ભાગ 14 શરૂ
.........................................
"તમને નથી લાગતું આ પદાર્થ થોડોક થોડોક આપણે પેલા જીવ ને મારીને લીધેલો તેને મળતો આવે છે?(આ જીવ તેમણે એકવાર પોતાના રિસર્ચ સેન્ટરમાં માર્યું હોય છે) જેકે રોહનને કહ્યું.
"હા કાંઈ નહિ જે હોય તે ચાલો હવે સુઈ જઈએ બવ ઊંઘ આવે છે" રોહન બગાસું ખાતા ખાતા બોલ્યો.
હવે બધા લોકો પાછા ઘરમાં જઈને સુઈ ગયા અને સવાર પડતાની સાથે જ સૌથી પહેલા જેક ઉઠ્યો અને બગીચામાં જોગિંગ કરવા નીકળ્યો અને ત્યાં આસપાસનો નજારો જોઈને તે એકદમ ચોંકી ગયો. જ્યાં તે પદાર્થ પડ્યો હોવાથી રેડિયેશન ના કારણે બગીચા ની અંદર બધી વસ્તુ જામી જીઆઇ હતી અને ધીમા ધીમા બરફ ના કરા પણ વરસે છે પણ જેક જેવો પોતાના બગીચાથી થોડોક દૂર ગયો તો બીજી જગ્યાએ તો બધું નોર્મલ જ હતું.
"આ બધું શું થઈ રહ્યું છે કાંઈ ખબર નથી પડી રહી લાવ ને નિકિતા ને વાત કરું કદાચ તે આનો કોઈ ઉકેલ લાવી શકે તો" જેક મુંજાતા બોલ્યો અને તેને નિકિતાને બહાર બગીચામાં બોલાવી. ત્યાં નો નજારો બિલકુલ અલગ હતો બધું બરફ થી ઢંકાયેલું હતું અને ત્યાં એક પતંગિયું અને કરોળિયો બેઠા હતા તેઓ બન્ને ભેગા મળીને કંઈક અલગ જ જીવ બની ગયું હતું. આ બધું નિકિતા અને જેક માટે સહેજ પણ નોર્મલ ના હતું.
"અરે જેક મને લાગે છે આ કોઈ પદાર્થ નું રેડિયેશન આવ્યું લાગે છે" નિકિતાએ જેકને કહ્યું.
"શું તને કાંઈ યાદ છે કાલે રાત્રે તો કાંઈ નહોતું થયુંને" જેકે નિકિતાને ગભરાઈને પૂછ્યું.
"હા કાલે રાત્રે જ્યારે અમે નીચે આવતા હતા ત્યારે ઝોયાનો પગ ભૂલમાં તે બનાવેલા પદાર્થ ઉપર લાગેલો હતો અને તે પદાર્થ આ કપડાં ઉપર ચોંટી ગયેલો અને થોડોક ઢોળાઈ ગયેલો હતો અને તેના જ કારણે કદાચ આ થયું હોય" નિકિતાએ વિસ્તારપૂર્વક જેકને જણાવ્યું.
"હા એ વાત તો સાચી પણ હવે આનું કરવું શું" જેકે નિકિતાને પૂછ્યું.
"એક કામ કર જેક રિક ને પૂછી જો એ કદાચ કોઈ આઈડિયા આપી શકે તો?" નિકિતાએ જેકને કહ્યું.
"રિક.... એ રિક... અહીંયા બહાર આવ.. તો બે મિનિટ" જેકે રિક ને બૂમ પાડીને બોલાવતા કહ્યું.
"હા બોલ ને જેક" રીકે જવાબ આપ્યો.
"ભાઈ આ બધું શેનું રિએક્શન છે કાંઈ ખબર છે આ આપણી જ જગ્યા માત્ર બરફ થી ઢંકાઈ ગયેલી છે અને આ કરોળિયો અને પતંગિયું બન્ને ભેગા મળીને કંઈક અલગ જ જીવ બની ગયું છે અને વાતાવરણ પણ આપણી દુનિયા કરતાં સાવ અલગ છે પણ મારા ઘરથી એક કિલોમીટર દૂર તો બધું નોર્મલ જ છે. " જેકે રિક ને પૂછ્યું.
"મને લાગે છે કે આ કોઈ અવકાશ ના પદાર્થ ની જ કમાલ છે અને આ સામે કુવા પાસે આ લાઇટ કેવી દેખાઈ છે ચાલ તો ત્યાં" રીકે જેકને કહ્યું.
બન્ને લોકો ત્યાં કૂવા પાસે જાય છે અને ત્યાં કૂવા ની અંદર એક જાંબલી કલર ની લાઈટ થઈ રહી હતી અને જાણે કૂવાની અંદર જાંબલી કલર નો એક લાવા હોય તેવું લાગતું હોય છે એટલામાં જ ત્યાં રોહન પેલો અલગ પદાર્થ લાવે છે જે તેમને શરૂઆત માં પેલા જીવને મારીને બનાવેલ હોય છે હવે આ ઘટના વિશે બધાને ખબર પડતાં ઝોયા અને મિસ્ટર ડેઝી પણ ત્યાં કૂવા પાસે આવી જાય છે.
"હવે આ રિએક્શન ને ઠીક કરવાનો એક જ ઉપાય છે કે આ કુવાની અંદર જે જાંબલી કલર નો પદાર્થ દેખાય છે તેમાં આ પદાર્થ ભેળવી દઈએ તો કંઈક થઈ શકશે" રોહને જેકને કહ્યું.
"પણ આ કરવાથી શું આ રિએક્શન જતું રહેશે?" જેકે રિક ને પૂછ્યું.
"એ તો નક્કી નહિ પણ કોશિશ તો કરીયે અને હા જ્યારે હું આ પદાર્થ આ કુવામાં નાખું ત્યારે બધા લોકો થોડાક દૂર જઇને એકબીજાનો હાથ પકડીને ઉભા રહેજો જેથી કોઈ મોટો વિસ્ફોટ કે ઘટના થાય તો બધા ભેગા રહી શકીએ" આટલું કહીને રિક એ બધો પદાર્થ એ કુવાની અંદર નાખી દે છે અને જેવો એ પદાર્થ કુવાની અંદર પડે છે તેમાંથી એક ખૂબ પ્રકાશિત પ્રકાશ આવે છે અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોને તેની અંદર ખેંચી લે છે. અને ત્યારે આ લોકોની ગતિ એટલી બધી વધી ગઈ હોય છે કે જે પ્રકાશ ની ગતિ કરતા પણ વધારે હોય છે. અને થોડીક ક્ષણો પછી બધાની આંખો ખૂલે છે. અને જેક બોલે છે.
"અરે આ રિએક્શન ખતમ થયું કે?"જેક બોલ્યો.
"એ તો નથી ખબર પણ આપણે બધા ક્યાં આવી ગયા છીએ?" મિસ્ટર ડેઝી બોલ્યા.
"અરે આપણે તો કોઈ ટાપુ ઉપર છીએ એવું મને લાગે છે પણ આ થયું કેવી રીતે" જેકે ગભરાઈને કહ્યુ.
"આપણને પ્રકાશની ગતિ કરતા પણ વધારે ગતિથી એ પ્રકાશે ખેંચ્યા હતા જેના કારણે આપણે કદાચ દુનિયાની કોઈ અંજાન જગ્યાએ ટેલીપોર્ટ થઈ ગયા છીએ" રીકે જેકને જવાબ આપતા કહ્યું.
"અરે એ જે હોય એ પણ અહીંયાંથી નીકળવું કેવી રીતે?" રોહન કંટાળીને બોલ્યો.
"અહીંયાંથી નીકળવાનો માત્ર એક રસ્તો છે આ જગ્યાને ખુદ જોવી અને અનુભવોથી શીખવું તેની સિવાય મને કોઈ બીજો રસ્તો હાલમાં સુજતો નથી" રીકે રોહનને કહ્યું.
"હા તો ચાલો હવે આ ટાપુ ની અંદર" ઝોયાએ બધા લોકોને કહ્યું.
"બધા લોકો સાથે જ રહેજો કારણ કે અહીંયા જંગલી જાનવરો હોઈ શકે છે" નિકિતાએ બધાંને કહ્યું.
તે લોકો જેવા આગળ વધે છે કે ત્યાં એક મોટા ઝાડ ની નીચે એક વ્યક્તિ બેઠો હોય છે અને એ વ્યક્તિ આ બધાં લોકોને જોઈ જાય છે. અને આ લોકો પાસે જાય છે.
"તમે બધા કોણ છો?અને આ ટાપુ ઉપર કેવી રીતે આવ્યા?" તે અજાણ્યા વ્યક્તિએ બધાને પૂછ્યું.
જેકે તેને પોતાની સાથે થયેલી ઘટનાઓ વિશે જણાવ્યું.
"પણ તમેં અહીંયા કેવી રીતે પહોંચ્યા?" નિકિતાએ તે વ્યક્તિને પૂછ્યું.
"હું એક આર્કિઓલોજીસ્ટ છું અને અહીંયા એક ખજાનાની શોધમાં આવ્યો છું અને અહીંયા હું છેલ્લા આઠ મહિનાથી રહું છું અને મારું નામ નેવીલ છે" તે વ્યક્તિએ જવાબ આપ્યો.
"ઓહ તો હવે અમે કેવી રીતે અહીંયાંથી નીકળી શકીશું? કોઈ રસ્તો છે તમારી પાસે?"જેકે નેવીલને પૂછ્યું.
"હા એક રસ્તો છે કે કહેવાય છે કે અહીંયા એક કૂવો છે જેની અંદર ચોક્કસ સમયે જાંબલી કલરનો પ્રકાશ થાય છે અને જો એ સમયે કુવા પાસે જવામાં આવે તો તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઇ શકશો" નેવીલે જવાબ આપ્યો.
"પણ આ કૂવામાં એ લાઈટ નું શું રહસ્ય છે તેની કાઇ ખબર છે તમને?" રીકે નેવીલને પૂછ્યું.
મિશન 5 - ભાગ 14 પૂર્ણ
.....................................
કૂવામાં આ લાઈટનું શું રહસ્ય છે?શું નેવીલ જેક લોકોની મદદ કરી શકશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5.
તમારો કિંમતી પ્રતિભાવ આપવાનું ના ભૂલતા.