જીવન એ એક અદભૂત છે . વ્યકિત પોતાના જીવન માં સતત કઈ મેડવવા મથતો રહે છે. કોઈ ધન દોલત, તો વળી,કોઈ સ્નેહ પ્રેમ જંખે છે,
લતા ખુબ સુંદર રાજકુવરી જેવી સાથે સાથે ગુણ પણ એવા...
ગામની શાળામાં અભ્યાસ આઠ ધોરણ કર્યો , સાથો સાથ બાપુ ને વાડીયે મદદ કરે ગામ ના ચોરે સંતાકુકડી રમવા જાય ગામના ટાબરીયા લતા ની રાહ જોતા બેસી રે... જોજો બાપુ હમણા હુ ગોરલી ને નીરણ નાખી આવુ, એ આવુ બાપલી.. હુ ભાભરે સે..!
સાથો સાથ ભરત ગુંથન કરે, ચાકડા,ટોડલીયા,કાંગરા,મોરલીયા, વગેરે ચિતરે અને તેના બાપુ ને મદદ કરે.
લતા,વાડીયે ભાત લયને આવે રોજજ. લતા ધીમે ધીમે, જુવાન થતી જાય છે.રાતે ન વધે એટલી દીયે વધે સમય વીતવા લાગે.
લતા ના માગા આવે છે.પણ લાતા નું મન જાણે કાઈક સપનાઓમા ખોવાવા લાગ્યુ, ધીરે રઈ બાપુ માથે હાથ મેલી કહે છે બેટા હવે તને હુ જાજો સમય મારી હારે નહી રાખી શકુ.. તુ સમજી ગઈ ને..! લતા સરમ થી માથુ ઢાળી કામે વડગી જાય છે.
એવામા ગામનો વાળંદ આવે છે. લખા પટેલ ની દિકરી નું નોતરુ લઈ .અરે..લતા ખુશ થઈ જાય છે.સહેલી સીતા નુ નોતરુ ભાડી ને..
હરખથી જાય છે. વનરાતે વનમા મિઢોળ જાજા... લગન ગીત ના જકોર બોલે છે.
લતા એનો બાપુ જાન વડાવી ગાડુ ઘર તરફ હંકારે છે. બાપુ ની લાડકી સહેલી ના વિવા વિદાઈ થી ઢીલી પડી જય છે.
લતા તો ખુશ મિજજી વાતો એ વડગે છે, વાડી તરફ નીરણ લેવા પહોચે છે.
લતા નો ચોટલો જાણે કાડો નાગ..એમા માવલડીના હિર હાથે સિચેલ તેલ.મલકતી હાલી જાણે રાજકુવરી,સંસ્કાર થી ગુણો થી છલકતી એ ગુણીયલ નાર!
પણ એને તો એના સપના ઓને આંબવા છે. મનોમન મલકાય છે.
મા કેય છે, બાપુ ને સાંભડો છો ,હવે લતા ને સમજાવો જુવાન થઈ હજુ ગામના ટેણિયાવ હારે ચોરે રમવા શું નથી ભૂલી.
અરે ટાણે ભાન આવી જાસે. એટલામા લતા આવે છે. જુઓ બાપુ હુ આવી ગઈ .હા બેટા!
બાપુ હું આહીજ રહીશ તમારી હારે..અને હા , બાપુ કાલે મારી સહેલી સીતા નું આણુ આવે છે. તો મારે તેના ઘરેજાવાનું.
લતા નું મન જણે સિતા ના દિયર ને વળી ચુકયુ હતુ. લતા મનો મન હરખાય છે. માથામા પા શેર તેલ નાખ્યું અને મોગરાનો ગજરો લગાવ્યો. જાણે સિતાના આણા ની સાથે લતા ની પણ વિદાઈ થવાની હોય,માં આમ તૈયાર થયેલી દિકરી જેઈ આંખ છલકાય જાય છે.
હરખ ભણી હાલે છે, એટલામા લતા નુ માંગુલઈ મુરતીયો આવે, લતા હચમચી ઊઠેછે.
બાપુ , આટલું બોલી ચુપ થઈ જાય છે.
લતા મનો મન હાંફી ઊઠેછે . સિતા વાટ જોતી હશે.અને એના આમામાં કોન આવ્યુ હશે. એનો દિયર આવ્યો હશે!! મન વિચારે ચડ્યુ છે.
મેમાન શિરામણ કરે છે, અને ભાગો ભાગો ગાયું નુ ધણ લુટાય છે.
ઓહ! ગાયુ ને લુટવા આવ્યા ત્રાડ પાડી ડાંગ લઈ નીકડે છે.લતા ઊભાર્યો હમણા ભગાવું છું.
યુધ્ધ થાર છે. જગદંબા ઊતરી મેદાનમાં યુધ્ધ ખેલાય છે. એ જે યુધ્ધમાં લતા ને ધેર માંગુ લય આવેલ મુરતીયો ધવાય છે અને તે મ્રુત્યુ પામે છે.
તે વખત એવો હતો માણસ ને માણસાઈ ની કદર લતા વિલાપ કરે છે. એને લતા ગમી ગઈ હોય છે. અને એજ પડે તે દેવલોકમા સિધાવે છે.
એનો જીવ લતા ને વરવા માગતો હતો. રાત પડે છે.જાન ના વેલણા જુતે છે. લગન ગીતો ગવાય છે.