવ છું.!!
લહેરાતી હવા જોઈ સોહમ બોલ્યો : "આજની રાતે એ ફક્ત એક જ કમી છે?"
"શું કમી લાગે છે તમને?" આશ્ચર્ય સાથે ઝંખના બોલી..
આ નદી કિનારાની શોભા વધારનાર ચંદ્રમા જો ગાયબ છે.!કેટલું અજબ છે,આપણે જ્યારે પહેલી વાર મળ્યા હતા, ત્યારે પણ ચંદ્રમા ગાયબ હતો.. અને આજે પણ..!
"મારો ચંદ્રમા તો મારી સામે છે...
મારે આકાશના ચંદ્રમા શી જરૂર.!!"
"અહીં સુધી તો બધું ઠીક ચાલી રહ્યું હતું..."
ત્યાં અચાનક ઝંખનાની નજર સામેથી આવતા એક અપંગ વ્યક્તિ પર ગઈ. ફરી તેના શરીરમાં ધ્રુજારી આવી, તેણે ગભરામણ થવા લાગી. તે વ્યક્તિ જેમ તેની નજીક આવતો, તેમ તેના હાવભાવ બદલાવા લાગ્યા..!
"શું વાત છે!" તુ આટલી ટેન્શનમાં કેમ છે? આ તારા માથા પર પરસેવો કેમ વળે છે! " આ તારા મુડનું પણ ગજબ છે!" સોહમ બોલ્યો..
શું તમે પણ?? "કંઈ જ તો નથી થયું!"
હમમ..! મને ખબર પડે છે.! ઝંખુ.. તું છૂપાવીશ, "તો શું હું જાણી ના શકીશ.?"
"પેલા અપંગ વ્યક્તિને જોઈ મને ટેન્શન આવે છે!"
"શું તુ એને ઓળખે છે?"
"ના.."
તો, "ફિકર શાની?"
'મોમ' એન્ડ 'ડેડા' આ લો.. "તમારું પસંદીદા વિન્ટર ક્રીમ આઇસ્ક્રીમ.!" અમિતે કહ્યું..
ત્રણેય નદીકિનારે આઈસ્ક્રીમ ખાધું. આઇપેડમાં લ્યૂડો ગેમ રમ્યા.. થોડી વારમાં ગાજ વીજ થવા લાગી.. જાણે મોસમે અચાનક નજાકત બદલી.! પહેલાં વરસાદનો માહોલ બન્યો. "જાણે કાળજાળ ગરમીથી તરસી થયેલ ધરતીને વરસાદની બુંદોનો સ્પર્શ થયો..!
પણ...
ઝંખના, "દોડીને કારમાં બેસી ગઈ."
આ જોઈ સોહમને આશ્ચર્ય થયું.! તેને પહેલો વરસાદ તો ઘણો જ પ્રિય હતો. "આજે શું થયું??"
તેણે સોહમને ઈશારો કરી કારમાં બેસવા કહ્યું. પણ સોહમ વરસાદ માણવાના મૂડમાં હતો. ઝરમર વરસતા પહેલાં વરસાદને તે મીસ કરવા માંગતો નહતો. પણ.. અમિત કારમાં બેસી હોર્ન વગાડી તેને બોલાવી રહ્યો હતો. આથી તે પણ કારમાં બેસી ગયો.
ડેડ, "તમને પણ મમ્મીની જેમ વરસાદ ગમે છે?"
વરસાદ નહિ.. પહેલો વરસાદ..! મને ખૂબ જ ગમે છે. તારી મમ્મીને ખૂબ જ ગમે છે... કદાચ એટલે મને પણ ગમે છે..
મમ્મીને ગમે છે..એટલે તમને ગમે છે.. "હાઉ રોમેન્ટિક ડેડ.!"
"મને કોઈ વરસાદ ગમતો નથી?" ચાલો ઘરે જઈએ..
હા, જઈએ.. પણ, "તું આટલી બધી ગુસ્સે કેમ થઇ રહી છે?"
આ બધું એક ઉંમરમાં શોભે! હવે, "તું અને હું બાળક નથી.!" અમિત, દીકરા ચાલ ઘરે જઈએ.. મારે ઘરે જવું છે...
વરસાદને ઉંમર સાથે શું લેવદેવા? "પહેલાં વરસાદની આ અદભૂત ક્ષણોને કોઈ પણ ઉંમરે માણી શકાય છે!" સોહમે બોલ્યો..
"મારે કોઈ અદભૂત ક્ષણોને માણવી નથી.!"
વરસાદે જોર પકડ્યું.. ગાજ વીજ થતાં તેને જોરથી અમિતનો હાથ પકડી લીધો. આ ફેરફાર સામાન્ય લાગી રહ્યો હતો, પણ સોહમ તેનામાં આવેલ આ બદલાવ અનુભવી રહ્યો હતો.
મમ્મી, "શું થયું?"
સોહમ હસતાં હસતાં બોલ્યો : કંઈ નહીં, "દીકરા તારી મમ્મી હવે ડરપોક બની ગઈ છે!" સાથે સાથે તેની ઉંમર પણ થઇ ગઈ છે..
શું ડેડ? કંઈ પણ! "મારી મોમ દુનિયાની સૌથી સ્ટ્રોંગ મમ્મી છે!" મારી મોમને બીજીવાર ડરપોક ના કહેતા!! અને તે હંમેશા મારા માટે યંગ જ રહેશે.!
બાપ દીકરાનું પત્યું.! અમિત તું ગાડી ચલાવામાં ધ્યાન રાખ, દીકરા.. "ઘરે જઈને મસ્કો મારજે.!"
આ મસ્કો નથી. રિયાલિટી છે, મોમ..
તું મારે માટે જિંદગીનું બેસ્ટ ઉદાહરણ છો.. મારી પ્રેરણા છો !
સારું.. સારું.. ચાલ હવે!
મોમ કોફી પીવા જઈએ.. આ વરસાદી વાતાવરણમાં મઝા આવશે.!
"જેવી તારી ઈચ્છા.!"
એણે ગાડી કોફી શોપ પર લીધી. બે કોફી તેણે ઓર્ડર કરી..
તે વોસરૂમ ગઈ. હેન્ડ વોસ કરતા તેની નજર મીરર પર પડી.! તે ચોંકી ઉઠી.!
એક અઢાર - ઓગણીસ વરસની છોકરી તેને મિરરમાં દેખાય.. તેના મોઢા પર પુષ્કળ લોહી નીકળી રહ્યું હતું. ગળા પર મારના નિશાન હતા.
ઝંખનાએ પાછું વળીને જોયું, તો કોઈ હતું નહિ, તેને કપાળે પરસેવો વળી જાય છે, તે ત્યાંથી બહાર નીકળવા ગઈ, તો વોસરૂમનો દરવાજો અંદરથી બંધ થઈ ગયો. તે દરવાજો ખખડાવે છે. ત્યાં તો વોસરૂમમાં અંધારું થઈ ગયું. એક સેકન્ડે જાણે તેની આસપાસ કોઈ હોય તેવી ભ્રમણા તેણે થાય છે! તે હનુમાનજીનો જાપ કરે છે! ત્યાં તો અજવાળું થયું. મીરર પર લોહીથી પ્લીઝ, "હેલ્પ મી.!" લખેલું હતું. આ વાંચી તેણે પેટમાં ફાળ પડી. માથા પરથી પરસેવો કપાળે થઇ એક ધારે રેલાયો. ત્યાં તો બહારથી કોઈ દરવાજો ખખડાવી રહ્યું હતું. તે ઘણી જ અચંબિત થઈ, કારણકે તેને દરવાજો લોક કર્યો જ નહતો. તે દરવાજો ખોલી બહાર નીકળે છે, ત્યાં સોહમ અને અમિતને જુએ છે.
તે સોહમને ભેટી પડી.. તેણે મીરર તરફ આંગળી ચીંધી..
અમિત અને કેફેનો મેનેજર વોસરૂમમાં ગયા.
"શું છે મમ્મી ?" "તું શું કહેવા માંગે છે?" તું આટલી ગભરાયેલી કેમ લાગે છે?
મીરર પર લોહીથી 'પ્લીઝ, હેલ્પ મી' લખ્યું છે! અંદર એક યંગ છોકરી છે.. તેના માથા પરથી લોહીની ધાર વહી રહી છે! તું બરાબર બધા વોસરૂમમાં જો.! કદાચ, તે તમારાથી ડરી ગઈ હશે..!
અહીં કંઈ જ નથી. તું ડેડ સાથે ટેબલ પર બેસ. હું આવ છું...
કેફેના મેનેજર સાથે તેને વોસરૂમથી લઈ લોબી સુધી બધું ચેક કર્યું., પણ તેઓને કંઇ જ દેખાયું નહિ..
અમિતે મેનેજરને કહ્યું: સોરી બોસ, "અમારા લીધે તમારો સમય બગડ્યો!"
ઇટ્સ ઓકે સર, અમારા માટે સૌથી પહેલા કસ્ટમર છે!
અમારા લીધે જો તમને કોઈ તકલીફ પડી હોય તો માફ કરજો! અને હા, એક રિક્વેસ્ટ છે. આ ઇન્સીડેન્ટ અહીં જ ભૂલી જજો! જો વાત ફેલાશે.. તો અમારા કેફેના કસ્ટમર બેઝ પર અસર પડી શકે છે!
ઓહ.! યા..! "યોર કેફેસ રેપ્યુટેશન ઈઝ વેરી ઇમ્પોર્ટન,!" આઈ કેન અંડરસ્ટેન્ડ, "સો ડોન્ટવરી.!" સોરી અગેઈન..
એન્જોય યોર કોફી સર, એન્ડ સોરી ફોર ટ્રબલ.. બંને હેન્ડશેક કરી છૂટા પડયા!
તે તેના ટેબલ પર જઈ રહ્યો હતો, ત્યાં તેની નજર એક છોકરી પર પડી. તે વિચારી રહ્યો હતો કે તેણે તેને ક્યાંક જોઈ છે? પણ તેને યાદ આવી રહ્યું નહોતું!!
અમિત.! ક્યાં રોકાયો? શું વિચારે છે? ચાલ અહીં આવી જા!! કોફી પણ આવી ગઈ છે!
યા ડેડ.! "આઈ એમ કમીંગ.."
અમિત અને સોહમ બંને થઈ ઝંખનાનો મૂડ ચેન્જ કરવાની કોશિશ કરી રહ્યા હતા. તે ઘટનાને ભૂલે માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ વાત ફેરવી તેનું ધ્યાન બીજે દોરવી રહ્યા હતા.
તે હસતા હસતા બોલી, "હું ઠીક છું.." હું ખૂબ જ લકી છું, મને તમારા જેવો જીવન સાથી અને અમિત જેવો દીકરો મળ્યો!
તેઓ બંને એક સાથે બોલ્યા: "આઈ એમ ઓલસો લકી.." ત્યાં તો ઝંખનાના ચહેરા પર સ્મિત લહેરાઇ ગયું!
આ સ્મિત જોવા માટે બંને બાપ દીકરાનો પ્રયાસ સફળ થયો. તેના ચહેરાની ખુશી જોઈ તે બંનેને નિરાંત થઈ..
"કોફી પૂરી કરી ઘરે જઈએ.." જો વરસાદ પણ થોભી ગયો છે!
"ઝંખનાને અજાણ્યા અપંગને જોઈ બેચેની કેમ લાગતી હતી.?"
"પહેલો વરસાદ પસંદ હોવા છતાં, કારમાં કેમ જતી રહી.?"
"કેફેમાં તેને કોઈ લોહીથી નીતરતી છોકરી જોઈ.?"
"શું આ તેનો વહેમ હશે.?"
જાણવા વાંચતા રહો..
An untoward incident (અનન્યા)
🌺 રાધે રાધે 🌺
🙏જય શ્રી કૃષ્ણ 🙏