Money is a must - 3 in Gujarati Fiction Stories by Meet books and stories PDF | પૈસા તો જોઈશે જ - 3

The Author
Featured Books
Categories
Share

પૈસા તો જોઈશે જ - 3

ભાગ - ૩

લેખક - મોદી મિત

આપડે આના આગળ ને ભાગ માં જોઈ ગયા કે બિનિતા અને રોશને મોહિત ને ઝીલ થી અલગ કરવા માંગતા હતા ત્યારે બિનિતા બોલી

બિનિતા - " આપડે પહેલા મોહિત અને વિશાલ ની દોસ્તી તોડવી પડશે . જો દોસ્તી તુટ સે તો મોહિત ઝીલ ના ઘરે નઈ જઇ શકે.

રોશન - " પણ આ બે તો ખાસ મિત્ર છે....! "

રોશન અને બિનિતા વિચારવા એટલા માં જ રોશન ના મગજ માં એક વિચાર આયો.

રોશન - " મારા મગજ માં એક વિચાર આવ્યો છે."

બિનિતા - " શું....? "

રોશન - " આપડે વિશાલ ને એવું કહીએ કે મોહિત ઝીલ ને પ્રેમ માં ફસાવા માગે છે અને ફસાઈ ને તમારી મિલકત લેવા માગે છે .."

બિનિતા - " હા પણ આ વાત વિશાલ સાચી માનસે ? "

રોશન - " જો નઈ મને તો આપડે કહીશું કે ઝીલ મોહિત ને ભાઈ માને અને રાખડી બંધાવે ..! અને મને ખબર છે કે મોહિત ઝીલ ને બહેન નઈ મને અને એની જોડે રાખડી નઈ બંધાવે .."

બિનિતા - " તો આજ રાતે વિશાલ અને ઝીલ ને મારા ઘરે બોલાવીએ અને આ વાત કરીએ ."

રાત ના સાડા નવ વાગ્યે બિનિતા ઝીલ અને વિશાલ ને બોલાવવા ગઈ.

બિનિતા - " ઝીલ તું અને વિશાલ મારા ઘરે આવો ને એક વાત કરવી છે .."

વિશાલ - " મોહિત ને બોલાઈ દેજે .. "

બિનિતા - " ના આપડે એના વિશે જ વાત કરવા ની છે ..! "

ઝીલ - " શું..! એના વિશે .?"

બિનિતા - " હા એના વિશે જ વાત કરવા ની છે પણ મારા ઘરે ચલ ."

ઝીલ - " સારું ચલ .."

વિશાલ - " એના વિશે શું વાત કરવા ની છે ?"

બિનિતા - " તું ચલ તો ખરી..! "

વિશાલ - " ચલ ."

ઝીલ અને વિશાલ બિનિતા ના ઘરે ગયા અને ત્યાં રોશન હતો રોશન ને જોઈ ને વિશાલ બોલ્યો..

વિશાલ - " રોશન તું અહીંયા શું કરે છે ..? "

બિનિતા - " આ તારી જોડે મોહિત ની વાત કરવા માંગે છે."

વિશાલ - " કરો એ મારા ભાઈ જેવોજ છે ! "

રોશન - " વિશાલ તને ખબર નથી આ મોહિત બઉ ખરાબ છોકરો છે..! એ છેને આ ઝીલ ને એના પ્રેમ માં ફસાઇ ને તમારી મિલકત લઈ લેવા માંગે છે..! "

ઝીલ - " રોશન તને ખબર છે તું શું બોલે છે ! મોહિત તો મારો ખાલી મિત્ર છે.... ને તું આવી બધી વાત તને કોણે કરી ..!

વિશાલ ( ગુસ્સામાં ) - " મને ખબર ન હતી કે તું આવા વિચારો વાળો માણસ છે ..! હવે તે મોહિત વિશે કઈ પણ બોલ્યો ને હું તને બઉ મારિસ .! "

રોશન - " તારે મારા પર વિશ્વાસ કરવો હોય તો કર નઈ તો ના કર મારે શું .! પણ જોજે મોહિત આવું જ કરવાનો છે..! હું એને આળખુ છું ."

ઝીલ - " વિશાલ તું મોહિત ને અહી બોલાય ને જે હસે એ બધું અત્યારે જ પતી જસે ! "

વિશાલ - " ના આપડે એને તારા ઘરે બોલાવી ને શાંતિ થી પૂછીશું ... એન જો આ વાત ખોટી પડી ને તો હું આ રોશન ને બઉ મારિસ. .! "

આ વાત સાંભળી ને રોશન અને બિનિતા ચિંતા માં આઇ ગયા રોશન બોલ્યો

રોશન - " કાલે વિશાલ મોહિત જોડે જસે અને મોહિત કંઈ ઊંધું સીધું બોલસે તો ઝીલ મારા પર ખૂબ ગુસ્સે થશે અને મને કદી બોલાવશે નઈ ..! "

બિનિતા - " આપડે વિશાલ ને કહી શું કે ઝીલ ને કહે કે તું મોહિત ને ભાઈ માને અને રાખડી બાંધે...! મોહિત ઝીલ જોડે રાખડી નઈ બંધાવે તો વિશાલ ને મોહિત પર શક થશે...! "

ઝીલ અને વિશાલ બીજા દિવસે સવારે મોહિત ને ઝીલ ના ઘરે બોલાયો અને પૂછ્યું ...

વિશાલ - " મોહિત તું ઝીલ શું માને છે .? "

મોહિત - " એટલે. ! હું કઈ સમજ્યો નહીં....."

વિશાલ - " ઝીલ તારી કોણ થાય...! "

મોહિત - " ઝીલ મારી મિત્ર થાય પણ તું કેમ આવા સવાલ પૂછે છે મને..? "

વિશાલ - " તું ઝીલ ને પ્રેમ કરે છે...? "

મોહિત - " કંઈ રીતે...? "

વિશાલ - " આમાં શું કઈ રીતે...! કરે છે કે નઈ ?"

મોહિત (ગભરાતા ગભરાતા ) - " હું કઈ સમજ્યો નઈ.! "

ઝીલ - " અરે જવા દેને પેલા ગાંડા રોશન ની વાત ક્યાં સાંભળે છે..! તું પણ .."

વિશાલ - " ઝીલ તું આને પસંદ કરે છે .? "

ઝીલ - " હા કરું છે પણ એવી રીતે નઈ જેવી રીતે તું વિચારે છે..! "

વિશાલ - " ઝીલ એક કામ કર મોહિત ને હવે થી તું ભાઈ કરી ને બોલાવી જે અને એને રાખડી બાંધી દે તું .."

ઝીલ - " હું કેમ રાખડી બાંધુ તું પેલા ગાંડા રોશન ની વાત કેમ આઇ ગયો વિશાલ..!"

મોહિત - " વિશાલ તને મારા પર વિશ્વાસ છે કે પેલા રોશન પર...? "

વિશાલ - " બે યાર હું મૂંઝવણ માં પડી ગયો છું હું આ બધી વાતો ઝીલ ની મમ્મી ને કહું છુ પછી એમને જે કરવું હસે એ કરશે ...! "

ઝીલ - " વિશાલ મહેરબાની કરી ને આ વાત મારી મમ્મી ને ના કહીશ યાર.....! એ મારા પર ખૂબ ગુસ્સે થશે અને મને કદી નીચે રમવા નઈ જવાદે..! "

વિશાલ - " ના આ વાત તો મારે કાકી ને કહેવી જ પડશે..! "

આવું કહી ને વિશાલ રોહિણી બેન ને બધું કહેવા જતો રહ્યો . ઝીલ અને મોહિત ત્યાજ ઊભા હતા ..ત્યારે ઝીલ બોલી ..

ઝીલ - " બે આ બધું શું ઉભુ કર્યું છે તે એન રોશને...? હે..! "

મોહિત - " માને પણ નઈ ખબર ..! હું તને બધું સાચું કહી દાવું છું...!

મોહિત ઝીલ ને બધું સાચું સાચું કહી દીધું કે એ અને રોશન તેને પસંદ કરતા હતા અને એમના વચ્ચે જગડો થયો છે ને એ જગડો શેના કારણે થયો તે બધું કહી દીધું.. .

આ બધી વાત સાંભળી ને ઝીલ બોલી....

ઝીલ - " મોહિત હું તને પસંદ તો કરું છુ પણ મારી મમ્મી ને તું જરાય પસંદ નથી..! મારી મમ્મી મને તારા થી દુર જ રાખશે.."

મોહિત - " પણ કેમ હું તારી મમ્મી ને નથી પસંદ..! ? "

ઝીલ - " મારે એ કારણ તને નથી કહેવું.."

મોહિત અને ઝીલ વાત કરતા હતા ને એટલા માં ઝીલ ની મમ્મી એ ઝીલ ને ગુસ્સામાં ઝીલ ને ઉપર બોલાવી ..

ઝીલ - " અરે યાર આ વિશાલે બધું કહી દીધું લાગે છે.. હવે મમ્મી મને નીચે રમવા નઈ મોકલે..! કદાચ હવે આપડે નઈ મળી શકીએ..! ચલ બાય."

મોહિત - " હું આવું તારી જોડે ..? "

ઝીલ - " ના બે તને જોઈ ને મમ્મી વધારે ગુસ્સે થશે.?

મોહિત - " સારું બાય..! "

એટલા માં ઝીલ ની મમ્મી ગુસ્સા માં નીચે અને પછી શું થાય છે એ જોઈશું આના પછી ના

એટલે કે ભાગ ૪ માં