Jivansathi - 12 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | જીવનસાથી... - 12

Featured Books
Categories
Share

જીવનસાથી... - 12

ભાગ..12

આપણે આગળ જોયું એ મુજબ રાજને સીમામાં આવેલો બદલાવ ગમ્યો હોય એવું લાગે છે. હવે આગળ...


સીમાએ પોતાની સુંદરતાથી અને પોતાનામાં લાવેલ બદલાવથી રાજના દિલમા જગ્યા બનાવાની કોશીશ કરી દીધી છે. એમા એણે ઘણાં અંશે સફળતા પણ મેળવી લીધી અને એના કારણે એનો આત્મવિશ્વાસ જે સાવ ખોવાઈ ગયો હતો એ પણ પાછો વળતો દેખાયો. સીમાને હવે પોતાની જીંદગી સુધરશે અને રાજને એ પાછો મેળવી લેશે એવી આશાની કિરણ દેખાઈ રહી હતી. પરંતુ, હજુ શરૂઆત હતી. હજુ ઘણી સફર બાકી હતી. રાજનું દિલ જીતવા એણે કદાચીત પોતાનું મન પણ મારવું પડશે એ ડર મનના ખુણે ધરબાયેલો પણ હતો.

સીમા સાંજ પડવાની વાટમા હતી. બધું કામ પતાવી તૈયાર થઈને પાયલની વાટ જોવા લાગી. ચાર વાગતા સીમાના ફોનની રીંગ વાગી ,"હલ્લો ! દીદી ,પાયલ બોલું છું, આપણે આજે પણ ક્લાસ નહી જઈ શકીએ !"

સીમા : "કેમ ? શું થયું !"

પાયલ : " અરે ! આજ યોગેશે મને મોલમાં બોલાવી છે.કંઈ સરપ્રાઈઝ છે એમ કહેતો હતો.આપણે સાથે જશું અને મારે પણ તમારી સાથે એક અગત્યની વાત પણ કરવી છે."

સીમા : "યોગેશે બોલાવી છે તો તું જઈ આવ, મારી ચીંતા નહીં કરતી,"

પાયલ : "ના,ના, તમારે પણ સાથે આવવાનું છે ! કોઈ બહાનું નહી કરતાં !

સીમા : "સારૂં, આવીશ બસ ! પાગલ છો સાવ!" એમ કહી એક મસ્તી ભર્યા અવાજ સાથે ફોન કાપ્યો.

પાયલને પણ આજ સીમાના અવાજમાં નવો જ અંદાજ સંભળાયો, એ પણ મનમાં વિચાર કરવા લાગી દીદીના અવાજમાં આજ કંઈક અલગ ખુશી સંભળાતી હતી.

પાંચ વાગે પાયલ આવી બન્ને સાથે મોલ પહોંચ્યાં, યોગેશ ત્યા પહેલાથી આવી ગયો હતો. સીમાને જોતા જ એણે "નમસ્તે દીદી !"કહયું. સીમાએ પણ નમસ્તે કર્યુ. પાયલને હાથ પકડી હળવું આલીંગન આપતા "કેમ છે એમ પૂછ્યું ?"
ત્રણેય એક રેસ્ટોરન્ટમાં ગયા, હોટ કોફી મંગાવી કારણ એ પાયલની ફેવરીટ હતી. સીમાએ જોયું કે 'યોગેશના પાયલ સાથેના આટલા ઓછા સમયનાં સંબંધમાં પણ એ સીમાની પસંદ -નાપસંદ વિશે ઘણું જાણતો હતો અને એક હોટ કોફી જ નહી,પાયલની તમામ પસંદગીઓ એ ખુબ સરસ જાણી શકયો હતો.

યોગેશે ગીફ્ટરેપ કરેલું એક બોકસ પાયલના હાથમાં મુકયુ. એ જોઈને પાયલ એકદમ ઉત્સાહમાં આવી ગઈ. એને બોકસ હાથમાં લેતા સવાલ કર્યો, "યોગેશ! શુ છે આમાં ?"

" મેડમ ! જોઈ લો અમને તમારા જેવું ચોઈસ કરતાં આવડે છે કે નહીં ?"યોગેશ પાયલની મસ્તી કરતાં બોલ્યો.

પાયલે બોકસ આગળ પાછળ કરતાં ગીફ્ટરેપ ઉત્સુકતાથી ખોલવા લાગી એ સમયે એ એકદમ નાની બાળકી જે ગીફટ જોવા ઉત્સાહીત હોય એવી માસુમ અને નાદાન દેખાતી હતી. યોગેશ એને એકીટશે જોયા કરતો હતો .એની આંખોમાં ભરપુર અને અનેરો પ્રેમ છલકતો હતો.પાયલ પણ ગીફટ જોઈ એકદમ ખુશ થઈ ગઈ હતી. ત્રણેએ વાતો કરતાં કરતાં કોફી પીધી અને યોગેશ એના કામે જવા નીકળ્યો. હવે પાયલ અને સીમા બેઉ એકલા જ હતાં.

પાયલે સીમાને દેવેશની વાતનું હવે સોલ્યુશન વિચારી લીધાની વાત કરી. "દીદી, હું હવે દેવેશને મારી જીંદગી બગાડવા પાછો નહી આવવા દઉં. "

"શું કરીશ વિચાર્યું છે તે કઈ આગળ "

"હા,પરંતુ એમા તમારે મને સાથ આપવો પડશે !"

"હા ચોકકસ ,બોલ શું કરવું છે ?" સીમાએ પાયલનો સાથ આપવાની તૈયારી બતાવતા કહયું.

"ઓકે, કાલે હું દેવેશને 'હોટલ કુમારમાં' મળવાં બોલાવીશ..."

" પાગલ છો ? યોગેશને ખબર પડશે તો !"

"નહી પડે એ ધ્યાન તમારે રાખવાનું અને તમારે જ મારી મદદ કરવાની છે."

"કેવી રીતે ?"

" જો દીદી , સાંભળો કાલ હું યોગેશને કહીશ મારે દીદી સાથે બહાર જવાનું છે, એટલે તમે પણ બધાને એવું જ કહેજો કે આપણે બહાર જવાનું છે. અને આપણે પહેલા પોલીસ સ્ટેશન જઈને ઇન્સપેકટરને બધી વાત કરીશું.
હું પહેલા હોટલમાં જઈશ તમે પોલીસ સાથે આવજો.પરતું ત્યાં પણ તમે છુપાઈને જ રહેજો. આખો કેસ પતે પછી હું તમને ત્યાં જ હોટલના વેઇટીંગ હોલમાં મળીશ."

" સારું " સીમા એ મનમા ડર સાથે પણ સહેલીની મદદ માટે હા કરી દીધી હિમ્મત ભેગી કરીને.

બંને ઘરે ગયાં પાયલ યોગેશ અને દેવેશના વીચારોમાં કંઈ ખોટું તો નથી કરી રહીને એ અસમંજસમાં આખી રાત પડખાં ફેરવતી રહી.

અહીં આ બાજુ સીમા આજ પણ ફ્રેશ થઈને કાળા રંગનુ ગાઉન પેહરી રાજને ભાવતું ભોજન બનાવ્યું. બાળકો જમી વહેલા સુઈ ગયા હતા. સીમાએ એ મોકાનો ફાયદો ઉઠાવતાં ટેબલ રેસ્ટોરાંની જેમ સજાવ્યું અને મીણબત્તી સળગાવી. આજ કેન્ડલ લાઈટ ડીનરનો પ્લાન બનાવ્યો. રુમમાં આહલાદક ખુશ્બુવાળું પરફયુમ છાંટ્યું અને ધીમા-ધીમા સંગીતે રાજની પસંદનુ ગીત શરૂ કર્યુ. ત્યાં જ રાજ આવ્યો. બેલ મારતાં જ એક મીઠા સ્મિત સાથે દરવાજો ખોલી રાજને હળવાં આલીંગનથી આવકાર્યો.....


---------- ( ક્રમશઃ) --------------

લેખક :- Doli modi✍️
Shital malani✍️