He says that .... in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | એને કહે જે ....

Featured Books
Categories
Share

એને કહે જે ....

રાતનું અંધારું થવામાં હજુ વાર હતી. સુરજ ડૂબી ગયો હતો પરતું તેનો પ્રકાશ હજુ પણ અંધકારને દુર રાખી રહ્યું હતું. સુરજ મુખી નાં ફૂલો હજુ પણ સુરાજ ની સામે જોઈ રહ્યા હતા. ગાર્ડનમાં ચારે બાજુ લગાવેલ અલ અલગ ફૂલો માંથી આવતી સુગંધ વાતાવરણને પ્રફુલ્લિત કરતા હતા. જો કે રાતરાની નો છોડ એની કામગીરી શરુ કરવા માટે નિયત સમયની રાહ જોતો બધા ફૂલો વચ્ચે ઉભો હતો. ત્યાં ફરવા આવતા લોકો માટે થોડાક-થોડાક અંતરે બેંચ લગાવેલ હતી, તે બેંચ પૈકી એક બેંચ ઉપર એક છોકરી આરામથી બેઠી હતી. એ કઈક વિચારમાં ડૂબેલી હોય એવું લાગતું હતું. એના ચહેરાને સ્પર્શતો વિષાદ તાજો જ હતો કારણ કે એના કારણે એના આંખ અને ચહેરા ઉપર કોઈ પરિવર્તન આવેલ ન હતા તેમજ એની રમતિયાળ સ્વભાવમાં પણ પરિવર્તન આવેલ ન હતો. ડૂબતા સુરજને જોવામાં ખાસ રસ ન હોવા છતાં એ ડૂબી ગયેલ સુરજની જગ્યાએ જોઈ રહી હતી.

એ બેઠી હતી એનાથી થોડેક દુર એક યુવાન ભાગતો ભાગતો આવ્યો એ રસ્તા ઉપર જ્યાં પેલી યુવતી બેઠી હતી.ત્યાં આવ્યો એની પાછળ પાછળ એક છોકરો એની શુટકેશ ઉઠાવીને ચાલતો હતો. એત્યા આવ્યો કે નહિ એની હાજરીની કે એના અસ્તિત્વની થી વાકેફ છે એવા કોઈ પુરાવા પેલી યુવતીના મુખ ઉપર દેખાયા નહિ. દુર ઉભો રહ્યોઅને વિચાર કરવા લાગ્યો કે યુવતી પાસે જવું કે નહિ? કઈ ચોક્કસ નિર્ણય ઉપર ન આવતા એ થોડે દુર રાખેલ બેંચ ઉપર બેઠો. પેલા યુવકે યુવતી સામે ગુસ્સામાં જોયું અને પછી એક ઉદાસી એના મુખ ઉપર ઉપસી આવી એને પેલા છોકરાને કહ્યું કે પેલી બેંચ ઉપર બેઠેલ યુવતી પાસે તારે મારો સંદેશો લઇ ને જવાનું છે. એને કહેજે કે એને કહેજે કે હું આવતી કાલે અહિયાં થી જવાનો છું અને ત્યાર બાદ થોડાક સમય માટે દેશની બહાર જવાનો છું. તે બોલવાની કે લખવાનું નાં કહ્યું છે એટલે જે પણ કઈ બન્યું છે એ માટે મને છેલ્લી વાર સાંભળી લેવા આ સંદેશો મોકલું છું. એને કહેજે કે હું એને સારી રીતે ઓળખું છું આમ કોઈને પણ બચાવમાં કઈપણ કહેવા સાભળ્યા વગર નિર્ણય લઈ લે એ એના સ્વભાવમાં નથી હું એને સારી રીતે જાણું છું તો મને પણ મારી વાત સાબીત્કારવાની એક તક મળવી જોઈએ. એને કહેજે કે એને સંદેશો મોકવાની મનાઈ કરેલ હોવા છતાં હું સંદેશો મોકલવું છું પરતું મને આશા છે કે મારી વાત સાબિત કરવાની મને એક તક આપવામાં આવશે.

પેલો છોકરો યુવક સામે જોઈ રહ્યો. યુવકે એના હાથમાં અર્ધા ડોલર નો સિક્કો મુક્યો. છોકરો પોતાના મેલાધેલા પરતું હોશિયાર, ચપળ ચહેરાથી યુવકને જોઈ રહ્યો અને પછી ભાગ્યો. થોડીક શંકાથી પરતું ભયભીત થયા વગર બાંકડા ઉપર બેઠેલ યુવતી પાસે ગયો. એને પહેનેલી ટોપી સરખી કરી અને જુકીને સલામ કરી પોતાની વાતની શરૂઆત કરી. અને કહ્યું કે પેલા યુવકે તમારા માટે સંદેશો કહ્યો છે જો તમે એને ઓળખતા નથી તો મને કહો હું હમણાં પોલીસને બોલાવી લાવીશ પરતું જો તમે એને ઓળખતા હોવ તો તમે જાતે જ એમને મળી લો ને ? એ કહે છે તમે એમને બોલવાની અને એમની વાત મુકવાની તક નથી આપી. એ કહે છે કે તમારા સ્વભાવમાં એવું નથી કે કોઈપણ વાત સાભળ્યા વગર માની લેવી ? તમે એમની વાત કેમ નથી સાભળતા.? યુવતી આવનાર છોકરા સામે જોઈ રહી અને કહ્યું કે જે આંખો જુએ છે એ જોયા પછી કોઈની વાત સાભળવાની જરૂર જણાતી નથી. એ દિવસ રાત્રે મેં જોયું એ જોયા પછી કોઈ ખુલાસા કરવાના બાકી રહેતા નથી. એ ને કહેજે કે મારા સ્વભાવ વિશે ટીપ્પણી કરવાની કે મારા વિશે મને યાદ અપાવવાની કોઈ જરૂર નથી હું આજે પણ એ જ છું જે થોડાક દિવસ પહેલા હતી. એને જઈ ને કહેજે કે મેં પેલી રાત્રે એને અને રોઝીને એક સાથે જોયા હતા અને એ જોયા પછી મારે એની સાથે વાત કરવાની કોઈ જરૂર જણાતી નથી.

છોકરો આવ્યો અને યુવકને કહેવા લાગ્યો સા”બ મેડમ કહે છે કે તમે એમની સાથે દગો કર્યો છે તમે બીજા કોઈને લઇ ને બેઠા હતા એ એમને એમની આંખોથી જોયું છે એટલે હવે વાત કરવાનો કોઈ અર્થ નથી. પેલા યુવકને હવે પાર્ટી વાળો દિવસ યાદ આવ્યો એને એના ખીસા માંથી કેટલાક કાગળીયા કાઢ્યા અને શોધવા લાગ્યો. પછી એક પત્ર હાથમાં આવતા એ પત્ર પેલા છોકરા સાથે મોકલ્યો. પેલો છોકરો યુવતી પાસે આવ્યો અને પત્ર એને આપ્યું. યુવતીએ પત્ર હાથમાં લઇને વાંચવાનું શરુ કર્યું. જેમાં લખ્યું હતું .....

શ્રીમાન ડોક્ટર સાહેબ

ખુબ ખુબ આભાર સાથે કહેવાનું કે ગઈ કાલે પાર્ટીમાં જો આપશ્રી એ મારી દીકરીને આવેલ અચાનકનાં હુમલા વખતે આપે એને સાચવી ન લીધી હોત તો એ આજે જીવતી ન હોત. તમારી સમય સુચકતા નાં લીધે આજે એ અમારી વચ્ચે છે અને હવે એની તબિયત પણ સારી છે. જો શક્ય હોય તો સમય કાઢીને અમારા સાથે ડીનર કરવાનું રાખજો. તમારો આભારી.......

પેલી યુવતી કઈક શાંત થઇ થયેલ લાગતા છોકરાએ પૂછ્યું કે હવે હું ત્યાં જઈ ને શું કહું. યુવતી એ જવાબ આપ્યો કે એને કહેજે એની પ્રેમિકા એની રાહ જુએ છે...